ઉજળી પ્રિતનાં પડછાયા કાળા - 17

ઉજળી પ્રિતનાં પડછાયા કાળા

પ્રકરણ -17

બાલકનાથજીને પરવીન પૂરી કાળજી સહુલત અને વ્યવસ્થા સાથે લઇ આવેલી એ સાંભળી નવનીતરાય ખુશ હતાં. હોટલ પર આવ્યા પછી નવનીતરાય અને નીરુબહેન એક રૂમમાં. બાલકનાથજી માટે સાવ અલગયદો રૂમ ફાળવવામાં આવ્યો. ડો.ઇદ્રીશ અને રઝીયા એક સાથે અને પરવીન સરયુની સાથે. સરયુની બંન્ને સહેલીઓને સમજાવી કે તમે લોકોએ અત્યાર સુધી ખૂબ ધ્યાન રાખ્યું છે ખૂબ સાથ આપ્યો છે તમે લોકો ટુર પાછી જઇ રહી છે તમે ઘરે પહોંચી જાવ. નીરુબહેને ખૂબ સમજાવ્યા. આશાને પાછી મોકલવાની વ્યવસ્થા નવનીતરાયે કરી લીધી. અવનીએ સ્પષ્ટ ના પાડી દીધી કે એ સરયુને છોડીને નહીંજ જાય એણે વચન આપેલું છે. બંન્ને બહેનપણીઓનો સાથ અને ઘનીષ્ટતા જોઇને અવનીને દબાણ ના કર્યું પરંતુ એનાં પરેન્ટસ સાથે નીરુબહેન અને નવનીતરાયે વાત કરી લીધી. નવનીતરાયે કોલેજ પ્રીન્સીપલ સાથે પણ વાત કરી લીધી. અવનીનાં પેરેન્ટસને કહ્યું તમે કોઇ ચિતાં ના કરશો અવની અમારી સાથેજ સહીસલામત છે. તમને જ્યારે આવવું હોય આવી શકો છો.

નીરુબહેને બધી વાત પુરી થયા પછી બધાનાં રૂમની ફાળવણી અને રહેવાની પૂરી વ્યવસ્થા થયા પછી નવનીતરાયને રૂમમાં બે મીનીટ રોકાવાનું કહીને એમણે કહ્યું "મારી દીકરી બિમાર છે કોઇ અહીં એનું પ્રદર્શન નથી કે અહીં બધાને બોલાવીને શંભુમેળો ભેગો કરો છો. અહીં ફરવા નથી આવ્યા. એક બાજુ હું દીકરીનું ધ્યાન રાખું કે નવનીતરાય કહે "અરે પણ કોણ છે રઝીયાતો ડો.ઇદ્રીશ સાથે છે ઓહ ઓકે... પરવીનનાં સંદર્ભમાં કહી રહ્યા છો ? પરવીન બેબીને ખૂબ ચાહે છે તમને ખબર નથી ? એ જીવ આપે એવી છે અને આવા સમયે વધુ હાથ રળીયામણાં ક્યાં કોની જરૂર પડે કશું ખબર છે ! આપણે સરયુ સાથે રહીશું પરવીન, ડોક્ટર, ટ્રીટેમેન્ટથી માંડી બધુ જ જોઇ લેશે તમને કંઇ કરવા નહીં દે હું સારી રીતે ઓળખું છું આમ આવા સમયે તમારે આળા થવાની જરૂર નથી.

નીરુબહેન મનમાં સમજતાં જ હતાં કે પરવીન ખૂબ જ મદદરૂપ સાબિત થશે વળી સરયુ માટે અનહદ લાગણી પણ છે એમણે મનમાં હતુ કહી દીધું પછી એમણે સામે રહીને કહ્યું "સોરી મારી ભૂલ છે હું આવેશમાં બોલી ગઇ. એક સ્ત્રી સહજ ઇર્ષ્યાની ભોગ થઇ હતી માફ કરજો પરવીનને મારા વર્તનથી કોઇ રીતે ઓછું નહીં આવે ખાત્રી રાખજો.

ગુરુ બાલકનાથજી બીજે દિવસે સવારે ધ્યાનમાં બેઠાં છે અને એમની ધ્યાન સમાધી પુરી થયા પછી નીરુબહેન અને નવનીતરાયને બોલાવ્યાં નીરુબહેન અને નવનીતરાય એમની સામે વિનયપૂર્વક બેઠાં બાલકનાથજીની આંખો કંઇક ચોક્કસ કહી રહી હતી. એણે નીરુબહેનની આંખમાં આખ પરોવીને કહ્યું "બેટા હું જે કંઇ કહુ છું તે શાંતિથી સાંભળ કોઇ રીતે ડરીશ નહીં કે ચિંતા ના કરીશ.

