Dhruval Zindagi ek safar - 14 books and stories free download online pdf in Gujarati

ધૃવલ જિંદગી એક સફર-14

ધૃવલ:જિંદગી એક સફર-14

 

હવે અમુક દિવસો થઈ ગયા એટલે...આ બાજુ ધૃવલની પુરેપુરી સંભાળ લેવામાં આવે છે.રોજ સવારમાં ગુજરાતી પરિવારના મંદિરની આરતીમાં ધ્રુવલને લઈને નિકી,અપેક્ષા, કેતન આવે છે.પછી ઘેર જય ફ્લેટમાં...

 

સવારના 7 વાગામાં અપેક્ષા કાજુ-બદામ અને સાકરવાળા દુધનો એક ગ્લાસ પીવડાવતી.

 

9 વાગે ભાખરીને ચા ખવડાવતી.11વાગે પાછો કાજુ-બદામને સાકરવાળો દુધનો ગ્લાસ આપતી.1વાગે જમવાનુ. ને 3 વાગે સાદુ દુધ.5 વાગે કશુક થોડુ ખવડાવતીને 8વાગે જમવાનુ.

9 વાગે રાત્રે ઉંઘી જતો.....બસ આજ પ્રક્રિયા daily ચાલતી.

 

 

 

રોજ એક માણસ ધૃવલને સ્નાન કરાવવા આવતો,ધૃવલ નિકિના ઘેર એટલે ગુજરાતી પરિવારના કેહવાથી નિકિ ગુજરાતી પરિવારના ઘર પાછળ હમણા જ એક ફ્લેટ બન્યો તેમા રેહવા માટે આવી ગઇ.

 

 

 

નિકિનુ આ ઘર એકદમ ધૃવલના રૂમની બારી સામે.નિકિના ઘરને સાફ જોઇ શકાય તેમ.એક દિવસની વાત છે માણસ ધૃવલને સ્નાન કરાવી ને જતો રહ્યોને અપેક્ષા ધૃવલનો હાથ પકડી બહાર લાવતી હતી આ સમયે અપેક્ષાને

 

 

 

દિલવાલી દુલ્હનિયા લે જાયેંગેનુ સોંગ યાદ આવ્યુ...

મેરે ખ્વબોમે જો આયે, આકે મુજે છેડ જાયે, ઉસે તો કહો મેરે સામને તો આયે....

 

 

 

તે વિચારતી જ હતી કે ધૃવલથી લપસાય ગયુને અપેક્ષા ધૃવલને સહારો આપવા ગઇ કે તે ધૃવલની બાહુપાશમાં આવી ગઇ.આ પેલો એહ્સાસ તેના પ્રેમીની બાહુપાશમાં સમાવાનો.તે શરમાઇ અચુક ગઇ પણ એ એહસાસને મેહસુસ અવશ્ય કરી શકી કેમ કે ધૃવલની કમર પર એક માત્ર ટુવાલ જ બાંધેલો છેને શરીર ખુલ્લુ.

 

 

 

 

નીચેથી થોડા પગ દેખાય છેને ઉપરનો ભાગ ખુલ્લો.આ બધુ જ ધૃવલના રૂમની ગેલેરીમાં ઉભેલી કાવ્યા જોઇ રહી ધૃવલથી લપસાઇ ગયુ અહીયાને તેણે હાથ લંબાવ્યો ત્યા.આ બધુ જોય દુ:ખ થયુને પોતાનો હાથ પાછો ખેચતી કાવ્યાની આંખમા આંસુ છલકાય ગયા.આ ઘટના બની કે નિકિ ગેલેરીમાં આવીને પેલી બાજુ ચાંદની.બંનેની નજર મળીને ચાંદની કાવ્યાને સાંત્વન આપતી રૂમમાં લઇને જતી રહી.

 

 

 

 

 

[નિકિને વિચાર આવ્યો જોયુને ચાંદની,નિકિ શું કરી શકે છે ને તનેને કાવ્યાને કેવી રીતે બાળીને રાખ કરી શકે છે?.હજુ તો ખેલની શરુઆત છે જીત તો હજુ પાછળ છે બચ્ચુ]

 

 

 

 

ચાંદની કહે જો કાવ્યા, આ સમયે ધૃવલની તબિયત નાસાજ છે ને તુ આમ બધુ દિલ પર લે એ કેમ ચાલે? ધૃવલ નિકિ અપેક્ષાને કેતન સિવાય બીજા કોઇ સંબંધને સમજવા માટે સક્ષમ નથી તો આ આંસુ કોના માટે? આ તો તારી હારની નિશાની છે કાવ્યા?

 

 

 

કાવ્યા કહે બસ, વિચારુ છુ....

 

 

હાથોકી લકીરો પે વિશ્વાસ મત કિયા કરો

જિનકે હાથ નહી હોતે

ઉનકી ભી લકીરે હોતી હૈ તે બોલી.

 

 

 

ચાંદની કહે તારી વિચારવાની રીત જુદી છે. હુ વિચારુ છુ કે

કોઇ ક્યારેય કોઇના નસીબમમાંથી છીનવી શકતું નથી.

 

 

 

આ સમયે અપેક્ષા ધૃવલને નિકિ રૂમમાં જ છે ને અપેક્ષા બોલી;મમ્મી મને ધૃવલ મળ્યો તો પણ કેવી હાલતમા!!! મમ્મી નસીબ તો જુઓ કોઇ એ સાચુ જ કહ્યુ છે કે

‘’કોઇ એ કોઇના નસીબ વેચી ખાધા છે?’’

 

 

 

કેતન કહે વાહ.... વિદેશમાં રહી તો પણ દેશી સંસ્કાર..

 

 

 

અપેક્ષા કહે પાપા,હુ થોડો સમય જ ત્યા રહી છુ. બાકીનો તો મારા પરિવાર સાથે મારા સંસ્કાર કેમ ભુલુ?

