પ્રેત સાથે ઈશ્ક ભાગ-૩

આગળના પ્રકરણ માં આપણે જોયૂં કે રણવીર સીંહ પ્રીન્સીપલ અને કોલેજના પ્યુનને શકની નજરે જોઈ તેને પોતાની ગાડી માં બેસાડે છે ત્યારબાદ કોલેજ સ્ટુડન્ટ સાથે વાત કરે છે અને ત્યારબાદ આશીષ  સાથે પુછપાછ કરે છે અને આશીષ એક અંગત વાત રણવીર સીંહને બતાવવા જઈ રહ્લો હતો....હવે આગળ વાંચો............

કંઈ વાત જે વીનયે છુપાવી છે.......? રણવીરે આશીષને પુછ્યું.

સર કાલે વીનય અને એની ગર્લફ્રેન્ડ રાધી બંને ડુંમસ બીચ એન્જોય કરેલું. કદાચ એ વાત સાથે વીનયના મોતનો કોઈ તાર જોડાયેલો હોય............આશીષે કહ્યૂં.

પરંતુ એતો સામાન્ય વાત ગણાય....એવું તો અત્યારે ચાલતું જ હોયછે......શું વીનયને બીજા કૌઈ મીત્રો હતા જેની સાથે વીનયને કોઈ ખરાબ આદત પડી ગઈ હોય...?....રણવીરે પુછ્યું.

ના સર....વીનયને કોઈ પણ પ્રકારની આદત ન હતી.......આશીષે કહ્યું.

ઓકે......જરૂર પડશે એટલે તમને પાછા બોલાવીશ એમ કહીને રણવીર સીંહ ત્યાંથી નીકળી જાય છે........

           પછીના દિવસે કોલેજમાં બે નવી સ્ટુડન્ટના એડમીશન થયા. કૃપાલી અને વીધ્યા. કૃપાલીનો સ્વભાવ એકદમ શાંત અને આકર્ષીત હતો. ભણવામાં અવ્વલ રહેતી. જ્યારે વીધ્યાનો સ્વભાવ પણ સારો હતો પરંતુ તેનામા એટીટ્યુડ ખુબ હતો કોઈ વ્યક્તિ એને પોતાનાથી નીચે ન દેખાડી શકે. કોઈથી ડરે નહી અને હોરર ફિલ્મ જોવી એ તો એનો શોખ હતો....

              કોલેજની સાથે સાથે અહીં હોસ્ટેલની પણ સુવીધા રાખવામાં આવી હતી જેથી દુરની આવનાર વીધ્યાર્થીને કષ્ટ ના ઉઠાવવા પડે અને અહીં સરળતાથી ભણી શકે. 

           કૃપાલી અને વીધ્યાને અપડાઉન ના કરવું પડે એટલે તેણે હોસ્ટેલમાંજ રહેવાનું નક્કી કરેલૂં. બંનેએ હોસ્ટેલના નીયમોનું પાલન કરીને ત્યાં રહેવાનું ચાલુ કર્યુ. રાત્રે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે કૃપાલી અને વીધ્યા બંને હોસ્ટેલની અન્ય વીધ્યાર્થીનીઓ સાથે જમવા માટે ભોજનાલયમાં જાય છે. અને હોસ્ટેલનું જમવાનું એટલે એમાં કાંકરા આવી જાય તો પણ ખાઈ લેવાનું. દરેક વીધ્યાર્થીએ જમવાનું ચાલુ કર્યૂ.

              જો કે કૃપાલી અને વીધ્યા બંને પહેલી વાર હોસ્ટેલનું જમી રહી હતી એટલે તેને હોસ્ટેલના ભોજન વીશે થોડી ઘણી પણ ખબર હતી નહી. બધા પોતપોતાની થાળી લઈને જમવા બેસી જાય છે અને હોસ્ટેલના નીયમ મુજબ શ્ર્લોક બોલી જમવાનું ચાલું કરે છે..

પરંતુ વીધ્યા જમતા જમતા અચાનક અટકી જાય છે એને એવું લાગ્યું હતુ કે ખાવામાં કંઈક પત્થર જેવું આવી ગયૂ હશે. તેને મોં માંથી પત્થર બહાર કાઢ્યો અને જોયૂં તો એ પત્થર પર એક નાનકડી આંખ દોરેલી હતી પરંતુ એ આઁખ એટલી ભયંકર અને શક્તિ વાળી હતી કે વીધ્યાનું ધ્યાન એક ક્ષણ માટે એ આંખ પરજ ચોંટી ગઈ અને અચાનક એ આંખમાંથી કોઈનો ચહેરો વીધ્યાના ચહેરા સામે ઘસીને આવ્યો અને વીધ્યાના હોશ ઉડાડી દીધા. આંખવાળોએ પત્થર વીધ્યાના હાથમાંથી દુર ફેઁકાઈ ગયો.

વીધ્યાના તો છક્કા જ છુટી ગયા કારણ કે પહેલી વાર તેને આવો આભાસ થયો હતો...વીધ્યા જમવાનું પુરૂ કર્યા વગર ઉભી થઈ જાય છે.

અરે વીધ્યા ક્યાં જાય છે....આ જમવાનું તો પુરૂં કર.......કૃપાલીએ કહ્યૂં.