તારી દીકરી ફૂલ જેવી નિર્દોશ છે.એનું હૃદય ઘણું કોમળ અને સંવેદનશીલ છે. હું અહીં કોઇ તાંત્રિક રીતે નથી આવ્યો પરંતુ આ કુટુંબનો વડૉ થઇને આવ્યો છું અહીં કોઇ અંધશ્રધ્ધાને સ્થાન નથી તારી દીકરી રાજસ્થાનની ભૂમિ ઉપર આવી તે પહેલાંથી જ એને કોઇ આગમ્ય એહસાસ થયા હશે. એને કંઇ ને કંઇ અનુભવાતું હશે. એનાં જાણમાં કે અજાણમાં એનાં સંપૂર્ણ સભાનતાં કે કોઇ મનની અગોચર સ્થિતિમાં કોઇ સાથે સંપર્ક થતો હશે એવું ચોક્કસ મને લાગે છે. જે કાંઇ એ જીવ છે એની સાથે જોડાઇ રહ્યો છે......

નીરુબહેન બાલકનાથજી આગળ બોલે તે પહેલાં બોલી ઉઠ્યાં ગુરુજી એને ઘણીવાર થયું છે એકવાર બેભાન થઇ ગઇ હતી મારી સરયુને એટલેજ પછી ડો.મધુકરની સલાહથી ડો.ઇદ્રીશનો સંપર્ક સાંધેલો. અમારાં ઘરમાં બધાં તંત્ર મંત્રમાં ના માને એટલે ડોક્ટરને બોલાવેલા ગુરુજી તમે જાણ નહોતી કરી શકી હું એમ કહીને નવનીતરાય તરફ ઇશારો કર્યા જે ગુરુજી અને નવનીતરાય સમજી ગયાં.

ગુરુજીએ કહ્યું "કંઇ નહી હું પણ અહીંયા કોઇ જાદુ કે તંત્ર મંત્ર કરવા નથી આવ્યો. મેં તમને લોકોને એટલેજ બોલાવ્યા છે કે મને તો બધીજ જાણ થઇ ગઇ છે કે દીકરી સાથે શું થયું છે ? શું થવાનું છે પણ હું મારી રીતે બધુજ કરીશ પરંતુ એને કોઇ શારીરીક પણ કોઇ નુકશાન ના પહોંચે એટલે ડોક્ટરને સાથે રાખજો.

નીરુબહેન તો ધુસકે ઘુસકે રડી જ પડ્યાં. ગુરુજી... મારી દીકરીને શું થયું છે ? કેમ આટલી પીડાય છે ? અહીં રાજસ્થાનની ટુર પર આવ્યા પછી તો એ સાવ... અને અગમ્ય વાતો કરી રહી છે એવું લાગે કે એની સાથે થઇ ચૂક્યું છે એ કહી રહી છે ડો.ઇદ્રીશ પણ એને બોલવા દેવા સલાહ આપે છે. કહે એને બોલવા દો એનામાં જે અણસાર એહસાસ છે કહી દેવા દો. ગુરુજીએ કહ્યું " સારી વાત છે તમે કોઇ ચિંતા ના કરશો. હવે હું મારી રીતે મારું કામ કરીશ. નિશ્ચિંત રહેજો ચાલો આપણે દીકરી પાસે જઇએ.

ગુરુજી નીરુબહેન અને નવનીતરાય સાથે સરયુનાં રૂમમાં આવ્યા સરયુ અવનીના ખોળામાં માથું રાખીને સૂઇ રહી હતી. પરવીન સરયુનાં પલંગ પર એનાં પગ પાસે બેસી હતી. સરયુ એકદમ શાંથિથી સૂઇ રહી હતી એણે બોલવાનું બે કલાક પહેલાંથી જ બંધ કરી દીધું હતું પરંતુ એનાં ચહેરાનાં હાવભાવ બદલાતાં રહેતાં હતાં પરવીન એનાં પગ પર હાથ ફેરવી રહી હતી. અવનીએ બધાનાં અંદર આવતાં જોયાં અને એ સરખી બેસવાં ગઇ. સરયુનું માથુ એણે ઓશીકા પર મૂકી દીધું. અને સરયુની બાજુમાં બેસી ગઇ. પરવીન પણ ઉભી થઈ ગઇ.

ગુરુજીએ બંન્નેને હાથ કરી શાંતિથી બેસવા કહ્યું એકદમ મૃદુ સ્વરે કહ્યું બેટા તમે બેસી રહો અને દીકરીને મને શાંતિથી જોવા દો. પછી નવનીતરાય તરફ જોઇને કહ્યું તમે ડોક્ટરને બોલાવી લાવો અવનીએ કહ્યું અંકલ હું બોલાવી લાવું છું કહીને એ તરત જ ઉભી થઇને બોલાવા ગઇ.