 

 

 

 

નિકિ કહે સાચી વાત. ચલ હવે ધૃવલને તૈયાર કરી દે,ચલ કેતન.

 

 

 

 

[અપેક્ષા ધૃવલને શર્ટ પહેરાવે છે એ બહાને તેના શરીરને સ્પર્શ પણ કરી લે છે. જ્યારે અપેક્ષા તેના શરીરને ટચ કરે છે ત્યારે તેના શરીરમાં એક કંપના મેહસુસ થાય છે. જાણે આ સ્પર્શ સતત થતો જ રહેને અપેક્ષા આમ તેને વ્હાલ જ કર્યા કરે. પછી તેનુ માથુ ઓળવી આપે છે]

 

 

 

 

અપેક્ષા કહે મિસ્ટર તમે તૈયાર હો કે?બીજુ આપ દસ દિવસથી ગુજરાતી શીખો છો તો મારી સાથે આજથી ગુજરતીમાં જ વાત કરો.

 

 

 

ધૃવલ કહે ઓહ તેરી, શીટ, યે કેસે કરુ છુ હુ.

 

 

અપેક્ષા હસવા લાગી એમ નહી બુધ્ધુ ‘’હુ કેમ કરીશ?’’

 

 

ધૃવલ કહે ઓહ...તો હસતી છે, ક્યુ બોલતી એમ કહે ને?

 

 

અપેક્ષા કહે એમ નહી, તો હસે છે શુ? આમ બોલાય એમ કહે ને?

 

 

ધૃવલ કહે કેતન અંકલ કહા છે?

 

 

અપેક્ષા કહે હસીને, તેને મમ્મા નીચે છે. ચલ તારી દવાનો સમય થય ગયો છે. નાસ્તો કરી લે.

 

 

ધૃવલ કહે ઓકે છે. યે બાત તેરી.

 

 

બંને નીચે જાય છે

 

 

ધૃવલ કહે જય શ્રી ક્રિશ્ના છે.ડાઇનિંગ ચેઅર પર બેસતા બેસતાં...

 

 

નિકિ કહે હે?નિકીને કેતન ડાઇનિંગ ચેઅર પર બેઠા છે.

 

 

અપેક્ષા;[ચુપનો ઇશારો કરી ધીમેથી કહે છે મમ્મા ધૃવલ ગુજરાતી બોલવાની ટ્રાય કરે છે]

 

 

કેતન કહે ઓકે,નિકિ હસતી નહી.

 

 

[નિકિ એ માથુ હલાવ્યુ]

 

 

ધૃવલ કહે નાસ્તા અચ્છા બના છે.

 

કેતન કહે હા સાચી વાત મસ્ત.

[મસ્ત હાથથી કર્યુ]

 

 

 

ધૃવલ કહે અંકલ મારે કો બહાર જાને કા તો આપ મને લઇ જાવિંગ આપકે સાથ છે પ્લીઝ.

 

 

 

કેતન કહે હસીને હા..હા..[નિકિને અપેક્ષા આછુ આછુ હસે છે]

 

 

ધૃવલ કહે આપ લોકો હસો નહી મને નહી ફાવતા ગુજારાતી ઇસ લિયા એસા બોલીંગ જી.

 

 

 

અપેક્ષા [સલામ કરે છે ધૃવલને]

 

 

કેતન ધૃવલને બગીચામાં ફરવા માટે લઇ જાય છે ને ત્યા નિશાંત તેને મળવા આવે છે....નિશાંત ઇન્સર્ટ ટાઈટ બ્લુ શર્ટ ક્રીમ પેન્ટમાં આવે છે.

 

 

નિશાંત કહે કેમ છે ધૃવલ? નિશાંતનો પરિવાર તેના ફળિયામાં રહેલા મંદિરમાં આરતી કરી નાસ્તો કરે છે. સવારમાં આરતી કરી ધ્રુવલ પાસે આવે છે.

 

 

ધૃવલ કહે સારુ હોવીગ છે.

 

 

નિશાંત કહે હે?..

 

 

કેતન કહે એક મિનિટ એક મિનિટ,ધૃવલ ગુજરાતી બોલતા શીખે છે

 

 

નિશાંત કહે ઓકે

 

 

કેતન કહે એ કહે છે સારુ છે હવે

 

 

નિશાંત કહે ઓકે.

 

 

ધૃવલ કહે મમ્મા કેસી હો ગઇ હૈ?

 

 

નિશાંત કહે હસીને તેના માથા પર હાથ મુકતા બેટા એમ ન પૂછાય.

 

ધૃવલ કહે તો કેસે પાપા?

 

 

નિશાંત;ની આંખમાં જળજળિયા આવી ગયા કેટલા સમય પછી ધૃવલે તેને પાપા કહ્યુ જ્યારે ભાનમાં આવ્યો ત્યારે તો એ માનવા તૈયાર જ ન હતો કે નિશાંત તેના પાપા છે ને તે ગુજરતી પરિવારનો હિસ્સો છે પણ દસ દિવસ નિકિ સાથે રેહવાથી ને અપેક્ષાના પ્રેમથી થોડી તહેઝીબ શીખી ગયો....

 

 

નિકી એક સાથે બધાને ધ્રુવલનો મળવા નથી દેતી ને ડોકટરે પણ ના જ કહી છે....

 

બેટા.....મમ્મીને હવે કેમ છે એમ? પુછાય....

 

 

 

 

ધૃવલને યાદ આવ્યુ કે [અપેક્ષા ધ્રુવલને સમજાવતી હતી કે ધૃવલ તુ તેને નથી ઓળખતો એ બરાબર છે પણ તે આવવાની સાફ ના પાડી એ ખોટુ છે, કેટલુ ખોટુ લાગ્યુ તારા પરિવારને! પાગલ,પછી માથામા તેલ નાખતા અપેક્ષા બોલી એ તારો પરિવાર છે, તારો છાયો છે, તેને એમ ના ન પડાય.� આમ યાદ આવ્યુ ને તેને નિશાંત સાથે પ્રેમથી ☺વર્તન કર્યુ]

 

 

 

કેતન કહે શું થયુ?

