હેલ્લો મિત્રો. આજે ૧-૧-૨૦૧૮. ન્યુ યર નો પહેલો દિવસ. હેપ્પી ન્યુ યર માય ઓલ રિડર્સ. આજે હુ મારી પેહલી બુક લખવા જઇ રહી છુ. અને મને આ બુક લખતા ખુબ જ આનન્દ થઇ રહ્યો છે. આજે હુ તમારી સામે સાચ્ચિ સ્ટોરી લખવા જઇ રહી છું. એમ તો હુ સારી લેખિકા નથી પરન્તુ હું કોઇક ની લાઇફ ની યાદગાર મોમેન્ટસ તમારા બધા સાથે શેર કરવા માગુ છું. જે મારી લાઇફ ની ખૂબ નજીક છે. આ સ્ટોરી કોઇક ની લાઇફ ની સાચ્ચિ સ્ટોરી છે. આઇ હોપ સો કે તમને બધા ને ગમશે. આ સ્ટોરી એક સાચ્ચિ લવ સ્ટોરી છે. જેમા પ્રેમ અને ત્યાગ છે. તો લવ સ્ટોરી વાચવા વાચતા રહો.... "મેમોરેબલ મોમેન્ટસ ઓફ માય લાઇફ".....
***
સમર્પણ:
આ બુક હું જેની લવ સ્ટોરી લખવા જઇ રહી છું એ બન્ને લવ બડઁસ ને અર્પણ કરુ છું. રુહી અને રુદ્ર. જેમની લવ સ્ટોરી ને કારણે આજે મને આ નોવેલ લખવા મળી.
થેન્ક્યુ.
***
"મેમોરેબલ મોમેન્ટસ ઓફ માય લાઇફ".....
ભાગ – ૧
મારુ નામ રુહી હું કોલેજ ના પ્રથમ વર્ષ માં અભ્યાસ કરું છું. મારો સ્વભાવ એટલે સાવ સીધો. છોકરાઓ સાથે તો વાત કરતા જ ના આવડે. સ્કૂલ માં હતી ત્યારે પણ મારા કામ થી અને મારા અભ્યાસ થી જ મતલબ રાખતી. મને કોઈ ની સાથે કામ વગર બોલવું ના ગમે. બસ એજ નેચર સાથે હું કોલેજ માં આવી હતી. મને નહતી ખબર કે મારી આગળ ની લાઈફ માં મારી સાથે શું થવાનું છે? કોલેજ ના પ્રથમ વર્ષ માં પ્રવેશ મેળવ્યો અને થોડા દિવસ એમ ને એમ વીતતા ગયા. સારી એવી ફ્રેન્ડસ પણ મળી ગઈ મને. હું મારી આ લાઈફ થી ખુબ ખુશ હતી કે મને જેમાં ઇન્ટ્રેસ્ટ હતો એ ફિલ્ડ માં જ એડમિશન મળી ગયું. મને ડ્રોઇંગ નો ખૂબ શોખ અને મેં એજ ફિલ્ડ માં એડમિશન મેળવ્યુ હતું.
થોડા મહિના આમ ને આમ પસાર થવા લાગ્યા. એમ તો હું હોશિયાર હતી એટલે ક્લાસ માં મારુ વર્ક વખણાતું. એક હોશયાર સ્ટુડન્ટ માં હું આવતી હતી. પરંતુ મારા ઓછું બોલવાના સ્વભાવ ને કારણે મને બહુ ઓછા સર ઓળખતા. પણ મને તો મારા વર્ક થી જ મતલબ હતો.
મારી ફ્રેન્ડ નું નામ ખુશી. હું અને ખુશી રોજ સાથે જ કોલેજ જતા. ખુશી નો નેચર મારાથી સાવ અલગ. એ કોલેજ માં બધા જ છોકરાઓ સાથે બોલતી વાતો કરતી. અને એના આજ નેચર ના કારણે એને મારી કોલેજ ના સિનિયર્સ અને બીજા છોકરાઓ સાથે ફ્રેન્ડશીપ થઈ હતી. બ્રેક ટાઈમ માં પણ અમે બંને સાથે જ રહેતા. એ બધાની સાથે વાતો કરે અને હું બસ એની સાથે ઉભી રહેતી. મારી કોલેજ ના બોય્સ ખુશી સાથે વાત કરે ત્યારે મારી સામે જોતા પણ હું કોઈની સાથે વાત ના કરું.
