Ujadi Pritna Padchhaya Kada - 15 books and stories free download online pdf in Gujarati

ઉજળી પ્રિતનાં પડછાયા કાળા - 15

ઉજળી પ્રિતનાં પડછાયા કાળા

પ્રકરણ -15

સ્વાતી સ્તવન નીકળ્યાજ હતાં અને સ્વાતીનાં મોબાઇલ પર રીંગ વાગી એણે નંબર જોઇને સ્તવનને ઉભા રહેવા કીધું સ્વાતીએ પળનો પણ વિલંબ કર્યા વિના ફોન ઉપાડ્યો અને કહ્યું હાં મંમા શું વાત છે ? સામેથી ગભરાયેલા સ્વરે મોહીનીબા એ કહ્યું દીકરા તું ક્યાં છે ? તું જ્યાં હોય ત્યાંથી ઘરે આવીજા. તાઊજીની તબીયત ઠીક નથી અમે એમની કોઠીએ જ છીએ તને યાદ કરે છે. મંમી હું અબઘડી આવું છું કહી સ્વાતીએ ફોન કાપ્યો.

સ્વાતીએ કહ્યું સ્તવન મારે હાલ તુરંત ઘરે જવું પડશે તાઉજીની તબીયત ખરાબ થઇ છે. સ્તવને તુરંતજ બાઇક પાછી વાળી અને સ્વાતીનાં એક્ટીવા પાસે લઇ આવ્યો. અને બોલ્યો સ્વાતી તું તરત પહોંચ જે હોય મને જાણ કરજે. કાશ હું પણ તારી સાથે આવી શકત.

ગભરાયેલા સ્વાતીનાં ચ્હેરાએ કાંઇ પ્રતિભાવ આપ્યા વિના હકારમાં ડોકું ધુણાવી એક્ટીવા ચાલુ કરી જવા નીકળી ગઇ. સ્તવન એને જતી જોઇ રહ્યો. એને પણ ચિંતા થઇ કંઇ વધારે ખરાબ સ્થિતિ નહીં હોયને ? એ સ્વાતીને એનાં તાઉજી માટે અને તાઉજીને એનાં માટે ખૂબ લગાવ હતો જાણતો હતો. મનોમન પ્રભુને પ્રાર્થી રહ્યો કે સહુ સારાવાના થાય.

*************

સ્વાતીનો લગભગ બે કલાક પછી મેસેજ આવ્યો કે તાઉજીને હાર્ટએટેક આવેલો છે અને ડોકટરની ટ્રીટમેન્ટ ચાલુ થઇ ગઇ છે અને પરિસ્થિતિ સ્થિર છે. ચિંતાજનક નથી અને રોયલ ફેમેલીની હોસ્પીટલમાં જ દાખલ કર્યા છે અને એમની સાથે ને સાથે જ છે. હમણાં કોઇ મેસેજના થાય તો ચિંતા ના કરે એમ કહ્યું.

આમને આમ એક વીક વીતી ગયું. સ્વાતી અને સ્તવનના મેસેજની આપલે થતી રહી પરંતુ મળવાનો અવસર ના મળ્યો. સ્તવનએ આ સમય ગાળા દરમ્યાન સમયનો સદઉપયોગ કરીને થીસીસનું બાકીનું કામ નીપટાવ્યું જ્યાં જ્યાં ફોટોગ્રાફ લેવાનાં હતાં લખવાનું હતું એ બધું લખવાનું કામ કર્યું અને સ્વાતીનાં વિરહમાં એક હૃદય પરવશતા સાથે પ્રેમથી ઉભરાઇ રહ્યું એણે પોતાની સંવેદનામાં સ્પંદનોને એના શબ્દોમાં પરોવી કાગળ પર ઉતારી દીધા.

હે સ્વાતી તને તરસતો તારાં વિરહને સહેતો લખી લઊં બે શબ્દો.....

જોડીયાં જીવનો છે અનોખો આ પ્રેમ અમારો.

તન ભલે રહ્યાં અલગ પણ જીવ એક અમારો.