 

 

ધૃવલ કહે કશુ નહી.

 

 

નિશાંત કહે કેતન ક્યારે હોસ્પિટલ �જવાનુ છે?

 

 

કેતન કહે સાંજના.

 

 

નિશાંત કહે ઓકે,તો આપણે સીધા હોસ્પિટલ જ મળીએ છીએ ઓકે.

 

 

 

કેતન કહે હા, 5વાગે.જાણે કેતન ધ્રુવલને કાઢી મુકવા ઇચ્છતો હોય એમ જ વર્તન કર્યું.

 

 

નિશાંત કહે બાય, બેટા.

 

 

ધૃવલ કહે બાય.પાપા,,,[ધૃવલને કેતન ઘેર જતા રહ્યા ને સાંજના 5વાગે બધા મળે છે]

 

 

 

ડૉકટર;કોંગ્રેચ્યુલેશન્સ. નિશાંત ધૃવલની રીકવરી થઇ ગઇ છે. બધા જ ઘાવ ભરાય ગયા છે. હવે,બસ ઇશ્વરની મહેર થાય એટલે તેની યાદ શક્તિ પાછી આવી જાય ને તમારો પરિવાર હસતો ખેલતો થઇ જાય.

 

 

 

નિકિ કહે કાવ્યા.... આ બધુ મારી દિકરીના કારણે....

 

 

નિશાંત કહે બસ,નિકિ. ડૉકટર.હવે,શુ ધ્યાન રાખવાનુ?

 

 

 

ડૉકટર. કહે હવે દવાની બિલકુલ જરુર નથી. બસ, ધૃવલનુ ધ્યાન રાખોને દુઆ કરો, ઇશ્વર જલ્દી સારુ કરી આપો.

 

 

 

કાવ્યા;[મનોમન]

હે ઇશ્વર!!!

બસ, હવે,તુ જ મને આ અસમંજસમાથી બહાર કાઢ....કાન્હા મને તારો જ આધાર છે...હુ થાકી ગઇ છુ.

 

 

નિધિ કહે કાવ્યા...જિંદગી એક સફર છે,સુખ-દુ:ખ તેનો આધાર,જો મનુષ્યના જીવનમા માત્ર સુખ જ રહે તો તેને યાદ કોણ કરે?મને ખબર છે, તુ કાન્હાને યાદ કરે છે

 

 

 

[કાવ્યા એ હા નો ઇશારો આપ્યો] એ તને હેલ્પ જરુર કરશે.

 

 

 

[નિકિ,કેતન,અપેક્ષા,ધૃવલ,ચાંદની,નિશાંત,કાવ્યા,ધરમકાકા, હોસ્પિટલ ગયા હતા]

 

 

 

નિશાંત કહે ધૃવલ,હવે દસ દિવસ થઇ ગયા બેટા, તુ ઘેર આવતો રહે?

 

 

 

ધૃવલ કહે પાપા,પ્લીઝ આપ મુજે રેવાદો,અપેક્ષા કે પાસ!

 

નિશાંત કહે ઓકે, ટેક કેર.�(બધા ઘેર આવે છે ધૃવલ નિકિને ત્યા રહે છે )

 

 

ધૃવલ ક્યા છે મામા? ;વૈભવ બોલ્યો....

 

 

 

દિશા કહે ભૈયો આખરે આવ્યો એમને? એશા, દિપ-જ્યોતની થાળી લેતી આવજે.

 

 

એશા કહે હા બાબા હા, એ મારો પણ ભાઇ જ છે દિશા!!! દુશ્મન નહી?

 

 

 

સોનાલી કહે આહિસ્તા-આહિસ્તા એશા....દીપકનુ બુજાવુ અપશુક્ન છે!!!

 

 

એશા કહે ઓહો,,,કોઇ કહે જલ્દી તો કોઇ કહે અપશુક્ન આમા હુ શુ કરુ જમનાબા?

 

 

 

જમનાબા કહે જોયુ ગંગા!!! આજે ધૃવલના આવવાની ખુશીમા બધા કેટલા ખુશ છે!!

 

 

ગંગાબા કહે હા...બેન હા ..

 

 

ધરમકાકા કહે તમે બધા શાંતિ રાખો!!!

 

 

વૈભવ કહે ધૃવલ કેમ દેખાતો નથી!!! શુ નિકિ માસીની ગાડીમાં આવે છે?

 

 

 

ચાંદની કહે નિરાશા સાથે એ ન આવ્યો!!!

 

 

નવ્યા કહે બટ વાય?

 

 

કાવ્યા કહે તેણે જિદ કરી કે તે ત્યા જ રહેવા માંગે છે તો....

 

 

 

સંજના કહે પણ એવી જિદ મનાય જ નહી.

 

 

નિશાંત;[એકદમ ધીમા સ્વરે] ડૉકટરે,કહ્યુ ધૃવલના ઘાવ ભરાય ગયા. માત્ર દસ દિવસમમાં

 

 

ડૉકટરે .કહ્યુ ઘણુ સરસ ધ્યાન રાખ્યુ તમે ધૃવલનુ કે માત્ર દસ દિવસમાં જ મગજના ઘાવ ભરાય ગયા!!!ઘણુ જ સારુ કેહવાય! હવે આવા સરસ સંજોગ હોયને, હુ ધૃવલને અહીં લાવુ તો તમે જ કહો એ વ્યાજબી છે?

