From tea sales to Prime Minister's trip books and stories free download online pdf in Gujarati

ચા વેચવાથી વડાપ્રધાન સુધીની સફર - નરેન્દ્ર મોદી નં 1 લીડર

              


ભારતના સૌથી પહેલા એવા વડાપ્રધાન છે જે આઝાદી પછી જન્મ્યા છે


પુરૂ નામ      : નરેન્દ્ર દામોદરદાસ મોદી

જન્મ         : 17 મી સપ્ટેમ્બર 1950

                ( વડનગર ) જિ , મહેસાણા


નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો. મહેસાણાથી ૩૪ કીમી દૂર વડનગર ખાતે થયો હતો. તે દામોદરદાસ મોદી અને તેમના પત્ની હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન છે.નરેન્દ્ર મોદીએ શાળાકીય અભ્યાસ વડનગરમાં પૂર્ણ કરેલો છે. તે શાળા દરમિયાન પછી ટાઇમ ફી હોય ત્યારે તેઓ વડનગરની રેલ્વે સ્ટેશન પર કિશોરાવસ્થામાં તેમના ભાઈ સાથે ચા ની લારી ચલાવતા હતા. તે નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. જે તે સમયે ભારતનાં મુંબઇ રાજ્યમાં આવતું હતુ. ૧૯૬૭માં તેમણે ગુજરાતમાં રેલ પ્રભાવિત લોકોની સેવા કરી હતી. યુવાન વયે જ તેઓ અખિલ ભારતીય વિધાર્થી પરિષદ સાથે જોડાઈ ગયા હતા.યુવાનાવસ્થામાં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંસ્થામાં એક વિદ્યાર્થી તરીકે જોડાયા અને ભ્રષ્ટાચાર વિરોધી "નવનિર્માણ અંદોલન"માં સક્રિય ભાગ ભજવ્યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સંપૂર્ણ સમયના કાર્યકર તરીકે જોડાયા.તેઓ ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજયશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક થયા હતા. મોદી તેમના યુનિવર્સિટીના વર્ષ દરમ્યાન આરએસએસના એક પ્રચારક તરીકે હતા .તે એક સારા લેખક તરીકે પણ જાણીતા છે, તેમના લખાયેલા ઘણા પુસ્તકો પ્રસિદ્ધ પણ થયા છે.