ઊંચા હિમાલયથી પણ ઊંચો છે પ્રેમ રોબ અમારો

યુગની શું વીસાત કરીએ એવો પવિત્ર પ્રેમ અમારો

વિરહ દૂર કરી ખૂબ પીડે છતાં પ્રેમ ખૂબ નીકટ અમારો

વિવશ ના થઇએ કદી એવો અડગ છે પ્રેમ અમારો

એક શ્વાસે બે તન જીવે એવો ઊંચો સાથ અમારો

એક દ્રષ્ટિ એક વિચાર દીલમાં જીવે જીવ અમારો

સમય વિતતો ગયો બે પ્રેમી જીવ મળતાં રહેતાં એકમેકનાં બંધને વધુ પરોવાતાં રહ્યાં એકમેકને પ્રગાઢ પ્રેમ કરતાં રહ્યાં વચગાળાનાં સમયનાં ઋતુકાળ બદલાયાં સ્તવનની થીસીસ પણ લગભગ પુરી થઇ ગઇ શરદ શિશિર પસાર થઇ વસંતઋતુનું આગમન થઇ ગયું સ્વાતીની ઝડપથી પરીક્ષાઓ પતી ગયેલી હવે ફાઇનલ આવી ગઇ હતી. એનું હૃદય અભ્યાસ અને સ્તવનમાં અટવાઇ પરોવાયેલું રહ્યું અને એણે સત્વનને મેસેજ કર્યો આજે હું આવુ છું આપણે મળીએ. સ્તવનને આશ્ચર્ય થયું કે આજે મળવાનું ખાસ કારણ ? એ તો કહેતી હતી મારે થોડો કોર્ષ બાકી છે એ નીપટાવી લઇશ. એને ખ્યાલ છે યાદ છે ? આજની તારીખે સ્તવને કહ્યું ભલે હું સમયસર પહોંચી જઇશ. રાહ જોઇશ...

********

આજ સવારનો માહોલ ખુશનુમા હતો. વસંતઋતુનાં આગમને પુષ્પો પુર બહારમાં ખીલેલાં... કોયલ એનો મીઠો સૂર પુરાવી રહેલી, ઠંડો ઠંડો શીતળ પવન વહી રહ્યો હતો. સ્વાતી સવારે વહેલી ઉઠી ગયેલી આજે એનાં માટે ખાસ દિવસ હતો એ ખૂબ આનંદમાં મૂડમાં હતી. આજનાં દિવસ માટે એણે અઠવાડીયાથી તૈયારીઓ કરી રાખી હતી. આજે એનાં પ્રિયતમ માટે એને ખાસ યાદગાર દિવસ બનાવવાનાં શમણાં જોયાં હતાં એ સ્તવનને સરપ્રાઇઝ આપવા માંગતી હતી. આજ રોજ કરતાં વહેલી ઉઠીને બધુ પરવારવા લાગી હતી મોહીની બાએ પૂછ્યું કેમ દીકરા તમે આજે આટલા વહેલાં પરવારી ગયા છો ને કંઇ ખાસ છે કે શું ? સ્વાતીએ કહ્યું "હા માં મારે આજે મારી ફ્રેન્ડને એક ખાસ સરપ્રાઇઝ આપવાની છે. માં હું થોડી મોડી આવું ચિંતા ના કરશો ફોન કરતી રહીશ."

સ્તવન આજે સવારે વહેલોજ પોતાનાં કેમેરા અને એની રાઇટીંગ બેગ ખભે નાંખીને નીકળી ગયેલો. એ આજે વહેલો સીટી પેલેસ આવી ગયેલો. એ આવ્યો ત્યારે ખાસ કોઇ સ્ટાફ પણ નહોતો આજે પણ એની કાયમની આવનજાવન અને એનાં અભ્યાસ અને પરમીટને લઇને કોઇ ગેરસમજ નહોતી વળી સીક્યુરીટી ચીફ સૌરભસિંહ સાથે એને સારાં ટર્મ્સ હતાં. સૌરભસિંહ સાથે એ પુરાત્વની ખૂબ વાતો શેર કરતો. સૌરભસિંહ સ્તવનનાં અભ્યાસ એનાંજ્ઞાન માટે ખૂબ માન હતું એને હતું કે આ છોકરો ખૂબ મહેનતું અને પ્રમાણિક છે એનાં લખેલાં આર્ટીકલની અમુક કોપીઓ પોતાની જાણકારી માટે પોતે પાસે રાખેલી હતી. વળી સ્તવન બ્રાહ્મણ કુળનો છે એથી કંઇક વિશેષ માન અને લાગણી હતાં.

સ્તવન આવીને તરતજ પહેલાં પોતાનાં આજનાં જે થઇ ગયેલાં કામ થીસીસ પૂરી થઇ ગઇ હતી. એટલે ફાઇનલ ચેકીંગ કરી રહ્યો હતો. એમં ઘણું કામ પુરુ થઇ ગયું હતું જે જરૂરી ફોટોગ્રાફની અલગથી નોંધ હતી અને એ બધીજ યુએસબીમાં હતી લેપટોપમાં એણે સેવ પણ કરી રાખેલું એ પાછો આજે એણે જ્યાંથી શરૂ કરેલું આ પેલેસમાં ત્યાંથી શરૂ કરીને બગીચા તરફ ઉતારી ગયો અને મહાદેવનાં દેવાલયમાં જઇ પહોંચ્યો ત્યાં જઇને પ્રથમ માં બાબાને દડવંત પ્રણામ કર્યા અને આંખમીચી હાથની મુદ્રા બનાવીને મનોમન પ્રાર્થના કરી રહ્યો. એણે એની રાઇટીંગ બેગ કેમેરા બધુ એકતરફ મૂકેલું હતું.