 

 

 

સોનાલી[સંજનાનો દિકરો વૈભવની વહુ];ના મામાજી બિલકુલ યોગ્ય નથી. [મામા સામે ઇશારો કરતા] તે અહીં રહે કે ત્યા ભાઇ સારા થાય એજ તો કામ છે!!!

 

 

નવ્યા કહે સાચી વાત ભાભી.

 

 

દિશા કહે યુ આર રાઇટ ભાભી.

 

 

એશા કહે વાત તો સાચી છે.

 

 

વૈભવ કહે ઓકે પણ આપણે બધા કાલે સવારે વહેલા પિકનિક પર જઇએ તો?

 

અમે લોકો એ તો ભાઈને જોયો જ નથી...નવ્યા બોલી..નિરાશ થઈ ગઈ બઘી જ બેનો...

 

 

દિશા,દિવ્યા, નવ્યા,એશા બધી જ...

 

 

ચાંદની કહેવાત તો સાચી જ છે, ઓકે તો તમારો પ્રોગ્રામ ફિક્સ ઓકે.�

 

 

કાવ્યા કહે યસ...આંટી�

 

 

નિશાંત કહે હલો....નિકિ...કાલે આપણે ‘’વિહાર’’ [દરિયા કિનારે] જઇએ છીએ(નિકિને કોલ કરીને કહ્યુ )

 

 

નિકિ કહે કેમ?

 

નિશાંત કહે મારો પરિવાર ઇચ્છે એટલે!

 

 

નિકિ કહે પણ...

 

 

નિશાંત કહે મારો દિકરો છે,મને તારા કરતા બેહદ વ્હાલો પણ છે, તો તુ ચિંતા નહી કરે ઓકે.

 

 

નિકિ કહે ઓકે

 

 

કેતન કહે કોનો....

 

 

નિકિ કહે નિશાંત

 

 

કેતન કહે શુ થયુ?ચિંતા સાથે..

 

 

નિકિ કહે કાલે ‘’વિહાર’’ જવુ છે.

 

 

કેતન કહે વાઉવ, સરસ વિચાર છે.

 

 

નિકિ કહે શુ ‘’વાઉવ’’ તને ખબર છે, ત્યા કાવ્યા પણ હશે?

કેતન કહે તે હોય જ ને!!

 

 

નિકિ કહે ધૃવલની નજીક આવશેને?

 

 

કેતન કહે ઓહો! ડોન્ટ વરી! એવુ કશુ જ ન થાય.

 

 

【નિકિ યાદ કરે છે કે ધૃવલને કઇ રીતે કેતને અહીં રાખ્યો હતો.....નિકી અને કેતનની કઈ યોજનાથી ધૃવલ તેના ઘેર ન ગયો એ વાત યાદ આવે છે 】

 

 

 

【નિકીને યાદ આવે છે ધ્રુવલને કેવી રીતે પોતાના ઘેર રાખ્યો....કેતન કહે જો બેટા, હમણા તારા પરિવારના લોકો આવશેને તારો પરિવાર તો બાપરે...બા...પ કેવડો મોટો વિચા.....ર કેટલી માથાકુટને, કેટલા પ્રોબ્લેમ! તને ત્યા નહી ગમે?

 

 

 

ખરે...ખર....ચાર ભાઇ, તારા પાપાને તે,ચાર તેની વાઇફ તેના છોકરા, વધારામાં તુ કોઇને ઓ...ળખ...તો પણ નથી.... તુ કેમ ત્યા રહીશ,બેટા? આપણા કુટુંબ વચ્ચે ઘર જેવી જ રીલેશન છે. તો તારા પાપાને કહે જે તુ અહીં જ રહેવા માંગે છે, આ તો તને યાદ નથી એટલે. બાકી તો તુ તારી બેસ્ટ ફ્રેંડને તારી લવર સાથે નહી રહી શકે. બાકી મને વાંધો નથી.હુ તને મારો દિકરોમાનુ છુ એટલે બેટા માય સ્વીટહાર્ટ...

 

 

 

 

નિકિ કહે હા બેટા સાચુ કહે છે તારા અંકલ, તને ત્યા નહી ફાવે એટલે. બેટા, એમ પણ તારી દોસ્ત તારી જાન તો છે તારી જોડે?

 

 

 

ધૃવલ કહે મારી દોસ્ત મારી જાન...પણ મને કેમ યાદ આવતુ નથી? તે આંખ બંદ કરે કે તેને એક ચિત્ર દ્રુશ્યમાન થાય તેમા એક છોકરો બે એક વર્ષનો, એક સફેદ સાડીમાં મોટી ઉમંરના બેન, એક શણગાર સજેલી છોકરી દેખાય છે.

 

 

 

માસી મને કશુ જ યાદ નથી. ખરેખર, હુ આટલા બધા માણસોની વચ્ચે નહી રહી શકુ નહી રહીશુ. તેને ચક્કર આવવા લાગે છેને કેતન તેને સંભાળતો બેસાડે છે...આવું બોલી નિકીને કેતને ધ્રુવલને પોતાના ઘેર રાખ્યો.】

 

 

કેતન કહે અને નિકિ, ધૃવલ ક્યારેય કાવ્યાની નજીક નહી જાય તુ ચિંતા ન કર.

 

 

નિકિ કહે [શાંત સ્વરમા] કેતન...તુ ધ્યાન રાખીશને?

 

 

કેતન કહે હમ્મ્મ, અપેક્ષા મારી પણ દિકરી છે અને તેની ખુશીનુ હુ જ ધ્યાન રાખીશ ઓકે?

 

નિકિ કહે હમ્મ

 

 

[એક અનોખીને સુહાની ભોર થઇ,મંદિરમાં આરતી કરી.આકાશમાં હજુ તારાને ચંદ્ર દ્રુશ્યમાન છે,ચાંદની થેપલા,સુકીભાજી બનાવે છે  સંજના તેની મદદ કરે છે.છોકરાઓ હજુ નીંદર કરે છે,ધૃવલ પણ આ બાજુ નીંદરમાં છે.

