The way of love books and stories free download online pdf in Gujarati

ધ વે ઓફ લવ

"પ્રેમ એટલે

તારા નામથી શરુ થઇ ને તારા નામથી જ પુરી થઇ જતી જિંદગી ! "

આ સરળ શબ્દોમાં કહેવાયેલી સરળ વાતનો અર્થ નીકાળવા જઇએ તો બહુ ઊંડો અર્થ નીકળે. ખરેખર પ્રેમમાં જેમ હિન્દી કે ગુજરાતી ફિલ્મોમાં બતાવ્યું છે એવું ઘણું ખરું થતું હોય છે પણ ઘણું ખરું નથી પણ થતું. ફિલ્મોમાં જેમ બતાવે છે કે નાયક ને કોઈ છોકરી ગમી જાય તો એ અમુક વખતે ગુંડાઓ થી બચાવે કે ભરી મહેફિલમાં ગીતો ગાય અને અમુક ફિલ્મોમાં તો જબરજસ્તી થી ચુંબન કરે અને છેલ્લે નાયકની સાથે નાયિકા ને પ્રેમ થઇ જાય. હા એ છે કે છોકરી ને છેડનારાની કમી નથી પણ આપણી વાસ્તવિક જિંદગીનો નાયક કઈ દર વખતે સનિ દેઓલ જેવો તાકાતવાર ના હોય કે એકલા હાથે દસ જણા ને ઢીબોડી નાખે. હવે મુકો આ વાત હવે વાત છે પ્રેમની તો પહેલા પ્રેમ વિષે બહુ કહેવાયું છે પણ મારા એક મિત્રના કહેવા મુજબ પહેલી નજરનો પ્રેમ આપણે જેને કહીએ એ માત્ર આકર્ષણ હોય છે. એના કહેવા મુજબ છોકરી જયારે હસતી હોય ત્યારે વધારે સુંદર લાગે છે અને ત્યારે એને જોવો તો આકર્ષણ થાય. સામે પક્ષે છોકરી ને છોકરાની વાત કરવાની રીત, છોકરો રૂપાળો હોય અથવા બીજું કઈ પણ પણ છેવટે એ માત્ર આકર્ષણ હોય છે. સાચો પ્રેમ બહુ સમજદારી માંગી લે છે. સાચો પ્રેમ આજકાલ જોવા નથી મળતો. પણ જો પ્રેમની મજા લેવી હોય તો દિમાગ કદી ના વાપરતા.

એક કર્મ નામે છોકરો અને ક્રિશા નામે છોકરી. એક વખત બંને ટ્રેઇનમાં ભેગા થયા. ટ્રેઇનમાં સિંગલ સીટ વાળી જે લાઈન હોય એમાં સામે સામે બેઠા હતા કર્મ કોઈ બુક વાંચતો હતો અને ક્રિશા કાનમાં ઇયરફોન ભરાવીને ગીતો સંભાળતી હતી. અચાનક ક્રિશ્નાનું ધ્યાન કર્મ જે બુક વાંચતો હતો તે બુક તરફ ધ્યાન ગયું. બુક નું નામ હતું "લવલી પાન હાઉસ" જે ધ્રુવ ભટ્ટે લખી છે. ક્રિશા એ વાત ની શરૂઆત કરી

" વાહ ખુબ મસ્ત બુક છે મને આ બુક બહુ ગમે છે. ખુબ સરસ વાર્તા છે આ બુકમાં અમેજિંગ"

કઈ પણ પ્રસ્તાવના વગર ડાયરેક્ટ મુખ્ય વિષ્યથી વાતની શરૂઆત કરવા વાળી છોકરી તરફ કર્મ નું ધ્યાન ગયું. પછી બંને વચ્ચે જ્યાં સુધી સ્ટેશન ના આવ્યું ત્યાં સુધી સારી એવી વાત થઇ. પછી ફેસબૂક, વોટ્સઅપ અને છેલ્લે પ્રેમ.

