KING - POWER OF EMPIRE in Gujarati Fiction Stories by A K books and stories PDF | KING - POWER OF EMPIRE

KING - POWER OF EMPIRE

“અંત જ આરંભ છે” બસ આ એક વાકયે જ એક નાનકડા દસ વર્ષ ના બાળક ની જીંદગી બદલી નાખી હતી.સુરત શહેર થી થોડેક દૂર એક વિશાળ ફેક્ટરી આગ ની જવાળાઆો મા લપેટાઈ ગઈ હતી એ એટલી ભીષણ આગ હતી કે દૂર થી પણ કોઈ પણ વ્યક્તિ ની નજરે આવે છતાં પણ ફાયરબ્રિગેડ એ ઘટનાસ્થળે ન હતી જો કોઈ હતું તો એ માત્ર દસ વર્ષ નો એક બાળક, તે આ આગ ના દૈત્ય ને જોઈ રહયો હતો જે પોતાની અંદર આ વિશાળ ફેક્ટરી ની લપેટી રહયો હતો એ બાળક ની આંખો મા આંસુ હતા પણ તેનું રુદન સાંભળવા ત્યાં કોઈ પણ ન હતું. બસ એ બાળક ના મન મા તે સમયે માત્ર એક જ વાકય ચાલી રહ્યું હતું અને એ હતું “અંત જ આરંભ છે” જયાં સુધી તે આગ શાંત ના પડી ત્યાં સુધી તે બાળક ત્યાં બેસી રહયું અને આગ શમી ગયા ત્યારે તેણે ત્યાં જઇને એક મૂઢી મા ત્યાં ની રાખ લીધી અને પોતાની પાસે રહેલા કપડાં મા નાખી ને તેને પોતાની પાસે રાખી ત્યાં જ બે સૂટ પહેરાલા વ્યક્તિ ત્યાં આવ્યા અને તે બાળક તેની સાથે ત્યાં થી જતો રહ્યો.

(આઠ વર્ષ પછી )

એક યુવાન દેખાતો છોકરો રીક્ષા માંથી નીચે ઉતરે છે અને રીક્ષા વાળા ને પૈસા આપીને તે એક દરવાજા તરફ જોઈ છે અને એ હતો મુંબઈ ની નામચીન પ્રાઈવેટ એગ્રીકલ્ચર યુનિવર્સિટી  K.K.P. UNIVERSITY (કાનજીભાઈ કરસનભાઈ પટેલ યુનિવર્સિટી) નામ થોડું ઓફવડૅ હતું પણ તેની નામના ખૂબ હતી, આ યુવાન છોકરો તે બોર્ડ તરફ જોઈ રહયો હતો, વ્હાઈટ લાંબી સ્લીવ નું ટી-શર્ટ અને બનેં સ્લીવ ઉપર ચડાવેલી હાથ માં ચાંદી મા મઢેલ રુદ્રાક્ષ નું બેસ્લેટ, બ્લૂ જીન્સ અને એક બ્લેક બેગ સાથે તે યુનિવર્સિટી ના દરવાજે ઉભો હતો. તેના ચહેરા પર એક તેજ હતો, ગોરો વણૅ, કોઈ નું પણ ધ્યાન ખેંચી લે તેવો ચહેરો,  પાંચ ફૂટ ને આઠ ઈંચ નું કદ અને તેના વાળ તો એકદમ પ્લાસ્ટિક જેવા લાગે એકદમ સાદી રીતે પણ આેળો ને તો પણ બહુ સ્ટાઈલીશ લાગે.
અને આ હતો અઠાર વષૅનો નવયુવાન “શૌર્ય ”

શૌર્ય એક અનાથ હતો તેની આગળ પાછળ કોઈ ન હતું, K.K.P. UNIVERSITY મા પ્રવેશ લેવો તેનું સ્વપન હતું પણ કેટલાય લોકો એ જે ફિલ્ડ નું નામ પણ ના સાંભળ્યું હોય એવી ફિલ્ડ મા તેણે એ પ્રવેશ લીધો અને એ હતું એગ્રીકલ્ચર. આમ તો આવી પ્રાઈવેટ કોલેજ ની ફી તેને પોસાય તેમ ન હતી પરંતુ K.K.P. UNIVERSITY દર વર્ષે એક સીટ આપે છે જેમા એડમિશન માટે અલગ થી પરીક્ષા આપી ને એડમિશન મળે છે અને તે વ્યક્તિ નો બધો ખર્ચ યુનિવર્સિટી આપે છે. અને શૌર્ય એ પણ આ સીટ પર જ પ્રવેશ મેળવ્યો હતો. તે યુનિવર્સિટી મા પ્રવેશ્યો પહેલાં તો તેને કંઈ સમજાયું નહીં કારણ કે કેમ્પસ ખૂબ વિશાળ હતું કંઈ બાજુ જવું તેને સમજાતું ન હતું ત્યાં એક કાકા છોડ ની માવજત કરી રહ્યાં હતા તેણે તેને પૂછ્યું અને તે પોતાની કૉલેજ તરફ ગયો કૉલેજ જઈ તેણે પોતાનું એડમિશન પાકું કરાવ્યું. 