 

 

નિકિના મનમાં અનોખા વિચાર આવે છે કે આખરે આ મુલાકાત કંઇક યાદોમાં પરીવર્તિત ન થઇ જાયને ધૃવલને બધુ યાદ આવવા ન લાગે?આખરે શુ થવાનુ છે નિકિને એજ વિચાર આવવા લાગ્યા? પણ તેનાથી કશુ થાય તેમ ન હ્તુ. આ સવાર દુનિયા બદલી નાખશે તો અપેક્ષા આ સફરમાં એકલી થઇ જશેને નિકિ પકડાય જશે! એવો છુપો ડર સતાવે છે.

 

 

 

તો કાવ્યા તેના ધૃવલને મળવા માટે રાત્રે જ ઉબટન લગાવે છે, થોડી બીજી પણ તૈયારી કરે છે સુંદર દેખાવા માટે કે ધૃવલ કાવ્યા સામે લોભાયને જુએ ને કાવ્યા વાત કરી શકે! ? આખરે આ સવાર કંઇક તો બદલવાની જ હતી એ પાક્કુ જ છે પણ શુ? એ જ તો ઇશ્વરની મરજી છે.

 

 

 

આ બાજુ નિશાંત વિચારે છે કે તે ધૃવલ સાથે થોડી પળ વિતાવશેને તેની ભુલની અવર્ણીય રીતે માફી માંગશે! તો ચાંદની પોતાના લાડલાને પોતાના હાથથી જમાડવાનુ વિચારી રહી છે. એક બાજુ ધૃવલને અકલ્પિય સપનાઓ આવી રહ્યા છે. ખબર નથી પડતી કે સપના શુ કેહવા માંગે છે? 

 

 

 

પણ ઘણીવાર તો આંખ સામે દ્રુશ્ય જ ઉભા થાય છે પણ શુ? આખરે આવુ કેમ?શા માટે? તેને કેમ અપેક્ષા સાથે વિતાવેલો સમય યાદ આવતો નથી?કેમ તેની આંખની સામે માસુમ ચહેરો મોટી ઉંમરનો દેખાય છે ?કેમ તેને એક યુવાન છોકરી છોડીને જાવાની ના પાડે છે? કેમ એક બાળક તેને પા...પા.... એમ કહીને બોલાવી રહ્યુ છે? બધા પોત પોતાની રીતે સમય વિતાવવાનુ વિચારે છે પણ સવાર શું કરવાની છે કોઇને ખબર નથી. ]

 

 

બધા ready થઇ ગયા આ ‘’વિહાર’’ દરિયા કિનારો ગીતનગરથી 70 કિ.મી. દુર છે .આ બીચ અતિસુંદર છે,લોકોનનું આકર્ષણનુ કેન્દ્ર છે.આજુબાજુ તો ઠિક પણ બહારથી આવનાર માટે પણ એ આકર્ષણનુ કેન્દ્ર છે. બીજા રાજ્ય કે વિદેશીઓ માટે પણ આ ‘’વિહાર’’ પ્રખ્યાત-વિખ્યાત.

 

 

નિકિ,કેતન,અપેક્ષા,ધૃવલ તેની ગાડીમાને આખો પરિવાર બીજી ફોર-વ્હીલમા.

 

【દિશા જિંસ અને ટી-શર્ટમા છે, બ્લુ જીંસને વ્હાઇટ ટી-શર્ટમા ખૂબજ મસ્ત લાગે છે.નવ્યા એ યલો સ્કર્ટને પિંક ટી-શર્ટ પર બ્લેક કોટી પહેરી છે,એશા એ જેગીંસ ને ઉપર સ્કાય ટી-શર્ટ પહેરેલુ છુ.સોનાલી એ ઘેરવાળી પટીયાલા સલવાર મલ્ટી કલરમા ને ટોપ બ્લેક છે.વૈભવ જીંસને ફુલ સ્લીવના શર્ટમાં છે.

 

 

ધૃવલ માતાની આંખનો તારોને, પિતાનો સુર્ય, કાવ્યાનુ ગુલાબ,પરિવારનો લાડલો કાનો. બ્લેકજીંસ અને લાઇટ પીંક શર્ટમા છે તો કાવ્યા પીંક લોંગ ફ્રોકમા છે.】

 

 

ઘરના સભ્યોના ચહેરા પર ખુશી જલકે છે. આહિસ્તા-આહિસ્તા પવન પોતાની કરામત અજમાવી રહ્યો છે,ધૃવલના ચહેરા પર આછુ-આછુ સ્મિત આવી રહ્યુ છે.દરિયાની પાણીની સપાટી પર એક ઘર,તેમા હસતો પરિવાર જાણે ધૃવલને બોલાવી રહ્યો છે.

 

 

હજુ તો પહોચ્યા કે ત્યા જ આ બધુ જ બની રહ્યુ,ટોચના મંદિર પરથી દેખાતી પાણીની સપાટી પર જાણે આ બધુ ધૃવલ જોઇ રહ્યો.દર્શનમા પણ ધ્યાન ન ગયુને ત્યાજ

 

 

 

કાવ્યા ઇશારો કરી બોલી;અંદર ચલ દર્શન કરવા,નિકિ એ આ જોયુ બળીને રાખ થઇ ગઇ.અપેક્ષા તો ધૃવલને છોડીને અંદર જતી રહી દર્શન કરવા.

 

 

 

નિકિ મનમા વિચારી રહી અપેક્ષા પણ, સમજતી જ નથી શુ જોઇને એ દોડી જાય છે,? બધા જોડે.આ છોકરી પાગલ છે, કેતન પણ જતો રહ્યો, આ બે જ કશુ કરતા નથી.હે ઇશ્વર!!! મારી રક્ષા કર.એ પણ મહાદેવના દર્શન કરવા ગઇ....