એક દિવસ કૈક કામથી ક્રિશ્નાની તબિયત ખરાબ હતી તો રાતે બાર વાગે કર્મે એ ક્રિશ્નાને ફોન કર્યો અને ક્રિશ્નાએ રાતે ત્યારે જ ફોન પર કર્મ ને "આઈ લવ યુ" કીધું. આ રીતે તેમના પ્રેમની શરૂઆત થઇ. ચારેક મહિના એમનો પ્રેમ ધીરેધીરે મેચ્યોર થવા લાગ્યો. દિવસમાં વીસ વખત લવ યુ કહેવું એ એમની રોજ ની ટેવ. બંને વચ્ચે ઝગડા પણ એટલા થાય પણ જેટલી વખત ઝગડા થાય એટલી વખત તેઓ વધુ નજીક આવે. પણ કર્મ ને સતત અમુક વખત ક્રિશાની વાતો પર થી કર્મેને એવું લાગતું કે ક્રિશા એની જોડે ખુશ નથી. આમાં જ એ એક વખત કર્મે એ એમ વિચાર્યું કે મારી જોડે સંબંધમાં ક્રિશા ખુશ નથી એને ગૂંગળામણ થાય છે. ક્રિશાને પૂછવાનું પણ ના વિચાર્યું અને ક્રિશાની ખુશી માટે એનાથી દૂર જતો રહ્યો. થોડા સમય પછી પાછો આવ્યો. એને જોયું કે ક્રિશા એના વગર દુઃખી છે અને પોતે પણ. અને પછી વાત કર્યે ખબર પડી કે ક્રિશાને એટલે ગૂંગળામણ થતી હતી કે એને સતત એવું લાગતું કે તેઓ એક નહિ થઇ શકે. જો કે હવે સબંધની દોર તૂટી ગઈ હતી. ક્રિશા એ હવે સિંગલ જ રહેવાનું પસંદ કર્યું. અને કર્મ શરૂઆતમાં ખુબ જ દુઃખી થયો. ક્રિશા ને મનાવવાનો પ્રયત્ન કર્યો, રડ્યો પણ એટલું જ, દેવદાસ બન્યો અને છેવટે માની ગયો. હવે તેઓ એક પણ વખત એક બીજાને આઈ લવ યુ નથી કહેતા છતાં પ્રેમ તો હજી પણ છે કદાચ પહેલા કરતા પણ વધુ. પ્રેમ એ આ ત્રણ શબ્દો કહીએ તો જ સાબિત થાય તેવું કોણે કીધું? પ્રેમ એ તો એક અહેસાસ છે જેને કદાચ વર્ણવો અશક્ય છે પણ તોયે બધા એને શબ્દો થી વ્યક્ત કરે છે. ક્રિશા અને કર્મ કદાચ ભવિષ્યમાં લગ્ન ના પણ કરી શકે પણ પ્રેમ તો રહેશેજ ને એ અહેસાસ થોડો જશે? તેઓ આજે પણ ખુશ છે, મળે છે વાતો કરે છે બહાર જાય છે જોડે ખાલી "આઈ લવ યુ" કહેતા નથી.

