પ્રેત સાથે ઈશ્ક ભાગ - ૧

મારી સ્ટોરી પ્રથમવાર વાંચી રહેલા મારા વાંચક મીત્રોને વીનંતી છે કે આ સ્ટોરી વાંચવાની મજા તમને ત્યારે જ આવશે જ્યારે તમે આ સ્ટોરીના આગળના ભાગ જે ખામોશી ના શીર્ષક સાથે પ્રકાશીત થયેલા છે તે વાંચો.......

વીનય..........ના પડઘા સાથે આશીષની બુમ આખી કોલેજમાં ગુંજી ઉઠે છે. થોડી જ વારમાં આશીષનો અવાજ સાંભળીને બીજા વીધ્યાર્થીઓ પણ ત્યાં દોડી આવે છે અને આ દોડા દોડીની જાણ થતાં પ્રીન્સીપાલ પણ ત્યાં આવી પહોંચે છે અને અન્ય શીક્ષક ગણ પણ આવી પહોંચે છે આશીષ તો આ દ્રશ્ય જોઈને અભાન બની ગયો હતો. 

વીનયને નીચે ઉતારો જલ્દી.......પ્રીન્સીપલે કહ્યું.

નહીં સર...આાપણે સૌપ્રથમ પોલીસ કમ્પલેન્ટ કરવી જોઈએ આપણે તો એ પણ નથી જાણતાં કે આ આત્મહત્યા છે કે મર્ડર..........ત્યાં જ રહેલા એક વીધ્યાર્થીએ કહ્યૂં.

હા આમ તો આપણે પહેલાં પોલીસ કમ્પલેન્ટ જ કરવી જોઈએ....પ્રીન્સીપલ સરે કહ્યૂં. 

પ્રીન્સીપલે સો નંબર ડાયલ કર્યો.હા લો પોલીસ સ્ટેશન એમ.કે.શાહ કોલેજના પ્રીન્સીપલ બોલું છું અમારી કોલેજના એક ક્લાસ રૂમમાંથી અમારી જ કોલેજના એક વીધ્યાર્થીની બોડી મળી આવી છે આટલું કહી પ્રીન્સીપલ ફોન રાખી દે છે. અને ત્યાં......

મને તો આત્મહત્યા લાગે છે......

કોઈએ વીનયનું મર્ડર કર્યૂ લાગે છે.......

આવા પ્રશ્ર્ન ત્યાં ગુંગળાવા લાગે છે. આ સવાલ ના જવાબ તો પોલીસ જ દઈ શકશે.

પ્રીન્સીપલ વીનયના ઘરે આ વાતની જાણ કરવા માટે ફોન કરે છે આજે તો કોલેજનો સૌથી અડગ વ્યક્તિ પણ ઢીલો પડી ગયો હતો. વીનયના પપ્પા પોતાના કામથી બહાર ગયા હતા અને કોલેજમાં જે નંબર નોંધાવવામાં આવેલે તે વીનયના ઘરનો હતો આથી પ્રીન્સીપલે જ્યારે વીનયના ઘરે ફોન કર્યો ત્યારે વીનય મમ્મી ઘરે હતા તે ફોન ઈઠાવે છે

હાલો.......વીનયના મમ્મી એ કહ્યૂં.

હું એમ કે શાહ કોલેજના પ્રીન્સીપલ વાત કરુ છું.........પ્રીન્સીપલ સરે કહ્યું.

હા સર બોલો હું વીનયની મમ્મી બોલું છું.........વીનયના મમ્મી નમ્ર સ્વભાવમાં કહ્યું.

પ્રીન્સીપલ સર તો થોડી વાર માટે વીચારમાં પડી જાય છે કે કેવી રીતે વીનયની મોતના સમાચાર એમની મમ્મી ને જણાવું. અને એ કંઈ બોલી પણ શકતા નથી.

હાલો......પ્રીન્સીપલ કંઈ બોલ્યા નહી એટલે વીનયની મમ્મીએ કહ્યું.