સ્તવનની આંખો બંધ હતી અને એની આંખો પર હાથ દાબીને સ્વાતી ઉભી રહી ગઇ. સ્તવનને ખબર પણ ના પડી કે એ ક્યારે આવી ગઇ. સ્વાતીનાં પ્રેમાળ સ્પર્શે એને થોડો ચોંકાવી દીધો. સ્તવનની એ બાજુમાંજ અડીને બેસી ગઇ. અને એણે સ્તવનનાં હાથમાં હાથ પરોવી ફરીવાર દર્શન કર્યા. દર્શન કર્યા પછી એણે ઇશ્વરની સાક્ષીમાં એમની સામેજ સ્તવનનાં હોઠ પર હોઠ મૂકી દીધા અને દીર્ધ ચૂંબન કરીને કહ્યું" મારાં ખૂબ વ્હાલા સ્તવન હેપી બર્થ ડે ! સ્તવનને ખૂબ આશ્ચર્ય થયું અને એણે વ્હાલથી હોઠ પર સ્વાતીને ફરીથી કસીને ચુંબન કરી લીધું અને બાહોમાં પરોવીને કહ્યું" થેક્યું પણ તને યાદ હતો આજનો દિવસ ? તો આ સરપ્રાઇઝ હતી ! તે મને કોઇ ખબર જ ના પડવા દીધી તારી પરીક્ષાઓ ફાઇનલ નજીક આવી રહી છે. સ્વાતીએ ક્હયું" જે દિવેસ ઇશ્વરે મારા માટે મારો માણીગર મારાં માટે પૃથ્વી પર મોકલ્યો મારો દેવ બનીને હું ઇશ્વરનો આભાર અને તારી પાસે ખુશી વ્યક્ત કરવા ના આવું એવું કંઇ બને ? મારાં વ્હાલા સ્તવન ખૂબ ખૂબ બધાઇ તારાં આ જન્મદિવસે એમ કહીને એણે એનાં પર્સમાંથી બે બોક્ષ કાઢ્યાં. એક બોક્ષમાંથી જયપુરની પ્રસિદ્ધ મીઠાઇ, માવા કચોરી, ઘેવર લઇને આવી હતી પ્રથમ માં બાબાને ધરાવીને પછી સ્તવનનાં મોંમાં મૂકીને મોં મીઠું કરાવી દીધું. અને બીજા બોક્ષમાં કાંડા ઘડીયાળ લઇ આવી હતી એમાં બે ઘડીયાળ હતી "રાજાશાહી" સેટ હતો. જોઇને ખ્યાલ આવી જતો હતો કે ઘણો મોંઘો હશે. આ એક ખાસ યુનીક ડીઝાઇન હતી જેમાં એક જેન્ટ્સ અને બીજી લેડીઝ અને જોતાંજ ગમી જાય એવી હતી. સ્તવન કહે કેમ આટલો બધો ખર્ચ કર્યો ? સ્વાતીએ તો એ ઘડીયાળ એનાં કાંડામાં પહેરાવી દીધી અને લેડીઝ બતાવીને કહ્યું મને પહેરાવ સ્તવનએ ખૂબ ખુશ થતાં પહેરાવી સ્વાતી એ કહ્યું આ ઘડીયાળની ખાસ કરામત છે તમે એક બટણ છે બંન્ને ઘડીમાં એ તમે સમય પ્રમાણે સેટ કરવાનું એલાર્મની જેમ, માનીલો સ્તવન આપણે મળવાનું નક્કી કર્યું છે અને 6 વાગ્યાનો સમય છે તો તમે જ્યારે મારી ઘડીયાળની અને હું તમારી ઘડીયાળની રેન્જમાં આવીશું તરતજ એ એલાર્મની જેમ બજર વાગશે. માનીલો તમે સમય સેટ નથી કર્યો પરંતુ તમે જુઓ એમાં એમ છે એ સેટ કરો. એટલે ઓટોમેટિક જેવા આપણે એકમેકની ઘડીયાળની રેન્જમાં આવીશું બજર વાગશે. બજરમાં પણ 3 ઓપ્શન છે. સામાન્ય એલાર્મ જેવું અને બીજા બે ખાસ અવાજ છે જે કોયલ અને મોર તો એ પણ વાગશે. અનેએણે સ્તવનની અને પોતાની ઘડીયાળમાં સેટ કરીને ડેમો કરી બતાવ્યો.

