Hum tumhare hain sanam - 17 books and stories free download online pdf in Gujarati

હમ તુમ્હારે હૈ સનમ - 17

હમ તુમ્હારે હૈ સનમ

(ભાગ-૧૭)

સુલેમાન ઘરે આવે છે. રુખશાના એને વાત કરે છે કે આજે જ નિકાહ છે આપણી દીકરીનો અને સુલેમાન ને કહે છે કે એ મૌલવી સાબ ને તૈયાર કરે.

"હા , પણ આયત હા પાડશે?"

"એ હા પાડશે જ મારી પાસે છે એનો રસ્તો..."

અહીં જેતપુર થી અરમાન મોઢે બોકાનું બાંધી ને બાઇક લઈને નીકળે છે. સુલેમાન મૌલાના પાસે જાય છે.

"મૌલવી સાબ આજે મારી દીકરી નો નિકાહ પઢાવવાનો છે..."

"કોની સાથે?"

"લિયાક્ત સાથે..."

"હું આ કામ નહીં કરી શકું..."

"પણ કેમ મૌલવી સાબ?"

"જે કામ કરતા શરમ આવે એ ના કરવું જોઈએ..."

"પણ આમાં શરમ સેની... ?"

"છોકરી ની મરજી વગર નિકાહ ના થાય..."

"તમને કોણે કહ્યું મરજી નથી? મારી બેટી છે મને ખબર હોય કે તમને..."

"સુલેમાન હું એ છોકરી ને કુરાન પઢાવું છું. એની મરજી ના મરજી જાણવાનો મને પણ હક છે..."

"હા પણ એ માની ગઈ છે..."

"ચાલો તો એકવાર ખાતરી કરી આવીએ આપણે બંને પછી હું પઢાવી દઈશ..."

સુલેમાન વિચારમાં પડે છે કે આયત હા કહેશે કે નઈ..

"મૌલવી સાબ મને ખબર છે તમે કેમ ના પાડો છો..."

"કેમ ભાઈ?"

"એ તમારી સાથે હળી મળી ને રહે છે. તમારી પાસે તાવીજ દોરા પણ બનાવતો હશે અને ક્યારેક તમારે ત્યાં રોકાઈ પણ જાય છે એટલે ને?"

"જો સુલેમાન ભાઈ તમે જે મસ્જિદ માં નમાજ પઢો છો ને ત્યાંનો ઇમામ હું છું. એ છોકરો બહુ ઈજ્જતદાર અને પ્રેમાળ છે. મારી પાસે આવે છે , ક્યારેક અલ્લાહ પાસે દુઆ કરવાનું કહે છે પણ આજ દિન સુધી તાવીજ દોરા નથી કરાવ્યા. એને આયત આપી દો, આવો છોકરો ક્યાંય નહીં મળે. એ આયત ને ખુબ ખુશ રાખશે..."

"તો તમે નિકાહ નહીં જ પઢાવો એમને?"

"હા એ હું નહિ કરી શકું..."

"તમને ખબર છે મસ્જિદમાં ચંદો સૌથી વધુ હું આપું છું અને મેમ્બર પણ છું. તમે નિકાહ નહિ પઢાવો તો તમને મસ્જિદ માંથી કાઢી ને બીજા ઇમામ લઇ આવીસ..."

"સુલેમાન તું એક ઇમામ ને ધમકી આપે છે. રોજી ની જાત અલ્લાહ ની છે. અલ્લાહ મને જ્યાં જગ્યા આપશે એ મસ્જિદમાં હું નમાજ પઢાવીશ... અને તું મસ્જિદ ની કમિટી નો મેમ્બર છે પણ હું મસ્જિદ ના મિમ્બર પર ચડી ને ખુત્બો પઢુ છું...."

સુલેમાન મૌલવી સાબ ની ના સાંભળી ઘરે પાછા ફરે છે. અહીં આયત અને સારા બેઠા હોય છે.

"આયત મને ઘરે તો જવા દે.. હું મારા અમ્મી ને કહી આ શાદી રોકવાની કોશિસ કરું... "

"ના સારા અહીં જ બેસ આજે મારી પાસે પછી મોકો મળે ન મળે..."

"તું કેવી વાત કરે છે, તારા લગ્ન કોની સાથે થાય છે એતો જો..."

"એતો તું જોજે કોની સાથે થાય છે..."

એટલામાં આયતના અમ્મી આવે છે.

