કાલે તો પુછી જ લઈશ..-4

   સવાર પડી વિવેકની આંખો ખુલી ફ્રેશ થઈને પોતાની "ડાયરી" સામે જુએ છે જે ડાયરી કોલેજના પહેલાં દીવસથી લખાતી હતી અને જેનો ગઈ કાલે એક દુ:ખદ અંત આવ્યો હતો. વિવેકે નક્કી કર્યું કે આજ પછી એ ક્યારેય પોતાની "ડાયરી" આગળ નહીં લખે અને વિવેકની કોલેજ લાઇફની બધી જ ખાટી મીઠી ક્ષણો હંમેશા માટે એ ડાયરીમાં બંધ થઈને રહી જાય છે.
                               *.    *.    *

દોઢ વર્ષ પછી...

   આજથી કોલેજની ફાઈનલ યરની એક્ઝામ સ્ટાર્ટ થાય છે.સેકન્ડ યર કરતાં પણ વધુ મહેનત આ વખતે વિવેકે અને તેના મિત્રોએ કરી હતી.
સેકન્ડ યરમાં વિવેક કોલેજમાં 79% સાથે નવમાં રેન્કે પાસ થાય છે અને રોકેશ અને આકાશ પણ અનુક્રમે 65% અને 69% સાથે પાસ થાય છે.

ખુબ જ સરસ રીતે બધા પેપર જાય છે અને આજે છેલ્લું પેપર છે. વિવેકને પુરો આત્મવિશ્વાસ છે કે જો આજનું પેપર પણ આગળના પેપર જેવું જાય તો આ વખતે પુરા ચાન્સ છે તેના ટોપ કરવાનાં.

પેપર સ્ટાર્ટ થવાનો ટાઈમ 12:00 વાગ્યાનો હોય છે એટલે વિવેક 10:45 ના ટાઈમની સીટી બસમાં કોલેજ જવા રવાના થાય છે. બસ કોલેજના સ્ટેન્ડથી આગળના સ્ટેન્ડ એટલે કે રવિના સર્કલે ઊભી રહી વિવેકે આમતેમ નજર ફેરવી તો સામેની સાઈડ એક સ્કુટી અને કારનો એક્સિડન્ટ થાય છે અને સ્કુટી ચાલક ઉછળીને પડે છે. એ સ્કૂટી ચાલક બીજું કોઈ નહીં પરંતુ પ્રો.નિમેષ હતા‌. વિવેક ક્ષણવારનો વિલંબ કર્યા વગર ત્યાં પહોંચે છે અને ઝડપથી એમ્બ્યુલન્સ બોલાવીને નજીકની સીટી હોસ્પિટલમા લઈ જાય છે અને ડોક્ટર સારવાર ચાલુ કરે છે‌.વિવેકે ઘડિયાળમાં જોયું તો 12:10 નો ટાઇમ અને ખુબ જ સ્પિડમા કોલેજ પહોંચે છે.લગભગ 35 મિનિટ લેટ થાય છે વિવેક. 30 મિનિટ પછી જોકે પરિક્ષાખંડમા એન્ટ્રી એલાઉ નથી હોતી પરંતુ વિવેકના કારણોને ધ્યાનમાં લઈને એને એન્ટ્રી આપવામાં આવે છે.

પેપર પુરું થયું અને ત્રણેય મિત્રો મળ્યા. વિવેકે બધી વાત કરી પ્રો.નિમેષના એક્સિડન્ટ વિશે અને ત્યારબાદ ત્રણેય મિત્રો હોસ્પિટલ તરફ જાય છે.

હોસ્પિટલ પહોંચે છે અને તરત પ્રો.નિમેષને જે રૂમમાં એડમીટ કર્યા હોય છે તે રૂમ તરફ જાય છે. વિવેકને જોતા જ પ્રોફેસર બેઠા થાય છે અને આવકારે છે " આવ વિવેક આવ કેવું રહ્યું પેપર બાકી રહી ગયું હશે ને લખવાનું અને હા અડધી કલાક કરતાં વધારે લેટ તો નહોતું થયું ને!!"
એક સાથે ઘણા બધા સવાલો પ્રોફેસરે પુછી નાખ્યાં અને પુછે પણ કેમ નહીં દરેક શિક્ષકને પોતાના વિદ્યાર્થીની કારકિર્દીની ચિંતા હોય છે.( પાંચ-દસ ટકા બાદ કરતાં)


પહેલાં તમે કહો કેમ છે હવે!? વિવેકે થોડોક ""વિવેક"" દાખવ્યો.

