Radha, Dropadi ke pachhi Rukmani books and stories free download online pdf in Gujarati

રાધા, દ્રૌપદી કે પછી રુક્મણિ

Top of Form

Bottom of Form

રાધા, દ્રૌપદી કે પછી રુક્મણિ ?

"ટીના, આજે મળવું જરૂરી છે ? આજે મમ્મી ને તું વાત કર કે હું આજે કહીક પ્રોગ્રામ છે એટલે બહાર હઈશ, મહેરબાની કર મારી પર ",મૈથિલી એની નાની બહેન ને માનવી રહી છે, કેમકે આજે મૈથિલીને જોવા દિલ્હી થી એના પપ્પા ના દોસ્ત અને એનો દીકરો આર્યન આવી રહ્યા છે.

મૈથિલી એવું વિચારી રહી હતી કે આજ સુધી એમને મને જોઈ નથી અને છતાં મને હા પડી દીધી એક વાર તો મળવું હતું, એવું તો શું જોયું કે તરત હા પાડી દીધી, પણ હું મળીશ, પણ હું હજી નાની છું. એટલી શું ઉતાવળ હશે પપ્પા ને ?, ત્યાં જ પાછળ થી ઉર્મિલા બેન આવ્યા, મૈથિલી ના મમ્મી,"બેટા, મને ખબર છે તારે હજુ ભણવું છે પણ એક વાત કહું, આ જ સમય છે, આ જ ઉંમર છે એકમેક ના થઈ જવાની પછી ઉંમર વીતી જશે અને તમે એક બીજા ને સમજી નહિ શકો અને..... તું સમજે છો કે હું તને શું કહેવા ઇચ્છુ છું. ", "હા, મમ્મી ", મૈથિલી એ હકાર માં માથું ધુણાવ્યું.

"ટીના, બેટા નિલેશભાઈ અને આર્યન આવ્યા છે, જરાક પાણી લઇ આવજે ને ", હા મૈથિલી ને જોવા ખાલી પિતા અને પુત્ર જ આવ્યા કેમકે જયારે આર્યન દસ વર્ષ નો હતો અને એની માતા નું બીમારી ના કારણે મૃત્યુ થયેલું, ત્યાર થી લઇ ને નિલેશભાઈ એ જ આર્યન ને માં અને બાપ બને નો પ્રેમ આપ્યો હતો.

હજુ મૈથિલી બહાર નહોતી આવી, કદાચ કહીક મૂંઝવણ કે પછી શરમાઇ રહી હતી, એટલે બંને નો મેળાપ મૈથિલી અને ટીના ના રૂમ માં ગોઠવાયેલો હતો, હજુ મૈથિલી અને એની સહેલી અગાસી માં બેઠી ને મૂંઝવણ વ્યક્ત કરી રહી હતી, ત્યારે આર્યન ને એના રૂમ માં બેસાડ્યો અને ટીના ને મૈથિલી ને બોલવા મોકલી।

"તમે ખાલી જોશો કે બેઠસો પણ ", આ રણકાર વાળા અવાજ થી આર્યન નું ધ્યાન જે ફક્ત મૈથિલી ને રસ ભરી ને માની રહ્યું હતું એ તૂટી ગયું અને સ્વસ્થ થઇ ને બેઠે છે, બને ક્યાંથી વાત શરૂ કરવી એ મૂંઝવણ માં હતા. એટલે મૈથિલી વાત શરૂ કરે છે,"તમે તો મને જોઈ પણ નહોતી, અને છતાં હા પાડી દીધી ? હું કારણ જાણી શકું ?"

આર્યન : " તમારો ફોટો મને આપવા માં આવેલો, તમારા પિતા એ જોઈ ને કંઈક ખોવાય ગયો પાગલ બની ગયો, હા તમારી આંખો તમારા માટે ઘણું કહી રહી હતી, પણ મારું માનવું હતું કે ખાલી રૂપ જોઈ ને તમને નથી હા પાડવી પણ, એની પહેલા પણ એક છોકરી જોય હતી ખુબ જ સુંદર પણ મારા પિતા ને અજાણતા જ મળી તો તોછડાઈ પણું છલકાઈ ગયું, અને જયારે તમારો ફોટો જોયો એ જ દિવસે સાંજે તમને એક અજાણ્યા બાળક જેને એક વડાપાઉં ની ચોરી કર્યાં પછી તરફેણ લીધા પછી તમારું વ્યક્તિત્વ પણ જાણી ગયો અને આજે તમને પણ જાણી ગયો "

મૈથિલી : " મને જાણી ગયા મતલબ ?"

આર્યન : " તમે આવ્યા પહેલા આ એક પુસ્તક હતું, જેમાં ફક્ત કવિતા હતી, મેં વાંચી "

***

"પહેલા જ પેજ પર એક કવિતા હતી "

"પ્રેમ થતા તો થઈ ગયો

વ્હેમ થતા તો થઈ ગયો

કે એનો પ્રેમ મળી ગયો,

***

ક્યાં ખબર હતી દોસ્તો, આ તો દગો થઈ ગયો। ..

પણ ક્યાં હતો એનો વાંક એ તો હતો અનજાણ !!

હું તો ઘેલી જેમ મીરા,

પણ ક્યાં હતી ખબર "મૈથિલી " ને

એ તો કૃષ્ણ થઈ ગયો."

