કાલે તો પુછી જ લઈશ..- 5

વિવેક ઘરે પહોંચ્યો એના મમ્મી કીચનમાં રસોઈ બનાવી રહ્યા હતા. દરરોજ કરતાં આજે ખુબ મોડું થઈ ગયું હતું એટલે એના મમ્મીએ પુછ્યું 
કેમ વિવેક આજે મોડું થયું?
વિવેકે આજના દિવસનો બધો જ ઘટનાક્રમ કહી સંભળાવ્યો.
એના મમ્મીએ એને સાબાશી આપી અને કહ્યું હંમેશા આ રીતે બધાની મદદ કરતો રહેજે.

હા મમ્મી તમે અને પપ્પાએ તો મને નાનપણથી શીખવ્યું છે કે હંમેશા કોઈની મદદ કરવામાં ક્યારેય પાછી પાની નહીં કરવાની.

વિવેકે ગ્લાસ પાણી પીધું અને પછી પોતાના સ્ટડી રૂમમાં ગયો.

ફાઈનલ યરની પરિક્ષા આજે પુર્ણ થઈ એટલે વિવેકે પોતાના બધા જ નવા જુનાં પુસ્તકોને કબાટમાં વ્યવસ્થિત ગોઠવ્યા. એને એક વિચાર આવ્યો કે પરમ દિવસે નિમેષ સરના ત્યાં જમવા જવાનું છે પણ એમ ખાલી ખાલી જઈએ તો સારું નહીં લાગે એટલે સાથે અમુક મોટીવેશનલ પુસ્તકો લઈને જઈશ જેથી સરને લાગે કે છોકરો થોડોક વ્યવસ્થિત છે. એટલે એણે ચાર-પાંચ પુસ્તકોનો થપ્પો ઉતાર્યો અને બેગમાં રાખી દીધા.

થોડીવાર થઈ પછી વિવેકના પપ્પા કે જે કાપડની મિલમાં કામ કરે છે એ આવ્યા. 
આખો દિવસ કામ કરીને થાકી ગયા હતાં એટલે પહેલાં ફ્રેશ થયા અને પછી વિવેકના સ્ટડી રૂમમાં ગયા.

કેમ વિવેક કેવું રહ્યું આજનું છેલ્લું પેપર??

સારું રહ્યું પપ્પા પણ આજે થોડોક લેટ પહોંચ્યો કોલેજ એટલે પાંચ-સાત માર્ક્સ નું રહી ગયું.

કેમ લેટ પહોંચ્યો!?

વિવેક બધી વાત કરવા જ જતો હતો ત્યાં એના મમ્મીનો અવાજ સંભળાયો વિવેક... જમવાનું તૈયાર છે આવી જાવ બંન્ને.

પછી તો જમતા જમતા જ આ વાત વિવેકે એના પપ્પાને કરી.

જમવાનું પૂરું થયું અને પછી વિવેક અને એના પપ્પા ટીવી સામે ગોઠવાયા.

હા વિવેક હું શું કહેતો હતો કે હવે બી.એ પછી શું કરવાનો વિચાર છે તારે?
એજ વિચારું છું પપ્પા કે એમ.એ કરું કે પછી બી.એડ.! 

એક કામ કર તે હમણાં કહ્યુંને કે તારે પેલા ક્યાં સર? 

નિમેષ સર.

હા જો એ નિમેષ સર પાસેથી જ સલાહ લે તો કેમ રહે!
આમ પણ આ બાબતમાં એમને વધુ ખબર હોય.

હા પપ્પા એમ જ કરીશ પરમ દિવસે સર પાસેથી બધી માહિતી લેતો આવીશ.


બે દિવસ પછી...