ગુરુજી એકાગ્રચિત્તે સરયુ તરફ જોઇ રહેલાં એમનાં ચહેરા પર શાંતિ અને હાસ્ય છવાયેલું હતું એમનું આ સૌમ્યરૂપ કાયમ જ રહેતું નીરુબહેન અને નવનીતરાય પણ સરયુ પાસે આવી ગયાં પરવીન ઉભી થઇને બાજુની ચેર પર બેસી ગઇ. ગુરુજી હજી સરયુની સામે ઉભાંજ રહેલાં. બધાની નજર ગુરુજી અને સરયુ બંન્ને તરફ હતી. હમણાં કંઇક કહેશે એમ કરી આશ ભરી મીટ માંડી રહ્યા. એટલી વારમાં ડૌ.ઇદ્રીશ અને રઝીયા પણ આવી ગયાં. રઝીયા આવી એટલે પરવીન એમને બેસવાનું કહી એ ઉભી રહી. ડો.ઇદ્રીશ ગુરુજીની પાસે ઉભા રહી ગયા.

ગુરુજીએ કહ્યું "ડોક્ટર તમે તમારી રીતે સારવાર કરી શકો છો હુ મારાં મંત્ર તંત્ર અને વૈદીકવિજ્ઞાનથી સારવાર કરીશ હું અમુક શબ્દોનો ઉપયોગ કરું તો કોઇ ગેરસમજ ના કરતાં આ મારી દીકરીનું ઘર છે અને આતો મારી નાતી છે. તમે મને શાંતિથી જોજો અને સાંભળજો.

ડો.ઇદ્રીશે બે હાથે નમસ્કાર કરીને કહ્યું "ગુરુજી તમારાં આશીર્વાદ હશે તો સહુ સારુંજ થશે હું વેદ અને વિજ્ઞાનનાં ઝગડામાં નથી પરંતુ આપણે તો સરયુની સાચી સારવાર થાય અને દીકરી સાજી નરવી ઉભી થાય એમાં જ રસ છે. ગુરુજીએ હસતાં કહ્યું "સાવ સાચી વાત. એમ કહીને પછી એમણે આંખો બંધ કરીને મંત્ર ભણવા શરૂ કર્યાં.

સરયુનાં ચહેરામાં એકદમ શાંતિ વર્તાતી હતી. એ શાંતચિત્તે સૂઇ રહી હતી. ગુરુજીનાં ચહેરા પર પણ શાંતિ હતી એ નિર્મળ ભાવે મંત્રોચ્ચાર કરી રહ્યા હતાં. થોડીવાર મત્રોચ્ચાર કર્યા પછી ગુરુજીનાં અવાજમાં ઉગ્રતા આવવા માંડી. અહીં સરયુનાં ચહેરા પર પણ પરસેવો બાઝી ગયો. એનો ચહેરો પણ અકલામણનાં ભાવ બતાવી રહેલો. સરયુએ પાછી આંખો ખોલી નાંખી અને એની આંખમાંથી આંસુની ધાર વહી રહી એણે કહ્યું "સ્તવન એવું ના કરો હું તમારી જ છું સ્તવન મને માફ કરો સ્તવન હું કેવી રીતે જીવીશ ? મારો કોઇ વાંકજ નથી સ્તવન. સ્તવન એમ કહેતાં કહેતાં એણે હાથ ઊંચા કરીને કોઇને રોકવાનો પ્રયાસ કરતી હોય એવું કર્યુ અને બીજી જ પળે એ બેભાન થઇને પડી.

ગુરુજીનાં ચહેરા પર પણ આક્રોશ હતો એમણે મંત્રોચ્ચાર કરતાં ઉગ્ર સંવાદે કહ્યું "કોણ છે તું ? શા માટે આ દીકરીને પજવે છે ? ક્યા કારણે તું અહીં છે ? તારો આત્મા તો પવિત્ર લાગે છે તો શા માટે આ છોકરીને રીબાવે છે ? પવિત્ર આત્મા કોઇને દુઃખ નથી આપતો. બોલ તારે શું જોઇએ છે ? શું થયું હતું ? આમ ગુરુજીને વાતો કરતાં જોઇ બધાંનાં ચહેરાં આશ્ચર્ય ચકિત થઇ ગયાં અવની અને નીરુબહેનતો રડીજ પડ્યા. પરવીન દોડીને સરયુ પાસે ગઇ. ડો.ઇદ્રીશે એમની બેગમાંથી ઇન્જેક્શન લઇને સરયુને આપ્યું નવનીતરાયનો બઘવાઈ ગયાં કે આમ અચાનક આ શું થઇ ગયું.

