મારો 24 કેરેટ સોના જેવો શુદ્ધ પ્રેમ......
તારીખ 4 માર્ચ 2016...હું વિચારું ત્યાં સુધી લગભગ આજ તારીખે એને મારી મિત્રતા ને સ્વીકારી હતી.મારા મનમાં ઉદભવતા તમામ પ્રશ્નો ના જવાબ હતા એની પાસે મારી તમામ લાગણીઓને ઠાલવાવાનું ઠેકાણું હતું એ.
એના મનમાં શુ ચાલી રહ્યું છે એ કદાચ ત્યારે તો હું ના જ કહી શકતો હોવ પણ એને જોય ને મને હંમેશ ને માટે પ્રેમ ની જ લાગણી ઉદ્ભવતી..
હા. તને મેળવવા માટે ખુદ ને ખોવા નું યાદ છે.........!
હજીય મને એ તને પહેલી વખત જોયાનું યાદ છે........!
દરરોજ વહેલી સવારે ઉઠીને એક જ કામ કરવાનું મારા ઘર ની કાચવાળી બારી માથી એને પ્રેમ ની નજર થી જોવાનું...
આંખો થી જોઇ ને છેક હૃદય ના ઊંડાણ સુધી લઈ જવાનું..ને મનો મન એ મારી સાથે જ છે એવો અનુભવ કરી ને મન માં ને મનમાં મલકવું...એને જોયા બાદ હવે બસ મારી પાસે એક જ કામ રઈ ગયું હતું કે કઈ રીતે એની સામે મારા પ્રેમ નો પ્રસ્તાવ મુકવો..?
આ માટે મારા થી બનતા બધા જ પ્રયત્નો કરતો..પણ છેવટે હું નિષ્ફળ જ જતો..
પરંતુ મારા પ્રેમ માં કદાચ નિષ્ફળતા કરતા વધારે તાકાત હશે એટલે છેલ્લે નિષ્ફળતા ને પણ જુકવું જ પડ્યું. અંતે મારા ભાઈ સમાન મિત્ર એ મને એની સાથે ઓળખાણ કરાવી આપી.અહીંથી જ મારી જિંદગી નો એક અહમ કિસ્સો શરૂ થયો ને મને જિંદગી શુ છે એની અનુભૂતિ થઈ.
શરૂઆત માં તો હું એજ મૂંઝવણ માં હતો કે મારા તરફ ની વાતચીત ની શરૂઆત ક્યાંથી કરું...! બહું વિચાર કર્યા બાદ મેં કેમ છો? નો મેસેજ મોકલ્યો.અને અમારા વચ્ચે ની વાતચીત ની શરૂઆત થઈ. પછી ધીરે ધીરે અમારા વચ્ચે નો સંવાદ વધતો ગયો ને વાતચીત થતી ગઈ મને એની તરફ નું આકર્ષણ વધતું ગયું....
ધીરે ધીરે અમારી બંને વચ્ચે ના સબંધો ગાઢ થવા લાગ્યા ...હું તો હંમેશા થી જ એને મારા પેલા પ્રેમ તરીકે જ માનતો પરંતુ એ મને એનો ખુબ સારો મિત્ર માનતી..કે જેની સાથે અને સામે એ વિના સંકોચે બધી વાતો ને બધા પ્રોબ્લેમ્સ ને ઠાલવી શકતી..આવી જ રીતે 2 થી 3 મહિના જેવો સમય વીતી ગયો ને મારી અંદર નો પ્રેમ પણ ખૂબ જ વધી ગયો..
આટલા સમય ની અંદર અમે બંને માત્ર ફોન કોલ્સ કે મેસેજ ની અંદર જ વાતો કરતા પણ મને એવું લાગ્યું કે હવે એક મુલાકાત પણ થવી જોઈએ..તો ઘણા બધા ગૂંચવતા સવાલો ની વચ્ચે મેં અમારી પેલી મુલાકાત ની વાત એની સમક્ષ રજૂ કરી... ઘણો બધો વિચાર કરી એને મને હાં પાડી.પછી અમે લોકો એકસાથે એક જગ્યાએ મુલાકાત માટે ગયા. આટલી નજીક થી ને આવી રીતે એને મેં પેહલી વાર જોઈ..એની માસૂમિયત ને બાળક ની જેમ જ ખુશ મિજાજ જોઈ ને હું મારા અંદર ને અંદર જ ખુશ થતો..પછી તો એની એક ઝલક જોવા માટે જમીન આસમાન એક કરી દેતો.એને મળવાનો એક પણ મોકો કે તક હાથમાંથી ન જવા દેતો.