સ્તવનનો ખૂબ જ ખુશ થઇ ગયો. કહે આપણે ક્યાંક આધાપાછા હોઇએ અને તારો એહસાસમાં હું અહીં એમ સેટ કરી દઉ તો તને શોધી શકું કહેવું પડે છે કેવા કેવા સંશોધન અને ડીવાસીસ આપણો જાસુસી યંત્ર જેણું કામ કરે છે. સ્વાતીએ કહ્યું મારાં સ્તવનને શોધી નાંખવાનું રડાર યંત્ર છે. તમે ક્યાંક સંશોધનમાં ખોવાયા હોય ગુફા કે પર્વતમાં તમને શોધી જ નાંખુ અને બંન્ને જણ ખડખડાટ હસી પડ્યાં. સ્તવને કહ્યું સ્વાતી સાચેજ ખૂબ સુંદર ભેટ છે. સ્વાતીએ પછી પર્સમાંથી એક લાલ ગુલાબ કાઢીને સ્તવનનં હોઠ પર મૂકી દીધું સ્તવને કહ્યું "માય ડાર્લીગ જાન મને કલ્પના પણ નહોતી કે તને મારી જન્મતારીખ યાદ હશે અને તું આમ... સ્તવન કંઇ આગળ બોલે તે પહેલાં સ્વીતએ સ્તવનનાં ગળામાં બાથ વીંટાળી એનો ચહેરો નીચે લાવીને એનાં હોઠ પર એનાં ગરમ હોઠ મૂકી દીધાં. બંન્ને પ્રેમી પંખીડા ક્યાંય સુધી એ પ્રેમસમાધીમાં ગૂંથાયેલાં રહ્યા. સ્વાતી સ્તવનની આંખો બંધ થઇ ગઇ હતી તો આખી દુનિયાને ભૂલીને બસ એકમેકમાં તલ્લીન થઇ ગયાં હતાં એમને બીજું કાંઇ જ ભાન નહોતું ક્યાંય સુધી પ્રેમરસનું પાન કર્યા પછી સ્તવને કહ્યું " મારી વ્હાલી સ્વાતી હું પણ કંઇક ખાસ આજે લાવ્યો છું. સ્વાતીતો હજી સ્તવનનાં ચુબનનાં નશામાં હતી એતો અમૃતરસ પાન કરવાં તલપાપડ હતી એણે ફરી પાછાં હોઠ સ્તવનનાં દહકતાં હોઠ પર મૂકી દીધાં એ કંઇ સાંભળવા નહીં બસ પ્રેમ કરવાનાં મૂડમાં જ હતી."

સ્વાતી અને સ્તવન હવે પ્રેમસમાધીમાં મુક્ત વિહાર કરવાં લાગ્યાં એકમેકમાં સાવ પરોવાઇ ગયાં. સ્વાતીની ફરતે સ્તવનનાં હાથ વીંટાઇ ગયાં સ્વાતીનાં સ્તવનની પીઠ પર એકદમ કસીને વીંટાઇ બંન્ને ખૂબ પ્રેમ કરવાં લાગ્યાં બંન્ને જણાં બેમાંથી એકજ થઇ ગયાં. સ્તવને સ્વાતીને અંદર તરફ દોરીને થોડાં વધુ એકાંતમાં લઇ ગયો અને... સ્વાતીને પ્રેમ કરતાં કરતાં કહ્યું સ્વીટું એક મીનીટ કહી પોતાનં પેન્ટનાં ખીસ્સામાંથી નાનું બોક્ષ કાંઢયુ અને માંબાબાની સાક્ષીમાં જ તને પહેરાયુ છું કહીને એણે સાચાં હીરાની ખૂબ સુંદર વીટીં છે. સ્વાતીની આંગળી માં પહેરાવી દીધી. સ્વાતી જોતીજ રહી અને ખૂબ આનંદથી પહેરી. એણે સ્તવનને કહ્યું "તમે માપ કેવી રીતે લીધું આ મને સરસ ફીટીંગમાં આવી ગઇ. સ્તવને ખૂબ પ્રેમ અને લાગણીથી કહ્યું" સ્વાતી આજનાં દિવસે મારે તને પહેરાવી હતી એટલે હું લઇ આવેલો. તું મારો આ જન્મ જન્મનો પ્રેમ સંબંધ વફાદારીથી સ્વીકારે છે ને ? હું તને મારી જન્મો જન્મની પ્રિયતમાં પત્નિ તરીકે સ્વીકાર કરુ છું અને ઇશ્વરની સાક્ષીએ સદાય સાથ આપવાં વચન આપું છું. સ્વાતી તુરંત સ્તવનનાં ચરણોમાં પડી ગઇ અને કહ્યું "હું પળ પળ તમારો સાથ બનીને રહીશ જન્મોજન્મ પૂરી પવિત્ર અને વફાદારી સાથે સાથ નિભાવીશ મારું વચન છે. મારો પ્રાણ છુટ્યાં પછી પણ સાથ નહીંજ છુટે દુનિયાનાં બધાંજ પુરુષ મારાં મટે પિતા, પુત્ર ભાઇ રહેશે ફક્ત તુંજ તુંજ સ્તવન તારાં જીવ સાથે મારો જીવ પરોવાયેલો રહેશે તુંજ મારો પ્રિયતમ તુંજ પતિ. અને સ્વાતી સ્તવન બંન્ને જણાં માં બાબાની સામેજ સંપૂર્ણ પરોવાઇ ગયાં. કોઇ કસર બાકી નહીં અને એકમેકને સમર્પિત થઇ રહ્યાં.