કોલેજ માં એક છોકરા સાથે મારી મુલાકાત થઈ. એનું નામ રુદ્ર. હાઈટ ૫.૪ ફુટ આસપાસ, દેખાવ ઘઉવર્ણ પણ આકર્ષક. હેર સ્ટાઇલ પણ સારી એવી. કોઈ પણ છોકરી ને જોતા જ ગમીજાય. આંખો ની કીકી બ્રાઉન કલર ની અને કપડાં ની ચોઈસ પરફેક્ટ. શર્ટ અને જીન્સ માં એનું બોડી જોતા જ પરફેક્ટ લાગે. ખુશી નો જ એ ફ્રેન્ડ હતો અને એણે જ મારી મુલાકાત રુદ્ર સાથે કરાવી હતી. મારો સ્વભાવ એવો કે હું કોઈ સાથે હાય હેલો સિવાય કઈ વાત ના કરું. એ દિવસે પણ એમજ થયું. જયારે અમારી મુલાકાત થઈ ત્યારે રુદ્ર એ મને સામે થી હાય કીધું. મને આ ક્ષણ બહુ ગમી. ખબર નઈ કેમ પણ મને ત્યારે અંદર થી સારું ફીલ થયું. અને એટલે જ મે સામે સારો એવો રિસ્પોન્સ આપ્યો. મેં પણ એને હાય કીધું. થોડી સેકન્ડ માટે અમારે બંને ની આખો સામ સામે ટકરાઈ. અને હું અચાનક જ હસી પડી. થોડી વાતચીત કરી અને હું અને ખુશી અલગ પડ્યા. એ દિવસ મારા માટે અત્યાર સુંધી ના દિવસ માં અલગ હોય એવું લાગ્યું.પછી તો વીક માં ૧-૨ વાર અમારે મળવાનું થતું. એ અમારા સિનિયર હોવાથી અમે કામ થી મલતા. પછીતો ધીરે ધીરે અમારી મુલાકાતો વધતી ગઈ અને અમે સારા ફ્રેન્ડસ બની ગયા. હું ખુશી અને રુદ્ર ૩ સાથે જ રહેતા. બ્રેક ટાઈમ માં પણ અમે સાથે જ જમવા બેસતા.
અમારી દોસ્તી ખાલી કોલેજ પૂરતી જ હતી. મારી પાસે એનો નંબર નતો. પણ બંને માંથી કોઈ ના માં એક બીજા નો નંબર માંગવાની હિમ્મત નહતી. આજે તો મેં વિચારી જ લીધું હતું કઈ પણ થાય હું રુદ્ર નો ફોન નંબર લઇ ને જ રહીશ. રોજ ની જેમ જ બધું કામ પતાવી ને કોલેજ જવા નીકળી. કોલેજ ના લેકચર્સ પત્યા બાદ બ્રેક ટાઈમ માં હું ખુશી અને રુદ્ર મળ્યા. ખુશી પાસે રુદ્ર નો નંબરહ તો પણ મને માંગવાની હિમ્મત નહતી થતી. પણ આજતો નક્કી કરીને જ આવી હતી કે રુદ્ર નો નંબર લઇ ને જ રેહવું.
