પ્રેત સાથે ઈશ્ક ભાગ-૨

                 આગળના પ્રકરણમાં આપણે જોયું કે વીનયની મોતની જાણ થતા તેના મમ્મી પપ્પા કોલેજ પહોંચે છે અને થોડીજ વારમાં વીનયના મૃત્યુ પાછળની સાચી ઘટનાનો પર્દાફાશ કરવા માટે ઇન્સપેક્ટર  રણવીર સીંહ પણ ત્યાં આવી પહોંચે છે  અને તેમણે ત્યાં રહેલા લોકોને પહેલો જ પ્રશ્ર્ન પુછેલો કે સૌપ્રથમ વીનયની બોડી કોણે જોય. હવે આગળ વાંચો..................

            
                રણવીર સીંહે પુછેલા પ્રશ્ર્નનો કોઈ ઉતર મળતો નથી દરેક લોકો પોતાના મો નીચે કરીને ઉભા હોય છે

            
                પ્રીન્સીપલ શું તમે જોઈતી સૌ પ્રથમ વીનયની ડેડ બોડી.......કોઈનો ઉતર ના મળ્યો એટલે રણવીર સીંહે પોતાની ભાષામાં  પુછવાનું ચાલુ કર્યુ.

                   ના...ના મે નથી જોઈ વીનય....ની બોડી સૌપ્રથમ........રણવીરનો જવાબ આપતા પ્રીન્સીપલનું તો જાણે પેંટ જ પલળી ગયું.

             તો તમે આટલા બધાં ધબરાવ છો કેમ મેં તો માત્ર એટલું જ પુછ્યું છે કે વીનયની ડેડ બોડી સૌપ્રથમ કોણે જોઈ. .....રણવીર સીંહે કહ્યું.

                એ તો તમે મારું નામ લીધુને એટલે......પ્રીન્સીપલનો ઘબરાતો અવાજ રણવીરની શક કરવાની રીતને પોતાની તરફ ખેંચી રહ્યો હતો. 

               ગોટલેકર પ્રીન્સીપલને આપડી મર્સીડીઝના પવનનો આનંદ અપાવો આમ કહી રણવીર સીંહે હવાલદારને પ્રીન્સીપલને પોતાની સાથે પોલીસ જીપમાં લઈ જવા કહ્યું. હવાલદાર પ્રીન્સીપલને લઈને ત્યાંથી નીકળી પોતાની જીપમાં જાય છે અને આ બાજુ રણવીર સીંહે ફરી વખત એજ પ્રશ્ર્ન પુછ્યો.

               વીનયની ડેડ બોડી સૌપ્રથમ કોણે જોઈ.....

               સર વીનયની ડેડ બોડી સૌપ્રથમ આશીષે જોય....કારણ કે તેની બુમ સાંભણીને જ અમે લોકો અહીં દોડી આવ્યાં........ત્યાં રહેલા એક વીધ્યાર્થીએ ઈન્સપેક્ટર રણવીર ના પ્રશ્ર્નનો ઉતર આપ્યો.

               ખુબ સરસ ......તમે જવાબ આપીને હીંમત બતાવી બાકી અહીંયાતો માયકાંગલા ઉભા હોય એવુંજ લાગે છે. આપણાં દેશમાં સાચુ બોલવાની સજા નથી થતી. અને પોલીસ તમારી મદદ માટે છે એટલા માટે એમના પ્રશ્ર્નના જવાબ આપતા ક્યારેય ડરવું નહીં.........રણવીર સીંહે કહ્યૂં. અને આ આશીષ કોણ છે....? ક્યાં છે એ.....? રણવીરે પુછ્યું.

           સર તમારી પાછળ જ છે......