પ્રીન્સીપલ દુ:ખ ભર્યા અને ઘબરાતા ઘબરાતા કહે છે ......વીનય.....આ દુનીયામાં નથી રહ્યો.................

શું......? આ તમે શું બોલો છો મારા વીનય વીશે આવું બોલવાની તમારી હીંમત કેવી રીતે થઈ........વીનયના મમ્મી એ કહ્યું.

મારે કહેવું તો ન હતું પણ શું કરુ આ વાતની તમને જાણ કરવી એ મારી ફરજ છે......પ્રીન્સીપલે કહ્યું.

ત.ત.તમે મજાક કરો છોને.......પ્લીઝ સર આવો મજાક ના કરો.......વીનયના મમ્મીએ કહ્યું.

ના હું મજાક નથી કરતો વીનય હવે આ દુનીયામાં નથી રહ્યો.....આજે અમારી કોલેજના એક ક્લાસ રૂમ માંથી વીનયની બોડી મળી આવી છે........પ્રીન્સીપલ સરે કહ્યૂં.

આમ સાંભળતાની સાથે જ વીનયના મમ્મી ના હાથમાંથી ફોન સરીને નીચે પડી જાય છે અને તેમને આઘાત લાગવાને કારણે તે ત્યાજ બેસી જાય છે અને આ બાજુ પ્રીન્સીપલ વીનયના મમ્મીનો અવાજ ન સાંભળતા તે પણ ફોન રાખી દે છે વીનયના મમ્મી તરત જ કોલેજ જવા માટે નીકળી જાય છે અને રસ્તામાંજ વીનયના પપ્પાને પણ ફોન કરીને જલ્દી કોલેજ આવવા માટે કહે છે પરંતુ સાચી વાત જણાવતાં નથી. વીનયના મમ્મી થોડી વારમાંજ કોલેજ પહોંચી જાય છે ત્યાં જઈને જુવે છે તો એક વર્ગખંડની બહાર વીધ્યાર્થીઓનું ટોળું જામેલું હોય છે વીનયના મમ્મી હળવા પગલે એ ટોળા તરફ આગળ વધે છે ધીરે ધીરે એક પછી એક એ ટોળું વટાવીને તેની આગળ પહોંચે છે તો પંખા પર લટકતી વીનયની લાશ જુવે છે અને વીનય ની આ દશા જોતાની સાથે જ એમના મુખમાંથી ખુબ જ લાંબી ચીસ નીકળી પડે છે...વીનય....................... 

વીનયના મમ્મીની આંખમાંથી આંસુઓની ધારા વહેવા લાગે છે તે પોતાના પરથી કાબુ ગુમાવી દે છે એમને કોઈ પ્રકારનું ભાન રહેતું નથી અને તે વીનય પાસે જવાની કોશીશ કરે છે પરંતુ ત્યાં રહેલા શીક્ષકો તેમને વીનય પાસે જતાં અટકાવે છે  

છોડી દો મને....મને મારા વીનય પાસે જવા દો......પ્લીઝ હું તમારા પગે પડું છું આમ વીનયના મમ્મી શીક્ષકો પાસે આજીજી કરે છે...ત્યાંજ થોડી વારમાં વીનયના પપ્પા પણ ત્યાં આવી પહોંચે છૂ અને તે પોતાના દિકરાને મૃત અવસ્થામાં જોઈએ અસ્વસ્થ થઈ જાય છે....શૂં થયૂં હા કેમ અહીંયા ભીડ કેમ જમાવી છે મારો વીનય જીવે છે એને કંઈ નથી થયૂં. અને તમે લોકો શું અહીંયા તમાશો જોવા આવી ગયાં છો.....મારાં વીનયને કંઈ નથી થયું. કંઈ નથી થયું મારાં વીનયને એ બીલકુલ ઠીક છે હા એ બીલકુલ ઠીક છે..હમણાં ઉઠશે એ......આમ વીનયના પપ્પાની લાગણીઓ પોતાના પુત્રના પ્રેમ તરફ દોરવાય જાય છે પ્રીન્સીપલ વીનયના પપ્પાને સંભાળવાની કોશીશ કરે છે પરંતુ વીનયના માતા પીતા દિકરાના મૃત્યૂનુ દર્દ કેવી રીતે સહન કરી શકે ?

