Nivrut thaya pachhi.. in Gujarati Love Stories by Rekha Shukla books and stories PDF | નિવૃત્ત થયા પછી...

Featured Books
  • रामकथा

    रामनवमी म्हणजे रामाचा वाढदिवस राम हे हिंदू धर्मीयांचे आदर्श...

  • ब्लॅक डायमंड ऑपरेशन - 11

    प्रकरण ९: श्यामचा प्रतिहल्ला चेतन, देशमुख आणि विक्रांत एका स...

  • राजहंस

    खूप वेळ रांगेत उभं राहावं लागलं, पण शेवटी ग्रंथालयाचं सभासद...

  • हिंदी पहिलीपासून?

    हिंदी पहिलीपासून अनिवार्य करण्याला मर्यादा का?         *हिंद...

  • सोशल मिडिया एक वरदान

     सुगंधा माझ्या जुन्या ओळखीतील मुलगी होती माझ्या आजोळच्या गाव...

Categories
Share

નિવૃત્ત થયા પછી...

નિવૃત્ત થયા પછી...

રેખા શુક્લ

નિવૄત્ત થયા પછી સક્રિયતા ને ક્ષમતા વધે તો તો ખૂબ ખૂબ સારું અને આળસ ને બિમારી વધે તો ખાટલો પકડાઈ જાય. યુવાની માં જગત બદલવાની ઇરછા થઈ હોય પણ જો નિવૄત્તિના સમયે પરિપક્વ થયેલી સમજ ને કુશળતા કામ કરાવવાની હશે તો યુવા વર્ગ ના સહકારથી જરૂર જગત માં કંઈક તો થશે . જસવંતલાલ ને બાળપણ માં ના મળ્યું તેથી નહી પણ સમયનો સદઉપયોગ જો કરાય તો ? કંઇક નવું શિખાય તો ? વિચાર આવતાવેંત તેમણે કમ્યુનિટિ કોલેજ માં આર્ટ ક્લાસિસ ચાલુ કરી દીધા. સુશી પોતાનો એક બુટિક સ્ટોર ખોલ્યો...કે જેમાં જૈમિનની મદદથી કસ્ટમ મેઈડ આઉટફીટ્સ તૈયાર થાય છે, ને ઉપરથી માંગ્યા ભાવ ના પૈસા પણ મળી જાય છે. બંન્ને ના લગ્ન પણ એરેંજ મેરેજ હતા, એક બીજા ને માંડ માંડ જોયા ને તાત્કાલિક લગ્ન લેવાયા. હા વાત સાચી કે બમણી સ્પેસ રાખવા છંતા બન્ને ખૂબ નજીક હતા...!! આઈમીન બન્ને ઉપર આંગળી ના ચિંધાય તેવા એમના વિચારો ને આચરણ ના લીધે બન્ને તો ખુશ હતા ને ઘરમાં પણ બધા હેપ્પી હતા. દાદી-નાની મામા-ફોઈ માંથી કોઈને કોઈ રીટાયર્ડ થવાની ઉંમર પેહલા ઉપર સિધાવી ગયેલા. બંન્ને ના પથદર્શકો કંઈક ચિન્હો જણાવી ગયા. હા, આમ દુનિયા માંથી જીવન