આજે મેં વિચાર્યું કે રુદ્રા ને કંઈક રીતે તો હેરાન કરવો જ છે. મેં હિમ્મત કરીને ખુશી પાસે રુદ્ર નો નંબર માંગ્યો. ખુશી ને થોડો આંચકો લાગ્યો. એના ફેસ પરથી મને લાગ્યું કે એને આ વાત પસંદ નઈ આવી. પણ આજ તો હું નક્કી કરીને જ આવી તી કે રુદ્ર નો નંબર લાઈને જ રહીશ. ખુશી એ અચકાતા અચકાતા રુદ્ર નો નંબર આપ્યો. એક ક્ષણ માટે તો મને લાગ્યું કે જાણે મે ખુશી પાસે થી એના બોય ફ્રેન્ડ નો નંબર માંગી લીધો હોય. પણ આજે મને કોઈ ની પરવાહ નહતી. મારે બસ રુદ્ર નો નંબર જોઈતો હતો અને એ કામ માં હું સફળ થઈ હતી. બસ હવે મારે બીજું એક કામ કરવાનું હતું. જે થોડી વાર પછી કરવાનું હતું. બ્રેક પત્યો અને હું અને ખુશી લેકચર અટેન્ડ કરવા ગયા.
આજે મારુ ધ્યાન લેકચર માં હતુ જ નહી. અને રહે પણ કેવી રીતે. મને રુદ્ર નો નંબર જો મળી ગયો હતો. પણ મે ખુશી પાસે થી પ્રોમિસ લીધી હતી કે એ રુદ્ર ને ના કહે કે એણે રુહી ને રુદ્ર નો નંબર આપ્યો છે. હું તેને ફ્રેન્ડ જ માનતી હતી છતાં આજે ખબર નહી કેમ મારુ ધ્યાન એના વિચાર કરવામાં જ હતું. ફિઝીકલી હું કલાસાસરૂમ માં હતી પણ મેન્ટલી તો હું બીજા જ વિચારો માં ખોવાયેલી હતી. હું મારા સપના ઓ માં ફરી ખોવાઈ ગઈ. અમારી મુલાકાત નો ફસ્ટ ડે જયારે અમારી આંખો થોડી ક્ષણ માટે એક બીજા સામે ટકરાઈ ગઈ હતી. અને એ પછી ની પણ મુલાકાતો. મનોમન મને વિચાર આવ્યો કે રુદ્ર ને પણ કદાચ મારી સાથે વાત કરવું ગમતું હશે જ. પછી અચાનક જ કઈંક યાદ આવ્યું હોય એમ હું મારા વિચાર માંથી પછી આવી ગઈ અને રુદ્રા ને હેરાન કરવાનો પ્લાન બનાવા લાગી.
આ બાજુ રુદ્રા નો પણ એ જ હાલ હતો. એ મારા વિચારો માં જ ખોવાયેલો હતો. એને તો હું પહેલી જ મુલાકાત માં ગમી ગઈ હતી. પણ એનામાં હિમ્મત નહતી કઈ કેવાની. એ મારી ફ્રિન્ડશીપ ને તોડવા નહોતો માંગતો. એને ખબર હતી કે રુહી મને એક ફ્રેન્ડ ની નજર થી જ જોવે છે. એટલેજ એણે આજ સુંધી એટલા દિવસો માં મને કઈ કહ્યું નહોતું. એને પણ વાત કરવા માટે મારો ફોન નંબર જોઈતો જ હતો. પરંતુ મે જ ખુશી ને પહેલેથી ના પડી હતી કે એ રુદ્ર ને મારો નંબર ના આપે. કદાચ એટલે જ એ વિચારતો હતો કે કેવી રીતે રુહી નો નંબર લેવો જેથી વાત આગળ વધી શકે. રુદ્ર ને ક્યાં ખબર હતી કે એને જે જોઈએ છે એ એને આજે સામે થીજ મળી જવાનું છે.
શું રુહી ની રુદ્ર સાથે આગળ ફ્રેંડશીપ વધશે? શું રુહી એના પ્લાન માં સફળ થશે? શું રુદ્ર ને રુહી નો નંબર મળી શકશે? અને જો નંબર મળશે તો બંને ની લાઈફ માં શું ટવીસ્ટ આવશે? આ બધું જાણવા માટે વાંચતા રહો "મેમોરેબલ મોમેન્ટસ ઓફ માય લાઇફ"...
તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો રિવ્યુ આપવાનું ના ભૂલશો..
prajapatiruhi143@gmail.com