ફોનની રિંગ છેલ્લા ૫ મિનિટ થી એક પછી એક વાગી રહી હતી આખરે નિશા ના ત્રણ missedcall પછી ચિત્રા એ ફોન receive કર્યો. નિશા:: આખરે મેડમ એ ફોન તો ઉચક્યો. ચિત્રા:: સોરી , યાર નિશું રસોઈઘરમાં હતી અને ફોન ચાર્જ મા હતો.
નિશા (શિકાયત સાથે):: તારા આ રોજ ના બહાના મને તો બતાવ જ નહીં,એમને કેજે કે જે તને ઓળખતું ના હોઈ
ચિત્રું!ચિત્રા (માફિ માંગતા):: અચ્છા બોલ કેટલા વાગ્યે મળવાનું બાકી થયું છે.
નિશા::૪ વાગ્યે મળવાનું છે બધા પોહચી જશે. તું ભી સમયસર પહોંચી જજે મને લેવા.સારું ફોન રાખું છું ઘરે જ મળીશુ,bye.... ચિત્રા::bye....બન્ને છેડે થી ફોન મુકાઈ ગયો. ફોન મૂકી ચા નો કપ હાથ મા લઇ ચિત્રા ઘર ની બાલ્કની માં મુકેલી એની પ્રિય આરામ ખુરશી મા બેસીને જાણે વિચારો માં ખોવાઇ ગઇ... ચિત્રા વિચારી રહી હતી કે આજે એક વર્ષ પછી એ ખંજ ને મન ભરી ને જોઈ શકશે.
ખંજ અને ચિત્રા બાળપણ થી જ એક જ વર્ગ માં અભ્યાસ કરતા હતા. જ્યારે ચિત્રા એ પપ્પાની બદલી થતાં શાળા બદલી એના લગભગ 7 વર્ષ પછી સોશીયલ મીડિયા પર એની ફરી મુલાકાત એના બાળપણ ના મિત્ર ખંજ સાથે થઈ. બન્ને ક્યારે મિત્ર માંથી પ્રેમી બની ગયા બંને ને ભાન જ ના રહ્યું. ને આખરે જ્યારે 3 વરસની મિત્રતાએ પ્રેમસંબંધોમાં પગ મૂક્યો બન્ને જાણે 7મા આસમાન પર ઉડી રહ્યા હતા.
ચિત્રા તો રોજ ખંજ ના અને એના જીવનના અવનવા સપનાંઓ સજાવી રહી હતી. પરંતુ એને ક્યાં ખબર જ હતી કે તેના આ સ્વપ્ન ખંજ માત્ર એક એસએમએસ કરી ને ચૂર કરી નાખશે.
ચિત્રા ને આજ પણ એ રાત યાદ હતી જ્યારે ૩ દિવસ થી ખંજ ના એક પણ એસએમએસ વગર એ તડફડી રહી હતી ને અચાનક ખંજ નો જવાબ આવતા એ રાજી થઈ ગઈ હતી.પણ ચિત્રા ક્યાં જાણતી જ હતી કે ખંજ આજે
એના બધા સવપ્નો છીનવી લેવાનો છે.
(એલાર્મ ની રીંગ)
ચિત્રા ની મમ્મી:ચિત્રા બેટા ઉઠ તારે ગેટ ટુ ગેધર મા જવામાં મોડું થઈ જશે....!!
ચિત્રા મમ્મીનો અવાજ સાંભળી બાલ્કનીમાની પોતાની આરામ ખુરશી પર ભૂતકાળના અવકાશમાંથી વર્તમાન મા આવી હોય એમ ઉઠી. મો ધોઈને ચિત્રા તૈયાર થઈ અને જતા પેહલા એક વાર અરીસા સામે ઊભા રહી પોતાને નિહાળવા લાગી.
એક સામાન્ય દેખાવની થોડી ઘઉં વર્ણની છતાં દેખાવડી દેખાતી ચિત્રા. તેને ધારણ કરેલું સફેદ રંગ નું ફેન્શી ટોપ અને બ્લેક કલર નું ફૂંકી જીન્સ એના પાતળા બાંધા ને જાણે વધારે કામુક બનાવી રહ્યું હતું. તેન ખુલ્લા લાંબા વાળ તેની લાંબી ગરદનથી સરકતા તેની કમર સુધી પોહચી રહ્યા હતા. ખુલ્લા કેશમા તો ચિત્રા અપ્સરા જેવી સુંદર દેખાઈ રહી હતી. પોતાને નિહાળતા નિહાળતા ફરી ચિત્રા ભૂતકાળ મા સરી પડી અને તેને ખંજ ની વાતો યાદ આવી ગઈ…
ખંજ::ચિત્રા યાર હું તો આ દુનિયા નો સૌથી વધુ ભાગ્યશાળી છોકરો છું કે મને તું મળી. તારી આહ્લાદક સુંદરતા તારું ભોળપણ તારી નટખટ અદાઓ તારો હંમેશા નાક પર બિરાજમાન ગુસ્સો અને તેમાં પણ જ્યારે તું સફેદ વસ્ત્રો ધારણ કરે છે ત્યારે તો સ્વર્ગ થી આવેલી અપ્સરા જેવી લાગે છે.…
આટલું બોલતાં જ ખંજ ચિત્રા ના ગળે હાથ વીંટાળી એને ચુંબન આપી દેતો..
