Mistry of Life and Death books and stories free download online pdf in Gujarati

જીવન મરણ નો ભેદ

એક શહેરની વચ્ચોવચ એક શાહુકાર લોકો નું સમસાન આવેલું હતું. ત્યાંજ સમસાને એકદમ અળવીને જ જીવાભાઈ નું ટુટેલુફુટેલુ ઝુંપડી હતું. જેમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ બહૂ ઓછી અને કચરો વધારે હતો. સુવા માટે એક નાની ખાટલી હતી. જેના ત્રણ પાયા તો બરાબર હતાં પણ ચોથા પાયા ની હાલત બહુ ગંભીર હતી. તેના ઉપર એક મેલી  ફાટેલી  ગોદડી વિખરાયેલી પડી હતી.પાણી પીવા માટે એક નાનું માટી નું માટલું હતું જેના ઉપર એક લીલાં રંગનો પ્લાસ્ટિક નો ગ્લાસ અને પ્લાસ્ટિક ની ડીસ થી ઠાકેલુ હતું. ઘણી ને બે- ચાર વાસણ અને એક માટી ના ચુલા થી બનેલું જીવાભાઈ નું રસોડું હતું.

જીવાભાઈ ની વાત કરીએ તો જન્મ થી જ જેને ફક્ત કચરા નું જ મોઠુ જોયેલું હતું. એટલે કે જન્મતાની સાથે જ માં તો મૃત્યુ પામેલી અને પિતા ની તો કોઈ ખબર જ ન હતી. ભીખ માંગીને તો બાળપણ વીત્યું હતું. જવાની મંજૂરી માં વિતવા લાગી હતી. આજે લગભગ જીવાભાઈ પાંત્રીસ થી ચાલીસ વર્ષ વચ્ચેની ઉંમર હશે પણ સતત જીવન માં દુ:ખ જ હોવા થી ઉંમર કરતાં પણ વધારે મોટા લાગતાં હતાં. આ સંસારમાં કોઈ ને પોતાના કંઈ શકે એવો એક પણ જીવ આ સૃષ્ટિમાં ન હતો.

સવાર પડતાં ની સાથે જ જીવન નો સંઘર્ષ ચાલુ થઈ જતો હતો. બે સમય નું ભોજન મેળવવા માં પણ અઠળક મુશ્કેલી નો સામનો કરવો પડતો હતો. રાત પડતાં  પડતાં જીવાભાઈ થાકીને લોથપોથ થઈ ને પોતાના ઝોપડી માં જઈને ખાટલી ઉપર પડતાં ની સાથે જ ઊંઘી જતાં હતાં. આમ ને આમ જીવન વિતાવા લાગ્યું હતું.

ક્યારેક ક્યારેક જીવાભાઈ સંમસાન ની અંદર થી આવજાવ કરતાં હતાં. એક દિવસ બપોર ના સમયે જીવાભાઈ ઉતાવળે પગલે સંમસાન વાળા રસ્તેથી પસાર થઈ રહ્યા હતાં  અને અચાનક એમને પગમાં ઠેસ વાગે છે અને એ ઊભા રહીને નીચે જુવે છે તો એક મૃત્યુ પામેલા વ્યક્તિ ની ખોપડી થી તેમને ઠેસ વાગી હોય છે. જીવાભાઈ બંધુ જ ભુલીને એ ખોપડી હાથ માં પકડી ને બેસી જાય છે. થોડીવાર પછી એ ખોપડી ને ઠીક થી મુકીને બે હાથ જોડીને પ્રાર્થના કરે છે અને તે ખોપડી પાસે ઠોકર મારવા બદલ માફી માંગે છે. અને કહે છે. "તમે જે પણ હતાં એની હું માફી માંગું છું કૃપા કરીને મને માફ કરશો ! " 

આમ કહીને જીવાભાઈ તે ખોપડી નેં પોતાની ઝોપડી માં લઇ જાય છે અને એવી જગ્યા ઉપર મુકે છે કે તે ખોપડી હંમેશા તેની નજર સામે રહે.

