Preetni lat tohe aisi lagi - 1 in Gujarati Fiction Stories by ભુરા ભિસ્તી books and stories PDF | પ્રીતની લત તોહે ઐસી લાગી:- ભાગ:-૧

Featured Books
  • दिल्ली जिमखाना क्लब

    दिल्ली जिमखाना क्लब   दिल्ली  के बड़े  बड़े लोगों की जान और शा...

  • WAIT FOR WET - 2

    इतना सुनते ही सुभश्री मैम एक पल के लिए आरी की ओर मुड़ीं, और...

  • तेरी मेरी खामोशियां। - 17

    रात के उस हादसे के बाद, जब अमन ने नायरा को बेड पर बिठाकर पट्...

  • MTNL की घंटी - 28

    महक चबूतरे पर बैठी थी, पैरों के पास फैली रजनीगंधा की खुशबू ह...

  • Raaz - Part 7

    मेरी है।"अवंतिका खिड़की के सामने खड़ी रह गई। उसकी नज़र बार-ब...

Categories
Share

પ્રીતની લત તોહે ઐસી લાગી:- ભાગ:-૧

"શેઠ, પ્રેમ થઇ ગયો છે. હવે મારાથી કામ નહિ થાય. દેશમાં જવું જ પડશે." રમેશે ભરમેદનીમાં શેઠ સામે બે પગ પહોળા કરી ટટ્ટાર ઉભી, આંખોમાં આંખ નાખી, મોઢેમોઢ કહી દીધું.

વેવારમાં મારો કાકો અને, ધંધાર્થે મારો શેઠ, રોજ સાંજે ૬ પછી કેમ્પ તરીકે ઓળખાતા અમારા નિવાસ્થાને આવી મંડલી જમાવે. પાંચ હાથ પુરા અને પાંચ મણની કાયા ધરાવતો અમારો શેઠ ખાસ્સો રુવાબ્દાર અને ઠસ્સાદાર. બેઠો હોય તો પાસેથી નીકળવાની હિમત લાવવા પવાલીભાર કાચીપત્રીસ ચડાવવી પડે. એનો રુવાબ કે ક્યાંક અટાઈ ના જઈએ તેની ભીતિ સતત સતાવતી રહે.

જેની સામે પગાર વધારો માંગતા ય જીભ થોથવાય, તેને રમેશે ભરમેદની વચ્ચે ઉભા રહીને કહી દીધું કે, 'શેઠ, કામ નહિ થાય દેશમાં જવું છે. પ્રેમ થઇ ગયો છે.' એ જવામર્દ માટીનો પ્રેમ કેટલી પરાકાષ્ટાએ પહોચ્યો હશે?!!. (માટી એ પોરબંદર પંથકમાં જુવાન માટે બોલતો શબ્દ)

અને બધાની અપેક્ષાઓ વિરુદ્ધ શેઠે કહી દીધું, " કઈ વાંધો નહિ, લખમણ (અકાઉન્ટ) સાથે હિસાબ કરી લેજે." ત્યારે પ્રેમ વિષે અમારી અદમ્યતા વધી ગઈ હતી.

કિસ્સો એમ તો નાનો અને ઘટત ઘટત ઘટી ગયો. અને ઘણી વખત રમુજી કિસ્સા તરીકે અમે તેનો ઉપયોગ ડાયરામાં હાસ્ય ફેલાવવા કરતા રહીએ.
રમેશને કેમ અને ક્યાં પ્રેમ થઇ ગયો?, એ વિષય પર ગોષ્ટીઓ ચાલતી રહે અને દરેક વખતે કથાકાર પોતાની રીતે મીઠું મરચું ભભરાવી વાતને અલગ અલગ ઓપ આપતો રહે.