વિવેક પોતાનું બેગ લઈ અને એના મમ્મીને કહીને નીકળે છે કે હું અમારા સરના ત્યાં જાઉં છું જમવા માટે.
વિવેક જે એડ્રેસ આપ્યું હતું ત્યાં પહોંચ્યો અને ડોર બેલ  વગાડ્યો ટ્રીન...ટ્રીન...ટ્રીન..‌.
દરવાજો ખુલ્યો સામે એક ભુરી આંખો  અને ખુલ્લા વાળ વાળી  રૂપસુંદરી ઊભી હતી. આજના દિવસે તો એ હોસ્પિટલની મુલાકાત કરતા પણ વધારે આકર્ષક લાગી રહી હતી. હા એ અલ્પા મેડમ નહીં પણ વંદના જ હતી...(અલ્પા મેડમ ની પણ આંખો ભુરી જ છે.?)

હાઈ વિવેક આવ આવ અમે ક્યારના તારો જ વેઈટ કરતા હતાં મધુર અવાજમાં વંદનાએ કહ્યું.

હા થોડુંક મોડું થઈ ગયું આવવામાં  એડ્રેસ શોધવામાં વાર લાગી વિવેકે કહ્યું.

વિવેક એ આલીશાન મકાનમાં દાખલ થયો.
એક ક્ષણ માટે તો એ જોતો જ રહી ગયો.
એમના આખા ઘર જેટલો તો માત્ર એક હોલ હતો. સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ એ ઘરનું  કીચન. હાઈ ક્વોલિટી નું આખા ઘરનું ફર્નિચર. ડબલડોરનુ ફ્રીઝ અને એની બાજુમાં માછલી ઘર. અને બેઠક હોલની એક દિવાલ પર મોટું એલઈડી ટીવી. વિવેકે પોતાની પુરી જિંદગીમાં આવું ઘર તો માત્ર ટીવીમાં જ જોયું હતું.


આવ આવ વિવેક નિમેષ સર અને અલ્પા મેડમે તેને આવકાર્યો.

પછી તો ડાયનીન્ગ ટેબલ પર બધા ગોઠવાયા.
દરરોજ નીચે બેસીને જમવા ટેવાયેલા વિવેકની નર્વસનેસ આજે વધતી જતી હતી.

જમવાનું પૂરું થયું અને વિવેકે રાહતનો શ્વાસ લીધો કે હાશ.. બધું હેમખેમ પતી ગ્યું .

પછી વિવેક અને નિમેષ સર સોફા પર ગોઠવાયા અને નિમેષ સરે પુછ્યું હવે આગળ શું કરવું છે વિવેક એમ.એ કે બી.એડ?

એ જ પુછવાનો હતો સર તમને કે શું કરવું આગળ?વિવેકે પુછ્યું.

તારે જો પ્રોફેસરના લેવલ સુધી પહોંચવું હોય તો તો ફરજિયાત એમ.એ. જ કરવું પડશે અને જો સ્કુલશિક્ષકમાં જોડાવું હોય તો બી.એડ. પણ હું માનું છું કે તારે એમ.એ. જ કરાય આગળ સ્પર્ધા ઘટતી જાય અને તને અનુભવ પણ સારો એવો મળી રહે.
આ મારી વંદના પણ એમ.એ. જ કરવાની છે.

જો તારે એમ.એ. કરવું હોય તો વંદના જોડે ગુજરાત યુનિવર્સિટીમાં જ એડમીશન લેજે જેથી કરીને બંનેને કંપની મળી રહે.

હા સર એમ.એ. જ કરીશ આમ પણ મને બી.એડ કરવાની બહું ઇચ્છા નથી.

વિવેક આ બેગમાં શું છે?

કાંઈ નહીં સર આ થોડીક મોટીવેશનલ બુક્સ છે. વિવેકે થપ્પો કાઢીને ટેબલ પર રાખ્યો.

ઓહ્ તને વાંચનનો શોખ છે એ જાણીને આનંદ થયો. મારી પાસે બીજી ઘણી બધી બુક્સ છે જોઈએ તો લઈજા.

નિમેષ સર પોતાના રૂમમાંથી એક થપ્પો બુક્સનો લાવે છે અને ટેબલ ઉપર મુકે છે.

