Smilevadi chhokarini shodhma - 2 books and stories free download online pdf in Gujarati

સ્માઇલવાળી છોકરીની શોધમાં.!!! Part-2

સ્માઇલવાળી છોકરીની શોધમાં. !!!

( 2 )

Mer Mehul

‘જ્યારેને તમને કંઈ ગમેને, ત્યારે તમને બધું જ ગમવા લાગે’ આ વાક્ય બધા જ યંગસ્ટર્સને યાદ હશે. હા ગયા વર્ષના અંતમાં આવેલું સુપરહીટ ગુજરાતી મૂવી ‘લવની ભવાઈ’, અને આ મૂવીના ડાયલોગમાંથી સૌથી વધુ સંવેદનશીલ અને સૌએ પસંદ કરેલો ડાયલોગ. મને પણ આ ડાયલોગ પસંદ છે… પણ… આ ડાયલોગ મને લાગુ નહિ પડતો, કારણ પેલી સ્માઈલ છે.

જ્યારથી એ સ્માઈલ જોઈ છે ત્યારથી મને બીજું કંઈ ગમતું જ નહિ, કંઈ જ નહિ. હવે આ સ્માઈલવાળી છોકરી પર બીજો ભાગ લખાઈ રહ્યો છે તો તમે સમજી જ ગયા હશો કે વાત કંઈ આગળ વધી હશે અને તમે સૌ સાચું જ સમજ્યા છો.

મારે જે વાત કહેવાની હતી તે વાત તો હજી થઈ જ ન’હતી તો આમ અધવચ્ચે અટકી ના જવાય ને?, ચાલો જાણીએ આગળ શું થયું.

***

“કંઈ સમજાતું નહિ, શું કરવું?, એકવાર સ્માઈલ જોડે વાત તો કરી લીધી પણ થેન્ક યું ના કહ્યું, તેને એ પણ નહિ ખબર હું શા માટે તેની જોડે વાત કરું છું, તેને ગેરસમજણ તો નહિ થઈ હોય ને?, મારે વાત પણ કેવી રીતે કરવી?, જ્યારે સામે હોય છે ત્યારે તેની બહેનપણીઓ સાથે હોય છે અથવા કોઈ કામનું બહાનું હોય. લાગે છે તેને વાત કરવાની જિજ્ઞાશા જ નહિ. ”મનમાં હું મંત્રણા કરતો હતો.

કોઈ વાત નહિ, ભોળાનાથ એક સમય આપશે અને એ દિવસ પણ આવશે જ્યારે તેને વાત કરવાની ઉતાવળ હશે, પણ ત્યાં સુધી કોશિશ કરતી રહેવાની કોને ખબર ક્યારે તિર નિશાના પર લાગી જાય?બીજીવાર પણ એ જ ફોર્મલિટીવાળી વાતો થઈ અને ત્રીજીવાર પણ ફોર્મલિટી જ પુરી થઈ, જે કહો તે વાત તો થતી હતી અને એવું ન હતું કે તે સ્માઈલ મને ઇગ્નોર કરતી હતી પણ મારે જે વાતો કરવી હતી તે જ વાતો થતી ન હતી.

સુતા પહેલા હું કાનમાં ઈયરફોન, સ્લૉવ સોંગ લગાવી, અડધી કલાકનું ટાઇમર લગાવી, સ્માઈલ સાથે શું વાત કરવી તેના વિચાર કરતો અને વિચારોમાં જ મીઠી નીંદ આવી જતી અને અડધી કલાક પછી આપોઆપ સોંગ બંધ થઈ જતા. આવો સિલસિલો લગભગ આઠ-દસ દિવસથી શરૂ હતો. આવી ઘટના સૌની સાથે થતી જ હોય છે પણ આ ઘટના મારી સાથે કુદરતી રીતે ન’હતી થતી, હું જાણીજોઈને આવું કરી રહ્યો હતો. કારણ છેલ્લે ખબર પડશે.