આ વખતે શેઠનો છોકરો કે જેનો જન્મ સુધ્ધા અહી શારજાહ યુંએઈમાં થયો હતો, તેની સાથે મેદનીમાં ગોષ્ટી જામી હતી. હાસ્યના ફુવારા ઉડતા હતા. હું અને મારો માસીયાર ભાઈ એ જ જુના ફાટી ગયેલા ઉઘાડ માં પડેલા ત્રણ બેઠકવાળા સોફામાં રામાંઆતાની સંગતે રંગત જમાવી બેઠા હતા. બાકીની મેદની પણ કોઈ પગથીયે તો કોઈ સ્ટુલ પર, તો વળી કોઈ ખુલ્લા રસોડેથી દાદ આપી રહ્યા હતા.

સ્વાભાવિક રીતે સામે પગથીયે બેઠેલો માંડણ લઘરો પણ મોજનો ભોગ લઇ રહ્યો હતો. માંડણ અને હું નાનપણથી મિત્રો. ધોરણ સાત સુધી ભેગા ભણ્યા ગણ્યા. અને આઠમાં ધોરણથી સાથ છૂટ્યો. હું પાસ થઇ આગળ અભ્યાસ કરતો રહ્યો અને તે બે વખત સાતમાં ધોરણમાં ફેલ થતા તેના બાપાએ વરસો તેના નામે ચડાવી દીધો. વારસામાં લગભગ એસી ઘેટા પંદર બકરી ચાર ભેસ અને એક રખોલીયો કુતરો જે દર ચાર-છ વરસે બદલી જતો.

હું મારી યથાશક્તિ ભણી કોમ્પ્યુટરમાં તજ્ક્ષ થઇ ગયો તો, મારો કાકો સાવ તૈયાર. મને કે હાલ ભાણા તને દુબઈ દેખાડું. અને હું પણ શાહરૂખ ખાનનું ગીત " ધડક ધડક મુજે બુલાયે રે.... ધડક ધડક ધડક ધડક..." કરતો અમદાવાદથી ફ્લાઈટમાં બેસી ગયો અને શારજાહ કે દુબઈ જે કયો ત્યાં ઉતરી આવ્યો.

બે વરસે ઇન્ડિયા એટલે કે ભારત આવ્યો ત્યારે માંડણની માં રૂડી મને મળવા આવી, અને હું જયારે દુબઈ આવતો હતો ત્યારે આપેલા પળાની યાદ અપાવી. કઈ રીતે માંડણના બાપની બંડીમાંથી તેને પચાસની નોટ કાઢી મને કિલો સાકારને નાળીયેર પહોચતું કર્યું હતું તેની વિસ્તૃત માહિતી સાથે સાથે માંડણના બાપાને ખબર પડતા થયેલા ઢીસુમ ઢીસુમની વાત કરી મારી આંખને ખૂણેથી એ એક આંખુ ખેરવી લીધું. મેં ય રૂડીમાંનો હાથ જાલી કીધું, 'બસ પગલીમાં રુલાયેગી ક્યાં?!!" ત્યારે તેને અસલી બોમ્બ ફોડ્યો અને ઈમોશનલ વાતાવરણમાં જ મારી પાસેથી માંડણને દુબઈ લઇ જવાનો કોલ લઇ લીધો. જો કે, ત્યારે તો મને જાજી ભનક લાગી નહિ કે મેં ક્યાં પગોડામાં પગ ઘાલી લીધો પરંતુ જેવો બીજે દિવસે જ સવારે માંડણનો નાનકો ભાઈ સુરો સવારના છ વાગે ઉઠાડીને પૂછે કે, માંડણનું દુબઈ જવાનુંશું થયું?! ત્યારે મને લાઈટ થઇ કે, સળગતું લેવું કોણે કહેવાય.

આ માંડણની આટલી લપ કરવાનું કારણ છે. કારણ કે, માંડણ લઘરો આપણી વાર્તાનું મેઈન કેરેક્ટર એટલે કે હીરો છે. અને વાર્તા છે માંડણ-હીરીની અમર-પ્રેમ કથા.