 

 

મંદિરની અંદર ચમક્તી વ્હાઇટને ગ્રીન કલરમાં ટાઇલ્સ છે.શિવલીંગ પર ત્રાંબાનો સાપને ઉપરથી ટપકતુ પાણીને ગાયના મુખમાંથી નીકળતુ પાણીને એ આરસમાંથી મજાની કોતરેલી ગાયનુ મુખ પણ મસ્ત વ્હાઇટ કલરવાળુને પ્રદક્ષિણા ફરવાની એ આરસ જડિત મસ્ત જગ્યા પણ ખાસ આરસની રચના. દર્શન કરીને બધા નીચે બીચ પર ઉતર્યા.

 

 

 

અમ્રરેલા(છત્રી)ઓની નીચે ચાર-પાંચ ચેઅર(ખુરશી) થોડા-થોડા અંતરે મુકેલી છે.મજાક-મસ્તી કરતા-કરતા નીચે ઉતરે છે.�

 

 

 

એશા કહે ભૈયા, આમ તો તમને બધાની વચ્ચે રેહવુ ખૂબ જ ગમતુ, પણ તમારા એક્સિડેંટ થયા પછી તુ એકલો રેહવા લાગ્યો.

 

 

ધૃવલ કહે હમમ..અપેક્ષા એ ધ્રુવલનો હાથ પકડેલો છે.મહાદેવની પ્રદિક્ષણા કરતી વખતે અપેક્ષાને ખિજાયેલી...

 

દિશા કહે ધૃવલ, તને મજા આવે છે ને!અપેક્ષા પોતાના હાથની આંગળીઓ વડે ધ્રુવલને મીઠો સ્પર્શ કરી રહી..

 

 

ધૃવલ, કહે હા, મને લાગે છે આ જગ્યા મે જોયેલી છે!!! અપેક્ષા ધ્રુવલનો હાથ પકડી નખરા કરે છે.ધ્રુવલ ઉંચા નીચો થાય છે...

 

દિવ્યા કહે વાઉવ!! ભૈયા,

 

નિકિનો પિત્તો ગયો કેતન જોયુને? મે તને કહ્યુ હતુને અકસર યાદ શક્તિ આમ જ પાછી આવે છે!!!

 

ધૃવલ:જિંદગી એક સફર:36

 

 

 

કેતન કહે તુ શાંતિ રાખ!!!

 

અપેક્ષા કહે મમ્મી ચલોને, બધા કેટલા આગળ નીકળી ગયા.ધ્રુવલ પણ મારો હાથ મૂકી જતો રહયો

 

 

નિકિ કહે બેટા,એકવાર ધૃવલ તારી જિંદગીમાંથી બોલતા એટલુ જ બોલી ....�હસીને....તુ ધૃવલનો સાથ ન છોડતી જા.�

 

 

કેતન કહે હા, બેટા

 

 

આ બીચની સુંદરતા જાણે ધૃવલની આંખોમાંથી દિલમા ઉતરી ગઇ.�

 

 

 

[યાદ આવે છે..........

 

 

લડકી બોલી તુમ મુજે કભી નહી છોડોગે ના?

 

 

ધૃવલ બોલા કભી નહી.તે છોકરીનો હાથ ધ્રુવલે પકડેલો છે.છોકરી બેઠી બેઠી જ ધ્રુવલની બાહોમાં છે.એક હાથ દરિયાની રેતીમાં એ ફેરવી રહી છે.તો ધ્રુવલ પોતાના સ્પર્શથી એ છોકરીને તરબતર કરી રહયો છે.

 

 

લડકી બોલી પતા હૈ ના, મેરા પરિવાર મેરા નહી રહેગા, જબ હમ દોનો ભાગ કર શાદી કર લેંગે.�

 

 

ધૃવલ બોલા પતા હૈ, મગર ક્યા મેરા પરિવાર તેરા નહી બન જાયેગા? છોકરીનું ફેસ ઉંચુ કરી ગાલ પર કિસ કરતા બોલ્યો..

 

 

લડકી બોલી સો તો હૈ મગર...

 

 

ધૃવલ બોલા પતા હૈ, ફિરભી લડકી કો માયકા હી પસંદીદા રહતા હૈ!હસીને બોલ્યો

 

 

 

લડકી બોલી આખિર વો વહા જન્મી હૈ, બચપન ખેલા હૈ, બડી હુઇ, વો કેસે ભુલે?ધ્રુવલના શર્ટના બટન સાથે રમત કરતા બોલી.

 

 

ધૃવલ બોલા જી,મે તુમ્હે તુમ્હારે અપનો કી યાદ ન આયે ઓર આંખોમે આંસુ ન આયે ઉસકી હર વો બુમકિન કોશિશ કરુગા.

 

લડકી ધૃવલકો અપની બાહો મે હી બોલી: જી મુજે પતા હૈ, તુ વો હી કોશિશ કરોગે મગર...

 

 

ધૃવલ બોલા મેરી મા તેરી મા હૈ ઓર પાપા...ભી વહી હૈ તેરે.

 

 

લડકી બોલી હા,તુમ્હારે સર સે તો પાપા કા છાયા હી છીન ગયા. ?

તેના અવાજમાં નરમાશ છે આંખ ભીની ને દર્દ છે ......�

 

 

 

પછી ધૃવલની આંખ સામે અંધકાર છવાય ગયોને આ દ્રશ્ય જાણે ગાયબ જ થય ગયુ.

 

 

  • ●●

 

 

 

ચાંદની ધ્રુવલના માથા પર હાથ ફેરવીને કહે ધૃવલ, આ બીચ તને પહેલેથી જ બહુ ગમે છે. એટલે તને લાગે છે કે તે જોયેલો છે!

