KING - POWER OF EMPIRE - 3 in Gujarati Fiction Stories by A K books and stories PDF | KING - POWER OF EMPIRE - 3

KING - POWER OF EMPIRE - 3

( આગળ ના ભાગ મા જોયું શૌર્ય કૉલેજ મા જયેશ ને મિત્ર બનાવ્યો તે કેન્ટિન ના માલિક મનોહર કાકા ને પણ મળ્યો, કૉલેજ થી છુટી ને શૌર્ય ને લેવા એક કાર આવે છે જે એક રહસ્ય હતું અને આપણે કાનજીભાઈ ના વ્યકિતત્વ ને પણ જોયું જે પોતાની જાત ને ખૂબ ભાગ્યશાળી માનતા હતા અને તે પોતાની પૌત્રી ને સૌથી વધુ પ્રેમ કરતાં હતાં, હવે જોઈએ કે આગળ હવે શું નવો વળાંક આવે છે )

બીજા દિવસે શૌર્ય સમયસર કૉલેજ આવ્યો, તેને કેમ્પસમાં જયેશ મળી ગયો અને બનેં સાથે કૉલેજ મા ગયાં, તે બનેં એ નોટિસ બોર્ડ જોવા નું વિચાર્યું અને તે તરફ ગયાં. નોટિસ બોર્ડ પર નવા રોલકૉલ હતાં, જયેશ તે જોઈ ને હસ્યો કારણ કે પ્રીતિ અને શૌર્ય નો રોલકૉલ આગળ પાછળ હતો. શૌર્ય તેનાં તરફ ત્રાંસી નજરે જોયું એટલે તે ચૂપ થઈ ગયો પણ તેમાં નીચે એક નોંધ લખી હતી અને તે એ હતી કે કલાસ મા બધાં એ રોલકૉલ મુજબ બેસવાનું છે.  આ વાંચીને જયેશ ને ગઈકાલે પેલા છોકરા સાથે બનેલી ઘટના યાદ આવી તેણે વિચાર્યું  જો તે અને શૌર્ય એક બેન્ચ પર આવ્યા તો કયાંક તે શૌર્ય સાથે પણ....   વિચારતા વિચારતા તેણે શૌર્ય તરફ જોયું પણ તેના ચહેરા પર આ વાત ની કંઈ અસર જ ન હતી. તેણે શૌર્ય ને કહ્યું, “તું અને પ્રીતિ એક જ બેન્ચ પર આવ્યા તો.... ” શૌર્ય એ કહ્યું, “તો શું ? એ પણ એક માણસ જ છે કોઈ પિચાસ તો નથી ને ” જયેશ એ કહ્યું, “એનાં કરતાં તો પિચાસ પણ સારાં ” શૌર્ય એ તેની વાત ને જતી કરી ને કલાસ તરફ જતો રહ્યો. શ્રેયા ખુશ હતી કારણ કે તે અને અક્ષય એક જ બેન્ચ પર હતાં અને તેની આગળ પ્રીતિ, આજે તે કલાસરૂમ મા થોડી લેટ હતી અને જયારે આવી ત્યારે તેની સીટ પર શૌર્ય બેઠો હતો અને જયેશ તો સામે થી આ જોઈ રહયો હતો અને બસ એ જ વિચારતો હતો કે આજ તો શૌર્ય ગયો. 

(અેવું નથી કે દરેક વખતે છોકરાઓ જ પ્રેમ મા પડે પણ ઘણીવાર છોકરીઓ પણ પહેલા પ્રેમ મા પડી જાય )પ્રીતિ એ કાલ શૌર્ય તરફ નજર જ ન હતી નાખી પણ આજે તેણે શૌર્ય ને બેન્ચ પર બેઠેલો જોયો, હાથ મા પેન લઇને બુક મા કંઈક જોઈ રહયો હતો તેની આંખો મા કંઈક અલગ જ તેજ હતું , એકદમ ફિટ બોડી અને તેમા પણ બોડી ને ચીપકી જાય એવું ટી-શર્ટ, કોઈ નું પણ ધ્યાન ખેંચી લે તેવો માદક ચહેરો હતો, શૌર્ય છોકરીઓ થી તો દૂર રહેવા મા માનતો પણ છોકરીઓ તેનાં તરફ વધુ આકર્ષક થતી આ સમયે પ્રીતિ નો પણ કંઈક આ જ હાલ હતો પહેલી વાર તે કોઈ છોકરા માટે આવું ફિલ કરી રહી હતી. પ્રીતિ અચાનક વિચારો માંથી બહાર આવી અને મનમાં જ બોલી “What the f**k આ હું શું વિચારું છું આજ સુધી કોઇ છોકરા ને જોઈ આવા વિચારો નથી આવ્યા પણ આને જોઈ ને શા માટે આવું ફિલ થાય છે ” તેણે વધારે વિચાયૅ વિના બેન્ચ પાસે ગઈ, બધાં ને એમ જ હતું કે હમણાં કોઈક મોટો ધમાકો થશે પણ બધાં ખોટા સાબિત થયા.