બસ જો કાલે તો ડિસ્ચાર્જ પણ મળી જશે.હેલ્મેટ પહેર્યું તું એટલે માથાના ભાગમાં તો ઈજા નથી થઈ બસ આ બંને હાથમાં સારું એવું વાગ્યુ છે.
આમ તો મને ખબર ના પડેત કે કોનો એક્સિડન્ટ થયો છે પણ તમારી સ્કુટીનો નંબર અચાનક મારી નજરે પડ્યો વિવેક કહ્યું.

ઓહ્ તને પણ મારી જેમ નંબર યાદ રાખવાનું બહું ગમતું લાગે.!?

ના ના સર એ તો આ રાકેશને ગાંડો શોખ છે ગાડીઓના નંબર યાદ રાખવાનો એ ઘણી વાર બોલતો હોય છે કે **** નંબર ની સ્કુટી આવી ગઈ છે! વિવેકે જવાબ ધર્યો.

પછી પેલા કાર વાળા વિરુદ્ધ તમે ફરિયાદ નોંધાવી કે નહીં!?

ના ના એ હમણાં જ મને મળીને ગયો અને એને પણ વાગ્યું છે અને આમ પણ એ અજાણતા એક્સિડન્ટ થઈ ગ્યો હતો.એણે સ્કુટીના વેરંન્ટેજ માટે પૈસા આપવાનું કહ્યું પણ પછી મેં ના પાડી.

તારી સાથે આ એક તો તે કહ્યું રાકેશ છે પણ આ બીજું કોણ છે. ?
આ આકાશ છે અમે ત્રણેય પાક્કા દોસ્તો છીએ વિવેકે કહ્યું.

સાચું કહું વિવેક તું ફસ્ટ યરમાં ઘણીવાર મારી નજરે ચડતો ત્યારે મને નહોતું લાગતું કે તું આટલો બધો ઓનેસ્ટ હશે!!

આ વાતોમાં તને ઓળખ આપવાનું તો ભુલી જ ગયો આ મારી દિકરી વંદના એ પણ જો કાલે જ આવી અમદાવાદથી બી.એ.ની ફાઈનલ એક્ઝામ પૂરી કરીને આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોવાથી આજે તમારે છેલ્લું પેપર હતું બી.એ. નું.

હાઈ...(  વંદના એ મોર્ડન અંદાજમાં હાથ લાંબો કર્યો)
 
વિવેકે એક ક્ષણ નજર કરી વંદના તરફ
ટાઈટ વાઈટ ટી-શર્ટ અને ડાર્ક બ્લુ જીન્સ એના ભરાવદાર શરીર પર પરફેક્ટ શુટ આવતા હતા. તેના ગોરા ચહેરા પરની એ ભુરી આંખો તેના ચહેરાને વધારે ખુબસુરત બનાવતી હતી. તેના ધીમા સ્મિતથી પણ તેના ગાલ પર પડતાં ખાડા સ્પષ્ટ તરી આવતાં હતાં.તેના જમણા હાથ પર પહેરેલી એ વૈભવી ઘડિયાળ અને પગમાં પહેરેલી કીમતી મોજડી સ્પષ્ટ બતાવી રહી હતી કે તે ખુબ જ વૈભવી જીવન જીવવામાં માનતી હતી...

વિવેકે થોડા સંકોચ સાથે હાથ મીલાવ્યો કારણ કે તેનો સ્વભાવ હજુ પણ પહેલાં જેવો શરમાળ જ હતો.
ત્યાં જ પ્રોફેસર નિમેષના વાઈફ (અલ્પા મેડમ) આવ્યા.
ચુડીદાર ડ્રેસ એમના ભરાવદાર શરીરને પરફેક્ટ આકાર આપી રહ્યો હતો.તેમના પોની કરેલા વાળ, ગળામાં સોનાનો ચેઈન અને ડાબા હાથમાં પહેરેલી વૈભવી ઘડિયાળ સુચવતા હતાં કે એ પણ વૈભવી જીવન જીવવામાં માને છે. તેમની ભુરી આંખો જોઈને સ્પષ્ટ થઈ ગયું કે વંદનાની ભુરી આંખો તેની મમ્મી પરથી ઉતરી આવી છે.