હું ફરી તે સ્માઈલ તરફ આકર્ષાયો હતો પણ આ વખતે બધું મારા કાબુમાં હતું મતલબ હું જેવું જેવું વિચારતો હતો તેવું જ બની રહ્યું હતું. મેં મારા મગજમાં જ એક સીન ક્રિએટ કરી નાખ્યો. તે દિવસ અમારી કૉલેજનો એન્યુઅલ ડૅ હતો. આજે પણ એ વખતની જેમ જ વાત કરવાના ઈરાદાથી મેદાનમાં ઉતરવાનું હતું.

હું તો મેદાનમાં ઉતરી ગયો પણ સામેનો પ્લેયર મેદાનમાં આવ્યો જ નહિ, મેં દસ વાગ્યાથી ચાર વાગ્યા સુધી કૉલેજમાં તેની રાહ જોઈ પણ તે સ્માઈલ ના દેખાઈ. સૌનું કહેવું હતું કે તે કૉલેજમાં જ છે પણ મને કેમ નહિ દેખાતી. આ વખતે મેં મારી છ કલાક વ્યર્થ જવા ન દીધી. ‘સ્માઇલવાળી છોકરીની શોધમાં. !!!’નો પહેલો ભાગ ત્યાં લખી નાખ્યો.

પછીનો દિવસ,

હું એક કલાસમાં મારા એક દોસ્ત સાથે બેઠો હતો, બંને અહીં-તહીંની વાતો કરતા હતા, અચાનક મારુ ધ્યાન કેમ્પસમાં ગયું, ઓહોહો…મારી સ્માઈલ આવી હતી, પેલી સ્માઇલવાળી છોકરીને લઈને. મેં કંઈ જ વિચાર ન કર્યો. ઝાળીમાંથી જ “Hii”કહી દીધું.

“Ohh, hii” તેણે તે જ સ્માઈલ સાથે રીપ્લાય આપ્યો.

“લેકચર નહિ?” મેં પૂછ્યુ.

“પૂરો થઈ ગયો, હવે નાસ્તો કરવા જઈએ છીએ. ”તેણે કહ્યું.

“હું આવું?” મેં પૂછ્યું.

“ના, બહેનપણીઓ સાથે છે. ”

લ્યો, મોતિયા મરી ગયા, પોતાની જ કપાવી નાખી, પણ આપણે થોડી પાછી મારવાની હતી, વળતો જવાબ તૈયાર જ હતો, “અમસ્તા ભી ના આવેત, આજે મારે ઉપવાસ છે. ”તેણે હલકું સ્મિત વેર્યું અને વાતાવરણને ખુશનુમા બનાવ્યું. વાત પૂરી, તે ચાલી ગયી મારી સ્માઇલને લઈને અને હું કઈ જ ના કરી શક્યો. પછીના દિવસે પણ તે ના દેખાઈ, અહીં મારી બેચેની જવાબ આપતી જતી હતી અને ત્યાં તેને કઈ જાણ જ ન હતી. જ્યારે હું કૉલેજે જતો અને તે મને ન દેખાતી ત્યારે હું એટલો ઉદાસ થઈ જતોને કે જો કોઈ દોસ્ત બાજુમાં હોય તો તેને ભેટીને રડવાની ઈચ્છા થઈ જતી.

તે દિવસે ખરેખર મારાથી ના રહેવાયું, મેં આંખો બંધ કરી અને મનમાં જ કરગર્યો, “હે ભોળાનાથ એકવાર મિટિંગ કરવી દ્યો, કેટલી હદ સુધી તમારા ભક્તોને આમ હેરાન કરશો?” મેં આંખો ખોલી તેટલા જ સમયમાં ભોળાનાથે એક મૅસેજ મને મોકલ્યો. એ મૅસેજ મળ્યાની ત્રણ કલાક પછી મારી ખુશીનો પાર ન રહ્યો, હું સાતમાં આસમાને ઝૂમી રહ્યો હતો, દરિયાના મોજા ઉપર સરકીને પૂરો દરિયો ફરી લેવાનું મન થયું.