          રણવીર સીંહ પાછળ ફરીને જુવે છે તો આશીષ કંઈ પણ બોલ્યા વગરનો જાણે કોમામાં વયો ગયો હોય એવી સ્થીતીમાં બેઠો હતો. વીનયના મોતથી તો આશીષને આઘાત જ લાગી ગયો હતો. પરંતુ રણવીર ત્યારે આશીષને કૌઈ પ્રશ્ર્ન પુછતાં નથી. કારણકે તેને મનોમન એવું લાગ્યું હતું કે અત્યારે આશીષ પોતાના પ્રશ્ર્નના સરખી રીતે જવાબ દઈ શકશે નહીં. આથી રણવીર સીંહ ત્યાં ઉપસ્થીત અન્ય લોકોની સાથે પોતાની પુછતાછ ચાલુ કરે છે.

               રણવીર પહેલાંતો ત્યાં રહેલા શીક્ષકો સાથે પોતાની કાર્યવાહી કરે છે.

                તમને લોકોને શું લાગે છે વીનયના મૃત્યુ પાછળ સાચી ઘટના શું છે? આત્મહત્યા કે મર્ડર......અને અહીંયા ઉપસ્થિત કોઈ વ્યક્તિએ વીનયને મરતાં જોયો છે?......રણવીરે પ્રશ્ર્ન પુછ્યો.

                ના.....ના સર અમને તો કોઈને પણ વીનયની સાથે શું થયું છે એની ખબર નથી. અમે તો આશીષની બુમ સાંભણીને જ દોડી આવ્યાં હતાં.......ત્યાં રહેલા શીક્ષકે કહ્યૂં.

                 આ કોલેજમાં સીસીટીવી કેમેરા તો લગાવેલાં હશેને.......રણવીરે પુછ્યું.

                હા સર કોલેજના દરે ક્લાસમાં સીસીટીવી કેમેરા લગાવેલાં જ છે........એક વીધ્યાર્થીએ ઉતર આપ્યો.

              રણવીર ક્લાસની ચારેય દીવારો ઉપર પોતાની નજર ફેરવે છે પરંતુ એ ક્લાસમાં એકપણ સીસીટીવી કેમેરો હતો નહી. એટલે રણવીરે તરત પુછ્યું.....તમે તો કહો છો કોલેજના દરેક ક્લાસમાં સીસીટીવી કેમેરા છે તો પછી આ ક્લાસમાં કેમ નથી....? તમે લોકો પ્રશ્ર્નના સાચા ઉતર નથી દઈ રહ્લા..........હવે રણવીરનો ગુસ્સો બહાર આવી રહ્યૌ હતો. અને આજ ગુસ્સામાં તેણે પુછ્યું.

                સર...સર...આ ક્લાસના કેમેરામાં પ્રોબ્લેમ આવી ગઈ હતી એટલાં માટે એ કાઢી નાખ્યા છે અને નવા કેમેરા લગાવવા માટે પણ કહેલું છે પરંતુ કેમેરા વાળો હજુ સુધી લગાવવા માટે આવ્યો નથી........કોલેજના પ્યુને કહ્યૂં.

                 કેમેરા ક્યારે કાઢી લેવામાં આવ્યાં હતાં......? રણવીરે પુછ્યુ.

                સર કાલે કોલેજમાંથી રજા પડી એ પછી.......પ્યુને કહ્યૂં.

                શું વાત છે વીનયની ડેડ બોડી જે દીવસે મળે છે એજ દિવસે અને જે ક્લાસમાં મળે છે એજ ના ક્લાસમાં મોતના આગળના દિવસે કેમેરા ઉતારી લેવામાં આવે છે...........સક્સેના જરા પ્યુનનું પેંટ પણ થોડું ભીનું કરાવો. રણવીરે પોતાના બીજા હવાલદારને કહ્યૂં.

                વીજય સક્સેના પ્યુનને હાથકડી પહેરાવીને પોતાની જીપ તરફ લઈ જાય છે અને તેને જીપમાં મુકીને પાછો આવતો રહે છે. ત્યારબાદ રણવીર કોલેજના સ્ટુડન્ટ સાથે વાતચીત કરે છે

                 તમારાં માંથી કોઈ કહી શકશે કે વીનય સાથે શું થયું હશે....?રણવીરે પુછ્યું.