સંધ્યા ટાણે થોડુંક શાણપણ આવે છે. જુવાનીયાઓ હેલ્થ કોન્શિયસ બન્યા છે...ને સ્ત્રીઓ અગ્રેસર રહી નેતૄત્વ જાળવી કરી દેખાડ્યું છે. પ્રવૄત્તિમાં રચ્યા પચ્યા નિવૄત્તિ મળે એથી વિશેષ શું છે..!! કૄષ્ણકાંતે દસ દસ વરસ કમ્યુનિટિમાં સર્વીસ કરી ને હા ફૂડ પેન્ટ્રીમાં આગલી હરોળ માં પ્રાધાન્ય પામ્યું છે. નબળા મન ને હ્રદયના શ્રધ્ધાના સુમન ઓટલે..તે આર્થિકતા માં સધ્ધરતા પ્રાપ્ત થતા આગેકૂચ કરી છે. શોભના હજુ છોત્તેર વરસે પણ પોતાનું શરીર સાચવી રાખ્યું છે...!! દરેક ના પ્રાયોરિટીઝ ભલે રહી ડિફરંટ પણ પ્રવૄત્તિ માં ખુશ છે. ઇશ્વર કરાવે આપણી પાસે તેના કામો...રાજીપો રાખી ખુશી ખુશી કરીએ. આરામ કમાને નિકલા હુ આરામ છોડ કર .. તુ મેરા સાથ બસ મુજે દે દે. કહીં કિસી આંગન મેં રોશની, હંસી, ખુશી ઔર સુકૂન આપસ મેં ગપ્પે લડાતી હોતી... !બસ હમણા વાંચન છૂટી ગયુ છે અને પોસાય એવુ નથી રહ્યુ.....ઘર ની લાઈબ્રેરી એકવાર તારી ભાભી કોથળો ભર્યો ...ઓહ મારા જીવ થી એ જ્યાદા વ્હાલા હતા તે પુસ્તકો એજ સમયે સ્કૂલ ની લાઈબ્રેરી મા મોકલી આપ્યા.....હવે નવા જનમ મા નવા વસાવીસ અને વાંચીશ....કઈ કઈ રીતે શું નુ શું છૂટી જાય છે જીવનમાં ક્યારેક યાદ કરો તો લાગે ખુદ થી ખુદ છૂટી જાય ને ખુદ ને પણ ના ખ્યાલ રહે ને કઈ રીતે મન મનાવી લેવાનુ કે ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે ને ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે...અરે પણ કઈ રીતે..?? આવી આસું લૂછવાની તક ને હાથમાં પાલવનો છેડો રહી જાય..ને આખેઆખા વ્યક્તિ ગાયબ થઈ જાય...ભર જવાની માં કેન્સરમાં કિમો પતાવીને ઉભેલી છોકરી ને કોઈએ જઈને કીધું નહીં હોય કે યુ આર બ્યુટીફૂલ !! હેય પ્રિટી વુમન !હા નન્દિની પણ મારી એક હુનહાર વિધ્યાર્થીની હતી...કેન્સર મુક્ત હતી હવે... હું શિક્ષક છું મારા દરેકે દરેક વિદ્યાર્થી ને નામ થી જાણું છું ... જે ફરી વાર રિધ્ધિને માતા-પિતાની સહી કરી લાવવા કીધું છે..ને સહી ને પૈસા લીધા વિના પાછી ફરી છે...સમજાતું નથી છોકરીને, બધાની ફી ને પ્રવાસ ના પૈસા આવી ગયા...અરે રિધ્ધિ આજે પણ ! પપ્પા બહાર ગામ હોય તો મમ્મી ની સહી ચાલશે..."અરે પણ મને મમ્મી નથી સાહેબ..".શું હું મારા વિધ્યાર્થીને રીયલી જાણું છું ! સ્કુલે થી ઘરે જવાનું મોડું ના થાય તો આજે રિક્ષા લઈ લઉ છું બોલાવું તે પેહલા એક રિક્ષાવાળો સામે થી બોલે છે ચાલો સાહેબ ! ને હું અડધે પહોચું તે પેહલા બોલ્યો...તમે મને ના ઓળખ્યો ને?? હું ધ્રુવ માણેક !! આપનો ચહિતો ...