હું મનમાં જ ભોળાનાથને કહેવા લાગ્યો, “Thank you, Thank you so much ભોળાનાથ, તમારો દાસ બનાવીને જ રહેશો એમ ને!!!, તમે આટલી બધી મદદ કરો છો, પણ જ્યારે આપણે મળીશું, ત્યારે મારી પાસે તમારા એક પણ સવાલનો જવાબ નહિ હોય. ”ત્યાં અંદરથી અવાજ આવ્યો, “બેટા, આ તો પાર્વતીજીએ તારું કામ કરી આપ્યું, તાંડવ કરવાનું મારુ કામ છે આ નહિ. ”

જે કઈ હોય એ એક વિચારે મારી વિચારવાની શક્તિને પ્રોત્સાહન આપ્યું હતું અને હું જે વાત કરી શકવામાં અસમર્થ થતો હતો તેનું નિરાકરણ પણ મળી ગયું હતું, ચાલો જાણીએ એ વિચારની વાત.

મેં આંખો બંધ કરી અને ખોલી ત્યાં સુધીમાં એક વિચારની સૅર મારા મગજમાંથી પસાર થઈ, “તેની પાસે વાત કરવાનો સમય તો નહિ, પણ મેં જે ‘સ્માઇલવાળી છોકરીની શોધમાં. !!!’ સ્ટોરી લખી છે એ ડોક્યુમેન્ટ તેને આપી દઉં, જો તે વાંચી લે તો કદાચ આપણી વાત બને. ”હવે મારો ગૉલ વાત કરવાનો નહિ પણ ડોક્યુમેન્ટ આપવાનો હતો. તે જ દિવસે મેં ડોક્યુમેન્ટ આપવાની પૂર્વ તૈયારી કરી નાખી. મોટિવેશન મળે તેવા સેન્ટેન્સ વાંચ્યા, સામેવાળી વ્યક્તિ સાથે કેવું બિહેવ કરવું તેની એક ઍપ ડાઉનલોડ કરી વાંચી લીધી.

પણ જેને માત્ર તાંડવ કરતા જ શીખવવામાં આવ્યું હોય તે એક કલાકમાં કાનુડો કેવી રીતે બની શકે?, છતાં હિંમત કરી, તે બહાર આવી એટલે મેં પૂછ્યું, “અંજલી તારી કોઈ ફ્રેન્ડ પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હશે?(મેં તેની પાસે હંમેશા કિ-પૅઇડ વાળો મોબાઈલ જોયો હતો એટલે પૂછ્યું. )તો તેણે કહ્યું, “હા પણ શું કામ છે?”

મેં કહ્યું, “મારે તને એક ડોક્યુમેન્ટ આપવાનું હતું, જેના માટે જ મારે તારી સાથે વાત કરવી હતી, એકવાર તું વાંચી લે એટલે મારુ કામ પૂરું. ”

તેણે પોતાના બેગમાંથી જ એન્ડ્રોઈડ મોબાઈલ કાઢ્યો, મને લાગ્યું મારુ પોપટ થઈ ગયું પણ મેં બાજી સંભાળી લીધી અને કહ્યું “ઓહહ, તારી પાસે જ છે, સારું થયું. ”મેં તેને ડોક્યુમેન્ટ સેન્ડ કર્યું, જે આ સ્ટોરીનો પહેલો ભાગ છે અને તેમાં નીચે કોન્ટેક નંબર પણ લખેલો હતો, જો કે બધા પાર્ટની પાછળ મારી કોન્ટેક ઇન્ફોર્મેશન હોય જ છે પણ આ ખાસ હેતુ માટે હતો.

મેં જે દિવસે આ ડોક્યુમેન્ટ આપ્યું તે શનિવારનો દિવસ હતો, તે દિવસે અમારી વચ્ચે થોડી માહિતીની આપ-લૅ થઈ, તેણે મને પૂછ્યું, “સોમવારે કૉલેજ આવશો?”