પ્રીતિ શાંતિ થી બેસી ગઈ કંઈ પણ અવાજ કયૉ વગર ,બધા વિચાર મા પડી ગયા કે આ શું થઈ રહ્યું છે ખાસ કરીને જયેશ, અક્ષય અને શ્રેયા. શૌર્ય પ્રીતિ ને ઈગ્નોર કરતો હોય એમ તેણે તેની સામે પણ ના જોયું, ધીમે ધીમે લેકચૅર ચાલુ થયા (છોકરા-છોકરીઓ નો એક સ્વભાવ તદ્દન વિરોધાભાસી છે જયારે કોઈ છોકરો કોઈ છોકરી તરફ જોવે તો સીધું ફરી ને તેને જોઈ લે છે પણ છોકરીઓ આવું નહીં કરે તે હમેશાં ત્રાંસી નજરે જ જોવે છે ) પ્રીતિ પણ ત્રાંસી નજરે શૌર્ય ને જોઈ રહી હતી, આ વાત ની જાણ માત્ર શ્રેયા ને હતી તેણે આજ થી પહેલાં કયારેય તેને આમ કરતાં જોઈ ન હતી. બે લેકચૅર પૂરા થયા પણ પ્રીતિ નું એ તરફ ધ્યાન પણ ન હતું, હવે કોઈ લેકચૅર ન હતાં એટલે મોટાભાગના કેન્ટિન મા જતાં રહ્યાં. ત્યાં પણ પ્રીતિ શૌર્ય તરફ જોઈ રહી હતી.

“ બધું બરાબર છે ને ? ”શ્રેયા એ સેન્ડવીચ ની ડિશ પ્રીતિ તરફ આગળ કરતાં બોલી.

“હા, મને વળી શું થવાનું? ” પ્રીતિ એ જવાબ આપ્યો 

“ના આજકાલ તારું ધ્યાન બીજી જગ્યાએ બહુ હોય છે ” શ્રેયાએ કહ્યું

પ્રીતિ સમજી ગઇ હતી કે શ્રેયા શું કહેવા માંગે છે અને તે થોડી હસી અને તેની સામે થોડો નકલી ગુસ્સો બતાવી ને મુકકો મારવાની એકશન કરી. અક્ષય ને તો બધું ઉપર થી જ જતુ હતું પણ પ્રીતિ શૌર્ય ને વારંવાર જોયા કરતી એનાં બે કારણ હતાં એક તો એ બહુ આકષૅક હતો અને બીજું એ કે પ્રીતિ ને મન મા વારંવાર એવું થતું હતું કે તેણે આને પહેલા પણ જોયેલો છે પણ કયાં એ તેને યાદ ન હતું આવતું.

શૌર્ય નો ફોન વાઇબ્રન્ટ થયો, તેણે ફોન રિસીવ કયૉ “ઓકે, વેઈટ આવું છું ” આટલું કહીને શૌર્ય એ જયેશ ને ઈશારે કહી દીધું કે થોડીવાર મા આવું છું, શૌર્ય કેમ્પસ બહાર નીકળ્યો અને રોડ ક્રોસ કરી ને બીજી બાજુ ગયો, ત્યાં એક કાળાં કલરની આેડી હતી એ જ કાર જેમાં શૌર્ય પહેલાં પણ બેઠો હતો.

ગાડી પાસે બે એકદમ કસાયેલા અને મજબૂત બાંધો ધરાવતા બે વ્યક્તિ ઉભા હતા, બનેં એ રોયલ બ્લુ કલરનું થ્રી-પીસ સુટ પહેર્યાં હતા અને બનેં ના હાથ પાછળ હતા અને તેના હાથમાં એક જ સરખી રોલેક્સ ની વોચ હતી. શૌર્ય એ બન્ને પાસે પહોચ્યો.

“ગુડ મૉર્નિંગ સર ” બનેં એક સાથે બોલ્યા

“ગુડ મૉર્નિંગ ” શૌર્ય એ પણ જવાબ આપ્યો 

તેમાંથી એક એ એક ફાઈલ શૌર્ય તરફ આગળ કરી અને શૌર્ય એ ફાઈલ લઈ ને ઉપર  ઉપર નજર નાખી ને તેનાં પર સિગ્નેચર કરી ને ફાઈલ તેને આપી. 

“સર, મહેતા અેન્ડ સ્નસ….”એક કહેવા જઈ રહ્યો હતો પણ શૌર્ય એ તેને વચ્ચે અટકાવ્યો અને કહ્યું, “બાકી બધી વાત રાત્રે ”

આટલું કહીને શૌર્ય ત્યાં થી નીકળી ગયો અને પેલાં બનેં પણ કાર મા બેસી ને જતાં રહ્યાં 

આજ સવારથી થી જ M.K.PATEL તેની આેફિસ મા બેસી ને સિગારેટ ના કસ મારી રહ્યા હતા, આમ તો તેને વ્યસન ન હતું પણ જયારે પણ તે ટેન્શન મા હોય ત્યારે એ સિગારેટ પીતા હતા. થોડીવાર મા કોઈ એ દરવાજા પર નોક કરી ને અંદર આવવાની પરમિશન લીધી.