હજી ગુરુજીનાં મંત્રોચ્ચાર ચાલુ હતાં અને રૂમમાં લાઇટો જતી રહી અને રૂમની બારીઓ પછડાવા લાગી વાતાવરણ એકદમ તંગ થઇ ગયું. સરયુ ને સારવાર આપી રહેલાં ડો.ઇદ્રીશને પણ ના સમજાયું ગુરુજીએ તરતજ એક બારી ખોલી નાંખી અને પછી કહ્યું તમે કોઇ ચિંતા ના કરો. હમણાં દીકરીનું ધ્યાન રાખો. હું મારાં રૂમમાં જઉ છું. પછી ડોકટર અને નવનીતરાય તમે મારાં રૂમમાં આવજો મારે વાત કરવી છે. નવનીતરાયતો માનીજ ન્હોતાં રહ્યા કે આ વિજ્ઞાનયુગમાં આવું બધુ કેવી રીતે થાય ? મારી દીકરી આ બે વચ્ચે કાંઇ... એ વિચારોમાં પડી ગયાં નીરુબહેન ગુરુજીને રૂમમાં મૂકવા ગયાં. નવનીતરાય અને ડો.ઇદ્રીશએ પરવીન, અવની અને રઝીયાને સરયુ સાથે બેસવાં કહ્યું અને કીધું અમે આવીએ છીએ. પરવીને નવનીતરાય તરફ જોયું એની આંખોમાં દર્દ અને પરવશતાં સ્પષ્ટ ઝળકતાં હતાં. પરવીને અવનીને કહ્યું બેટાં તમે આરામ કરો હું બેસુ છું બેબી સાથે.

ગુરુજીનાં રૂમમમાં ત્રણે જણા આવી ગયાં. ગુરુજીએ ખુરશી પર બેઠક લેતાં કહ્યું તમે લોકો શાંતિથી બેસો હું તમને વાત કરુ છું ડોકટર કદાચ તમારાં વિજ્ઞાનમાં નહીં આવતું હોય એવું અમારા શાસ્ત્રમાં છે જે અંધશ્રદ્ધા કે ગપગોળં નથી જે સચોટ નીદાન જ આવે છે. પરંતુ આજનું વિજ્ઞાન અને અનુમોદન આપી નથી રહ્યું છોડો આપણે એ ચર્ચા નથી કરવી પરંતુ મેં ધ્યાનમાં જોયું છે અને સરયુની આંખોમાં પણ જોયું છે મને મારી મંત્રોચ્ચારથી જાણવા મળ્યું છે કે.. બધાનાં કાન સાંભળવાં માટે સરવા થઇ ગયાં. ગુરુજીએ કહ્યું સરયુ એનાં ગયા જન્મમાં જતી રહી છે. એ ઘરે હતી ત્યારે એને એનાં હુમલા થતાં કોઈ જીવ છે શક્તિ છે જે એને બોલાવે છે અગમ્ય રીતે એ લોકોનો સંપર્ક થાય છે સરયુ એ જીવ સાથે જોડાયેલી હશે અને અહીં રાજસ્થાનમાં જ અહીની જયપુરની ધરતી પર જ સરયુનો ભૂતકાળ આ જન્મ પહેલાનો ઇતિહાસ છે. એ ચોક્કસ વાત છે. એની સાથે કોઇ જીવશક્તિ આવે છે એને કાંઇક એહસાસ કરાવવા માંગે છે જે હોયતે એને પૂર્ણ રીતે હું જાણી લઇશ. થોડો સમય લાગશે પરંતુ નિરાકરણ આવશેજ.

ગુરુજીની આંખમાં આત્મવિશ્વાસનું તેજ જોઇને નીરુબહેન અને નવનીતરાય એમનાં ચરણોમાં પડી ગયા એ લોકોએ કહ્યું ગુરુજી કંઇ પણ હોય મારી સરયુને સાજી કરો અને કોઇ અગમ્ય જીવ જે હોય એમાંથી મુક્ત કરો. ગુરુજીએ કહ્યું તમે નિશ્ચિંન્ત રહો આત્મબળ અને મંત્રબળ જરૂરથી કામ કરશે અને સાથે તમારાં ડોક્ટર મિત્રનો સાથે છે જ.

ગુરુજીએ ડો.ઇદ્રીશને કહ્યું ડોક્ટર કદાચ તમને કોઇ વાત નહીં સમજાય પણ તમારામાં પણ મોલવીઓ પાસે કાજીઓ પાસે આવી બધી શક્તિઓ હોય છે. ઊલેમાઓને પણ હુ મળેલો છું એટલે તમને પણ થોડી ઘણી શ્રધ્ધા હશેજ. ડો.ઇદ્રીશે કહ્યું મને કોઇ આવી સમજ કે જ્ઞાન નથી પરંતુ હુ મારો આ વિષય છે એટલે હું બધીજ શ્રેષ્ઠ સારવાર કરી રહ્યો છું મારી ડોકટરની ભાષામાં આવા રોગને મલ્ટી પર્સનાલીટી ડિસઓર્ડર કહે છે. કોઇ વ્યક્તિ એક સાથે બે જીવનમાં જીવતી હોય એમ કહે છે કોઇવાર એ ખૂબ ડેન્ઝરસ થઇ જાય છે પરંતુ મારી પુરી નજર છે. હું મારી રીતે એને જે કંઇ યાદ આવી રહ્યું છે અથવા ગત જન્મની વાતો સબકોન્સિયસ માઇન્ડમાં જઇને કરે છે બધી જ બહાર નીકળી જવી જોઇએ.