આવ અલ્પા હમણાં તને વાત કરતો હતો ને કે એક મારા સ્ટુડન્ટે 108 ને કોલ કરીને મને હોસ્પિટલ સુધી પહોંચાડ્યો એ આ જ છે વિવેક‌.
ઓહ્ થેન્ક્યુ બેટા ખરેખર તારા જેવા સમજું છોકરાઓ બહું ઓછાં હોય છે‌.બાકી અત્યારના છોકરાઓને તો વડીલો સાથે કેમ વાત કરવી એ પણ ખબર નથી પડતી.

ના ના થેન્ક્યુ ના હોય આમાં એ તો મારી ફરજ હતી‌. વિવેકે પાછો થોડોક ""વિવેક"" બતાવ્યો.


તમે બેસો હું કેન્ટીનમાથી બધા માટે કોલ્ડ્રીન્ક્સ લઈને આવું. અલ્પા મેડમ જતાં જ હતાં ત્યાં વિવેકે રોક્યા અને કહ્યું 
રહેવા દો માસી અમે બસ હવે નીકળીએ જ છીએ.

એમ કાંઈ થોડું જવાય વિવેક!! પ્રો.નિમેષે મીઠો આગ્રહ કર્યો.

હા સર બટ મારે હવે છેલ્લી સીટી બસનો ટાઈમ થવા આવ્યો છે. આની પછી એકેય બસ નથી આવતી વિવેકે કહ્યું.

ઓકે બટ જો કાલે નહીંને પરમ દિવસે સાંજે મારા ઘરે જમવાનું છે હો તારે અને તારા મિત્રોએ ઓકે!! આમાં હું કાંઈ દલીલ નહીં સાંભળું. પ્રોફેસરે હળવી આજ્ઞા કરી‌.

ઓકે સર પણ તમારું એડ્રેસ ??

તારો નંબર આપી દે હું તને એડ્રેસ મોકલી દઈશ.

ઓકે સર અમે ચોક્કસ આવશું.

સારું તો હું પરમ દિવસે તમારી રાહ જોઈશ પ્રો.નિમેષે કહ્યું.


ત્યાંથી ત્રણેય મિત્રો નીકળે છે.અને હોસ્પિટલની બહાર જઈને તરત જ રોકીએ તીર છોડ્યું " હું નહીં આવું હો પરમ દિવસે જમવા‌‌..યાર મને આ બધા પાર્ટી માણસો સાથે નર્વસનેસ ફીલ થાય છે.
હા યાર વિવેક નિમેષ સરે તો અમે તારી સાથે હતા એટલે "વિવેક" કર્યો બાકી તારે એકને જ જવું જોઇએ આકાશે પણ સુર પુરાવ્યો.

અલા તમને ખબર છે ને કે હું તમને મુકીને જાવ તો મને પણ નર્વસ ફીલ થાય છે વિવેકે કહ્યું.

હા પણ જો આ બાબતમાં તો તારે એકલું જ જવું પડશે આકાશે કહ્યું...

શું થશે આગળ હવે ખરેખર વિવેકના જીવનમાંથી વિરાલી નામની વ્યક્તિ અદ્રશ્ય થઈ ગઈ છે!!?
શું વિવેકના જીવનમાં કોઈ નવા પાત્રનો પ્રવેશ થવાનો છે!!?
 પરમ દિવસે જ્યારે વિવેક પ્રોફેસરના ઘરે જમવા જશે તો શું નવીન થશે ત્યાં!!?

આ બધાજ સવાલોના જવાબ મેળવવા દોસ્તો વાંચજો આગામી પ્રકરણ નંબર.5
                              (ક્રમશઃ)

(મિત્રો જો તમને આ નોવેલ વાંચવાની મજા આવતી હોય તો તમારા મિત્રોને પણ સજેસ્ટ કરજો વાંચવા માટે અને હા સ્ટાર આપવાનું ભૂલતા નહિ અને તમારા નિષ્પક્ષ પ્રતિભાવો પણ જરુરથી આપજો જેથી મારી કોઈ ભૂલ રહેતી હોય તો હું સુધારી શકું.)્

***

Rate & Review

Bhoomi Yadav 2 weeks ago

rutvik zazadiya 3 months ago

Dhara Patel 4 months ago

Zinzuvadiya Kanji M. 4 months ago

kinjal dabhi 4 months ago