                ના સર અમને તો એ વીશે કંઈજ ખબર નથી. અને એમ પણ વીનય પહેલેથીજ કોલેજમાં બહુ ઓછા લોકો સાથે બોલતો અને એનો ખાસ મીત્ર આશીષ છે તો કદાચ એ કંઇક કહી શકે........ત્યાં રહેલાં એક વીધ્યાર્થીએ કહ્યું.

                તમે લોકો કોલેજ લાઈફમાં છો અને આ સમયમાં ઘણાં વધ્યાર્થીઓને કોઈ વ્યક્તિ તરફ આકર્ષણ થતું જ હોય છે તો શું વીનય ને પણ કોઈ જોડે આવું રીલેશન હતું....? કે જેને તે પ્રેમ કરતો હોય......રણવીરે પુછ્યું.

               સર પાક્કું તો નથી ખબર પરંતુ મેં વીનયને ઘણી વાર વીનયને રાધી તરફ જોતાં જોયો છે.....કદાચ રાધી વીનયને ગમતી હોય.........કોલેજની એક ગર્લ્સ સ્ટુડન્ટ એ રણવીરના સવાલનો જવાબ આપ્યો.

                ક્યાં છે રાધી........રણવીરે પુછ્યું.

                 આજેતો રાધી કોલેજ જ નથી આવી........સંધ્યાએ કહ્યૂં.

શું વાત છે એક પછી એક નામ નીકળતા જ જાય છે. હવે એ બતાવો કે કોલેજમાં વીનયનો કોઈ નાનો મોટો ઝઘડો થયેલો કે જેનો કોઈ બદલો લેવા માંગતુ હોય........રણવીરે પુછ્યું.

                સર હું આશીષ સાથે ઘણી વાર વાત કરૂ છું પરંતુ આજ સુધી મને ક્યારેય એવી કોઈ વાતનો અહેસાસ પણ નથી થયો.......સંધ્યાએ કહ્યૂં.

             કોલેજના વીધ્યાર્થીઓ સાથે થોડી વાતચીત કર્યા પછી રણવીર સીંહ આશીષને ભાનમાં લાવે છે એને પાણી આપી પહેલાંતો આરામ કરાવે છે અને તે પછી રણવીર આશીષને પ્રશ્ર્ન પુછે છે.

             જો આશીષ તું વીનયનો સૌથી નજીકનો અને પાક્કો મીત્ર છે એટલે છે મને લાગે છે કે વીનય પોતાની દરેક વાત તારી સાથે શેયર કરતો હશે. પોતાની અંગત વાત પણ એ તને જણાવતો હશે. એટલે તને શૂં લાગે છે વીનયના મૃત્યૂ પાછળ શું કારણ હશે......રણવીર સીંહે આશીષને એકલામાં પુછ્યું.

                 હા સર એક વાત છે જે વીનયે મને કાલે જ કહી હતી અને એની જાણ બીજા કોઈને નથી. કદાચ મારાં મીત્રના મોત પાછળ એનો જ હાથ હશે.........આશીષે કહ્યું.

                               Loading........

               પ્રીન્સીપલ અને પ્યૂનને રણવીર સીંહ પોલીસ મથકમાં શા માટે લઈ ગયો હશે...?

                 શું રાધી વીનયના મોત પાછળનું એક કારણ રાધી પણ હશે.....?

              આખરે કંઈ વાત છે એ જે આશીષને વીનયે કહી હતી.......?

આ દરેક પ્રશ્ર્નના જવાબ જોઈએ છે તો રાહ જુવો પ્રેત સાથે ઈશ્ક ભાગ-૩ આગળના સપ્તાહે............

***

Rate & Review

Sapna 4 months ago

Vijay Kanzariya 5 months ago

Ajaysinh Chauhan 6 months ago

Anita 6 months ago

Nikita 6 months ago