પ્રેત સાથે ઈશ્ક ભાગ - ૪

આગળના પ્રકરણમાં આપણે જોયૂં કે મોડી રાત્રે વીધ્યાને તરસ લાગે છે અને તે પાણી પીયને પોતાના બેડ તરફ પગલાં માંડે છે પરંતુ અચાનક વીધ્યાન પાછળથી એક અવાજ સંભણાય છે જે વીધ્યાના પાછળ જોતાની સાથે માત્ર વહેમ બની જાય છે હવે આગળ વાંચો...........

વીધ્યાની પાછળથી આવેલો આ અવાજ વીધ્યાના કાને પડતાંની સાથે જ તેના શરીર પર ડર ફેલાય જાય છે અને તે ધીમે ધીમે પાછળ ફરે છે પાછળ ફરતાની સાથેજ નજર સમક્ષ રહેલું દ્રશ્ય જોયને તેની આંખો ફાટી જાય છે અને તે ત્યાંજ બેભાન થઈ ઢળી પડે છે......

              સવારના સાત વાગે છે અને કૃપાલી જાગી જાય છે પોતાના બંને હાથ ઉંચા કરે છે ડોક આમતેમ ઘુમાવી આળસ મરડે છે અને એક લાંબુ બગાસું લઈ લે છે પોતાના વાળ બાંધી બોલે છે આજે તો મસ્ત ઉંઘ આવી નઈ વીધ્યા........પરંતુ સામે કંઈ રીપ્લે આવતો નથી. કૃપાલી હજી ઉઠી જ હતી એટલે તેની આંખો બરાબર ખુલ્લી ન હતી. એટલે તે પોતાનો હાથ બેડ પર ઘુમાવી વીધ્યાને ઉઠાડવાની કોશીશ કરે છે......વીધ્યા ક્યાં ગઈ.....લાગે છે આજે મારાથી પહેલાં ઉઠી ગઈ....નહીતર રોજ કુંભકરણની આ બહેન ને ઉઠાડવી પડે.......હું પણ મોં ધોઈ ફ્રેશ થઈ જાવ એમ વીચારી કૃપાલી પોતાના બંને પગ બેડ પરથી નીચે ઉતારે છે

             કૃપાલી નીંદમાંજ ચાલતી ચાલતી પાણીના માટલાં તરફ જાય છે એ નીંદમાં હતી એટલે એની આંખો થોડી થોડી વારે મીંચાતી હતી. અને અચાનક તેના પગ વીધ્યા સાથે અથડાય છે પહેલા તો કૃપાલીને કંઈ દેખાયું નહી પણ પછી તેણે પોતાના બંને હાથની આંગળીઓ વડે આંખો સાફ કરી ને જોયું તો વીધ્યા નીચે બેભાન પડેલી હતી..

વીધ્યા......યાર એક હાથી સુઈ શકે એવડો બેડ છોડીને તું અહીંયા નીચે સુતી છે....ચાલ ઉઠ હવે......કૃપાલી નીંદમાંજ બોલી રહી હતી.

પરંતુ વીધ્યાની આંખો ખુલતી નથી  એટલે કૃપાલી પાણીનો ગ્લાસ ભરીને લાવી થોડું પાણી પોતાના હાથમાં લઈ વીધ્યાના ચહેરા પર છાંટ નાખે છે..

એ........શું યાર સવાર સવારમાં ચહેરા પર પાણી વેરે છો.......કોઈ આવી રીતે પાણી નાખીને ઉઠાડે........અને વીધ્યા પોતાની બાહો ફેલાવીને ઉભી થઈ...

           વીધ્યા ચાલ હવે જલ્દી તૈયાર થઈ જા એક કલાક પછી લેક્ચર ચાલુ થવાનો છે.અને કૃપાલી ત્યાંથી તૈયાર થવા માટે ચાલી જાય છે તે સૌપ્રથમ સ્નાન કરીને આવે છે તો એના કેશ ખુલ્લા હતા અને એ કેશમાંથી મસ્ત ખુશ્બુ આવી રહી હતી. તેના કેશમાંથી આવતી ખુશ્બુ ભલભલાને પોતાની પાછળ ફીદા કરાવી દે.