મેં પૂછ્યું “તમે આવવાના છો?”, તેણે મંગળવારે મળવાની વાત કરી અને અમે ત્યાંથી છુટા પડ્યા, મને લાગ્યું ડોક્યુમેન્ટ વાંચીને તેનો કૉલ આવશે પણ એવું કંઈ જ ના થયું, રવિવાર અને સોમવારનો દિવસ મારા માટે કપરો હતો, બે દિવસમાં ઘણાબધા પ્લાન ઘડાઈ ગયા હતા. કેન્ટીનમાં નાસ્તો કરવા જવું, ઇન્ટરોડક્શન આપવું, ફોર્મલ વાતો કરવી, તેની વાતો કરવી, હસી-મજાકની વાતો…. આવા ઘણાબધા મુદ્દા મેં મારી ડાયરીમાં ઉતારી લીધા.

મંગળવારની સવાર મારા માટે ખાસ હતી, આ એ દિવસ હતો જ્યારે તેને મારી સાથે વાત કરવાની ઉતાવળ હશે. હું ખુશ હતો કારણ કે તેણે પહેલીવાર સામેથી મળવાનો દિવસ આપ્યો હતો. હું બનીઠનીને કૉલેજે પહોંચ્યો, હું એક કલાક વહેલો પહોંચ્યો હતો, બધી જ પૂર્વતૈયારી હતી, મેદાનમાં આજે સેન્ચુરી મારવી પડે તેમ હતી.

હું ફરી એકવાર સેન્ચુરી મરવાના ઈરાદાથી મેદાનમાં ઉતર્યો, પણ આ શું?ફરી એકવાર સામેનો પ્લેયર મેદાનમાં ના આવ્યો!!! આ સમય એવો હતો જ્યારે તાંડવ કરવાની ઈચ્છા ના થાય તો પણ પગ ડોલવા લાગે, હું એ જ મિનિટે કૉલેજમાંથી બહાર નીકળી ગયો, મેં સાંભળ્યું હતું, ‘Try and try, one day you will be success. ’

આ સમયે આવા કોઈ જ વિચાર મારા મગજમાં આવ્યા ન હતા, ફરીવાર હું નિષ્ફળ જતો હોય તેવું લાગતું હતું. લાગતું શું હતું તે દિવસે હું નિષ્ફળ જ ગયો હતો કારણ કે તે દિવસ મેં મારી કૉલેજનો લાસ્ટ ડૅ સમજી લીધો હતો, હવે પછી કૉલેજ જવાથી કોઈ ફાયદો ન હતો કારણ કે કૉલેજમાં વેકેશનનો માહોલ હતો.

તે દિવસે હું બાર કલાક સૂતો રહ્યો, સાંજના પાંચ વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી. એ સવાર મને તાજગીની અનુભૂતિ કરાવતી હતી, બાર કલાકની ઊંઘ પછી હું રિલેક્સ મહેસુસ કરી રહ્યો હતો. અમસ્તા ભી તમે જ્યારે પોતાના તરફથી પૂરો પ્રયાસ કર્યો હોય અને તેમાં તમે નિષ્ફળ નિવડો છો. ત્યારબાદ તમે તે પ્રયાસને પડતો મૂકી દ્યો અને નિરાંત અનુભવો છો તેની અનુભૂતિ જ કંઈક અલગ હોય છે, નિત્યક્રમ કરતા કંઈક અલગ કરવાની જંખના દિલમાં ઉપસી આવે છે.

રાબેતા મુજબ હું ક્રિકેટ રમવા ચાલ્યો ગયો. સાડા આઠ વાગ્યે પાછો આવ્યો ત્યારે યાદ આવ્યું કે આજે કૉલેજમાં કૅમ્પસ ઇન્ટરવ્યૂ છે. આજે કૉલેજ જવું પડશે કેમ કે TCS માં મેં રજિસ્ટ્રેશન કરાવ્યું છે, ‘જે કંઈ હોય કાલનો દિવસ આટલો બધો ખરાબ ગયો છે તો શા માટે આજનો દિવસ પણ બગાડવો, ભલે ઈન્ટરવ્યુ હોય કૉલેજ નહિ જવું મતલબ નહિ જવું.