આ ઘટના નાં અઠવાડિયા પછી એક દિવસ એક મુન્ના નામ નો એક ચોર જીવાભાઈ ના ઝોપડા માં ગુસી આવે છે અને જીવાભાઈ ને મારવા નો હોય છે ત્યારે અચાનક મુન્ના ની નજર પેલી ખોપડી ઉપર પડે છે અને મુન્નો જીવાભાઈ ને પુછે છે  "કે આ ખોપડી કોની છે અને અહીં શું કરે છે?"

જીવાભાઈ ગભરાઈ ને કહે છે " આ ખોપડી ની આંખી વાત કરીશ પણ તું વચન આપ કે વાત સાંભળીને તું અહીં થી શાંતિ થી જતો રહીશ."

મુન્નો થોડું વિચારીને બોલે છે " ઠીક છે હું તમને લુટીશ નહીં અને શાંતિ થી જતો રહીશ. એવું વચન આપું છું "

જીવાભાઈ મુન્ના નેં કહે છે પહેલા શાંતિ થી અહી બેસીને આ પાણી પી! અને પછી પોતે પણ એક ગ્લાસ પાણી પીધું અને શાંત થયા ત્યાર બાદ ગળું ખંખેરી ને બોલ્યા

" અઠવાડિયા પહેલાં ની આ વાત છે. એક દિવસે બપોરના સમયે હું સંમસાન માંથી પસાર થઈ રહ્યા હતો. અને મને અચાનક ઠેસ વાગી ને મેં નીચે જોયું તો આ ખોપડી થી મને ઠેસ વાગી હતી. આ ખોપડી ને જોઈ ને મને વિચાર આવ્યો કે આ તો શાહુકાર લોકો નું સમસાન છે અને આ ખોપડી પણ કોઇ શાહુકાર કે રાજા, મહારાજા ની જ હશે! જો આજે આ ખોપડી ઉપર ચામડી હોત માંસ હોત અને આના માં જીવ હોત અને જીવીત વ્યક્તિ હોત તો મારૂં શું થાત? આ તો મને ફાંસી આપી દેત અને મને મારાં જીવ થી હાથ ધોવા પડત. આવો વિચાર આવતા ની સાથે મારૂં મન અંદર સુધી કાંપી ગયું." 

થોડીવાર પછી ફરી મારા મનમાં એક વિચાર ફરી વળ્યા કે આ જ્યારે જીવિત વ્યક્તિ હશે ત્યારે એનો કેવો વટ અને મોભો હશે. પણ આજે તો જો આ કેવી ગંદકી માં પડ્યો છે અને જે એની આજુબાજુ પણ ભટકી નાં શકે એવા તૃરછ કચરા વીણનાર માણસ નાં પગ ની ઠોકર ખાધાં પછી પણ શાંત અને ચુપ છે. આજ જીવન મરણ નું સત્ય છે. અને મૃત્યુ પછી કાંઈ જ સાથે આવતું નથી બંધુ જ અહીં રહી જાય છે ગમે તેવા રાજા મહારાજા કે શાહુકારો હોય બંધા છેલ્લે માટીમાં જ મળી જાય છે.

આ ખોપડી ને મેં હમેશા મારી નજર સામે મુકવા નું નક્કી કર્યું છે કારણ કે આ મને હંમેશાં મારા નશ્વર હોવાનું યાદ કરાવે છે જેના થકી હું કુકર્મ કરવાં પહેલા એક વખત વિચારૂ છું.

આ સાંભળી ને મુન્ના નું પણ હ્દય પરિવર્તન થઈ ગયું ત્યાર પછીથી  જીવાભાઈ અને મુન્નો પાક્કા ભાઈબંધ બંની ગયા અને સુખ શાંતિ થી જીવન જીવવા લાગ્યા.

આ વાર્તા માંથી આપણે એ શીખવા મળ્યું કે આપણે હંમેશા મનની અંદર સુખ શાંતિ ની શોધ કરવી જોઈએ અને બાહ્ય દેખાવ અને વસ્તુઓની પાછળ ના ભાગવું જોઇએ તો જ જીવન મરણ નાં આ ભેદ ને ઉકેલી શકશું!