"આ વાંચી ને થયું, તમે કોઈક ને પ્રેમ કરો છો, અને મનોમન વિચારી લીધું. કે તમને હું ના પાડીશ કેમકે હું કોઈ પ્રેમીઓ ની વચ્ચે નહિ આવા માંગતો પણ અધૂરા જીવ થી પેજ ઉલટાવી ને આગળ જોયું પણ વિચાર્યું તમે ફક્ત તમારા પ્રેમી માટે જ લખ્યું હશે, પણ કહીક અલગ જ જોયું "

***

"છે, હવે ગણતરી ના દિવસ,દોસ્ત

આજ છે તું ને કલ હું,

ચાલ ને જીવી લઈએ એ પળ,પાછા એક દિવસ

કોઈ બોલે નામ નો સંબંધ કે આપણ ને મળે નવો સંબંધ

તો ચાલ ને એ પહેલા જીવી લઈએ એ દિવસ

ભૂલી જા તું ને હું, જે થયા મતભેદ, આવ્યો દિવસ જવાનો

એય દોસ્ત ચાલ ને જીવી લઈએ એ દિવસ "

***

" આ વાંચી ને થયું કોઈ દોસ્ત, તમારા થી છુટ્ટુ પડી ગયું હશે એટલે તમે એની યાદ માં આ લખ્યું હશે ત્યારે વિચાર્યું કે ભલે આપડી લગ્ન ના થાય પણ આપડે દોસ્ત બની શકીશું, આગળ વાંચવા ની હવે ઈચ્છા તીવ્ર થવા લાગી,આગળ પેજ ઉલટાવતા જ મારી આંખ માં એક ચમક આવી ગય"

"સ્વપ્ન સુંદર "

"સખી એ પૂછ્યું, કેમ મલકાય છે. કેમ કહું કોઈ ની રાહ છે,

આવશે જાણી મન હરખાય છે

કેવો હશે એ ?

ખબર નથી મને, મન મારુ મુંજાય છે

મળશે તો થશે શું ?

વાગશે દિલ માં ગિટાર, મન મારુ શરમાય છે

થશે ચારે બાજુ વસંતઋતુ હવે મને ઉતાવળ થાય છે

***

નથી જોઈતું રૂપ તારું

નથી જોઈતું ધન તારું

તું આવે ને સમાઇ જાવ તારી બાંહો માં મન એવું થાય છે

આવું તે કેમ કહું સખી ને, કે કેમ એવું થાય છે। "

"આ વાંચી ને થયું તારા કેટલા રૂપ હશે, હવે આપડા લગ્ન થઈ કે નહિ પણ તમને ક્યારે પણ નહિ ભૂલી શકું "

મૈથિલી : "હા,આ બધું મેં જ લખ્યું છે, એ જાણી ને ખુશી થઈ કે જ મને લગ્ન માટે મલવા આવ્યું છે એ મને સમજી શકે છે મારા બોલ્યા વગર જ,"

મૈથિલી :"સ્ત્રી ના 3 રૂપ હોય છે, રાધા, દ્રૌપદી અને રુક્મણિ . રાધા એ જેને ગળાડૂબ પ્રેમ કરે છે એ કાનો,

દ્રૌપદી જેનો સખા છે એ શ્યામા અને રુક્મણિ જેનો એ પતિ છે એ શ્રી કૃષ્ણ.

કોણ કહે છે કે રાધા જ પ્રેમ કરી શકે, ના હું બીજા કોઈ ને પ્રેમ નથી કરતી પણ હું જે કઈ પણ લખું છું મારા વિચારો ને કૃષ્ણ માટે રાખી ને લખું છું,મારુ માનવું કહીક અલગ છે કે રાધા, દ્રૌપદી અને રુક્મણિ એક જ સ્ત્રી માં છે, તમે જો સ્ત્રી નો કાન્હો બની પ્રેમ કરશો તો એ તમારી રાધા છે, તમે એને તમારી બધી વાત એક સખા ની જેમ કરશો તો એ તમારો દ્રૌપદી છે અને તમે એને પતિ ની જેમ વર્તશો તો તમારી એ રુક્મણિ છે, "

ત્યાંજ બહાર થી દરવાજા પાર ટકોરા ના આવજ આવ્યા એટલે મૈથિલી વાત ને ત્યાંજ પૂર્ણવિરામ આપી બહાર જવા લાગી, પણ આર્યન એ કહ્યું "ખાલી 5 મિનિટ મારી વાત સાંભળશો ?"

મૈથિલી એની તરફ મોં કરાવ્યા વગર જ એની જગ્યા એ ઉભી રહી ગઈ, આર્યન એની સામે આવી ને એના ગોઠણ પર બેસી ને કહ્યું," હું તારો કાન્હો, સખા અને કૃષ્ણ બનવા માંગુ છું, શું તું મારી રાધા,દ્રૌપદી અને રુક્મણિ બનીશ ?" મૈથિલી ખાલી હસી ને જાણે રુક્મણિ બની રાધા ને દ્રૌપદી પામવા હકાર ભણી હોય એમ જતી રહી

અને એ જ રાતે પાછું મૈથિલી કંઈક લખવા બેસી જાય છે। ...

  • વૈભવી જાની "બરખા"