અચાનક જ અંદરથી મગજવાળી ફીલિંગ આવી અરે પેલી સેટીસફેક્શન વાળી ફીલિંગ્સ યાર…. મારી પાસે તેના પપ્પાનો નંબર હતો હવે એવા ક્યાં પપ્પા હશે જેની પાસે પોતાની દીકરીનો નંબર હોય?, તેની પાસેથી જ સ્માઇલવાળીનો નંબર લઈ લઉં તો, કૉલેજ જવાની જરૂર જ નહીં ને?, કામ થોડું મુશ્કેલ છે પણ અસંભવ નહિ. જો કોઈ છોકરો નંબર માંગે તો કોઈ નંબર ન આપે, પણ જો કોઈ છોકરી માંગે તો????

મારા ભાભી, જેને મારી બધી જ વાતોની ખબર હોય તેની પાસેથી આ કામ નીકળી શકે, મેં તેને બધી જ વાત જણાવી અને યોજના અનુસાર તેના પપ્પાને કૉલ લગાવ્યો, આજે બધા પાસા મારી તરફેણમાં હતા કૉલ તેની દીદીએ રિસીવ કર્યો, મારા ભાભીએ કહ્યું, “અંજલી?”

સામેથી અવાજ આવ્યો, “અંજલી નથી તે તો ભાવનગર છે. ”

મારા ભાભીએ કહ્યું, “તેનો કોન્ટેક નંબર આપોને હું તેની સહેલી બોલું. ”તેની બહેને પ્રેમથી દસ આંકડાનો નંબર આપી દીધો અને મેં નોટબુકમાં ટપકાવી પણ લીધો. ચાલો એક કામ તો પત્યું, નંબર મળી ગયો હવે યોગ્ય સમય જોઈને વાત કરવાની હતી.

પણ આ અંદરનું જીવડું ક્યારનુંય બચકા ભરતું હતું તેનું શું?, યોગ્ય સમય ક્યારેય આવતો જ નહિ, તમે જે સમયે કામની શરૂઆત કરો છો તે જ યોગ્ય સમય હોય છે. કૉલેજ તો જવાનું ન હતું, હું પહોંચી ગયો ભોળાનાથના મંદિરે, જ્યાં અકસર હું મારા દોસ્ત ભોળાભાઈને મળવાની ચેષ્ઠા રાખતો. દર્શન કરી હું એક બેન્ચ પર બેઠો અને લગાવ્યો કૉલ. રિંગ પુરી થઈ પણ કોઈએ કૉલ રિસીવ ન કર્યો.

“શું ભોળાનાથ, ના વાત કરાવવી હોય તો ના કહી દ્યો આમ તરછોડો શા માટે?”મનમાં જ મેં ફરિયાદ કરી. ‘કોઈ નહિ થોડીવાર પછી કૉલ આવશે અથવા આપણે બીજીવાર ટ્રાય કરીશું’એમ વિચારી હું મારા કામમાં લાગી ગયો.

થોડીવાર પછી સાચે જ કૉલ આવ્યો યાર, મારી ધડકન વધવા લાગી, ’વાત શું કરીશ હું?’એ જ વિચાર આવતો હતો, રિંગ પુરી થઈ ગયી પણ ફટ્ટુદાસે કૉલ રિસીવ ન કર્યો તે ન જ કર્યો. એ જ સેકેન્ડે ફ્લેશબેકમાં ગયો, વાત કરવા માટે તો આ બધા કાંડ કર્યા છે, હવે પ્લેયર ભી મેદાનમાં છે અને તારું બેટિંગ ફૉર્મ ભી સારું છે, તો મારી દે સિક્સર.

મેં ફરી કૉલ લગાવ્યો, કૉલ રિસીવ થયો,

“હેલ્લો, ભટ્ટ અંજલી?” મેં પૂછ્યું.

“હા, તમે?” સામેથી જવાબ આવ્યો.

“ફાઇનલી, સ્માઇલવાળી છોકરીની મારી શોધ પુરી થઈ. ”મેં ડાયલોગ માર્યો.

“ઓહહ, તમે વોટ્સએપ શરૂ કર્યું?, મારો નંબર ક્યાંથી મળ્યો?”તેણે કહ્યું.