"સારા જા ઢોલકી વાળા ને બોલાઈ ને આવો ગીત ગાઓ નિકાહ છે આજે..."

"હા માસી હું જાઉં છું..."

સારા ઢોલકી વાળા ને બોલાવી ને માસ્તર ના ઘરે જાય છે.

"માસ્તર જી અરમાન ક્યારે આવશે...?"

"આજે રાત્રે આવી જશે કેમ?"

"એનું ૧૧:૦૦ વાગ્યા પેહલા આવવું જરૂરી છે. આયત નો નિકાહ છે કોઈ બીજા છોકરા સાથે..."

"કોની સાથે?"

"મારો કઝીન છે લિયાકત એની સાથે..."

"ઓહ... જા બેટા તું ત્યાં જઈને બેસ હું અહીંથી કૈક પ્લાન કરું છું..."

સારા ઢોલકી વાળા ને લઈને આયત ની ઘરે આવે છે. સુલેમાન પણ ઘરે પહોંચે છે.

"રુખશાના મૌલવી સાબ એ ના કહી દીધી છે..."

"કેમ?"

"એ કે છે હું આ નિકાહ નહીં પઢાવું અને બીજી મસ્જિદ ના મૌલવી પણ ના પાડે છે આપણે છોકરા વાળા ને જ કહેવું પઢશે કે એ લઈને આવે..."

"ના ના એવું ના કરો આપણી ઈજ્જત શું..."

"જો મૌલવી સાબ નઈ આવે તો શું ઈજ્જત રહેશે..."

"હા એ પણ છે... હું તમને ફોન નંબર આપું કરી લો વાત..."

સુલેમાન ના મોટા ભાઈ સલીમ ,એમની પત્ની અને બંને પુત્રો આવે છે.

"આવો બધા... સલામ ભાઈજાન..."

"વાલેકુમ સલામ.. ક્યારે આવશે જાનૈયા?"

"બસ ૧૨:૦૦ વાગે આવી જશે..."

"શું બનાવડાવ્યું છે જમવામાં?"

"બિરયાની ,મઠો અને જરદો..."

"સારું સારું, જો સુલેમાન ખોટું ન લગાડતો હું મારા બંને છોકરાને દસ દિવસ કાલ થી બહાર મોકલી દઈશ..."

"પણ કેમ ભાઈજાન..."

"જો આજે નિકાહ થશે... કાલે ઓલો રાજકોટ થી આવશે... મોટો તોફો થશે... હું તારી સાથે ઉભો રહીશ પણ હવે છોકરા ને મરતા ન જોઈ શકું..."

"હા ભાઈજાન વાંધો નઈ..."

સલીમના પત્ની રુખશાના પાસે જાય છે.

"તું હજી પણ સુંદર જ લાગે હો રુખશાના..."

"આભાર ભાભી જી..."

"હવે તો રાજકોટ વાળા જોડે પૂરું થઇ ગયું ને? હવે તો અનિશા કે આબિદ અલી તારી ડેલી નઈ ચડે... જો અરમાન ને આયત આપી હોત તો કંઇક આવવા જવાનું રેત પણ હવે તો તું આબિદ અલી ને નઈ મળી શકે..."

આ વાત રુખશાના ને દિલમાં તિર ની જેમ વાગી એ સમજી ગઈ કે હવે મારી પાસે કોઈ રસ્તો બાકી નહીં રહે. અચાનક એના ચહેરા પર ઉદાસી વળી ગઈ.

અરમાન અહીં શિક્ષક ના ઘરે પહોંચ્યો. શિક્ષક એ આખી પરિસ્થિતિ જણાવી. એમને આયાત ની પાછળ ના ઘરમાં રહેતા વ્યક્તિ નો સંપર્ક કરી આયત ને ત્યાંથી ભગાડી ને લઇ જવાનો પ્લાન કર્યો.

સારા આયત ને તૈયાર કરવા ઉપરના રૂમ માં લઇ ગઈ.

"ચાલ આયત જલ્દી કપડાં પેર અને તું નીકળી જા. અરમાન પછાલવાળા ના ઘરે જ બેઠો છે. તું એક બે ફુટ ની દીવાલ કૂદી એંમની સીડી ઉતરી જજે... "

"પણ સારા હું..."

"તું કઈ ના બોલ જલ્દી કર જાન આવતી હશે..."