ભૂલી ગયા મને? અરે પણ ધ્રુવ આમ રિક્ષા કેમ ચલાવે છે તું..? શું કરું સાહેબ કોલેજ માંડમાંડ પતાવી પણ તે પેહલા મા બિમારીમાં ને પિતાજી એક્સીડન્ટમાં દેવલોક પામ્યાં. ને લાગવગ વગર કે લાંચ વગર જોબ ક્યાં મળે છે... તો મારી બહેન ને હું, ટ્યુશન કરી કરી ને બચાવેલ તેમાંથી રિક્ષા લઈ લીધી છે...મહિનો પૂરો પડી જાયછે ઉછીના વિના...લ્યો આપનું ઘર પણ આવી ગયુ ..."મને ના શરમાવશો સાહેબ ફરી ક્યારેક આવજો મારી રિક્ષામાં ...! "એક પણ પૈસો લીધા વગર ચાલ્યો ગયો ને હું અવાચક જોતો રહ્યો ..આખા વર્ગમાં તાળીઓના ગુંજ થી વધાવતા વિદ્યાર્થીઓ મારા ક્યાં ક્યાં ને કઇ દશામાં હશે......યુનિફોર્મ માં આવતા સધળાં ભૂલકાં ક્યાં ખોવાઈ ગયા !! વર્ગખંડમાં બેઠો છું ખાલી ઓરડો મને ચૂપચાપ કહે છે...આજે મન ભરીને મળી લેવું છે??? આજે મને અંકુર પણ યાદ આવ્યો. તે ખૂબ હોશિયાર હતો. સાયન્સ માં ઠક્કર સાહેબ કેહતા કે છોકરો તો એવા એવા સવાલો પૂછે છે કે તેના જવાબ મારે ખોળી ને આપવા પડે છે તે જરૂર સાયન્ટિશ્ટ બનશે. દરેક ના સંજોગો ને કેટલું આગળ વધવાની ધગશ છે તે પર બધું નિર્ભર છે..કેમ કે ઇરછા કે મન વગર માળવે ના જવાય. ને આવું કંઇક લખાયું કે ભડભડ ઇરછા બળે ને દાગ એના જીવનભર દુઃખે. ને મળ્યા પછી રેતમાં મળ્યા મને રતન જાણે,, લો કરો તમતમારે ચમત્કાર ની વાત !! અંકુર... આમ અચાનક મળે હૈયે અંકુર થઈ ભળે મંદ પવન ની પળે અડકી અડકીને છળે ઢેંફા માંની રજકણે સુગંધ થઈ ને બળે ----રેખા શુક્લ પ્રશ્નો પૂછી પૂછી ને કરવાની રહે છે ગર્ભ થી ભૂગર્ભ ની યાત્રા. આજે અંકુર 'નાસા' માં કામ કરે છે અને ખુશ છે તેવા સમાચાર મળ્યા ને આનંદ થયો ચાલો જીન્દગી તો એક યાત્રા છે કોણ ક્યારે ને કયા કારણે ક્યાં મળે છે ને છૂટા પડીએ છીએ ઉપરવાળો જાણે છે. બારીની બારે ડાળીએ ડાળીએ ઝુમ્મર થઈને ઉગ્યા ટીંપા વરસાદના ને હું ખોવાઈ ગયો પ્રકૃતિના સૌંદર્યમાં. વાહ, તું મહાન ને અંદર બહાર તું !! હું સ્તબ્ધ નજરે ફૂલો ને તાંકી રહ્યો હતો. ધીમે ધીમે વાદળાંઓ વિખરાતાં જોઇ રહ્યો ને ત્યાં તો ઉઘાડ નીકળ્યો ને આવ્યો સૂરજ આભમાં ...નમસ્કાર કરતા વર્ષે ભૂલકાંઓ ક્લાસ માં કેવા હશે તેના વિચારે ચડ્યો. આજે સ્કૂલનો પેહલો દિવસ બધા યુનિફોર્મ માં... આંખોમાં ઉત્સુકતા, ડર ને ખુશી લઈને પ્રવેશસે ને હું તેમનો શિક્ષક નહીં એક બાળક બની ને જોઈશ..બધું મારા અતિત સાથે તો છે સંકળાયેલું તે વાગોળીશ. ઉદાહરણો આપતા થાકીશ નહીં ને પ્રેમથી સૌમાં ભળીશ. ત્યારે દરવાજામાંથી એક ઢીંગલી પ્રવેશી...પાછળ પાછળ બીજી !! એમની આંખો ચમકતી હતી. નિર્દોષતા ને કુતુહુલતા બંનેમાં છલકાતી હતી. આવી ને આગલી બેંચ પર બેસતા મીઠુ હસી..