“યાર શોધવાથી તો ભગવાન ભી મલી જાય છે, આ તો દસ આંકડાનો નંબર હતો. ”મેં ફરી ડાયલોગ માર્યો.

“યાર, તમને ખબર છે. આ સ્ટોરીને કારણે મારે મારા ફિયાન્સે સાથે મોટો ઝગડો થઈ ગયો. ”તેણે કહ્યું.

ઓહહ ફિયાન્સે?, આપણે તો બોયફ્રેન્ડની ધારણા કરી હતી. અંજલીએ તો એવા બ્લોકહોલમાં બોલ નાખ્યો કે સિક્સ તો શું હું ડિફેન્સ ભી ના કરી શક્યો. ડાયરેકટ મિડલ સ્ટમ્પ નીકળી ગયું. સાચે હું પરિસ્થિતિ સાંભળી ના શક્યો, જેની સાથે ઘણીબધી વાત કરવાની હતી તેની સાથે, તેના ફિયાન્સેના લીધે માંડમાંડ એક મિનિટની વાત થઈ. ફોન કટ થઈ ગયો અને હું અહી બોલ્ડ.

બાઈક ચલાવી સીધો પહોંચ્યો પાનના ગલ્લે, બે સિગરેટ ઘટકાવતા બે મિનિટ પણ ના લાગી, ફરી મગજ વિફર્યુ, કૉલ લગાવ્યો, આજે કોલેજ આવવાની છે કે નહિ તે પૂછવા માટે. ત્યાં પણ બ્લોકહોલમાં બોલ, ફોન બિઝી આવતો હતો. મેં મનમાં વિચાર્યું, “મારી સાથે વાત થઈ તેની જાણ ફિયાન્સેને કરતી હશે, ના કરે તો તો આસમાન તૂટી પડે ને?”

ફરી એક સિગરેટ જલાવી, કંઈ જ સમજાતું ન હતું, હું બસ શાંતિથી સિગરેટને ન્યાય આપી રાહ્યો હતો, ત્યાં અંજલીના મેસેજની નોટિફિકેશન આવવા લાગી જે આ પ્રમાણે હતી,

“hello dear,

Mane khabar 6e tare ne mare kai j nai and you are nice person,

but Missunderstanding e bovjj kharab 6e so plz dear try to understand me, Me to pan tari sathe vat kari bcz you are good heart person,

Mara bhai ne pan jo kai pan khabar pade to e pan bovjj gusso kare mara bhai e to mane strick warning aapi 6e k tare koi fd ni jarur j nai, Em, so plzzz. . ”એક પછી એક ઉપર પ્રમાણે પાંચથી છ મૅસેજ આવ્યા. હવે સમજાતું ન હતું, ખુશ થવું કે દુઃખી. મેં વચ્ચેનો રસ્તો પકડ્યો. લગાવ્યો ફોન,

“યાર, આટલી બધી પળોઝન જેને વાત છુપાવવી હોય તેને કરવાની હોય, તું કોઈની ભી સાથે વાતો કરી શકે, તું જેની સાથે વાતો કરે તેની જોડે તારે કંઈ હોય જ એ જરૂરી તો નહિ ને?”મેં ડાયલોગ માર્યો.

“મને ખ્યાલ છે યાર બટ મારા ફિયાન્સેએ અન્-નૉન પરસન સાથે વાત કરવાની ના પાડી છે. ”તેણે કહ્યું.

“હા તો આપણે ક્યાં એવી વાત કરવી છે, હું એકવાર મળીને થેન્ક યુ કહી દઉં એટલે મારુ કામ પૂરું. ”મેં કહ્યું.

“ફોનમાં વાત કરી લે તો ના ચાલે?”તેણે કહ્યું. પહેલા મેં ના કહેવાનું વિચાર્યું પછી બીજો વિચાર આવ્યો અત્યારે ફોનમાં વાત કરું પછી ફેસ ટુ ફેસ મળવા કન્વીન્સ કરી લઈશ.