જરૂરી નથી કે દર વખતે પ્રેમ અધુરો રહી જાય. સાચો પ્રેમ ક્યારેય પૂરો નથી થતો એવું ઘણા માનતા હોય છે. પણ જો પ્રેમ સાચો જ હોય તો અધુરો કેમ રાખવો જોઈએ. આપણે ત્યાં બધા પ્રેમ તો પુરી શિદ્દત થી કરે છે પણ એટલી સિદ્દતથી નિભાવી નથી શકતા એટલે જ કદાચ પ્રેમ અધુરો રહી જાય છે. આપણે બધું ધારી બહુ લઈએ છીએ. અમુક વખત સરળ શબ્દોમાં પૂછી પણ શકાય ને કે "તને શું પ્રોબ્લમ છે?" આપણે ત્યાં જ્ઞાતિ પ્રથા એ મા બાપ ની અસંમતીનું સહુ થી મોટુ કારણ છે.અને એટલે પછી બંને ભાગી જાય અથવા ભૂલી જાય. ખરેખર માતા પિતાએ પણ જો પાત્ર યોગ્ય હોય તો જ્ઞાતિ જેવી ક્ષુલ્લક બાબતને અવગણવી જોઈએ કેમ કે પ્રેમ વગર ઘણી વખત ચાર જીન્દગીઓ બરબાદ થઇ જતી હોય છે. પ્રેમ તો જિદંગીભર નથી ભૂલાતો. પરાણે બીજા જોડે જીવાતી જિંદગી તો જીવાતી હોય છે જે હક નહિ પણ ફરજની માફક જીવાય છે.

દર વખતે જરૂરી નથી કે કુંવારા ચુંબનોમાં વાસના હોય. પ્રેમમાં રોમાન્સ પણ જરૂરી હોય છે પણ એમાં નિર્દોષતા પણ હોઈ શકે ને. યુ ટયુબ પર અથવા ફેસબુક પર જોવા મળતા ક્યુટ કપલના વીડિયોમાં તમને અશ્લીલતા નહિ પણ પ્રેમ દેખાશે. સેક્સ માટે કરાતો હોય એવા પ્રેમના આજકાલ બહૂ કિસ્સા જોવા મળે છે અને એ કિસ્સા વધી રહ્યા છે જે ચિંતાજનક છે કેમ કે એવા પ્રેમનું કોઈ મૂલ્ય નથી. પ્રેમમાં કરાતી એક બીજાની કેર એ પણ પ્રેમ વ્યક્ત કરવાની એક સારી રીત છે. એક મિત્રના કહેવા મુજબ દર વખતે પ્રેમ વાળની લટોમાં ના ઉલજાઈ જવો જોઈએ. પતિ તાવ થી ધગધગતી પત્નીના કપાળે પોતા મૂકે એમાં પણ પ્રેમ અનુભવાય છે. બોયફ્રેન્ડ માટે ગર્લફ્રેન્ડ કડવાચોથ નું વ્રત કરે અને બોયફ્રેન્ડ એને કીધા વગર એની જોડેજ વ્રત કરે એ પણ પ્રેમ જ છે ને?

દાદા દાદી જોડે એના પૌત્રો સાથે એની જુવાનીની વાતો કરતી વખતે એમને જીવેલી એ પળો જાણે કે બીજી વખત જીવી લેતા હોય છે. પ્રેમ મળે છે તો એને જીવી લો કેમ કે એક એવો નશો છે કે જેમાં બધી વસ્તુ સારી લાગતી હોય છે અને એ નશો જો જિંદગીભર રહે તો જીવનની નૌકા સરળતા થી પાર થઇ જાય છે.

સાચો પ્રેમ ક્યારેય સાબિતી નથી માંગતો. પ્રેમના ઇન્વોઇસમાં વિશ્વાસ એ ઈનવોઇસ અમાઉન્ટ છે. સાચા પ્રેમ વિશે વધારે કહેવું હોય તો એક હિન્દી મૂવી છે મનોજ કુમાર નું "પુરબ ઔર પ્રશ્ચિમ" જેનું મુકેશના અવાજ માં ગીત છે એમાં પ્રેમ ની સાચી લાગણી બહુ સરસ રીતે વ્યક્ત થઇ છે.

"કોઈ જબ તુમ્હારા હૃદય તોડ દે,

તડપતા હુવા તુમ્હે કોઈ છોડ દે,

તબ તુમ મેરે પાસ આના પ્રિયે ,

મેરા દર ખુલા હૈ ખુલા હી રહેગા તુમ્હારે લીયે

- પ્રિતેશ હિરપરા "મિત્ર"