વિવેકે થપ્પા માંથી સાત-આઠ બુક્સ પસંદ કરી પણ એની સાથે ઓલરેડી ચાર-પાંચ બુક્સનો થપ્પો સાથે હતો હવે બધી કંઈ રીતે સાથે લઈ જવી.!?

નિમેષ સર વિવેકની મુંજવણ જાણી ગયા અને કહ્યું વિવેક એમ કર તું આ તારી બુક્સ છે એ અહીં મુક્તો જા અને આ બુક્સ લઈ જા.આવતા જતાં ગમે ત્યારે લેતો જાજે.

ઓકે સર.
વિવેકે સરે આપેલી બુક્સને પોતાના બેગમાં મુકી અને પછી પાછો ચર્ચામાં કરવા લાગી ગયો.

થોડા સમય પછી.

ચાલો સર હવે હું નીકળું છું નહીં તો પછી મોડું થઈ જશે.

રાતનો સમય છે એટલે હું તને રોકતો નથી પણ આવી રીતે આવતો રહેજે અને આ તારું જ ઘર સમજજે નિમેષ સરે કહ્યું.

ઓકે સર ચોક્કસ આવતો રહીશ કહીને વિવેક નીકળે છે.

બહાર જવા માટે જેવો દરવાજો ખોલ્યો કે સામે....


મનમોહક આંખો, મિડીયમ હાઈટ અને કોઈ પણને ગમી જાય એવો શ્વેત ચહેરો. કોલેજના પહેલાં જ દિવસથી વિવેકના રોમેરોમમાં વસેલું એ વ્યક્તિત્વ વિરાલી..

એક ક્ષણ માટે તો વિવેકના હ્રદયના ધબકારા જેમ ટ્રાફિક વટ્યા પછી ગાડીની સ્પીડ વધે એમ વધી ગયા.

સામેની સાઈડ પણ કંઈક આવી જ હાલત હતી.

આ સમયે મને એક કૈલાશ પંડિતનું મુક્તક યાદ આવે છે કે..

*દિલના દર્દને અશ્રુથી તોલી શક્યા નહીં.
હૈયું પરસ્પર આપણે ખોલી શક્યા નહીં.

જાલીમ જમાનો બેઉની વચ્ચે હતો એથી,
સામે મળ્યાને કાંઈ પણ બોલી શક્યા નહીં.

જોકે આમાં જાલીમ જમાનો તો વચ્ચે નહોતો પણ હતી તો બસ એક ગેરસમજ અને એમાં બીચારો નિર્દોષ વિવેક ફસાઈ ગયો હતો.

તો શું થશે આગળ ??

ઘણા સમય પછી આ વિરાલીનુ વિવેકની સામે આવવું શું સંકેત આપે છે??

મિત્રો જાણવા માટે વાંચજો આગામી પ્રકરણ -6.

                         (ક્રમશઃ)

( મિત્રો જો તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો તમારા મિત્રોને પણ સજેસ્ટ કરજો વાંચવા માટે અને હા સ્ટાર આપવાનું ભૂલતા નહિ અને તમારા નિષ્પક્ષ પ્રતિભાવો પણ જરુરથી આપજો જેથી કરીને મારી કોઈ ભૂલ રહેતી હોય તો હું સુધારી શકું.)

(આ નોવેલનુ આગળનું પ્રકરણ ક્યારે રીલીઝ થશે એ ઘણા વાચક મિત્રો પુછતા હોય છે પણ કોમેન્ટ સેક્સનમા રિપ્લાય આપવાની સુવિધા ન હોવાથી હું રિપ્લાય નથી આપી શકતો એટલે કાંઈ પણ આ નોવેલને લગતું પુછવું હોય તો આ નીચે આપેલ વોટ્સએપ નંબર પર પુછવું.)

-વિપુલ પટેલ (મોં.નં.7016634847)


***

Rate & Review

Verified icon

Bhoomi Yadav 6 months ago

Verified icon

rutvik zazadiya 9 months ago

Verified icon
Verified icon

kinjal dabhi 10 months ago

Verified icon

Jayshree Dabhi 10 months ago