“સોરી સર પણ હજી સુધી ખબર નથી પડી કે આ બધું કોણ કરે છે ” મેનેજર રાઠોડ એ કહ્યું

“શું કરો છો તમે બધા તમારા નાક નીચે થી આ કામ થઈ ગયું છતાં કોઇ ને પણ ખબર નથી ”M.K.PATEL ગુસ્સા મા બોલ્યા 

“સર તેણે નાની મોટી કંપની ની મદદ થી આ કરે છે અને કેટલીક કંપનીઓ તો માત્ર આેન પેપર જ છે ” તે એક જ શ્વાસ મા બોલ્યો 

“રાઠોડ કાલ ના ન્યૂઝ પેપર ની હેડલાઈન બની જશે આ વાત કંઈ પણ કરો અને જાણો આ કોણ છે ”

“ઓકે સર ” કહી ને રાઠોડ જતો રહ્યો 

M.K.PATEL ફરી થી સિગારેટ ના કસ લગાવા લાગ્યા, તેણે ફોન ઉપાડ્યો અને તેના પિતાજીને ફોન કર્યો અને બધી વાત કરી, કાનજીભાઈ પણ વાત સાંભળી ને ટેન્શન મા આવી ગયાં. 

“અત્યારે જ આપણી કંપની ના શેર વેચવાનું બંધ કરો, હવે કોઈ પણ વ્યક્તિ શેર ના ખરીદવો જોઈએ હું હમણાં ત્યાં આવું છું ” કાનજીભાઈ એ કહ્યું 

પ્રીતિ ના મમ્મી એ પ્રીતિ ને ફોન કર્યો અને તે ત્રણેય ને ઘરે આવી જવા કહ્યું, પ્રીતિ, શ્રેયા અને અક્ષય તરત જ કાર લઈને નીકળી ગયા, આ બાજુ શૌર્ય એ આ બધા ને જતાં જોયા અને જયેશ ને કહ્યું મારે થોડું કામ છે તું બાકી ના લેકચૅર એટેન્ડ કરી લેજે અને તે પણ કેમ્પસમાંથી નીકળી ગયો, જયેશ ને શૌર્ય ની એક પણ વાત કે તેની પાછળ નું કારણ કયારેય સમજાયું નહીં 

શૌર્ય બહાર નીકળ્યો અને બ્લેક કાર તેની રાહ જ જોતી હતી તે સીધો તેમા બેસી ગયો, સવારે આવેલા બનેં વ્યક્તિ આગળ બેઠેલા હતા

“કયારે થયું આ બધું અને કોણે છે આ બધાં પાછળ ?”શૌર્ય એ ઝડપથી બેસતાં પૂછયું 

“સર, આ બધું એક પરફેક્ટ પ્લાનિંગ છે અને ઘણા સમયથી આ ચાલી રહ્યું હતું ” એક એ કહ્યું 

“કોણ છે એ મહાનુભાવ ?” શૌર્ય એ સ્મિત આપતાં કહ્યું 

“સર અત્યારે તો મહેતા એન્ડ સન્સ પર બધાં સબૂત ઈશારા કરે છે ”

“મને લાગે છે તેની એટલી ઓૈકાત નથી કે તે આ કરી શકે ” શૌર્ય એ કહ્યું 

“સાચી વાત છે સર કરી આ તો માત્ર એક પ્યાદું છે માસ્ટર માઇન્ડ તો કોઈક બીજું જ છે” ગાડી ચલાવનાર એ કહ્યું 

“સર હવે શું કરવાનું છે?  ” એક એ પૂછયું 

“કંઈ નહીં મહેતા એન્ડ સન્સ તરફ જવા દો તેને શુભકામનાઓ પાઠવી છે ” શૌર્ય એ કહ્યું

શું થયું છે જેને લીધે M.K.PATEL આટલી ટેન્શન મા હતા અને શા માટે પ્રીતિ ને તેણે પાછી બોલાવી લીધી અને સૌથી મોટું રહસ્ય છે શૌર્ય, આખેર કોણ છે એ પોતાના તે અનાથ બતાવી રહ્યો હતો પણ હકીકત મા શું છે એ તો ભવિષ્યમાં જ ખબર પડશે, શું થયું જેના લીધે કાનજીભાઈ ના ઉભાં કરેલાં સામ્રાજ્ય ને ખતરો છે જાણવા માટે વાંચતાં રહ્યો KING - POWER OF EMPIRE 


 


Rate & Review

Manoj Shah

Manoj Shah 1 year ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 years ago

Keval

Keval 2 years ago

Jashvant Joshi

Jashvant Joshi 2 years ago

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 2 years ago

Share