મેં વાત શરૂ કરી, શરૂ તો કરી પણ જ્યાં સુધી સેન્ચુરી ન મારી ત્યાં સુધી અટક્યો નહિ, પુરી એક કલાક અને ત્રીસ સેકન્ડ વાત ચાલી, તે એક કલાકમાં મામા-મામી, ભાઈ-બહેન, મમ્મી-પપ્પા, ફિયાન્સે-બોયફ્રેન્ડ જેટલા સંબંધ આવે બધાને ધોઈ નાખ્યા. જેમાંથી એક કિસ્સા પર પ્રકાશ ફેંકુ છું.

મેં તેને કહ્યું, “સૉરી યાર મારે તમને તુકારો કરી ના બોલવાય, તમે ઉંમરમાં મારાથી મોટા રહ્યા ને એટલે. ”(તેની જન્મતારીખ મને ખબર છે હો!!!)

“હું S. Y. માં અને તમે T. Y. માં તો હું કેમ મોટી થઈ તમારાથી, ભૂલથી તું કહેવાઈ ગયું હતું નહિતર તમે જ કહું. ”તેણે કહ્યું.

“તારી સગાઈ થઈ ગયી છે તો તું વિસ વર્ષની તો હશે જ ને અને હું ત્રણ વર્ષનો થયો ત્યારે જ મેં પહેલા ધોરણમાં એડમિશન લઈ લીધું હતું એટલે હું T. y. માં છું. ”મજાક કરતા મેં કહ્યું.

“તમારી જન્મતારીખ?”તેણે પૂછ્યું.

“બીજી ઓગસ્ટ”મેં કહ્યું.

“બીજી ઓગસ્ટ??”તેણે આશ્ચર્યથી પૂછ્યું.

“હા”મેં કહ્યું.

“બે આઠ ને?!!!”તેણે પ્રશ્ન ફેરવીને પૂછ્યું.

“અરે હા, કેમ તારા ફિયાન્સેનો પણ તે દિવસે જન્મ થયો હતો?”મેં કહ્યું.

“અરે ના ફિયાન્સે નહિ, બીજો એક સ્પેશિયલ ફ્રેન્ડ હતો, તેનો જન્મદિવસ છે. ”તેણે કહ્યું.

“ઓહહ, હજી એક લવ સ્ટોરી એમ ને, મને સાંભળવાની મજા આવશે. ”મેં ટોન્ટ મારતા કહ્યું. “તે વર્ષ તો ન પૂછ્યું. ”મેં ફરી કહ્યું.

“અરે હા, કયું વર્ષ?”તેણે પૂછ્યું.

“2000”મેં કહ્યું.

“અરે યાર એ કેવી રીતે શક્ય બને, મારે 1999 છે અને હું S. Y. માં છું, તમે T. y. માં છો તો 2000 કેવી રીતે હોઈ શકે?”તે કન્ફ્યુઝ થઈ ગયી. મેં ફરી કહ્યું, “હું ત્રણ વર્ષનો થયો ત્યારે જ મેં પહેલા ધોરણમાં એડમિશન લઈ લીધું હતું, તો તારાથી એક વર્ષ આગળ હોવ ને. ”

“તો પછી હું એક વર્ષ મોટી. ”તેણે કહ્યું.

“હવે તો તમે નહિ કહે ને?”મેં પૂછ્યું.

“ના, હવે તું કહીશ. ”તેણે કહ્યું.

“તો મારો જન્મ 1998 માં છે. ”મેં કહ્યું.

“મને લાગ્યું જ ત્રણ વર્ષના બાળકને કોઈ પહેલા ધોરણમાં ન લે, તમે પણ શું મજાક કરો છો!!’”તે હસી પડી.

“જો ફરી તમે કહ્યું, તું મને તમે કહે તેમાં મને કોઈ પ્રૉબ્લેમ નહિ પણ જ્યારે કોઈ છોકરી તમે કહેને ત્યારે મને પતિ વાળી ફીલિંગ આવવા લાગે હવે તારે તો ફિયાન્સે છે, એ કેવી રીતે શક્ય બને, મને તમે કહે મને કોઈ જ પ્રૉબ્લેમ નહિ હો. , ”હું સિક્સ પર સિક્સ મારતો જતો હતો.