 

 

નિકિ ગુસ્સામાં કહે ચાંદની,તુ ધૃવલના દિમાગ પર જોર કરે છે?

 

 

ચાંદની કહે એ મારો દિકરો છે.જોરથી..

 

 

કેતન કહે ચાંદની પ્લીઝ....�

 

 

ગંગાબા કહે આ છોકરીઓ તો એવા કપડા પહેરે કે જાણે તેને કોઇ જોતુ જ ન હોય?હવે ગંગાબા દૂર છે ત્યાંથી બોલ્યા.બધાનું ધ્યાન ત્યાં ગયું..

 

 

કાવ્યા હસીને બોલી;બા, ફેશન છે.

 

 

જમનાબા કહે ઓહો, આ ફેશન જ પથારી ફેરવે છે.

 

 

નિશાંત કહે બા, પથારી ફેશન નહી, પોતાના લોકો જ ફેરવે, બાકી પારકાને શુ ખબર કે નિશાંતની પથારી ક્યા છે?એક તિરછી નજર નિકિ સામે કરી નિકિ સમજી ગઇ.

 

 

 

નિકિ કહે બા, કરેલા કુકર્મોની સજા તો હર કોઇને ભોગવવી જ પડે.

 

 

ત્યાં દૂરથી એશા જોરથી કહે ભાઇ સેલ્ફી ચલો, બધા ભાઇ-બેન અપેક્ષા કાવ્યા પાણીમાં ગયા. પાણી એકબીજા પર ઉછાળવા લાગ્યા , કાવ્યા એ જોરથી ધૃવલ પર પાણી ફેક્યુને ધૃવલ વિચારોમાંથી બહાર આવ્યો, કાવ્યાનો હાથ પકડી તેને ફેરવીને બોલ્યો;

 

 

તુ ક્યા સમજતી હૈ, મે ચુપ રહુંગા,હરગીઝ નહી, એમ કરીને તે કાવ્યા પર પાણી નાખવા લાગ્યોને કાવ્યાને આખી પલાળી જ દીધી,અપેક્ષા જોઇ રહીને હસી રહી.

 

 

 

પણ નિકિ ચુપ ન રહી શકી. તરત જ નજીક જઇ બોલી;ધૃવલ કાવ્યા પર બહુ પાણી ન ઉડાવ, તેને શરદી બહુ થઇ જાય છે.

 

 

ધૃવલ; કહે નો માસી, વો મેરી દોસ્ત છે. તમેજ કહ્યુ મને તે દોસ્ત છે તો મે પાની તો ફેકૂગા .�

 

 

ચાંદની કહે ઉડાવ જેટલુ ઉડાવી શકે તેટલુ ઉડાવ. આખરે એ કોની છે નિકિ?

 

 

 

નિકિ કહે આંગળી બતાવીને, ચાંદની હુ તારી કોશિશ સફળ નહી......

 

 

ચાંદની કહે આજે દોસ્ત કહી, કાલે પ્રિમિકા કહેશે,મારો દિકરો છે,મારુ લોહી છે,એક દિવસ એ મારા તરફ પાછો અવશ્ય વળશે. એ મને કાન્હા પર વિશ્વાસ છે...�

 

 

 

દિવ્યા એ ચાંદની પર પાણી ઉડાવ્યુને ગયુ નિકિ પર.

 

 

નિકિ દિવ્યા પર બોલી; આ ઘરમા બધા ગાંડા જ ભર્યા છે સારુ થયુ થાત હુ ને ધૃવલ આવ્યા જ ન હોત?

 

 

 

એ જતી રહી બધા મસ્તી કરતા હતા ત્યા ફરીવાર ધૃવલને યાદ આવ્યુ એક આધેડ બેન બોલી રહ્યા છે..

 

 

બહેનજી બોલે મેરે બચ્ચે તુ જો ભી ફેસલા લે સોચ સમજકર લેના,મેરા તુ એક હી સહારા હૈ તુમ્હે પતા હૈ ના? વો લોગ ખતરનાક તો નહી હૈ ના ? મુજે ડર લગતા હૈ કહી મે મેરા બચ્ચા ખો...

 

 

 

ધૃવલ બોલા મા, એસા નહી હોગા,ઓર મે મના રહા હુ ઉસકે પરિવાર કો,કુછ ન કુછ તો રાસ્તા આવશ્ય મીલ જાયેગા.

 

 

 

અપેક્ષા બોલી ચલો,ચાલો સ્ટીમરમા સેર કરીએ. બધા જ એક પછી એક ગોઠવાય ગયાને મધ દરિયે મજાક કરતા કરતા પહોચ્યા. . . . . .

 

 

કાવ્યાને યાદ આવી...જાણે તેને ધૃવલ બે જ છે ....સ્ટીમર પર...

 

 

ધ્રુવલનો એક હાથ કાવ્યાના રાઈટ શૉલ્ડર પર છે બીજો હાથ લેફ્ટ સાઈડ કમર પર છે.

 

 

ધૃવલ કહે કાવ્યા,હુ તને બોવ જ પ્રેમ કરુ છુ.

 

કાવ્યા કહે મને ખબર છે,

 

ધૃવલ કહે મારી આ સફર તારા નામ પર છે...

 

કાવ્યા કહે ને ,મારી....કોઇ બીજા ના..

 

હવે ધ્રુવલે પોતાના બાહુપાશમાં કાવ્યાને લિધીને ગાલ પર બટકું ભરી બોલ્યો કેમ?

 

 

કાવ્યા બોલી કેમ કે હુ કોઇને ....હુ બોવ પ્રેમ કરુ છુ.જાણે છૂટવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે.

 

 

ધૃવલ બોલ્યો કોણ છે એ નાલાયક!!!