ગુરુજી કહે તમે તમારી રીતે સારવાર કરો હું ક્યાંય રોકીશ નહી હું મારી મંત્ર શક્તિથી એનામાં રહેલો. .. દુર કરીશ તમે મારી વચ્ચે ક્યાંય ના આવતાં આમાં ઉદ્દેશ દીકરી ને બચાવવાનોજ છે.

ડો.ઇદ્રીશ કહ્યું "સાચી વાત છે ગુરુજી એમ કહીને ડો.ઇદ્રીશ પોતાનાં રૂમમાં ગયાં. નીરુબહેન અને નવનીતરાય ગુરુજીને કહે ગુરુજી અમારી દીકરીને તો કોઇ નુકશાન નહીં પહોચેને ! ગુરુજી કહે નિશ્ચિંન્ત રહો તમારાથી વધારે હું ચિંતીત છું અને આ ડોક્ટર એક મુસ્લીમ ધર્મ હોવા છતાં આસ્થાવાન લાગે છે. ઠીક છે. બાકીની ચર્ચા આપણે પછી કરીશું હું હવે સ્નાનાદી પરવારીને પાછો ધ્યાનમાં બેસીશ.

************

જેસલમેરથી કોલેજની ટુર પાછી જયપુર આવી ગઇ. આવીને બધાને હોટલ પર રાખી. પ્રો.પીનાકીન અને પ્રો.નલીની આશાને લેવા માટે આવી ગયાં નવનીતરાયનો ફોન એમને થઇ ગયેલો. પ્રો.પીનાકીન અને પ્રો.નલીનીએ સરયુની તબીયત અંગે પૃચ્છા કરી કહ્યું હજી એજ પ્રવાહી સ્થિતિ છે અમે સારવાર કરી રહ્યા છીએ. અવની અહીં રોકાશે એની ચિંતા ના કરશો. પ્રો.નલીનીએ કહ્યું અમે એનો હોટલ પરનો સામાન અહીં લેતાં આવ્યા છીએ. નીરુબહેને કહ્યું સારું કર્યું એમણે અવનીને બોલાવી અને અવનીએ પ્રોફેસરને મળી લીધું અને સામાનની બેગ લઇ લીધી. નીરુબહેન કહે સરયુ હમણાં સૂતી છે એટલે એને ડીસ્ટર્બ નહી કરીએ. પ્રો.નલીની કહે કંઇ નહીં. બસ સાચવજો. ઇશ્વર એને જલ્દીં જ સારી કરી દેશે. અવની અને આશા એકમેકને વળગીને વિદાય આપી આશાને લઇને પ્રો.પીનાકીન અને પ્રો.નલીની હોટલ પર જવા નીકળી ગયાં ત્યાંથી તેઓ ટુરનું સમાપન કરીને કોલેજ પાંછાં જવા નીકળી ગયાં.

નીરુબહેન અને નવનીતરાય બંન્ને આખા દિવસની વાતો આ લોકોનું આગમન અને ઉજાગરાથી ખૂબ થાકેલાં હતાં. નીરુબહેનને થોડી માનસિક શાંતિ હતી કે ગુરુજી આવી ગયા છે કંઇક તો હવે ફરક પડશે મારી સરયુનો ઇલાજ થશે જ. આમ એ લોકો વાતો કરતાં કરતાં ગાઢ નીંદ્રામાં સૂઇ ગયાં. ગુરુજી પણ રાતની દીનચર્યા અને સાધના પરવારી સૂઇ ગયાં. ડો.ઇદ્રીશ અને રઝીયા સરયુને સૂઇ ગયેલી જોઇનેજ સુવા જતાં રહેલાં. પરવીન અને અવની ઘણીવાર સુધી સરયુની વાતો કરીને સૂઇ ગયાં. અવની બાજુમાં સૂઇ ગઇ હતી એ ખૂબ થાકી હતી પરવીન અર્ધજાગૃત અવસ્થામાં જ સરયુ સાથે સૂઇ રહેલી.

રાત્રી બરોબર જામી હતી. બધાં ભર નીંદ્રામાં હતાં. બહાર રોડ પર પણ વાહનોની અવરજવર ક્યારની બંધ થઇ ગઇ હતી કોઇ એકલદોકલ વાહન પણ નહોતું આવતું. હોટલમં જવા શાંતિ છવાઇ હતી રૂમમાં રહેનાર પ્રવાસીઓ પણ સૂઇ ગયાં હતાં. બારરૂમમાં મોડી રાત્રી સુધી બેસનારા શરાબ સુંદરીનાં શોખીનો પણ પોતપોતાનાં રૂમમાં નિરાંતની નીંદર લઇ રહેલાં. હોટલ સ્ટાફ પર નિંદ્રામાં હતો રીશેપ્શન પર બેઠેલાં કર્મચારી પણ ઝોકે ચઢેલો હતો. હોટલનો મેઇન કાચનો ગેઇટ બંધ કરીને એ પણ ટીવી ચાલુ રાખીને સૂઇ રહેલો.