           કૃપાલીને પીંક ડ્રેસ વધારે પસંદ હતો અને આજે કોલેજનો પહેલો દિવસ હતો એટલે તેણે પીંક ડ્રેસ જ પહેર્યો.અને માથાનાંઘૂ ખુલ્લા વાળમાં એક સરસ મજાનું ગુલાબ ટાંક્યું.

અને તે વીધ્યા તૈયાર થવા ગઈ કે નહી એ જોવા માટે બેડરૂમમાં જાય છે તો વીધ્યા બેડ પર સુતી જ હોય છે...

અરે વીધ્યા ઉઠ.......પછી મોડું થઈ જશે......કૃપાલીએ વીધ્યાને ઉઠાડતા કહ્લું.

પ્લીઝ યાર મને ખુબ નીંદર આવે છે ત્યાં ક્લાસમાં આવીને હું સુઈ જાવ એના કરતાં મને અહીં જ સુવા દેને......વીધ્યાએ નીઁદ માંજ કહ્લું.

તો શું કોલેજના પહેલાંજ દીવસે બંક મારવાનો......તારૂં પણ જબરૂં છે હો.....કંઈ નહી તું સુઈ રે હું બ્રેકફાસ્ટ કરીને કોલેજ જતી રહીશ.......કૃપાલીએ કહ્યું.

ઓકે bye..હવે જા તું......વીધ્યાએ કહ્યું.

           કૃપાલી ત્યાંથી બ્રેકફાસ્ટ કરવા માટે જતી રહે છે બ્રેકફાસ્ટ કરીને તે સીધી જ કોલેજ પહોંચે છે. આજે તો કોલેજમાં ચાર લેક્ચર છે એટલે બાર તો વાગી જ જશે......એમ કૃપાલી મનોમન વીચાર કરે છે....

આ બાજુ હોસ્ટેલમાં વીધ્યા પોતાના રૂમમાં બેડ પર સુતી હોય છે લગભગ આઠ વાગે છે અચાનક વીધ્યાની આંખો ખુલ્લે છે અને તેને તરસ પણ લાગી હોય છે એટલે તે પાણી પીવા માટે ઉઠે છે અને તેની નજર દરવાજા તરફ જાય અને પછી બારી ( વીન્ડો ) તરફ...

અરે યાર આ કૃપાલી પણ દરવાજો અને બારી બંને ખુલ્લા મુકી દીધા.......વીધ્યા દરવાજો અને બારી બંને બંધ કરીને પાણી પીય પાછી સુઈ જાય છે. થોડી જ વારમાં અચાનક ત્યાં જોર જોરથી હવા ફુંકાવા લાગે છે બારી અને દરવાજો બંને અની મેળે ખુલી જાય છે અને હવા ખુબ જોરમાં હતી એટલે વીધ્યા નીંદ ઉડી જાય છે તે પાછી જાગી જાય છે અરે મેતો દરવાજો બારી બંને બંધ કરેલા.....કદાચ હવા ફુંકાવાને કારણે પાછા ખુલ્લી ગયા હશે. 

વીધ્યા સૌપ્રથમ બારી બંધ કરી દરવાજો બંધ કરવા જતી હોય છે તો અચાનક બારી જોરથી ખુલ્લી જાય છે વીધ્યા પાછી બારી બંધ કરી દરવાજો બંધ કરવા માટે જાય છે તો દરવાજો બંધજ હોય છે.