 

 

કાવ્યા બોલી તું ઓળખે છે, આજકલ હુ તેના જ વિચાર કરુ છુ તુ ઓળખે તો છેજ.જેને હું મારા દિલ સરસો લગાવવા ઈચ્છું છું.મારું દિલ બતાવવા માંગુ છું.મારી બાહોમાં લેવા માંગુ છું.આહ...એનો સ્પર્શ...મને પાગલ કરી દે છે.હું તેની સાથે મારી રાત...

 

 

ધૃવલ બોલ્યો ઓહ,,,પેલો નાલાયક રાજ...જે તારી પાછળ પાછ્ળ ફરે છે...........

 

 

કાવ્યા બોલી હા....એ જ મારો જિગરી છે.એ મને ઉપાડીને રાત્રે અમારા બેડ રૂમમાં લઈ જાય..આ સમયે કાવ્યાના મનમાં ધ્રુવલ છે..

 

 

ધૃવલ બોલ્યો તો હુ આ દરિયામા કુદી મારો જીવ......

 

 

કાવ્યા બોલી બસ હવે આગળ એક શબ્દ નહી...તને ખબર છે હુ મજાક કરુ છુ.

 

 

ધૃવલ બોલ્યો તને ખબર છે કે તુ કોઇની થઇજા એવી મજાક હુ સહન કરી શક્તો નથી?

 

 

કાવ્યા બોલી સોરી..

 

 

ધૃવલ કહે પ્રોમિઝ કર કે તુ આવી વાહિયાત મજાક નહી કરે. ?

 

 

કાવ્યા બોલી પ્રોમિઝ,હુ આવી મજાક ક્યારેય નહી કરુ બસ. હવે તો આઇ લવ યુ કહે?

 

 

  • ●●

 

 

નવ્યા કાવ્યાની યાદને તોડતા બોલી;કાવ્યા કોને કહે છે?

 

 

કાવ્યા બોલી હહહહ શ્વાસ થોડો વધી ગયો આંખમાં જળજળિયા આવી ગયાને બોલી કોઇને નહી! !

 

 

સોનાલી એ કાવ્યાને થોડી સંભાળવા બોલી કાવ્યા મોટી માછલી. . . .

 

 

કાવ્યા જોવા માટે ઉભી થઇ ગઇ. . .

 

ધૃવલ કાવ્યા પાસે જઇ તેનો હાથ પકડી બોલ્યો;કયા ક્યા?મને બોવ જ ગમે મોટી માછલી જોવી.

 

 

કાવ્યા ધૃવલની સામે જોય રહી, તેની આંખો નાનીમાથી થોડી જ મોટી થઇ તેને યાદ આવ્યુ....

 

 

કાવ્યા ધૃવલનો હાથ ખેચી આંગળી કરી બોલી જો જો ધૃવલ મોટી માછલી!

 

 

ધૃવલે તેની બંન્ને આંખો પર હાથ મુકી બોલ્યો ;તારે મને મોટી માછલીના બતાવવી!

 

 

કાવ્યા કહે જો ને જો ને કેમ?

 

 

ધૃવલ બોલ્યો મને ડર લાગે!!

 

 

કાવ્યા કહે એમા શુ ડરવાનુ?

 

ધૃવલ બોલ્યો ના મોટી-મોટી માછલીઓ મનુષ્યને પણ ખાય જાય છે!

 

 

કાવ્યા કહે તે તને થોડી ખાવા આવશે ડરપોક!!

 

 

ધૃવલ બોલ્યો ગમે તે કહે હુ નહી જોવ!

 

 

કાવ્યા બોલી ઓકે બાબા!!!હાથ હટાવ, એ તારી રાહ જોયને નથી ઉભી મારી જેમ.

 

ત્યાં યાદ તોડતા દિવ્યા બોલી...

 

 

દિવ્યા કહે કાવ્યા શુ વિચારે છે?

 

 

કાવ્યા કહે દિવ્યા,ધૃવલને તો મોટી માછલીથી...

 

દિવ્યા કહે બીક લાગે છે એમ જ ને!!

 

 

કાવ્યા બોલી હા તો!!!!!

 

 

દિવ્યા બોલી તેની યાદશક્તિ જતી રહી છે, એજ કારણ છે.

 

 

 

હમમ..કાવ્યા એ કર્યું.

 

 

બોવ બધી મસ્તીને સેર કરી પાછા આવ્યાને બધા એ સાથે મળીને એકમેકને ખવડાવતા બધા સાથે જમ્યાને ક્રિકેટ રમ્યા,બોલથી રમ્યા,દિલ દોર્યા,મસ્ત મસ્ત ગોળમટોળ પત્થર શોધ્યા,પકડા પકડી રમ્યાને ક્યા સાંજ થઇ ખબર જ ન પડી?

 

 

 

બધા ઉભા થઇ હજુ ગાડીમાં બેસવા જતા હતા કે ધૃવલ અચાનક પાછળ ફર્યોએ સમયે એ ગાડીનો દરવાજો ખોલવા જતો હતો કોઇ બાળક રડતુ હતુને પા...પા...પા...કરતુ દોડતુ તેના તરફ આવતુ જોયુ તેને જોય તે આખો બાળક તરફ ફરી ગયો તેણે બાળક ને તેડવા હાથ લંબાવ્યા કે તે જતુ રહ્યુ...

 

 

એ માત્ર ધૃવલનુ દિવાસ્વપ્ન જ હતુ......તેનુ સ્વપ્ન બાળકના ન દેખાવાથી તૂટ્યું....

 

આખો દિવસની હસી મજાક મસ્તીને આવા સપનાઓથી ધૃવલ ખૂબ જ થાક અનુભવતો હતો...

 

નિકિ બોલી ચલ બેટા બેસી જા..

 

ધૃવલે માત્ર ઈશારો આપ્યો.

 

એક અંધકારમય રાત્રી સપનાઓ સાથે આવી.....