સરયુનાં રૂમમાં અવની પણ ગાઢ નીંદરમાં હતી. પરવીન ઊંધતી જાગતી પડી રહી હતી. સરયુનાં શરીરમં સળવળાટથી પરવીનની અર્ધમિંચાયેલી આંખો ખૂલી ગઇ. એણે બેઠાં થઇને જોયું કે સરયુની આંખો આખી ખૂલી ગયેલી છે. અને એ જાણે છત તરફ તાંકીને કોઇની સાથે વાતો કરી રહી હોય એમ હોઠ ફફડાવતી હતી પણ બોલવાનો કોઇ અવાજ નહોતો. એણે ધારી ધારીને સરયુ તરફ જોયું તો ધીમે ધીમે સરયુનો ચહેરો તંગ થવા લાગ્યો એણે એનાં હાથ ઊંચા કર્યા અને પછી જોરથી ચીસ જેવા અવાજે બૂમ પાડી "સ્તવન ઉભા રહો હું આવું છું સ્તવન અને એની ચીસથી અવની પણ ઉઠી ગઇ એ દોડીને સરયુ પાસે આવી ગઈ પરવીને અવની સામે જોયું બંન્ને જણાં ડરી ગયાં હતાં. સરયુની આંખો વિસ્ફારિત રીતે ફાટી આંખે છત તરફ જોઇ રહી હતી એ ખૂબ ડરેલી હતી એની આંખોમાંથી આંસુ નીકળી રહ્યાં હતાં એ ડુસકાં ભરી ભરીને રડી રહી હતી. પરવીનની આંખોમાંથી આંસુ નીકળી ગયાં એણે સરયુને કહ્યું ઓ બેબી તને શું થાય છે ? સરયુ બેબી બોલો તને શું થાય છે અમે તમારી સાથેજ છીએ સરયુ, પણ સરયુ કોઇ પ્રત્યુત્તર નહોતી આપી રહી બસ એ ધુસ્કે ધુસ્કે રડી રહી હતી.

અવનીએ સરયુનાં માથે હાથ ફેરવી કહ્યું "સરયુ તું કેમ રડે છે ? પરવીન તરતજ ઊભી થઇને નીરુબહેનને ઉઠાડવા એમનાં રૂમ તરફ ગઇ. અવની સરયુને પૂછી રહી હતી.

નીરુબહેન-નવનીતરાય દોડતાં આવ્યા પરવીન સાથે સરયુની હાલત જોઇ નીરુબહેન સાવ ભાંગી પડ્યા શું થઇ ગયું છે મારી દીકરીને ? એમણે અવનીને પૂછ્યું કેવી રીતે થયું આમ ? પરવીને બધુજ કહુ હમણાં, ઉઠી પછી કોઇ સાથે વાત કરતી હોય એમ છત તરફ તાંકી રહી છે. મને ડર લાગી ગયો તમને બોલાવી લાવી નવનીતરાય કહે હું ડોક્ટરને બોલાવું નીરુબહેન કહે ડોકટરને પછી બોલાવો પહેલાં ગુરુજીને તાત્કાલીક બોલાવો આવી સ્થિતિ જોઇને એમને સાચો અંદાજ આવશે મારી દીકરીને આ શું છે ? કંઇ વળગ્યું છે કે શું ? નવનીતરાય ઠીક છે હું બોલાવી લઉ છું. એ ગુરુજી અને ડોક્ટર બંન્ને બોલાવી લેવા ગયાં.

ગુરુજી એકજ અવાજમાં ઉઠીને આવી ગયા. ડો.ઇદ્રીશે કહ્યુ હું તરત આવુ છું નવનીતરાય અને ગુરુજી રૂમમાં આવ્યા ત્યારે સરયુ તો હાથ પગ પછાડતી હતી અને મોટેથી બોલી રહી હતી કોઇ એમને રોકો. મારો વાંક છે. મારી ભૂલ થયેલી પણ હું શું કરું સ્તવન તમે... સ્તવન તમે. એમ કહીને પાછી ચૂપ થઇ ગઇ. ગુરુજીએ સરયુ પાસે જઇને ધ્યાનથી નિરિક્ષણ કર્યું પછી સરયુની બાજુમાં ખુરશી લઇને બેસી ગયાં. સરયુનાં કપાળે એક હાથ મૂકીને આંખો બંધ કરીને મંત્રોચ્ચાર શરૂ કર્યાં. ધીમે ધીમે સરયુનો ચહેરો શાંત થઇ ગયો. ગુરુજીનાં મંત્રોચ્ચાર ચાલુ રહ્યા સરયુએ આંખો ખોલી એવી ગુરુજીએ પણ આંખો ખોલીને સરયુની આખોમાં જોયું અને એકદમ પ્રેમથી મૃદુ સ્વરે પૂછ્યું "કહેને શું કહેવું છે ? તને શું થયું છે ? તારે ક્યાં જવુ છે ?