સ્તવને કહ્યું" સ્વાતી આ દિવસની રાહ જોતો હતો હું અને એ પ્રેમાળ દિવસ આવી ગયો. સ્વાતીએ કહ્યું મેં તમારી થીસીસની પ્રસ્તાવનામાં તમારો બાયોડેટા વાંચેલો ત્યારેજ જન્મતારીખ જાણી લીધેલી આ 12 માર્ચ તો મારાં હૃદયમાં કોતરાઇ ગયેલી કેવી રીતે ભૂલાય ?

સ્તવને કહ્યું "તું મારી ખૂબ લૂચ્ચી છે. કહી સ્વાતીને વ્હાલ કરતો રહ્યો. સ્તવને કહ્યું તારી પાસે સમય હોય તો હું ઘણાં સમયથી જ્યાં લઇ જવા માંગતો હતો ત્યાં લઇ જાઉ. સ્વાતી કહે મારાં નાથ સમય જ સમય છે હવે તો આ જીવ કાયદેસર તમારાં નામે લખાઇ ગયો. જ્યાં લઇ જવી હોય ત્યાં લઇ જાવને પણ પહેલાં આપણે એકબીજાનું મોં મીઠું કરી લઇએ કહીને મીઠાઇનું બોક્ષ ખોલ્યું સ્તવન કહે તારાં મીઠાં હોઠથી મીઠું થયેલું મોં હવે મીઠાઇથી શું થવાનું ? કહીને હસતાં હસતાં મીઠાઇ ખવરાવી દીધી.

સ્તવને મીઠાઇ ખાઈને માંની તસ્વીર પાસે મૂકેલાં કંકુમાંથી કંકુ ચપટીમાં લઇને સ્વાતીને ચાંદલો કર્યો અને સેંથી પર પૂરી દીધી. સ્વાતીને બાહોમાં લઇને કહ્યું " આજથી મેં તને માં બાબાની સાક્ષીમાં ફક્ત મારી કરી દીધી છે. આજથી તું મારી પ્રિયતમાં પત્નિ છે આપણાં એમની સાક્ષીમાં ગાંધર્વલગ્ન થઇ ગયાં સ્વાતીએ કહ્યું મારાં અહો ભાગ્ય. હું તમને પામીને ખૂબ ખુશ આનંદમાં છું બસ જન્મોજન્મ આપણો સાથે બની રહે ક્યારેય જુદા ના થઇએ. સ્તવને કહ્યું ક્યારેય નહીં થઇએ. હવે કુદરતનાં આશિષ પણ મળ્યાં છે. આપણને કોઇ જુદા નહીં કરી શકે. આપણો હવે આ જન્મોજન્મનો સંબંધ અને એવું પ્રેમબંધન....

સ્વાતી અને સ્તવન પછી એમની બેગ કેમેરા અને બધુ લઇને બહાર નીકળ્યા અને પેલેસનાં બીજા રસ્તેથી સીધાંજ બહાર પાર્કીગમાં નીકળી ગયાં સ્વાતીએ એની માંગમાં ભરાયેલું કંકુ એમજ રાખ્યું પરંતુ અંદરનાં રસ્તેથી બહાર નીકળતાં બહારનાં રસ્તેથી પાર્કીંગમાં આવી ગયાં અને સ્તવન એને બાઇક પર લઇને નીકળી ગયો.

સ્તવનની બાઇક સ્ટાર્ટ થઇ અને પેલેસ કંમ્પાઉન્ડની બહાર નીકળી ગઇ. મદનસિંહ દરવાજે ઉભો જોતો રહી ગયો. મદનસિંહ સ્વાતી અને સ્તવનનાં વાહન જોયેલાં એણે પેલેસ ઓળંગી બગીચા સુધી આવી ગયેલો એ લોકોની પાછળ આજે તો પાકો મનસૂબો હતો કે આજે તો ફોટા-વીડીયો બધું જ ઉતારી લઊ. પુરાવા એકઠાં કરી લઊં પછી જોઊં છું એ ક્યાં છટકે છે ? એ બગીચાથી મહાદેવનાં દેવાલય તરફ આવી રહેલો પાછળ પાછળ જ પરંતુ એનાં ફોનથી રીંગ વાગી સામે પૃથ્વીરાજસિંહ હતાં એનાં પગ અટક્યાં. શરીરમાં થોડી ધ્રુજારી વ્યાપી ગઇ એણે ફોન ઊંચકી કાને લગાવ્યો અને હાં હુકુમ હાં હુકુમ બોલ્યા કર્યું. ફોનનીં વાત પતાવીને કચવાતે મને પાછો ફરી ગયો પરંતુ જતાં જતાં એણે પાછળથી સ્વાતી સ્તવનમાં ફોટાં પાડ્યાં પરંતુ ઓળખી ના શકાય એવાંજ આવ્યા. એણે ગુસ્સાથી પગ પછાડ્યાં હુકુમની વાચિલ કરવા ત્યાંથી નીકળી ગયો. અને એ સોંપેલું કામ પતાવી પાછો આવ્યો ત્યારે સ્વાતી અને સ્તવનને પાછા નીકળી જતાં જોઇ રહ્યો. એનો ગુસ્સો એ સમાવી નહોતો શકતો એ સમસમીને બેસી રહ્યો.

***********

નવનીતરાય બાથરૂમમાંથી ફ્રેશ થઇને બહાર નીકળ્યાં એમણે જોયું ડો.ઇદ્રીશ રૂમમાં નહોતાં. એમણે થોડાં આશ્ચર્ય સાથે બાજુનાં રૂમમાં નોક કર્યં નીરુબહેન રૂમ ખોલ્યો. પૂંછ્યું શું થયું ? નવનીતરાય કહે. કેમ છે સરયુને ? નીરુબહેન કહે હમણાંજ એ શાંત થઇ છે. અત્યારે ઘસઘસાટ ઊંધી રહી છે આ બન્ને છોકરીઓ પણ થાકી હતી. મેં એ લોકોને પણ સુવા કીધું છે. નવનીતરાયે ઓકે તમે બધાંજ આરામ કરો હું પણ આરામ કરું છું કહીને એ પાછા પોતાનાં રૂમમાં આવ્યાં. ત્યારે ડો.ઇદ્રીશ આવી ગયાં હતાં.

નવનીતરાયે ડો.ઇદ્રીશને જોઇ પૂછ્યું તમે ક્યાં હતાં. હું તમને શોધી રહેલો. ડો.ઇદ્રીશ કહ્યું રૂમમાં કંટાળેલો એટલે ટેરેસ પર ટહેલવા ગયેલો પછી ત્યાંય કટાળ્યો એટલે પાછો આવ્યો. થયું તમે એકલા હશો. નવનીતરાયે કહ્યું અહીતો બધાંજ આરામનાં મૂડમાં છે. બધાં સૂઇ ગયાં છે. સરયુ બેબી પણ અત્યારે ઘસઘસાટ સૂઇ રહી છે. એટલે નિરાંત છે પણ આજે એનાં મુખ પર અજબ શાંતિ લાગે છે. ડો.ઇદ્રીશનો એટલામાં ફોન રણક્યો. ડો.ઇદ્રીશનાં પત્નિ રઝીયાનો ફોન હતો. ડો.ઇદ્રીશે બધી રુટીન વાત કરી લીધી હજી મને અહીં થડો સમય લાગશે. સરયુની તબીયત ઓકે થાય એટલે એને લઇને સાથેજ આવીશું. સરયુથી વાત થાય છે જાણીને નવનીતરાયનાં કાન સરવા થયા એમણે ઇશારાથી ડો.ઇદ્રીશને પૂછ્યું કોણ છે ? સરયુ વિષે પૂછે છે ? ડો.ઇદ્રીશે કહ્યું મારા વાઇફ છે રઝીયા સરયુ વિશે પૂછે છે. રઝીયા બધું સાંભળી રહેલી એણે કહ્યું આપ ઉનકા ખ્યાલ રખના બહોત અચ્છી ટ્રીટમેન્ટ દેના બચ્ચીકો કુછ નહીં હોના ચાહીએ ખુદાને હમકો તો કોઇ સન્તાન નહીં દી હૈ પરંતુ ઉન્કી દુઆ એક ના એક દીન હમકો લગેગી આપ સુન રહે હો ના ? ડો.ઇદ્રીશે કહ્યું "હાં હાં તુમ ફીકર ના કરો સબ ઠીક હો જાયેગા મૈં બાદમે બાત કરુંગા કહી ફોન મૂક્યો."

નવનીતરાયે કહ્યું "ચલો ડોક્ટર થોડા રીલેક્ષ હોતે હૈ નીચે બારમેં જાકર થોડા પીકર ટેન્શન કમ કરતે હૈ ડો.ઇદ્રીશે બે મીનીટ વિચાર્યું પછી કહ્યું ઠીક હૈ ચલો થોડા પી લેતે હૈ. બંન્ને જણાં બાર રુમમાં ગયા અને પસંદગીનાં ડ્રીંક ઓર્ડર કરીને રીલેક્ષ થવા બેઠાં. નવનીતરાય ખૂબ ધીમે ધીમે સીપ લઇ રહ્યાં હતાં એમની ખાસીયત હતી કે એક પેગ પૂરો કરતાં ખૂબ જ સમય લેતાં જાણે એક બોટલ પીવાઇ જાય. ડો.ઇદ્રીશ તો એક પેગ એક સાથજ પી ગયાં. નવનીતરાયે કહ્યું" અરે પાર્ટનર ઇતના જલ્દી કયા હૈ ? ડો.ઇદ્રીશે કહ્યું મેરી યેહી સ્ટાઇલ હૈ પર મેં કભી તીન પેગ સે જ્યાદા નહીં પીતા હૂં. મુઝે યે ધીરે ધીરે મજા હી નહીં આતા અને બંનન્ન જણઆં ખડખડાટ હસી રહ્યાં ડો.ઇદ્રીશે થોડું બાઇટીંગ લીધું રોસ્ટેડ સોલ્ટી કાજુ અને સલાડ ખાઇ રહેલાં નવનીતરાય ધીમે ધીમે પી રહેલાં.

ડો.ઇદ્રીશ નવનીતરાયની સામે જોઇ રહેલો અને વિચારમાં પડી ગયો કે યે આદમી બૂરા નહીં હૈ. ખામખાં મૈં ઉન્સે દૂશ્મની કર રહા હૂં મેરી કોઇ સન્તાન નહીં હૈ રઝીયા ભી કહે રહી બચ્ચીકો બચા લેનાં ખુદા મેરે સે કોઇ ગલત કામ ન કરવાએ. મેરી બચ્ચી સમજકે અબ ઇલાજ હોગા ઇસે કુછ નહીં હોગા. વિચારતાં વિચારતાં બીજો પેગ બનાવીને ગળે ઉતારી ગયો. નવનીતરાયે એની સામે જોયું અને હાથથી ઇશારો કરી કહ્યું ક્યા બાત હૈ ડો.ઇદ્રીશે સ્માઇલ આપીને કહ્યું "મજા આ રહા હૈ અબ એટલામાં ડો.ઇદ્રીશનાં મોબાઇલ પર અબ્દુલનો ફોન આવ્યો.

ડો.ઇદ્રીશે સ્ક્રીન પર નામ વાંચીને મોં બગાડ્યું પરંતુ ફોન ના કાપ્યો અને એક મીનીટ કહીને ત્યાંથી દૂર નીકળી ગયો પછી કંઇક વિચારી બારરૂમની બહાર નીકળી ગયો.

નવનીતરાયે એકલાં પડ્યાં ડ્રીંકની અસર થોડીક વર્તાતી હતી. એમણે તરતજ પરવીનને ફોન લગાડ્યો અને એક રીંગે પરવીને ફોન ઉંચક્યો પરવીને કહ્યું" હું તમારા ફોનની રાહજ જોતી હતી. મારી ધીરજ જ નહોતી રહી. બેબીને કેમ છે ? તમે મને ફરી ફોન કેમ ના કર્યો ? મને ખૂબ ચિંતા થાય છે હું ત્યાં આવી જઊં એવું મન થાય છે. સર હવે મારી ધીરજ ખૂટી રહી છે. નવનીતરાયે કહ્યું" ઍય માય ડાર્લીગ અહીં બધુ બરાબર છે. કાંઇ ચિંતા ના કર. ડો.ઇદ્રીશ સાથેજ છે. અહીનાં લોકલ ડો.જોષી છે. અમે અહીં હોટલમાં શીફ્ટ થઇ ગયાં છે બેબી અત્યારે ઘસઘસાટ ઊંધી રહી છે. એની આંખો ખૂલે છે અને બોલાવાનું ચાલુ કરે છે. ખબર નહીં. જાણે કોઇ અલગ વિચારથી વાતો કરતી હોય એવું લાગે છે પરંતુ ડો.ઇદ્રીશે કહ્યું આ એક પ્રકારની માનસિક સ્થિત છે અને મેડીકલ સાયન્સમાં નામ આપ્યું છે કે મલ્ટી પરસાનાવીટી ડીસઓર્ડર કહે છે મને એવું લાગે છે કે પરવીન મારી દીકરીને એનો કોઇ ગત જન્મ યાદ આવી રહ્યો છે. મને ખૂબ ચિંતા થાય છે કે એ ગાંડી ના થઇ જાય કે ઉશ્કેરાટમાં કોઇ ખોટું પગલું ના ભરી બેસે.