આખી વાર્તા રૂબરૂ ઘટેલી ઘટનાઓની આસપાસ ફરે છે. અને બેકગ્રાઉન્ડ છે ૨૦૦૮નું એટલે આજથી દસ વરસ પહેલાનું. લખવાનું કારણ એ કે, પ્રેમકહાનીમાં મુખ્ય ત્રણ કિરદાર હોય છે. એક પ્રેમલો-બીજી પ્રેમલી. અને ત્રીજો એ સુરમો એટલે કે સાક્ષી. પ્રેમલા-પ્રેમલીનો એ દોસ્તાર જેના ભાગે પ્રેમભર્યા પત્રોનું કબુતર બનવાનું નશીબ લખાયેલ હોય છે. અને હું ભૂરો એટલે પેલું કબુતર.

તો ફરીથી વાર્તાના વર્તમાનકાળમાં પાછા ફરીએ. મારો માસીયારભાઈ એટલે કે અમારા શેઠનો દીકરો જય લંડનથી ઇન્ટીરીયર ડિજાઈનનો બે વર્ષનો કોર્ષ કરીને પાછો ફરે છે. અમારા નિવાસ્થાને કે જ્યાં અમે લગભગ મારા કાકાના જ પચીસેક કામદારો નિવાસ કરીએ છીએ ત્યાં લગભગ તમામની હાજરીમાં ઉપર જણાવેલ રમેશના પ્રેમકીસ્સાને યાદ કરી ઠઠ્ઠામશ્કરી કરી રહ્યા હતા.

અચાનક સોફાના બીજા ખૂણે બેઠેલા રામાઆતાએ સુર્સુરીયો ફટાકડો ફોડ્યો. " પ્રેમની વાત નીકળી નીકળી તો આપણો આ લઘરો કેમ બાકાત રહી જાય?! પ્રેમ તો એનોય સોલીડ."

માંડણ લઘરાના હાથમાં રહેલા ચાના ગ્લાસમાં અચાનક માખી આવી હોય તેમ જટકાથી ગ્લાસ મોઢેથી પાછો વળ્યો. અડધો ઘુંટડો પણ ચાના ગ્લાસમાં પાછો ઠલવાઈ ગયો.

હું અને લઘરો બેય એકમેકની તરફ તાકી રહ્યા. જાણે કોઈ જાણભેદુ અમારી સંતાડેલી સોનાની પેટી ચોરી ગયો હોય. મેં લઘરાની સામે ડોળો તાણ્યો તો તેણે સહેજ સંકોચથી મુંડી નીચી કરી લીધી. અને ડાબા હાથેથી લુંગીને સહેજ ઉચી કરી ગ્લાસ ધોવા જવાનો ડોળ કરી ગેંડી તરફ વધ્યો.

પરંતુ અહી ડાયરામાંતો જાણે માંડણની લુંગી ઉતરી જવા આવી હોય તેવી ઉત્સુકતાથી બધા તેની સામે જોવા લાગ્યા.
બે સેકંડના મૌન બાદ, ગુપચુપ અવાજો ચાલુ થયા.. "હે?!! શું વાત છે?!! ક્યાં..?! શું?!!" ગણગણ થતા દાયરાને જોઈ રામાઆતા જોરમાં આવ્યા અને ગેંડી તરફ જતા માંડણની લુંગીનો છેડો પકડ્યો...

"વાત કર એ લઘરા...!!" રામાઆતાએ હવે યોર્કર દડો નાખી માંડણને ક્લીન બોલ્ડ કરી નાખ્યો હતો..

રમેશ પછી અમારા નિવાસસ્થાનનું આ બીજું પ્રેમપ્રકરણ હતું જે હવે ધીરે ધીરે અને લીરે લીરે ખુલવા જઈ રહ્યું હતું...

ક્રમશ: