કાલે તો પુછી જ લઈશ.. - 6

વિવેક તો ત્યાંથી નીકળી જાય છે પણ વિરાલીને મનમાં આશ્ચર્ય થયું કે આ "રોમિયો" અહીં શું કરે છે.

                            *      *      *

બે મહિના પછી...

આજે ગુજરાત યુનિવર્સિટીમાં એમ.એ. માટે ની એન્ટ્રાન્સ એક્ઝામ નું રિઝલ્ટ ડિક્લેર થવાનું હતું.

વિવેકે પોતાનો ફોન હાથમાં લીધો ત્યાં નિમેષ સરનો કોલ આવ્યો સામેથી.

હાલો...

હા વિવેક એમ.એ.ની એન્ટ્રાન્સ નું રિઝલ્ટ આવી ગ્યું. તને અને વંદના ને બંનેને એડમીશન મળી ગ્યું છે.ખુબ ખુબ અભિનંદન. સામેથી નિમેષ સર નો અવાજ સંભળાયો.

થેન્ક્યુ સર...
હું તમને અત્યારે જ કોલ કરવાનો હતો.

ઓકે તો પછી સાંજે આવ ઘરે મળવા નિમેષ સરે કહ્યું.

ઓકે સર તો સાંજે મળીએ.

                          *      *      *

એક મહિના પછી...

આવતી કાલે એમ.એ નો પહેલો દિવસ છે. એક અજાણ્યા શહેરમાં વિવેકે સાવ અજનબીઓ સાથે એડજેસ્ટ થવાનું છે.જાણીતુ કોઈ છે તો એ માત્ર વંદના.
સાવ નવા જ સપનાઓ અને નવો જ અનુભવ લેવા માટે કાલે એને નીકળવાનું હતું‌.

બપોર પછી એને અમદાવાદ કે જ્યાં કાલથી એમ.એ.ની નવી મુસાફરી ચાલુ કરવાની છે ત્યાં જવા નીકળવાનું હોવાથી તે પોતાની જીવનજરૂરી વસ્તુઓને બેગમાં પેક કરવામાં લાગી જાય છે.

અમદાવાદમાં છેક હોસ્ટેલ સુધી નિમેષ સર પોતાની કાર લઈને મુકવા આવવાના હોવાથી બીજું તો કંઈ ટેન્શન નહોતું પણ વંદના સાથે કઈ રીતે મૈત્રી આગળ વધારવી એ થોડીક મુશ્કેલી હતી.

વંદના પહેલેથી આવા મોટા શીટીમા ભણેલી અને એકદમ મોડર્ન હતી.જ્યારે વિવેકને હજુ આવા મોટા શીટીનો અનુભવ પહેલોવેલો હતો.

સાંજે ચાર વાગ્યે નિમેષ સર પીકઅપ કરવા વિવેકના ઘરે પહોંચ્યા. વિવેકે પોતાના મમ્મી પપ્પાના આશિર્વાદ લીધા.

નિમેષ સરે કહ્યું તમે બીલકુલ ચિંતા ના કરશો હોસ્ટેલ ની સુવિધાઓ બધી ઘર જેવી જ છે.
આ મારી વંદના જે ગર્લ્સ હોસ્ટેલમાં રહે છે એના જ માલીકની આ બોયઝ હોસ્ટેલ છે એટલે તમે બેફીકર રહો.

                          *      *      *

આજે પહેલો દિવસ છે કોલેજનો...

કોલેજ નો ટાઇમ 11:30 નો હોવાથી વિવેકે પોતાનું બેગ પેક કર્યું ત્યાં ફોનની રીંગ વાગી...

હાલો...

હા વિવેક ક્યાં છે તું ?? અને થોડોક વહેલો આવજે એટલે તને મારા ફ્રેન્ડ્સ સાથે પરિચય કરાવી દઉં. હું અહીં આપણા ગુજરાતી ભવનના ગ્રાઉન્ડમાં છું.એક સાથે ઘણું બધું વંદના બોલી ગઇ.

ઓકે હું જો અત્યારે જ નીકળું છું બસ દસ મિનિટ માં પહોંચ્યો વિવેકે કહ્યું.

ઓકે.
અને હા તારિ ફોનની ડાયલર્ટોન સારી છે હો "માના કી હમ યાર.. નહીં લો તય હૈ કી પ્યાર નહીં." દિર્ઘ હાસ્ય સાથે વંદના એ કહ્યું.

ઓહ્...થેન્ક્યુ.(વિવેકે કહ્યું)

ઓકે બાય કહી વંદના એ ફોન રાખી દીધો.

પાછી વિવેકના મનમાં વિરાલીની એ યાદો તાજી થઈ ગઈ અને ભુતકાળના કોલેજના એ દિવસો પાછા એની અંદર ઉજાગર થયા.બે ઘડીક દુ:ખ પણ થયું પેલા શીટી વાળા કિસ્સાને યાદ કરીને.

પણ ઝડપથી સ્વસ્થ થઈને તે કોલેજ તરફ જવા રવાના થયો.

કોલેજ પહોંચ્યો.અને ગુજરાતી ભવનના એ વિશાળ ગ્રાઉન્ડમાં ચારેય બાજુ નજર કરી તો સામે વંદના અને એની બધી ફ્રેન્ડ્સ ઊભી હતી.

વંદના નું ધ્યાન ગયું વિવેક ઉપર અને હાથ ઉંચો કરી ને બોલાવ્યો.

વિવેક પહોંચ્યો ત્યાં વંદના એ તેની ત્રણેય ફ્રેન્ડ્સ ની ઓળખ આપી.

વિવેક આ છે મોનાલી.

હાઇ હેન્ડસમ મોનાલીએ હાથ લાંબો કર્યો.

બ્લેક કલર નું સ્લિવલેસ ટી-શર્ટ ,બ્લુ જીન્સ,ખુલ્લા વાળ અને ડાબા હાથમાં આઈફોન મોબાઇલ. સ્લિવલેસ ટી-શર્ટ માં એ એકદમ બોલ્ડ લાગતી હતી.આઈફોન મોબાઇલ અને મોંઘી વોચ જોઈ સ્પષ્ટ જણાતું હતું કે એ કોઈ શ્રીમંત પરિવારમાંથી આવે છે.

વિવેકે હાથ મિલાવ્યો.

આ છે કવિતા અને આ છે એકતા એમ વારાફરતી બીજી બે ફ્રેન્ડ્સની એણે ઓળખ આપી.

કવિતા અને એકતા ના દેખાવ ઉપરથી પણ સ્પષ્ટ જણાતું હતું કે એ બંન્ને પણ કોઈ શ્રીમંત પરિવારનો હિસ્સો છે.

ક્લાસ ચાલું થવાની હજુ વાર 20 મીનીટની વાર હતી એટલે ઘડીક બધાએ ગોસીપ ચાલુ કરી.

તો વિવેક યુ આર સિન્ગલ ઓર નોટ? મોનાલીએ કહ્યું.

નો નો આઈ એમ સિન્ગલ.

તરત કવિતા એ ઉડાડી તું નહીં સુધરે સિન્ગલ છોકરા જોયા નથી કે...

અરે ડાર્લિન્ગ જિંદગી એન્જોય કરવા માટે હોય છે એટલે આવું બધું તો હોવું જ જોઈએ...કેમ વિવેક!!

હં..હા હા સાચું તમારું વિવેક બોલ્યો.

ઓહ્ ક'મોન વિવેક તમારું નહીં તારું કે મને.

ઓકે.ઓકે. તારું બસ.વિવેક બોલ્યો.

હવે વિવેક તું આપણું સૌરાષ્ટ્ર ભુલી જા અને આ મોર્ડન શીટીમા મોર્ડન બની જા. 

આ બે વર્ષ દરમિયાન તું મોર્ડન બનવા માંગે કે ના માગે પણ અમે તને જરૂરથી બનાવી દેશું મોનાલીએ હાસ્ય સાથે કહ્યું.

ક્લાસ શરૂ થવાની પાંચ જ મિનીટની વાર હતી એટલે બધા ત્યાંથી ક્લાસ તરફ રવાના થયા.

ક્લાસ શરૂ થયો પહેલાં લેક્ચર માં તો બધા પ્રોફેસરોએ પોતાના પરિચય આપ્યા અને વિદ્યાર્થીઓના પરિચય લીધા.

આજની કોલેજ પુરી થઈ એટલે વંદના, તેના ફ્રેન્ડ્સ અને વિવેક કેન્ટિન તરફ જાય છે.

એક મોટું ટેબલ હતું ત્યાં બધા ગોઠવાયા.
ઓહ્ ક'મોન વિવેક આટલો બધો કેમ શરમાય છે તું કેટલો દુર બેઠો છે તું મારાથી.અહી બેસ તું નાઉ વિ આર ફ્રેન્ડ્સ યાર મોનાલીએ કહ્યું.