પરવીન કહે "તમે ક્યાં છો. સરયુ પાસે કોણ છે ? અને તમારો અવાજ આમ... તમે ડ્રીંક લીધું છે ? નવનીતરાય કહે ધીમે ધીમે સવાલ કર ડાર્લીંગ અહીં મને ખૂબ ટેન્શન હતું. તારી ગેરહાજરી મને ખૂબ સાલે છે. હું અને ઇદ્રીશ બંન્ને અહીં બારરૂમમાં આવ્યા છીએ. એનો કોઇ ફોન આવ્યો એટલે એ હમણાં બહાર ગયો છે. મને તારી ખૂબ યાદ આવતી હતી અને તારી સાથે બધું શેર કરવું હતું એટલે ફોન કર્યો. હું મને લાગશે એટલે બોલાવી લઇશ. પણ ચિંતા ના કરીશ તું ત્યાનું બરાબર જોજે મને આવતા હજી વાર લાગશે.

સરયુ પાસે એની બે ફ્રેન્ડ છે અવની અને આશા અને નીરુ પણ એની સાથે છે બધાંજ સૂઈ ગયાં છે. અને મને એક વિચાર આવે છે. પણ હમણાં નહીં પછી વાત કરીશ. પરવીન કહે "માય લવ હું પણ તમને ખૂબ મીસ કરું છું. પણ મને અત્યારે બેબી સિવાય કઇ વિચાર નથી કોઇ ચિંતા નથી. તમે ડો.ઇદ્રીશ સાથે.. નવનીતરાયે રોકીને કહ્યું ના એ ખૂબ જ ચીવટ પૂર્વક ધ્યાન રાખી સારવાર આપી રહ્યો છે. ખૂબ સાચવી રહ્યો છે. અહીં મને એનું કંઇક જુદુ જ રૂપ જોવા મળ્યું છે. ભગવાન નો ખૂબ આભાર માનું છું કે સમયસર સરયુને ટ્રીટમેન્ટ મળી ગઇ. હવે જે કંઇ હશે તને જણાવીશ. તું ચિંતા ના કરીશ. ડો.ઇદ્રીશને અંદર આવતો જોઇ નવનીતરાયે વાત ટૂંકાવી કહ્યું "ફરી પછી ફોન કરીશ પરવીને ફોન મૂકતાં કહ્યું "હું રાહ જોઇશ.

ડો.ઇદ્રીશ જ્યારે અબ્દુલનો ફોન જોયો અને બારરૂમની બહાર નીકળ્યો ત્યારે અબ્દુલે એમને બોલવાનો અવસરજ ના આવ્યો. એ બોલવા લાગ્યો "હુકુમ અહીંતો ઘણી મોટી ગરબડ હતી અને હું તો હવે છોકરાઓ સાથે છું અહીની ટુર પતાવીને કોલેજ પાછા ફરવાનાં બેબીને... ડો.ઇદ્રીશએ અટકાવતા કહ્યું" હવે તારે કોઇનું ધ્યાન કે જાસુસી કરવાની જરૂર નથી તું તારાં કામ પર ધ્યાન આપજે. હવે મારે કોઇ જરૂર નથી અને હું અહીં જયપુર બેબીની ટ્રીટમેન્ટજ કરી રહ્યો છું એટલે ફરીથી મને ફોન કરવાની પણ જરૂર નથી. કહી ફોન મૂક્યો.

નવનીતરાય પાસે આવી ડો.ઇદ્રીશે કહ્યું "ચાલો પાર્ટનર હવે આપણે ઉપર જઇએ. આ લોકો સૂઇ ગયા છે તો આપણે પણ થોડો આરામ કરીએ. નવનીતરાયે ક્હ્યું" કેમ કંઇ ખાવું નથી ? ડો.ઇદ્રીશે ક્હ્યું નાં સાંજે બધાની સાથેજ જમીશું અત્યારે રૂમ પર જઇને આરામ કરીએ. નવનીતરાયે કહ્યું ભલે અને બંન્ને જણાં રૂમ પર જવા નીકળ્યાં.

**********

સ્વાતી અને સ્તવને શીશ મહેલ પહોંચીને ત્યાં પાર્કીંગમાં બાઇક પાર્ક કરી અને સ્તવને કહ્યું "આજે પાકુ મૂહૂર્ત હતું અહીં આવવાનું અત્યાર સુધી કોઇને કોઇ કારણ આવતું નહોતું અહીં આવવાનું તારી સાથેજ મારી ઇચ્છા પૂરી થઇ છે અહીં કંઇક અનોખીજ કહાની આપણી લખાશે ચાલ કહી સ્વાતીની કેડમાં હાથ પરોવી સ્તવન પ્રવેશદ્વાર તરફ ચાલ્યો.

પ્રકરણ -15 સંપૂર્ણ

સ્વાતી સ્તવનની કહાની હવે નવા મોડ પર આવી છે આવતાં અંકોમાં એ રસપ્રસર અંકો જરૂરથી વાંચજો. "ઉજળી પ્રીતનાં પડછાયાં કાળાં" આવતાં અંક....