અરે હજી હમણાંતો દરવાજો ખુલ્લો હતો અને અત્યારે અચાનક બંધ કેવી રીતે થઈ ગયો. કંઈ ચાલ જવા દે હું પહેલાતો ફ્રેશ થઈ જાવ એમ વીચારી વીધ્યા વોશરૂમમાં જાય છે. મોડી રાત્રે કોઇએ વોશરૂમનો ઉપયોગ કરવો હોય અને બહાર ના જવું પડે એટલે દરેક રૂમની અંદર વોશરૂમની વ્યવસ્થા હતી. વીધ્યા વોશરૂમમાં જઈ પહેલાંતો બ્રશ કરતી હોય છે અને તેની સામેજ અરીસો હોય છે બ્રશ કરતાં કરતાં વીધ્યા ને ઝોલાંતો આવતાં જ હતાં ( નીંદ ) અને આંખો પણ વારંવાર બંધ થતી હતી વીધ્યાની નજર સામે રહેલા અરીસા પરથી પસાર થાય છે અને અરીસામાં તેની પાછળ કોઈ હોય એવું લાગ્યું હતું પરંતુ તે પાછળ જુવે છે તો કોઈ નથી હોતું. તે પાણીવડે પોતાનું મોં ધોઈ હાથમાં રૂમાલ લઈ પોતાના ચહેરા પર ફેરવે છે અને તેની નજર કાચ પર જાય છે તો કાચમાં તીરાડો પડી ગયેલી હોય છે. આમ થવાથી વીધ્યા ના મગજમાં એક ડર બેસી ગયો

જરૂર અહીંયા મારી સાથે કંઈક તો અજીબ થાય છે. વીધ્યા આવા વીચારો કરી રહી હતી ત્યાંજ તેના ખભા પર પાછળથી કોઈએ હાથ મુક્યો હાથ મુકતાનીસાથે જ વીધ્યાના મુખ માંથી ચીસ નીકળી જાય છે અને તે પાછળ કોણ છે એ જોયા વગર પોતાના બેડ રૂમ તરફ ભાગે છે. પરંતુ વોશરૂમના દરવાજા પાસે પહોંચતા જ દરવાજા બંધ થઈ જાય છે અને ત્યાં વીધ્યા એકપળ માટે સ્થિર થઈ જાય છે વીધ્યા તું ડરીશ નહી હું તને કંઈ નહી કરું. અમારે તારી હેલ્પની જરુર છે.

વીધ્યાને ડર લાગતો જ હતો પરંતુ આમ કોઈ વોશરુમના દળવાજા બંધને હેલ્પ માંગતું હશે એમ વીધ્લા મનોમન પ્રશ્ર્ન પુછે છે વીધ્યાની પાછળ ફરવાની હીંમત ન હતી છતાં તે પોતાની બંમે આંખો બંધ કરીને ધીમે ધીમે પાછળ ફરે છે અને પોતાની અાંખો ખોલવાની કોશીશ કરે છે તો પાછળ કોઈ ન હતું પરંતુ થોડી જ વારમાં ત્યાં સફેદ પ્રકાશ પથરાય છે અને તે પ્રકાશ માંથી બે દિવ્ય શક્તિઓ વીધ્યા તરફ આવતી હોય છે.............

          Loading.........

મારા વાંચક મીત્રોને લાગી રહ્યૂ હશે કે આ સ્ટોરી પ્રેત સાથે સંકળાયેલી છે એટલે ભયંકર હશે પરંતુ આ સ્ટોરી ભયંકર નથી પરંતુ પ્રેમ સાથે ભયંકર છે. કદાચ અત્યાર સુધીમાં તમે આવી સ્ટોરી નહી વાંચી હોય અથવા સાંભળી હોય. પરંતુ હું તમારો આ સ્ટોરી વાંચવા માટેનો રસ ઓછો નહી થવા દઉ. સ્ટોરીના દરેક પ્રકરણમાં સસ્પેન્સ રહેલા છે જેનાથી તમારો ઉત્સાહ જળવાઈ રહે. અને હા તમે જો આ સ્ટોરી વીશે પોતાનો અભીપ્રાય આપવા ઈચ્છા હો તો આ નંબર પર વોટ્સએપ કરવો. 8487935845

વીધ્યાની સામે આવી રહેલી આ બે દિવ્ય શક્તિ કોણ હશે.....?

દિવ્ય શક્તિઓને વીધ્યા શું હેલ્પ જોઈએ છે......?

         તમે મારી પ્રથમ સ્ટોરી ખામોશી પણ માતૃભારતી પર વાંચી શકો છો.

***

Rate & Review

Sapna 4 months ago

Vijay Kanzariya 5 months ago

Anita 6 months ago

Nikita 6 months ago

Sahil Bhatti 6 months ago