પ્રારંભિક પ્રવૃતિઓ અને રાજકારણ


આરએસએસ સાથેના તેમના કાર્યકાળ દરમિયાન, મોદીએ ૧૯૭૪ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને ૧૯ મહિનાની (જૂન ૧૯૭૫ થી જાન્યુઆરી ૧૯૭૭) લાંબી 'કટોકટી' સહિત અનેક મહત્વપૂર્ણ અને કપરા પ્રસંગો પર ભૂમિકા ભજવી હતી. કટોકટી વખતે જ તેમણે ‘ સંઘર્ષ ગુજરાત ‘ નામનું પુસ્તક લખ્યું હતું. તેમણે ૧૯૮૭માં ભાજપમાં જોડાયા અને તેના દ્વારા રાજકારણના મુખ્ય પ્રવાહમાં દાખલ થયા. માત્ર એક વર્ષમાં તેમની ગુજરાત એકમના જનરલ સેક્રેટરી સ્તર પર તેમની વરણી કરવામાં આવી હતી. તેમણે શંકરસિંહ વાઘેલા સાથે ભાગીદારીમાં ગુજરાતમાં ભાજપને મજબૂત  બનાવવા પ્રયત્નો કર્યા.પ્રારંભિક ગાળામાં, શંકરસિંહ વાઘેલા એક સમૂહ નેતા તરીકે જોવામાં આવ્યા હતા, જ્યારે મોદીને એક કુશળ નીતિનીયામક તરીકે જોવામાં આવ્યા હતા.
ત્યારબાદ પક્ષે રાજકીય કક્ષાએ ગતિ મેળવવાની શરૂ થઇ અને એપ્રિલ ૧૯૯૦ ના કેન્દ્રમાં ગઠબંધનવાળી સરકારની રચના કરી હતી. આ ભાગીદારી થોડા મહિના સુધી નિમિત્ત હતી, પરંતુ ભાજપ ગુજરાત માં બે તૃતીયાંશ બહુમતી સાથે ૧૯૯૫ માં સત્તા પર આવી હતી.આ સમયગાળામાં મોદીએ "સોમનાથ થી અયોધ્યાની રથયાત્રા" (એક રૂપાંતરિત ટોયોટા વાન પર ભારત દ્વારા રાજકીય રેલીમાં) અને "કન્યાકુમારી થી કાશ્મીર" (ભારતના દક્ષિણનો ભાગ)ની કુચ જેવા નિર્ણાયક રાષ્ટ્રીય પ્રસંગોની જવાબદારી ઉપાડી હતી.
શંકરસિંહ વાધેલાની ભાજપમાંથી બાદબાકી થયા બાદ કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુકત થયા અને નરેન્દ્ર મોદીએ પક્ષ જનરલ સેક્રેટરી તરીકે દિલ્હી મોકલવામાં આવ્યા હતા.૧૯૯૮માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે તેમની પસંદગી કરી હતી. ઇ.સ. ૨૦૦૧ના વર્ષમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યા બાદ તેઓ ૭ ઓક્ટોબર ૨૦૦૧ના દિવસે મુખ્યમંત્રી બન્યા હતા. ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ નાં રોજ હિંદુ યાત્રાળુઓ અને ધાર્મિક કારીગરો પવિત્ર શહેર અયોધ્યાથી પરત ફરી રહ્યા હતા ત્યારે ગોધરામાં થયેલા કોમી રમખાણમાં લગભગ ૫૯ લોકોના સ્થળ પર જ મૃત્યુ થયા. સ્થાનિક મુસ્લિમ નેતાઓએ ટ્રેનને બાળી હોવાનો આક્ષેપ છે. માનવ અધિકાર જૂથો અને એનજીઓ દ્વારા કરાયેલા અભ્યાસમાં આ આંકડો લગભગ ૨૦૦૦ ને પાર છે. સત્તાવાર આંકડા પ્રમાણે ૭૯૦ મુસ્લિમો અને ૨૫૪ હિંદુઓ ની હત્યા કરવામાં આવી હતી, ૨૨૩ લોકોના ગુમ થયાનો અહેવાલ હતો અને ૨,૫૦૦ ઘાયલ થયા હતા. હુલ્લડનું કારણ ગોધરા ટ્રેન રમખાણ માનવામાં આવે છે જેમાં લગભગ ૫૩ હિંદુ કાર સેવકોને કથિત મુસ્લિમ જૂથ દ્વારા જીવંત બાળવામાં આવેલા. મોદી વહીવટ પર રમખાણોનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેમને શંકાસ્પદ ઠેરવવામાં આવ્યા હતા. ગોધરા હત્યાકાંડ માટે વ્યાપક પ્રતિક્રિયા આપવામાં, ભારતીય લશ્કર અને રાજ્ય પોલીસની સંયુક્ત તાકાત પણ અપૂરતી સાબિત થઇ છે આ વાતની પુષ્ટિ ૧ માર્ચ ના રોજ મીડિયા અહેવાલો દ્વારા કરવામાં આવી હતી . ૨૦૦૪ માં રેલ્વે પ્રધાન લાલુ પ્રસાદ યાદવ દ્વારા સ્થપાયેલી બેનર્જી સમિતિએ ૨૦૦૬ નાં અહેવાલમાં જણાવ્યું કે ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ નાં રોજ સાબરમતી એક્સપ્રેસના એસ-૬ કોચ માં જે આગ લાગી તેનું કારણ તેમાં ખોરાક રાંધતા લોકો હતા અને તે બનાવમાં કોઈ પ્રકારની મુસ્લિમ સંડોવણી ન હતી. ત્યાર બાદ ગુજરાત હાઈ કોર્ટ દ્વારા બેનરજી સમિતિ ગેરકાયદેસર જાહેર કરવામાં આવી હતી. પછી નાણાવટી સમિતિએ આ ઘટના ને 'પૂર્વ આયોજિત કાવતરું' કહ્યું અને નરેન્દ્ર મોદી ને ક્લીન ચીટ આપી.સુપ્રિમ કોર્ટે રચેલી સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ)એ ૨૦૦૨માં થયેલા કોમી રમખાણોમાં પોતાની બંધારણીય ફરજોને આધિન રહીને આ તોફાનો ડામવામાં નિષ્કાળજી દાખવી હોવાના આરોપોમાંથી તેમને ડિસેમ્બર ૨૦૧૦માં મુક્ત કર્યા.