ના મને ભુખ નથી.......એમ કહીને વીધ્યા વોશ રૂમ તરફ ચાલી જાય છે. વીધ્યા હાથ ધોવા માટે બેજીનનો નળ ચાલુ કરે છે અને પોતાના બંને હાથ નળ નીચે રાખે છે પરંતુ અચાનક નળના પાણીનો રંગ બદલાયને લાલ થઈ જાય છે જેવું વીધ્યાનું ધ્યાન પાણી તરફ ગયૂં એટલે તરત જ તેણે પોતાના હાથ ત્યાંથી દુર કરી દીધા. વીધ્યા ના ચહેરા પર તો પરસેવો છુટી નીકળયો હતો એ પરસેવો લુછવા માટે રૂમાલ લઈ મોં પર ફેરવે છે અને સામેની બાજુ એજ કાચ હતો વીધ્યા એ પોતાનો ચહેરો કાચમાં જોયો તો આખો ચહેરો લોહીથી રંગાયેલો હતો.

લોહીયાળ ચહેરો જોઈને વીધ્યાના મુખ માંથી પાતાળમાં ઉંડા ઘા પડે એવી ચીસ નીકળી અને જમી રહેલા બધા વીધ્યાર્થીઓ વીધ્યા પાસે દોડી આવ્યા.

વીધ્યા શું થયું.....તે રાડ કેમ પાડી......કૃપાલીએ પુછ્યું.

હ..હ..હમણાં કાચમાં મે મારો ચહેરો લોહીથી રંગાયેલો જોયો.....આટલા શબ્દોતો માંડ માંડ નીકળ્યા વીધ્યાના મુખ માંથી.

શું વીધ્યા યાર જાગતા જાગતા કોઈ સ્વપ્ન જોવે.....આજો તારો ચહેરા પર લોહીનું એક ટીપુંય નથી દેખાતું.....એમ કહી કૃપાલીએ રાધીને તેનો ચહેરો કાચ માં બતાવ્યો....અને વાસ્તવીક્તામાં વીધ્યાના ચહેરા પર લોહીની એક પણ છાંટ ન હતી.

નહી યાર પણ હું સાચુ કહું છું મે ખરેખર મારા ચહેરા પર લોહી જોયું......

વીધ્યા આ તારો વહેમ હશે......ભીલી જા એ બધું .અમે પણ જમી લીધું છે આપણે આપણા રૂમમાં જઈને સુઈ જઈએ......કૃપાલી વીધ્યાને લઈને પોતાના રૂમમા જાય છે. અને બંને બેડ પર બેઠા બેઠા કોલેજનો પહેલો દિવસ કેવો ગયો એનિ વાતો કરતાં હોય છે..

      પરંતુ વીધ્યાના ચહેરા પરથી હજુ સુધી પેલો લોહીયાળ ચહેરાનો ભાવ ઉતર્યો ન હતો. ઐટલે કૃપાલીએ વીધ્યા સાથે થોડી મસ્તી કરવાનું ચાલું કર્યુ.

વીધ્યા એ તો કહે તને આ કોલેજમાં કોઈ છોકરો ગમ્યો કે નહી..........

મારે કોઈ પ્રેમ બ્રેમમાં નથી પડવું......વીધ્યા એ કહ્યું....

અરે યાર હું તો મસ્તી કરૂ છું......મને પણ આવી કોઇ વાત માં ઈન્ર્ટેસ નથી....ચાલ હવે બહુ રાત થઈ ગઈ છે સુઇ જઈએ......કૃપાલી એ કહ્યૂં.

કૃપાલી અને વીધ્યા બંને સુઈ જાય છે જોકે હોસ્ટેલના બધાજ સ્ટુડન્ટ  સુઈ ગયા હતા..બહાર આકાશમાં તારા ટમટમી રહ્યા હતા અડધો ચાંદ હતો.આખી હોસ્ટેલ સુમસામ હતી થોડે દુર કુતરાઓના રડવાનો ઝીણો ઝીણો અવાજ આવતો હતો. અને હોસ્ટેલનો વોચમેન હોસ્ટેલની દીવાલ સાથે લોખંડની લાકડી અથડાવતો અથડાવતો રખેવાળી કરી રહ્યૌ હતો.

લગભગ મોડી રાતના બે વાગ્યા હશે અને વીધ્યાને તરસ લાગે છે એટલે તે ઉઠીને પાણીના માટલાં પાલે જાય છે અને માટલાં માંથી પાણીનો એક ગ્લાસ ભરી પાણી પીયને પાછી પોતાના બેડ તરફ જતી હોય છે અને અચાનક પાછળથી ઝીણો અવાજ આવ્યો....વીધ્યા.......

વીધ્યા એ પાછળ ફરીને જોયું તો કોઈ ન હતું

વીધ્યાને લાગ્યું કે એ તેનો વહેમ હશે એમ સમજી વીધ્યા પાછી બેડ તરફ વળી અને પાછળથી પાછો અવાજ આવ્યો.....વીધ્યા...અને વીધ્યાએ પાછું વળીને જોયું તો આ વખતે પણ કોઈ નહતું પરંતુ પોતે કોઈનો સાંભણ્યો છે એ વીધ્યાને ખાતરી થઈ ગઈ હતી... તેણે સામેથી બુમ પાડી....કોણ છે....પરંતુ કોઈ દેખાયું નહી આમ એક બે વખત બુમ પાડવા છતાં કોઈ ન દેખાયું એટલે વીધ્યાએ પોતાના પગ પાછાં બેડ તરફ વાળ્યા.

વીધ્યા બેડ તરફ થોડી પણ આગળ વધે એ પહેલાં જ પાછોએજ અવાજ આવ્યો......વીધ્યા.....

કોણ છે જે વીધ્યા મોડી રાત્રે અવાજ આપે છે.......?

શું મોડીરાત્રે વીધ્યાને સંભણાયેલ અવાજ એનો વહેમ હશે કે સાચેજ કોઈ બોલાવી રહ્યું હતું........?

             Loading..........

તમારો અંગત અભીપ્રાય જણાવવા માટે....8487935845

***