× Popup image

#teacherpoem status in Hindi, Gujarati, Marathi

  • #teachersday #teacher #teacherpoem #student #teacherstudent #શિક્ષક #5september

    Happy Teacher's day......

    હે ગુરુજન !

    કોરી પાટી માં સુંદર અક્ષરો રૂપી કેળવણી કરીને
    મારી જિંદગી ને નવો વળાંક આપવા બદલ થેંક્યું !

    ભૂલકાં સામે ભૂલકાં બની લાગણી વરસાવી ને
    મને અમૂલ્ય જીવન નું મૂલ્ય સમજાવવા બદલ થેંક્યું !

    'શાબાશ' 'વાહ' 'ખૂબ સુંદર ' જેવા શબ્દો કહી ને
    મને આત્મપ્રેરીત કરી સિદ્ધિ હાંસલ કરવા બદલ થેંક્યું !

    સંઘર્ષો માં સમય શિસ્ત ધીરજ સાથે જુસ્સો શીખવીને
    મને આ સ્તર સુધી પહોંચાડવા બદલ દિલ થી થેંક્યું !

  • #teachersday #teacher #student #શિક્ષક #શિક્ષકદિવસ #2019 #કવિતા #teacherpoem

    શિક્ષક દિવસ 2019....

    એક સારો મોકો છે આ દિવસ માં
    શિક્ષક બની શિક્ષક સમજવાનો !

    વિદ્યાર્થી ને શિસ્ત માં રાખવામાં
    પેહલા પોતાને શિસ્ત શીખવાનો !

    20 મિનિટ સરખું ભણાવવામાં
    કેટકેટલુંય યાદ રાખવાનો !

    કોરી પાટી માં અક્ષરો ઉઠાવવામાં
    શિક્ષક ની મહાનતા સમજવાનો !