આમ ને આમ વધુ 1 થી 2 મહિના જતા રહ્યા પણ હું તો હજુ ત્યાં ને ત્યાં જ અટકી પડેલો કે કેવી રીતે મારા પ્રેમ ની રજૂઆત કરું..? આ વિશે મારા મનમાં ઘણા બધા વિચારો ઉદ્ભવ્યા કે ક્યાંક આ પ્રેમ ના ચક્કર માં હું એને ખોય ના બેસું...એનાથી દૂર ના થઇ જાવ...પણ આ બધા થી દુર જઈને મેં એક ચોક્કસ નિર્ણય લીધો ને એની સામે મારા પ્રેમ ની રજુઆત કરી...ઘણાં બધા મૂંઝવતા સવાલો ને નર્વસ ફીલિંગ્સ સાથે હું એના તરફ ના જવાબ ની રાહ જોતો રહ્યો..ને મંનમાં તો એને ખોવાનો ડર જ ફરતો હતો...છેવટે એનો જવાબ આવ્યો કે "ના" હું આ નય કરી શકું કેમ કે એને પણ મને ખોવાનો ડર હતો..એ એવું માનતી હતી કે મિત્રતા હંમેશ ને માટે હોઇ છે અને આ પ્રેમ માં તો તૂટી જવાનો ભય...મેં ઘણા બધા પ્રયત્નો કર્યા એને આ વાત માટે માની જવા માટે પરંતુ એ કોઈ પણ સંજોગે મને ખોવા નતી માંગતી એટલે કદાચ આ વાત થી સહમત ના જ થઈ ...
પરંતુ હું પણ મારી જીદ પકડી ને જ બેઠો હતો કે ના તું મને અપનાવી લે અપનાવી લે અને અપનાવી જ લે .....આ બાબતે ઘણી વાર અમારી વચ્ચે નાની નાની તકરાર થતી પરંતુ પછી બધું ઠીક પણ થઇ જતું.. છેલ્લે અમે બંને એ એકબીજા ને સ્વીકારી લીધા ને અહીંથી શરૂ થઈ અમારી દો દિલ એક જાન ની કહાની....
અહીંથી મને ને એને જિંદગીના કેટલા અહમ નિર્ણયો,જવબદારીઓ,સબંધ કઇ રીતે ચલાવવો એની ખબર પડી...પ્રેમ ની રજૂઆત કરવી ખૂબ જ સહેલી છે પણ એને એવી જ ગતિ ને સ્થિતિ માં છેક સુધી ચલાવવો એ ખૂબ જ કઠિન છે...એ અમે બંને ત્યારે ખૂબ જ સરખી રીતે સમજી ગયા હતા...
પછી તો શું બને લાગી પડ્યા એકબીજાને ખુશ રાખવા એક બીજાની કાળજી રાખવા અમારા પ્રેમ માં એટલા મશગુલ થઈ ગયા હોઈએ કે દુનિયા ની ચિંતા જ ના હોય....
આટલી સરસ રીતે ચાલતી અમારી જિંદગી ને કોઈની નજર ના લાગે એવી પ્રાર્થના થી અમે આગળ ચાલતા રહ્યા...ઘણી બધી મુલાકતો ઘણા બધા ઉતાર ચઢાવ ની વચ્ચે અમે એકબીજા ને સમજીને આગળ ને આગળ ચાલતા જ રહ્યા....
અંતે જેનો ડર હતો એજ થયું અમારા આ 24 કેરેટ શુદ્ધ સોના જેવા પ્રેમ ને કોઈ ની નજર લાગી ગઈ ..પછી તો વાત વાતમાં ઝઘડા,શંકા ને નફરતે અમારી જીંદગી માં પ્રવેશ લઇ લીધો.. હવે આ બધાને દૂર કરવા કદાચ મળવું પડે એકાંત માં એકબીજાને સમજી ને બધું ઠીક કરવું પડે...આ વાત ને મેં એને ખૂબ જ સમજાવી પરંતુ એ કંઈક અલગ જ વિચારતી હશે..એ પણ અમારા ભલા માટે જ વિચારતી હશે..
વાવી ને ભુલી જવાથી તો છોડ પણ સુકાઈ જાય છે,
સંબધો સાચવવા હોય તો મુલાકાતો જરુરી છે..!
આ વાત એ ના સમજી શકી...ખેર જે થયું એ પરંતુ આટલો પ્રેમ મને હજુ સુધી કોઈએ નથી કર્યો ને કોઇ કરી પણ ની શકે...
અત્યારે અમારી આ ઝરણાં જેવી વહેતી જિંદગી માં કોઈ ડેમ વચ્ચે આવી ગયો છે ..પરંતુ મને વીશ્વાસ છે મારા પ્રેમ પર કે એ જરૂર પાછો આવશે...
તું ક્યારેક તારી પાસે જો સમય હોય તો મારી અંદર ઉતરી ને જોજે હું હજુ પણ તને જ પ્રેમ કરું છું....
તમારા અમૂલ્ય અભિપ્રાય નો આભારી....
- સિદ્ધાર્થ કે. છોડવડીયા.