વિવાદ


તોફાનોનાં એક પ્રત્યાઘાતો તરીકે, મોદી મુખ્યમંત્રી તરીકે તેમનાં સ્થાનમાંથી રાજીનામું આપે તેવી માગણી હતી. વિરોધ પક્ષો દ્વારા આ મુદ્દે રાષ્ટ્રીય સંસદ સ્થગિત કરવામાં આવી હતી, પણ દ્રવિડ મુનેત્ર (ડીએમકે) કઝગમ અને તેલુગુ દેસમ પાર્ટી (ટીડીપી), આ મુદ્દે ભાજપનાં સાથી હતાં. મોદીને રાજીનામું માટે પૂછવામાં મોદીએ ગવર્નરને રાજીનામું સુપરત કર્યું અને ૧૦ મી ગુજરાત વિધાનસભાનાં વિસર્જનની ભલામણ કરી હતી. મોદીના નેતૃત્વ હેઠળ ભાજપે ૨૦૦૭ની વિધાનસભાની ચૂંટણીમા ૧૮૨માંથી ૧૨૭ બેઠકો જીતી લેતા ગુજરાતમાં તેમની સત્તા કાયમ રહી હતી.


અમેરિકા મોદી માટે વિઝા નકાર્યા હતા. જેના માટે તેમણે ધાર્મિક સ્વતંત્રતા આંતરરાષ્ટ્રીય ૧૯૯૮ ધાર્મિક ફ્રિડમ એક્ટ હેઠળ ઉલ્લંઘન માટે જવાબદારી માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતો.


એપ્રિલ ૨૦૦૯ માં, ભારતની સુપ્રિમ કોર્ટે કથિત મુસ્લિમ વિરોધી મોદીની ભૂમિકામાં સંશોધનો માટે એક ખાસ ટીમ નિમણૂક કરી. આ ટીમનું ગઠન જાકિયા જાફરી, ભૂતપૂર્વ-કોંગ્રેસ એમપી એહસાન જાફરીની વિધવા ની ફરિયાદના આધારે કરવામાં આવી હતી, એહસાન જાફરીની હુલ્લડોમાં હત્યા કરવામાં આવી હતી.


રાજકીય કારકિર્દી


દેશ ના વડાપ્રધાન તરીકે ઉભરી રહેલા નરેન્‍દ્ર મોદી ઘણા વર્ષો સુધી રાષ્‍ટ્રીય સ્‍વયંસેવકસંઘના પ્રચારક રહ્યા હતા. તેમણે ગુજરાત યુનિર્વસિટીમાંથી રાજકીય શાખાની માસ્‍ટર ડિગ્રી મેળવી હતી. ત્‍યારબાદ તેમણે રાજનીતિમાં ઝંપલાવ્‍યું હતુ.
૧૯૯૪માં ગુજરાત વિધાનસભામાં ભાજપની જીતમાં મોદીની રણનીતિ સફળ રહી.

૧૯૯૪માં મોદીને પક્ષના રાષ્‍ટ્રીય સચિવ બનાવાયા.

૧૯૯૮માં પક્ષના મહાસચિવ બનાવાયા.

ઓક્‍ટોબર ૨૦૦૧માં મોદીના સમયમાં થયેલો ગોધરાકાંડ.
ગોધરાકાંડ બાદ ભારે દબાણમાં આવી ગયા બાદ મોદીએ મુખ્‍યમંત્રી પદ પરથી રાજીનામુ આપ્‍યુ અને ફરીથી ચૂંટણી યોજાઈ.