હું જાણે કેમ પણ ખીલી ઉઠ્યો..!! નમસ્તે કરતા દિયા ને રિયા મને ટૂકુર ટૂકુર જોઈ રહ્યા. ને નવી સ્કુલબેગ માંથી નવી નોટબુક કાઢી ને વાળ ખસેડીને બેઠી. ત્યાં માઈક પર પ્રિન્સિપલે જાહેરાત કરી કે સ્કુલ બંધ થાય છે ને સૌ બાળકો પોતપોતાના ઘરે જાય. દરેક ના માતા-પિતા ને જલ્દી ફોન કરીને જણાવો....માસુમતા વિલાઈ ગઈ ને ગભરાહટ ઘેરી વળી. વિચારોની રખડપટ્ટી માં એકદમ બ્રેક આવી શું થયું સમજાય તે પેહલા તો ધડાકો સંભળાયો ને એક હું સફાળો બંને ને લઈને બારીથી આઘો ખૂણા માં સંતાયો. મૌન આંખો રડતી હતી ને પૂછતી હતી કે શું થઈ રહ્યું છે, કોઈ પેરેન્ટ ગ્રાઉન્ડમાં ગભરાયેલું ચીસો પાડતું હતું અને તેના બાળક ને કોઈએ પકડી રાખેલું ને તેણે મોઢા પર બુકાની બાંધેલ ને માથે હેટ પેહરેલી એની મોટી મોટી લીંબુની ફાડ જેવી આંખો લાલ ઘૂમ હતીને ગુસ્સામાં તેના બાળક ને નહીં લઈ જવા દે તો આખી દુનિયા ખત્મ કરી નાંખીશ તેમ રાડો પાડતો હતો. હજુ સુધી બાજી બગડી નથી પણ વધુ કંઈ થાય તે પેહલા બીજા એક ફાધરે તેના ઉપર આક્રમણ કરી તેને નીચે પાડ્યો..તેની બંદુક તેનાથી દૂર પડી હતી હવે બીજા ત્રણ ચાર જ્ણાએ સાથે હુમલો કરી તેને પકડી રાખ્યો ને બાળક બચ્યું ત્યારે હાશ કારો થયો...બે મિનિટ માં તો શું નું શું થયું ને હું ફાટી આંખે બારી બહારનું દ્રશ્ય જોઈ રહ્યો...વાહ, વાહ મનુષ્ય નું સર્જન ને તેની ખામીઓથી ભરેલી દુનિયા..!! પેરેન્ટ્સ ના પ્રોબ્લેમ માં બાળક નો મરો થતો જોઈ દિલ દ્રવી ઉઠ્યું કે ઘર ના પ્રોબ્લેમ ઘરે સોલ્વ થતા હોય તો...!! ને આમાં બીજા બધાનો શો વાંક ? કરે નારાયણ કંઈ અણબનાવ બની ગયો હોત તો...? મન ને દિલ ને કઠ્ઠણ કરી બંને ને તેમની બેંચ પર બેસાડી શાતા આપી..ગેરંટી આપી કે હું છું કંઈ નહીં થાય હોં ! હું સમાજ નો હિસ્સો બાળકનું કરું ઘડતર દેશનું મસ્તક કરું ઉંચુ પણ આવા હથિયારો ની સામે કઈ રીતે નિહથ્થે કરું પ્રયાસ..! સ્કૂલ માં હવે સિક્યોરિટી વધશે ને આવા કોઈ બનાવ નહીં બને તે માટે પેરેન્ટ-ટિચર્સ મીટીંગ પણ ભરાઈ ને એમાં કર્નલ શર્મા આવેલા. બે શબ્દ નહીં પણ મોટું લેક્ચર આપતા બોલ્યા..તમારા બાળકોને મિત્રો ની જરૂર નથી તમે તેના મા-બાપ બની ને રહો. વ્હોટ ફર્સ્ટ ડે ઓફ સ્કૂલ..હવે આવું ત્યારે ધ્વજવંદન કરીશું સાથે. ને બાળકોને બ્રેવ બનવાનું કહીને શર્મા રવાના થયા ત્યારે તાલીઓ ગૂંજી ઉઠી..સુશી કીધું દીપક આજે એમને સપનું સારું આવ્યું લાગે છે...!!

દીપક પૂજા ને ચાર્મી ખિલખિલાટ હસી રહ્યા ખોળીને શોધું શું હું મોજમાં… આમ ભળું લે તુ માં એમ ગણગણતા સૂર્યની સામે જોતાં જસવંતલાલ સફાળા જાગ્યા.

---રેખા શુક્લ