એક મીનીટ જરા બાજુએ ખસો...એમ ત્યાં રહેલી ભીડ પાછળથી એક અવાજ આવે છે લોકો બાજુ તર ખસી જાય છે અને જુવે છે તો પાછળ ખાખી કપડાં વાળો, કમર પર સીંહના લોગો વાળો બેલ્ટ, પગમાં મરૂન જેવા કલરના બુટ, હાથમાં એક લાકડી અને માથા પર સીંહની આકૃતીથી શોભતી કેપ સાથે ઈન્સપેક્ટર રણવીર સીંહ ત્યાં હાજર હોય છે અને તેની પાછળની બાજુએ બે હવાલદાર પણ હોય છે. ચતુર ગોટલેકર અને એક હવાલદાર ખરો પણ રણવીર સીંહનો ખાસ માણસ હતો વીજય સક્સેના. રણવીર સીંહના હાથમાં રહેલી લાકડી એના બીજા હાથની હથેળી એમની રોજની ટેવ મુજબ પટકાતી રહી હતી. રણવીર સીંહ ધીરે ધીરે આગળ વધે છે

આ કોલેજના પ્રીન્સીપલ કોણ છે.......રણવીર સીંહે આગળ આવીને કહ્યું.

હું આ કોલેજનો પ્રીન્સીપલ છું.......પ્રીન્સીપલ ઈન્સપેક્ટરની પાસે આવીને કહે છે.

તો તમેજ મને ફોન કરેલો.......ક્યાં છે લાશ........રણવીર સીંહે પુછ્યું.

રણવીર સીંહના મુખમાંથી આવા શબ્દો સાંભણીને વીનયના મમ્મી પોતાને રોકી શક્તા નથી અને તે ઈન્સપેક્ટરની પાસે જઈ તેના શર્ટની કોલર બંને હાથ વડે પકડે છે અને કહે છે

એ..........કંઈ લાશની વાત કરે છો તું. મારો વીનય હજી જીવે છે એને કંઈ નથી થયૂં. તારી હીંમત કેવી રીતે થઈ મારા દિકરા વીશે આવા શબ્દોનો પ્રયોગ કરવાની............

રણવીર સીંહ વીનયના મમ્મીની લાગણી સમજી શકતા હતા આથી તેણે શાંત સ્વભાવમાં કહ્યુ પ્લીઝ અમને અમારી ફરજ નીભાવવા દ્યો. હજી તો એ પણ ખબર નથી પડી કે તમારા વીનય સાથે થયું છે શું ? આથી મૃત્યુ પાછળનું કારણ જાણવું ખુબ જરૂરી છે. પ્લીઝ તમે થોડીવાર માટે અડચણ રૂપ ના બનશો.

સૌ પ્રથમ વીનયની બોડી કોણે જોય......રણવીર સીંહે પહેલો જ સવાલ કર્યો.

વીનય ના મોત પાછળનું કારણ છે શું ?

શું ઈન્સપેક્ટર રણવીર વીનયના મોત પાછળ રહેલી ઘટના નો પર્દાફાશ કરી શકશે ? 

દરેક સવાલના જવાબ જાણવા માટે વાંચતા રહો પ્રેત સાથે ઈશ્ક. આવતા સપ્તાહમાં ફરી મળીએ એક નવા સસ્પેન્સ સાથે..........

*તમારો અંગત અભીપ્રાય આ નંબર પર જણાવવો. 8487935845*

***

Rate & Review

Sapna 4 months ago

Vijay Kanzariya 5 months ago

Radhika Vasoya 6 months ago

Anita 6 months ago

Patel Vasant 6 months ago