વિવેકે પોતાની ખુરશી નજીક કરી અને ગોઠવાઈ ગયો.

હા તો ગાઇસ આવતા સન્ડેનો શું પ્રોગ્રામ છે?? મોનાલીએ કહ્યું.

હજુ આજથી કોલેજ ચાલુ થઈ છે અને આવતા સન્ડેથી જ ચાલું કરી દેવું છે ફરવાનું વંદના એ કહ્યું.

અરે બેબી આ ભણવાનું તો ચાલશે જ અને હું તો છેલ્લા બે મહીનાથી વેઈટ કરતી હતી કે ક્યારે કોલેજ ચાલુ થાય અને ક્યારે પીકનીક કરીએ.મોનાલી એ કહ્યું.

હા તો એમ કરીએ શનિવારે નાઈટમા આપણે રજની રિસોર્ટ માં રોકાઈ જશું અને રવિવારે આખો દિવસ ત્યાં ના આજુબાજુ ના હરિયાળા વિસ્તારમાં પીકનીક કરશું એકતાએ કહ્યું.

હા એમ જ કરશું અને આમ પણ આપણે વિવેકની શરમ દુર કરવાની છે તો શનિવારે રાત્રે એ પણ કરી નાખી એ હાસ્ય સાથે કવિતા એ કહ્યું.

અરે પણ.. હું નહીં આવું તમે બધા જઈ આવજો વિવેકે કહ્યું.

મારા પપ્પા એ મને કહ્યું છે કે વિવેક અમદાવાદમાં નવો છે એટલે તેનું ધ્યાન રાખજે. એટલે તારે તો વિવેક આવવાનું જ છે વંદના એ કહ્યું.

ઓકે.ઓકે હું આવીશ બસ...

યે હુઈ ના બાત. વિવેકના ખભા પર શાબાશી આપતા આપતા મોનાલીએ કહ્યું.

 અડધો કલાક બધાએ ગપ્પા માર્યા અને પછી મોનાલી અને એકતા પોતાની સ્કુટી લઈને પોત પોતાના ઘર તરફ રવાના થયા.

સારું તો વિવેક ચાલ હવે અમે નીકળી એ વંદના એ કહ્યું.

ઓકે તો કાલે મળીશું.

વંદના અને કવિતા એક જ હોસ્ટેલમાં રહે છે એટલે એ પણ હોસ્ટેલ તરફ રવાના થયા.

વિવેકે લાઈબ્રેરી શોધી. ઓડીટોરીયમમા ન્યૂઝ પેપર વાંચ્યું અને એ પણ પોતાની હોસ્ટેલ તરફ રવાના થયો.

તો શું થશે હવે આગળ??

આ મોનાલીનુ વિવેક પ્રત્યેનું વધું પડતું આકર્ષણ શું સંકેત આપે છે??

અને આવતા સન્ડે આંખુ ગ્રુપ જ્યારે પિકનિક પર જશે તો શું નવું થશે ત્યાં ??

આ બધા જ સવાલોના જવાબ મેળવવા દોસ્તો વાંચજો આગામી પ્રકરણ-7.

                                  (ક્રમશઃ)

( મિત્રો જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો તમારા મિત્રોને પણ સજેસ્ટ કરજો વાંચવા માટે અને રેટીન્ગ ચોક્કસ આપજો.
અને હા તમારા નિષ્પક્ષ પ્રતિભાવો પણ જરુરથી આપજો જેથી કરીને હું મારી ભૂલો સુધારી શકું.)

(મિત્રો હવે આ સ્ટોરી ના માત્ર 4 જ પ્રકરણ બાકી છે એટલે દરેક પ્રકરણ વાંચજો અને 10 માં પ્રકરણમાં જાણજો કે વિવેકને એની જિંદગી ક્યાં લઈને જાય છે.)

આ સ્ટોરી નું આગલું પ્રકરણ ક્યારે રિલીઝ થશે એ જાણવા માટે નીચેના વોટ્સએપ નંબર પર મેસેજ કરવો.

-વિપુલ પટેલ (7016634847)

***

Rate & Review

Bhoomi Yadav 4 months ago

rutvik zazadiya 6 months ago

Zinzuvadiya Kanji M. 7 months ago

kinjal dabhi 8 months ago

Jayshree Dabhi 8 months ago