વર્ષ ૨૦૦૨માં વિધાનસભાની ૧૮૨ સીટોમાંથી ૧૨૭ સીટો મેળવીને ભાજપને જંગી બહુમતિથી વિજય અપાવ્‍યો.

૨૦૦૪માં અમેરિકાએ મોદીના ગોધરાકાંડની સંડોવણી બદલ વીઝા આપવાનો ઇન્‍કાર કરી દેવામાં આવ્‍યો હતો.

વર્ષ ૨૦૦૬ જુલાઈમાં મોદીએ વડાપ્રધાન મનમોહનસિંહ પર આતંકવાદ તરફ કુણુ વલણ અપનાવવા બદલ જોરદાર ટીકા કરી હતી.

૨૦૦૭માં બીજી વખત જંગી બહુમતિ મેળવીને મુખ્‍યમંત્રી તરીકે નિયુક્‍ત થયા હતા.

૨૦૧૧ના અંતમાં અને ૨૦૧૨ની શરૂઆતમાં મુસલમાનોને પોતાની તરફ ખેચવા માટે સદ્‌ભાવના મિશન જેવા અભિયાનો હાથ ધરીને ઉપવાસ કર્યા હતા જેની દેશભરમાં નોંધ લેવાઈ હતી.

૨૪ ઓગસ્‍ટ ૨૦૧૧ના રોજ લોકાયુક્‍તની નિયુક્‍તિના મુદ્દે મોદી સરકાર અને રાજ્‍યના રાજ્‍યપાલ વચ્‍ચે મતભેદો ઉભા થયા હતા.

વર્ષ ૨૦૧૨માં ગુજરાતમાં મોદીના નેતળત્‍વ હેઠળ ત્રીજી વખત વિધાનસભાની ચૂંટણી જીતીને સતત ત્રીજી વખત મુખ્‍યમંત્રી તરીકે નિયુક્‍ત થયા છે.

માર્ચ ૨૦૧૩માં ભાજપના સંસદીય બોર્ડના મુખ્‍ય સભ્‍ય તરીકે નિમણૂંક કરાઈ હતી.

જૂન ૨૦૧૩માં ગોવામાં ભાજપના ચૂંટણી પ્રચાર સમિતિના અધ્‍યક્ષ પદે નિયુક્‍ત કરાયા હતા આવી બઢતી આપવાના વિરોધમાં જનતા દળ (યુનાઈટેડ) પાર્ટીએ ભાજપ સાથેની ૧૭ વર્ષ જૂની દોસ્તી તોડી નાખી.

૧૩ સપ્ટેંબર ૨૦૧૩ – ભાજપ અને એનડીએના વડા પ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરાયા.

૨૬, મે- ૨૦૧૪ – ભારતના વડાપ્રધાન પદે શપથ


આર્થિક નીતિ


મોદીએ ૧૦૦૦ અને ૫૦૦ની ચલણી નોટો ૯ નવેમ્બર ૨૦૧૬ના રોજ ભ્રષ્ટાચાર, કાળાં નાણાં અને નકલી ચલણી નોટો અને ત્રાસવાદને નાથવા માટે પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી નોટબંધી દરમિયાન માણસો ધણી બધી તફલીકો પડી છતા પણ ભારતના લોકો મોદીનો સાથ આપ્યો.


સર્જિકલ સ્ટ્રાઇક


સપ્ટેમ્બર 2016 માં આતંકવાદીઓ દ્રારા ઉરીમાં હુમલા કરવામાં આવ્યો તેમાં મોદી પોતાની રાજકીય ઇચ્છાશકિતથી સૈના જવાનો ખુલ્લી છુટ આપી અને સેના જવાનો પીઓકેમાં જઇને આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યો સર્જિકલ સ્ટ્રાઇક ભારત આખી દુનિયા પોતાની તાકાતનો પરિચય કરાવ્યો.


નરેન્દ્ર મોદી વિશ્વના લીડર બની ગયા છે વિશ્વમાં જયાં પણ જાય ત્યાં લોકો મોદી મોદી નારા લગાવતા હોય છે મોદીની લોકપ્રિયતા ખુબ વધી રહી છે.