અહીં નીચે જાન આવી જાય છે. લિયાક્ત ના અબ્બુ રોબ ઝાળવા પોલીસ ની બે ગાડી પણ સાથે લઈને આવે છે. બધા નું સ્વાગત કરે છે. આયત ઉપર તૈયાર થઇ ગઈ હોય છે. સારા આજે આયત ને લાલ જોડામાં જોઈ ને ખુબ ખુશ થાય છે. પણ એને લગ્ન આ રીતે કરવા પડશે એનું દુઃખ આંખોમાં દેખાય છે. સારા આયત ને પોતાની ગરમ સાલ ઓઢળે છે.

"આમ કેમ જુવે છે સારા અને તું આ સાલ મને આપીશ તો તું શું ઓઢીસ.."

"આજે તને પહેલીવાર દુલ્હન બનેલી જોઈ ને આંખો ભરાઈ આવી.. અને મારી ચિંતા ન કર તારે બાઇક પર જેતપુર જવાનું છે જો એમને એમ જઈશ તો કુલ્ફી થઇ જઈશ..."

"સારા તારું ધ્યાન રાખજે..."

"હા આયત તું જા હવે જલ્દી.."

આયત પાછળ ની બે ફુટ ની ધાબાની દીવાલ ટપી ને બાજુવાળાના ઘરે જાય છે. ત્યાં અરમાન એની રાહ જોતો હોય છે. શિક્ષક બંને ને મોઢે બોકાના બાંધી ને બિસ્મિલ્લાહ કરી ને નીકળવાનું કહે છે.

બંને બાઇક પર નીકળે છે. રસ્તામાં ઓલા રિક્ષા વાળા કાકા મળે છે.

"સલામ ચાચા જી..."

"કોણ?"

"હું અરમાન..."

"અત્યારે અહીં બેટા...? અને તારી પાછળ કોણ છે?"

"હું છું ચાચા જી... આયત..."

"બેટા અત્યારે ક્યાં જાઓ છો..."

"હું આયત ને લઈને જાઉં છું ચાચા જી દુઆ કરો નિકાહ થઇ જાય..."

"હા બેટા જાઓ આમીન..."

અહીં સારા ઉપર ના રૂમના બધા દરવાજા બંધ કરીને ડરતા બેસે છે. આયત ના અમ્મી એને લેવા ઉપર આવે છે. દરવાજો ખખડાવે છે.

"કોણ?"

"હું છું સારા... આયત ની અમ્મી ખોલ દરવાજો..."

"માસી પદંર મિનિટ લાગશે..."

"શેની પદંર મિનિટ, એ હોય તો લાગે ને... ખોલ મને ખબર છે એ નથી..."

સારા આશ્ચર્ય પામે છે. એ દરવાજો ખોલે છે.

"ભાગી ગઈ એ?"

"હા માસી... "

"સારું ચાલ હવે તું પણ જા... તારું કામ પૂરું થયું..."

સારા આયત ના અમ્મી ના શબ્દો થી અચંબિત થાય છે કે એમને ખબર હતી આવું થવાનું છે કે આ જ એમની કોઈ ચાલ હતી. એ વિચારતી ઘરે જાય છે. અહીં આયતના અમ્મી જોર જોરથી ખુશ થઇ ને હશે છે. જાણે એની ચાલ કામયાબ થઇ હોય.

નીચે બધા ને ખબર પડે છે કે છોકરી ભાગી ગઈ છે તો લિયાક્ત ના અબ્બુ પોલીસ ને ફોન કરીને નાકાબંધી કરવા લાગે છે. સુલેમાન પણ નીચું જોઈ જાય છે. લિયાક્ત અને જાનૈયા ના ગયા પછી ડેલી ખખડે છે.

શાહીલ અને સુલેમાન ડેલી એ જાય છે.

"હું જેતપુર થી આવ્યો છું. એક ખબરી નું કામ કરું છું. આજે આયત અને અરમાન ના નિકાહ તમારી સાસુમા ને ત્યાં જ છે.."

"પણ તમને કોને કહ્યું..."

"ત્યાંની અંદર ની ખબર છે... અરમાન આજે અહીં આવી ને આયત ને બાઇક પર લઇ જવાનો છે..."

"હા એ તો લઇ ગયો... ચાલ શાહીલ આપણે લિયાક્ત ના અબ્બુ ને આ જાણ કરીયે...."

"સારું તો મારુ કામ પૂરું થયું" એમ કરી ને ખબરી રવાના થાય છે.

સુલેમાન અને શાહીલ પણ લિયાક્ત અને એના પિતા ને જાણ કરવા જાય છે.

(ક્રમશ:....)