સરયુએ થોડી ક્ષણો ગુરુજીની સામે જોયા કર્યું પછી આંખો મીચી દીધી. પછી એકમદ આખો ખોલીને કહ્યું શીશમહલ હું આવી ગઇ છું. હવે મારી વચ્ચે કોઇ નહીં આવતાં સ્તવન હમણાં આવીજ ગયાં હશે. હજી અમારે... લગ્ન કરવાનાં છે સ્તવનને હું ઘરે ના લઇ જઇ શકી. સ્તવન ત્યાંથી પાછાં ગયાં. સ્તવન મને ઘરે જ પાછાં નથી જવું તમે એકલી મૂકીને ના જશો. અને એ શાંત થઇ ગઇ.

અવનીએ ગુરુજીને કહ્યું "છેલ્લો સરયુએ અમને આ વાત કીધી હતી કે એ અને સ્તવન ઘરે પાછાં આવે છે શીશમહલથી પછી ખબર નહીં એને શું આગળ બોલી નથી રહી હવે એ કહેવાં માંગે ખુબ પીડાઇ રહી છે બસ એમજ કહ્યા કરે છે કે સ્તવન મને માફ કરો મારી કોઇ ભૂલ નથી. હું તમારી સાથે જ આવીશ આમ મૂકીને ના જશો ખબર નહીં આગળ શું છે બાકી આખીજ વાત એણે મને કહેલી ગુરુજી હવે શું છે આગળ તે નથી ખબર પડતી એ આટલે આવીને અટકી જાય છે મને લાગે એને કંઇક કહેવું છે પરંતુ એ કહી નથી શકતી કંઇક.....

અવની જ્યારે ગુરુજીને કહી રહી હતી ત્યારે બધાંજ એને શાંત ચિત્તે સાંભળી રહ્યાં હતાં ડો.ઇદ્રીશ અને રઝીયા પણ આવી ગયાં હતાં બધાંનાં ચહેરા પર એકજ વાત હતી કે ગુરુજી શું કરશે શું કહેશે ? ગુરુજીએ બધી જ વાત શાંતિથી સાંભળ્યા પછી કહ્યું " હવેજ એની સાચી સ્થિતિ કહેવાની આવી છે. હવેજ એનામાં પારાવાર પીડા જે એનામાં સમાવેલી છે એનાંજ દુઃખ બંધનમાંથી એને મુક્ત કરાવવાની છે એનો જીવ આજે એક અપરાધભાવમાં જકડાયેલો છે જેની એ પીડા વર્ષોથી ભોગવી રહી છે જેનું નિરાકરણ લાવવાનું છે આપણે એનાં મોઢેથી બધું જ બોલાવવું જ પડશે. ડો.ઇદ્રીશ પણ સંમત હતાં.

ગુરુજી કહે કુદરતનો આ કેવો કરિશ્મા છે કે જ્યારે કોઇ જીવ બીજા જીવને અમર્યાદ પ્રેમ કરે છે એકમેકમાં એવાં પરોવાય છે જીવ આત્માથી ત્યારે એમનું શરીર ગૌણ બની જાય છે જન્મ અને શરીર, સમય કાળનો કોઇ ફરક જ નથી પડતો એ બંન્ને જીવની પ્રેમયાત્રા અનંત ચાલતી જ રહેતી હોય છે આ દીકરીને કોઇ એવા જીવ સાથે યુગ્મ બંધન છે જેનાથી એ કોઇ કારણસર છુટી પડીને જન્મ લેવો પડ્યો છે પણ... જન્મ લીધાં પછી પણ એનાં આત્માને શાંતિ નથી. એ એનાં સાથી જીવઆત્માની શોધમાં છે એની વિરહની પીડામાં છે અને પેલો આત્મા પણ આની આસપાસજ છે જે પહેલાં એની સાથે આટલે સ્પષ્ટરૃપે નહોતો પરંતુ આ દીકરીનાં આત્માનાં સાક્ષાતકારમાં પેલો આત્મા આવી ગયો છે. બંન્ને એક કોઇ અગમ્ય માધ્યમથી એકબીજાને જોવે છે વાતો કરે છે પરંતુ એ લોકોનાંમાં પણ કોઇ ગજગ્રાહ છે છુટા પડ્યાનો કોઇ એવો દોષ બની ગયો છે કે પીડાઇ પીડાઇને પણ છૂટકારો નથી થઇ રહ્યો. હું આ બધું જ મંત્રશક્તિથી સ્પષ્ટ સમજી રહ્યો છું. જોઇ રહ્યો છું. ડોકટર તમે તમારી મેડીકલ સાયન્સની ભાષામાં જે અર્થ કરવો હોય કરો. પરંતુ આનું નિરાકરણ અમારાં શાસ્ત્રમાં છે.

