એક અવાજ ૧૫

શિવ અમન ને ફોન કરે છે.

"હેલો અમન મે રીયા ને બોલાવી લીધી છે અને કરન ને પણ જણાવી દીધું છે પણ તારા મગજ મા શું ચાલે છે તે કેમ અચાનક રીયા ને બોલાવી"

"યાર એ વાત રીયા પછી મળી ને જ કરીશું " અમન

"અને હા એક બીજી વાત આજે કરન મને અને કાયરા ને હગ કરતો જોઇ ગયો અને તેના ચહેરા પરથી લાગતુ હતુ કે તે જેલસ છે. " અમન

"ઓહ વાઉ મતલબ તે હજુ કાયરા ને પ્રેમ કરે છે" શિવ

"હવે આજ વાત કાયરા ના મન મા લાવી ને તેમની ગેરસમજ દુર કરવાની છે.

કરન જજ બનવાની શરત સ્વીકારી લે છે ઓડિશન જલ્દી શરૂ થવાના હોય છે. કાયરા તેની તૈયારી મા લાગી જાય છે. રીયા આવી જાય છે. અમન શિવ અને રીયા એક કેફે મા મળે છે.

"રીયા હવે સમય આવી ગયો છે કે તુ કાયરા ને મલ અજાણ બની ને. ફરીથી તેની પહેલા જેવી ખાસ બન જેનાથી તે તને તેના મન ની વાત જણાવે અને તને સાંભળે. તે તારી વાત સાંભળી ને તેના પ્રેમ નો અહેસાસ કરે. " અમન

"ઓકે " રીયા.

"બીજા દિવસે કાયરા મોલ માં શોપિંગ કરી રહી હોય છે. ત્યાં રીયા આવી ને અજાણ બની ને અથડાય છે.

"ઓહ આઇ એમ સોરી " રીયા

"રીયા તુ અહીં ? " કાયરા રીયા ને જોઇને ચમકે છે.

"કાયરા આ સવાલ તો મારે તને કરવો જોઇએ કે તુ અહિં ? રીયા

"એક વ્યક્તિ ના કારણે તું તારી નાનપણ ની ફ્રેન્ડ ને છોડી ને આટલી દુર આવી ગઇ. આ તો શિવ ના ઓફિસ ના કામ થી હું અહિં ના આવી હોત તો મને તો હજુ તુ ના મળત. " રીયા

" રીયા મારે ભુતકાળ ની કોઇ વાત યાદ નથી કરવી. હું તેનાથી દુર રહેવા માંગતી હતી. એટલે આટલી દુર આવી. પણ હું તને કયારેય નતી ભુલી. તું આજે પણ મારી એજ રીયા છે. " કાયરા

બન્ને સહેલી ઓ એકબીજા ને ગળે મલે છે. "

"કાયરા મારે જવુ પડશે. પણ હું હજુ થોડા દિવસ અહિયાં છું તું ઇચ્છે તો મળી શકે છે. " રીયા

"હા રીયા જરૂર મળીશું આ મારો નંબર છે તુ ગમે ત્યારે મને કોલ કરજે હુ મળીશ તને. " કાયરા

રીયા ત્યાંથી નિકળી ને શિવ અને અમન ને ફોન કરી ને જણાવે છે.

"હા હું કાયરા ને મળી અમન તેણે મને તેનો નંબર આપ્યો છે. અને મળવા નુ પ્રોમિસ આપ્યું છે. " રીયા

"વાઉ ગ્રેટ પછી હુ તને જણાવીશ તને કે તારે કયારે મળવાનું છે" અમન

અહિં ઓડીશન શરૂ થઈ જાય છે. કાયરા ના ઓડીશન નો સમય આવી જાય છે. તે અમન સાથે ત્યાં પહોંચે છે. તે ખુબ જ ખુશ અને નવૅસ હોય છે. તે આ વાત થી અજાણ હોય છે કે જજ ના પેનલ મા કરન પણ છે.

***

કાયરા ના ઓડિસન નો સમય આવી ગયો છે. કાયરા ને ગ્રીન રૂમમાં વેઇટ કરવા મા કહેવા માં આવે છે. તે ખુબ જ નવૅસ હોય છે. અચાનક તેનું ધ્યાન જજીસ ના નામ વાળા બેનર પર જાય છે. તેમા તે કરન નું નામ અને ફોટો જોઇને હેરાન અને ગુસ્સે થઈ જાય છે. તે બહાર જતી રહે છે. અમન તેની પાછળ જાય છેતેને રોકે છે.