તે કૉલેજ ના મેઈન ગેટ તરફ થી બહાર નીકળ્યો અને ત્યાં નું દૃશ્ય જોઈ ને તે ચકિત થઈ ગયો કારણ કે કેટલાક છોકરાઓ એકબીજા ના કાન પકડી ને ઉઠક-બેઠક કરી રહ્યાં હતા. હવે કહેવાની જરૂર તો નહીં જ પડે કે ત્યાં રેંગિગ થતું હતું. પણ શૌર્ય ને આ જોઈ ને આશ્ચર્ય થયું કારણ કે જાય સુધી તેણે સાંભળ્યું હતું ત્યાં સુધી K.K.P. UNIVERSITY મા રેંગિગ થતું ન હતું, તેણે ત્યાં ઉભેલા એક છોકરા ને પૂછયું ત્યારે તેને વધારે આશ્ચર્ય થયું કારણ કે રેગિંગ ત્યાં પહેલી વાર થતું હતું અને એ પણ નવાં સ્ટુડન્ટ નું નહીં પણ તેના સિનિયર નું અને રેગિંગ નવાં સ્ટુડન્ટ કરી રહ્યાં હતા. 

આ જ સમયે શૌર્ય ની નજર ત્યાં સામે ઓડી કાર ના બોનેટ પર બેઠેલી છોકરી પર પડી, તેની એકબાજુ થોડીક છોકરીઓ અને એક બાજુ થોડાંક છોકરા ઉભાં હતા. તે એવી રીતે બેઠી હતી જાણે કોઈ રાજકુમારી હોય, લાઈટ ગુલાબી કલરની ટી-શર્ટ , બ્લુ જીન્સ, જાણે કોઈ સ્વગૅ ની અપ્સરા હોય તેવું તેનું વણૅ ને હાથ માં આછાં ગુલાબી અને સિલ્વર કલર નું બેસ્લેટ ને એ બેસ્લેટ મા હાટૅ સેપ નો એક ક્રિસ્ટલ હતો જેના પર સૂરજ ના કિરણ પડતાં તે ઝળહળતો હતો,  તેના ખુલ્લા વાળ હવામાં લેહરાય રહ્યાં હતાં ને કેટલાંક વાળ તેનાં રૂ જેવા ગાલ ને ચૂમવા આગળ આવી રહ્યાં હતાં અને તે તેને હાથ થી પાછળ કરી રહી હતી બસ આ દૃશ્ય જોઈ ને કોઈ પણ ઘાયલ થઈ જાય પણ શૌર્ય પર આની કંઈ અસર ન હતી.

શૌર્ય માત્ર એ જ વિચારતો હતો કે આ છોકરી છે કોણ?  જેણે કૉલેજ મા રેગિંગ પર પ્રતિબંધ હોવા છતાં પણ રેગિંગ કરી અને એ પણ તેનાં સિનિયર નું કારણ કે એ છોકરી હજી પહેલા વર્ષ મા એડમિશન લીધું હતું. એક છોકરાએ તેની વાત માનવાથી ઈનકાર કર્યો અને પેલી છોકરી એ બધાં ની સામે તેને લાફો માયૉ અને તેની બાજુમાં ઉભેલા છોકરાઓ એ પેલાં ની ખૂબ માર માર્યો.શૌયૅ થી આ બધું સહન ના થયું અને તે આગળ તેને રોકવા જતો હતો ત્યાં જ કોઈક એ તેનો હાથ પકડીને તેને પાછળ ખેંચયો, શૌર્ય એ તે તરફ જોયું તો એક સાવ પાતળો ફોમૅલ કપડાં પહેરેલા આંખો પર મોટા ગોળ ચશ્માં તેને જોઈ ને કોઈ પણ કહી દે કે એ બહુ પઢાકું હશે,  તેણે શૌર્ય ને આમ કરતાં અટકાવ્યો. તેને જોઈ ને શૌર્ય કંઈ બોલ્યો નહીં, તેણે સામે થી ચાલી ને પોતાનો પરિચય આપ્યો એ હતો ‘જયેશ ’ ત્યારબાદ શૌર્ય એ પણ પોતાનો પરિચય આપ્યો. શૌર્ય એ તેને કહ્યું, “શા માટે તું મને અટકાવે છે?  અહીં રેગિંગ કરવાની મનાઈ છે ને? ” જયેશ તેને જે કહ્યું તે પછી શૌર્ય ગુસ્સાભરી નજરે તે છોકરી ને જોવા લાગ્યો.

એવું તો શું કહ્યું જયેશ એ કે શૌર્ય ને ગુસ્સો આવ્યો, શું શૌર્ય તેને રેગિંગ કરતાં અટકાવશે કે પછી તે પણ બધાં ની જેમ જોતો જ રહેશે અને શૌર્ય ધારે તો તે કોઈ પણ ફીલ્ડ મા એડમિશન લઇ શકત કારણ કે તે હોશિયાર હતો છતાં પણ તેણે એગ્રીકલ્ચર જ શા માટે પસંદ કરી ? , આ બધાં ના જવાબો મળશે તમને આવતાં ભાગ માં તો ત્યાં સુધી વાંચતા રહ્યો, “ KING - POWER OF EMPIRE ”







Rate & Review

Yogesh Raval

Yogesh Raval 11 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 years ago

Keval

Keval 2 years ago

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 2 years ago

ashit mehta

ashit mehta 2 years ago

Share