નીરુબહેન ગુરુજીનાં પગે પડીને કહે "ગુરુજી તમે કહ્યું એ બધું અક્ષરશઃ સાચું છે મારી દીકરી આમજ પીડાય છે એને પીડામાથી મુક્ત કરજો આ દોષમાંથી બહાર કાઢો.

ગુરુજીએ કહ્યું તમારે ધીરજ કેળવી પડશે અને પૂરી શ્રધ્ધા રાખવી પડશે દીકરીનો વાળ વાંકો નહીં થવા દઊં હું કહુ એમ તમે એની સાથે વર્તજો અને સંભાળશો.

ગુરુજી સરયુની સામે એનેજ તાંકીને બેઠેલાં હતાં અને સરયુનાં માંથે અવની હાથ ફેરવી રહી હતી પરવીન એનાં પગ પાસે બેઠી હતી. સરયુએ આંખો ખોલીને એકદમ જ બોલાવવાનું ચાલુ કર્યું "સ્તવન તમે મને બોલાવી છે ને લો હું આવી ગઇ. બધાને આશ્ચર્ય થયું ગુરુજીએ બધાં તરફ નજર કરી ઇશારાથી એકમદ શાંત રહેવા કહ્યું અને શાંતિથી સાંભળવા કહ્યું.

"બોલોને સ્તવન મારી તો બધી પરીક્ષાઓ પણ પુરી થઇ ગઇ અને ફર્સ્ટ કલાસતો મારો પાકોજ. થોડીવાર નિરવશાંતિ રહ્યાં પછી સરયુનાં ચેહરા પર હાસ્ય આવ્યું. એટલે અવનીથી પુછાઇ ગયું "સરયુ શું થયું ? પછી શાંત થઇ ગઇ ગુરુજીએ એની સામે જોઇ ક્હ્યું કંઇ નહીં હવે એને બોલવા દે. સરયુને કહ્યું" હું અને સ્તવન ખૂબજ ખુશ હતાં સ્તવનની થીસીસ સબમીટ થઇ જાય એટલે એ એનાં પેરેન્ટસ ને લઇને ઘરે આવવાનાં હતાં. એમણે કહ્યું. "સ્વાતી મારી થીસીસ કંપ્લીટ થઇ ગઇ છે. મારું કોઇ કામ બાકી નથી. આપણે મહાદેવ પાસે જઇને એમને થીસીસ સમર્પણ કરીએ અને શાંતિથી મળીએ પછી હું થોડાં દિવસ માટે વડોદરા જઇશ મારાં અભ્યાસનું અંતિમ ચરણ છે હું થીસીસ સબમીટ કરીને પાછો આવીશ તારો હાથ માંગવા માટે મને પૂરી ખાત્રી છે હજી થીસીસ સબમીટ થશે બીજી બાજુ મારી જોબ પણ ફાઇનલ હશે એ પણ મારાં માંગતા પગારે મારી મનગમતી પછી કોઇ ચિંતા નથી. અને એ લોકોએ સાથે જ મંદિર જવાનું નક્કી કર્યું.

આજે હું આમ ખૂબ ખુશ હતી કે હવે સ્તવન મારું માંગુ લઇને ઘરે આવશે. હવે વિરહ કાળ દૂર થશે. એકબાજુ સ્તવન વડોદરા પાછાં જવાનાં એટલે એટલો સમય પાછો કેવી રીતે વિતાવીશ શું કરીશ ? એ પ્રશ્નો મને અકળાવતાં હતાં પણ પછી હૈયામાં ધીરજ અને હામ રાખીને એમને કહ્યું ભલે જઇ આવજો. અને એમનાં જતાં પહેલાં અમે સીટીપેલેસનાં મહાદેવનાં દેવાલ્ય મળવા નક્કી કર્યું.

પ્રકરણ-17 સમાપ્ત

સરયુની સ્થિતિને અનુલક્ષીને બધાં નિર્ણય લેવામાં ગુરુ બાલકનાથનું પરવીનુ, રઝીયા બધાં જયપુર આવી ગયાં હવે સરયુ આગળની એની વાત અટકી અટકીને કહે છે હવે સ્તવન આમા પણ જાણે એની સાથે થઇ ગયો હોય એવું અનુભવે છે. ગુરુજી એમની મંત્રશક્તિથી બધુ નિવારણ લાવી દેવાનો દાવો કરે છે. વાંચો આગળ ખરેખર શું થાય છે. ઉજળી પ્રીતનાં પડછાંયા કાળાંના આવતા અંકે... "

***

Rate & Review

Verified icon

Swati Kothari 3 weeks ago

Verified icon

Dilip 1 month ago

Verified icon

Ankita 2 months ago

Verified icon

Vasu Patel 2 months ago

Verified icon

Vaishali 2 months ago