"શું થયું કાયરા? કયા જાય છે? શું થયું ઓડિસન માં? "અમન

"નથીંગ મારે નથી પાર્ટીસિપેટ કરવું "કાયરા

પણ અચાનક શું થયું ? અમન ને અંદાજ આવી જાય છેકે તેણે જજીસ પેનલ મા કરન નું નામ જોઇ લીધું છે.

"જજીસ ના પેનલ મા કરન છે. મારે તેની સામે નથી જવું" કાયરા

"શું ફરક પડે છે તેનાથી તારે માત્ર સંગીત ઉપર ધ્યાન આપવાનુ છે. તારે તારા દુખ માથી બહાર આવ્વા નુ છે. સામે કોણ છે તે નથી વિચારવા નું. " અમન

" હા પણ આટલા લાંબા સમય પછી અને એણે જે કરયુ મારી સાથે તેના પછી મારે તેનો ચહેરો નથી જોવો. "કાયરા

"કાયરા કાયરા તું તેને કરન તરીકે નહી માત્ર એક જજ તરીકે જો ભુલી જા એ બધું તુ તારા લક્ષ્ય વિશે વિચાર" અમન

" ના પણ ત્યાં કરન છે તેને જોઇ ને હું ગાઇ નહી શકું. " કાયરા

શિવ છુપાઇ ને તેમની વાતો સાંભળી રહયો હોય છે. તે આ બધું સાંભળી ટેન્શન મા આવી જાય છે.

" તું તારી આંખો બંધ કરીને માત્ર સંગીત વિશે વિચારજે અને પછી ગાજે જા અંદર જા તારો નંબર આવ્વા માજ છે. " અમન

"પણ હું નહીં ગાઇ શકું તુ કેમ સમજતો નથી " કાયરા

" કાયરા મારા માટે તારા મિત્ર માટે પ્લીઝ " અમન

"ઠીક છે હું જાઉ છું "કાયરા બેચેન થતા થતા અંદર જાય છે.

કાયરા ઓડિશન માટે અંદર જાય છે. ઓડિશન હોલ માં અંધારુ હોય છે. માત્ર કાયરા જયા ઉભી છે ત્યા સ્પોટલાઇટ આવે છે. તે ડરી જાય છે. પછી તેને અમન ની વાત યાદ ‍આવે છે. તે આંખો બંધ કરી ને ગાવાનું શરૂ કરે છે. સામે કરન તે વખતે આંખો બંધ કરી ને સાંભળતો હોય છે. તે કાયરા નો અવાજ સાંભળી ને ચોંકી જાય છે. અને તરત જ આંખો ખોલે છે. કાયરા ને જોઇ ને સ્તબધ રહી જાય છે.

બાકી ના જજીસ કાયરા ના મધુર અવાજ માં ખોવાઇ જાય છે. કાયરા ને જોઇ ને કરન શોકડ હોય છે. અહી કાયરા નુ ગીત પતી જાય છે. કાયરા કરન ને જોઇ ને દુખી થાય છે. તેની આંખો સામે ભુતકાળ ની વાત આવે છે. બીજા જજીસ તેમનો નિર્ણય જણાવે છે તે કાયરા ના ખુબ જ વખાણ કરી ને તેના માટે ગ્રીન બટન દબાવે છે.

હવે કરન નો નિર્ણય સંભળાવા નો સમય આવે છે. તે અસમંજસ મા હોય છે. એક બાજુ તેનો સંગીત પ્રત્યે નો પ્રેમ તેને ગ્રીન બટન દબાવવા કહે છે. બીજી બાજુ કાયરા પ્રત્યે ની નફરત તેને રેડ બટન દબાવવા કહે છે.

કાયરા વિચારે છેકે કરન તો તેને નફરત કરતો હશે તે તો રેડ બટન જ દબાવશે. અને તે રિજેક્ટ થઇ જશે. પણ તે ખુશ છે કે તેણે ભાગ લીધો.

શું હશે કરન નો નિર્ણય ?

શું કાયરા ના મન માં કરન માટે ની ગેરસમજ દુર થશે ?

શું રીયા અને અમન કાયરા ના મન માં રહેલા કરન પ્રત્યે ના પ્રેમ નો અહેસાસ કરાવશે?

જાણવા વાંચતા રહો

***

Rate & Review

S.K. Patel

S.K. Patel 7 hours ago

Rajiv

Rajiv 3 months ago

Hetal Patel

Hetal Patel 3 months ago

Khyati Soni ladu

Khyati Soni ladu 3 months ago

K Patel

K Patel 3 months ago