તે ફરી હસવા લાગી અને કહ્યું , “ના હું તું જ કહીશ. ”આવી તો કેટલીય મજાની વાત કરી, એક કલાક વાત કર્યા પછી મારુ ધ્યાન ગયું કે હું એટલો હસ્યો છું કે મારા ગાલમાં દર્દ થાય છે. આ વાત પૂરી થઈ ત્યારે પછીના દિવસે કૉલેજ મળવાનું નક્કી થયું અને હું ખુશ હતો કારણ કે આજે મેં એ સફળતા મેળવી હતી જે સફળતાને હું છેલ્લા દોઢ મહિનાથી ઝંખી રહ્યો હતો. ‘આજ મેં ઉપર આસમા નીચે, આજ મેં આગે જમાના હૈ પીછે’સોંગનો ભાવાર્થ મને અત્યારે સમજાયો હતો.

ઘરે આવી મેં વોટ્સએપ ઇન્સ્ટોલ કર્યું જે છેલ્લા બે મહિનાથી અન્ઈન્સ્ટોલ હતું, બૅકઅપ લઈને જોયું તો, જે દિવસે મેં આ સ્માઇલવાળીને ડોક્યુમેન્ટ આપ્યું હતું તે જ દિવસનો મૅસેજ હતો, ઓહહ આટલી બધું જદ્દોમહેનતથી નંબર મેળવ્યો અને ત્રણ દિવસ પહેલા જ તેનો નંબર મળી ગયો હતો, કેવી કઠણાઈ?

મેં hii નો મૅસેજ મોકલ્યો, પાંચ મિનિટ પછી રીપ્લાય આવ્યો. મને તેનું dp બતાવતા ન હતા મેં પૂછ્યું, “તમારે dp નહિ આવતું?”

તેણે રીપ્લાય આવ્યો, “નંબર સેવ નહિ, 2 મિનિટ. ”તેણે મારો નંબર સેવ કર્યો ત્યારે મને તેનું dp દેખાયું, પણ તેમાં તેનો ફોટો હતો જ નહિ, મેં મેસેજ મોકલ્યો, “આમાં હું શું સેવ કરું?”મારે તો પેલી સ્માઈલ જોવી હતી એટલે મેં કહ્યું.

“શું?”તેણે કહ્યું.

“સ્માઈલ નહિ ને!!!”મેં દિલના ઇમોજી સાથે રીપ્લાય આપ્યો.

“શેમાં એટલે dp માં?”તેણે પૂછ્યું.

“હમમ. ”મેં કહ્યું.

“મારે તને એક વાત કહેવી હતી, અત્યારે નહિ અત્યારે કામ છે પછી વાત કરું, બાય. ”તેનો છેલ્લો મૅસેજ આવ્યો અને મેં પણ “બાય”કહી દીધું.

(ક્રમશઃ)

હવે આગળ તેણે ફરી બ્લોકહોલમાં બોલ નાખ્યો હતો અને એ બોલથી મારી વિકેટના ત્રણેય સ્ટમ્પ પડી ગયા હતા, હવે તે કંઈ વાત હતી તે જાણવા આગળના ભાગની રાહ જોવી પડશે.

દોસ્તો મારે તો ‘સ્માઇલવાળી છોકરીની શોધમાં. !!!’ એ એક જ આર્ટિકલ લખવાનો હતો પણ જેમ જેમ વાત આગળ વધતી ગયી તેમ તેમ આ આર્ટિકલે સ્ટોરીનું સ્વરૂઓ ધારણ કરી લીધું. હવે જો આગળ વાત થતી રહી તો આ સ્ટોરી આગળ વધતી રહેશે, નહીંતર હું તમને જણાવીને આ સ્ટોરીને ફૂલ સ્ટોપ આપી દઈશ. તમે ખાસ આ સ્ટોરીના રિવ્યુ આપવાનું ચુકતા નહિ હો.

(પર્સનલ ડાયરીમાંથી)

-Mer Mehul