ખંજ ના હોઠો ની ભીનાશ યાદ આવતા જ ચિત્રા ની આંખો ભીની થઈ ગઈ. પોતાને અરીસામાં જોઈને દ્રઢતાપૂર્વક ચિત્રા એ જાણે કઇક નિર્ણય કરી ને ચિત્રા ઘરની બહાર નીકળી ગાડી ચલાવી નિશ્ચિત કરેલા સ્થાન પર પોહચવા સ્પીડ વધારી.
આજે બ્રેકઅપ ના એક વર્ષ પછી ચિત્રા ખંજ ને મળવાની હતી, એજ જગ્યા એ જ્યાં આજ થી એક વર્ષ પેહલા બન્ને પ્રેમી પંખીડાં છૂપાઈ ને મળતાં હતા. સ્થળ એજ હતું પરંતુ પરિસ્થિતિ, સંજોગો અને સબંધો બદલાઈ ગયા હતા. આજે માત્ર તે અને ખંજ જ નહિ બધા સ્કૂલ ના મિત્રો ત્યાં મળવાના હતા.
આખરે એક મહીના થી ચાલતું એમનું reunion નું પ્લાનિંગ આજે સફળ થવાનું હતું. એક મહિના પેહલા જ્યારે ચિત્રા કામ થી રાત્રે ઘરે આવી ત્યારે મુંબઈ માં તેને ખરીદેલા તેના ફ્લેટ માં પ્રવેસ્તાંની સાથે જ આશ્ચર્ય અને ખુશી ની લાગણી વચ્ચે તેને નિશા ને જોઈ. વરસો પછી એની બાળપણની સહેલી ને જોઈને ચિત્રા ગદગદ થઇ ગઇ હતી. જ્યારે નિશા એ જણાવ્યું કે તે મુંબઈ શોપિંગ કરવા અને ખાસ ચિત્રા ને મળવા અને તેને reunion માટે નિમંત્રણ આપવા આવી છે તો પહેલા તો નિશા ના નિમંત્રણ પર ચિત્રા એ ના જ પડેલી, પણ ત્રણ દિવસની નિશા ની મેહનત અને આ આઇડિયા ખંજ નો છે એ કહ્યા પછી આખરે તેણી સફળ રહી અને ચિત્રા આવા માટે માની ગઈ.ચિત્રા ની ગાડી નિશા ના ઘર આંગણે ઊભી રેહતા જ નિશા મોડું થશે કહીને ઘરની બાર આવી અને ચિત્રા ને ભેટીને ગાડી માં ગોઠવાઈ. અંતે એમની સવારી મંજિલ તરફ આગળ વધી.૧ વરસનો સમય તો ચિત્રા થી કપાઈ ગયો પરંતુ ન જાણે કેમ આ ૧૫ મિનિટ નો રસ્તો એના થી કપાતો નહોતો. એના દિલના કોઈક ખૂણામા એ જાણતી જ હતી કે તે માત્ર ને માત્ર ખંજ ને જોવા જ મુંબઈ થી અહીં સુધી આવી હતી.
ચિત્રા ને જ્યારે નિશા એ કહેલું કે આ બધુ પ્લાનિંગ આપના ખંજુ નું છે ચિત્રા એ એક પળ વિચાર્યા વગર હા કહી દીધેલું.પરંતુ આજે જ્યારે એ સમય નજીક આવતો હતો કે એ ખંજ ને મળી શકે ત્યારે તેનું મન ઘબરાઇ રહ્યું હતું.
ફરી ફરી ને ચિત્રા ને એજ રાત યાદ આવતી હતી જ્યારે ખંજ એ માત્ર એક મેસેજ કરી ને કહી દીધેલું "ચિત્રા,આપને આપના સંબંધોને અહીં જ પુર્ણવરામ આપવું પડશે… આપને મિત્રો તો હંમેશા રહીશું પરંતુ જીવન સાથે નહિ વિતાવી શકીએ… મને કોલ કરવાનો વ્યર્થ પ્રયત્ન ના કરતી...".
બસ આટલું કહી ને ખંજ એ એમના સંબંધો તોડી નાખ્યાં અને એ પછી ના સમય માં જાણે ચિત્રા એ ખંજ ને ભૂલવા પોતાની કારકર્દીમાં જંપ લાવ્યું. અને તેની મેહનત આજે રંગ લાવતી દેખાઈ રહી હતી.. જે શર્માળ ચિત્રા લોકો સામે બોલતા ડરતી હતી આજે મુલ્ટીનેશનલ ઓબરાઈ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીસ મા સામાન્ય ડેવલપર તરીકે જોડાઈ. અને આજે આજ કંપનીના માલિક પ્રેમ ઓબરાઈ ની ખાસ મિત્ર અને વેબ ડેવલપમેન્ટ ટીમ ની હેડ બની ચૂકી હતી.છતાં એના મન માં ખંજ ના પ્રેમ અને સાથ ની અછત હતી.
આખરે ચિત્રા અને નિશા નકકી કરેલા મીટીંગ ના સ્થાને પોહંચી.અને હવે રાહ હતી તો બધાના આવવાની. પરંતુ ચિત્રાની આંખોને તો રાહ હતી પોતાના ખંજ ને જોવાની..…
શું થશે જ્યારે ૧ વરસ ના અંતરાલ પછી ચિત્રા અને ખંજ એકબીજા ને મળશે? શું હશે ખંજ ની પ્રતિક્રિયા?
(ક્રમશઃ).