Earth - An incomplete love story Part-5 books and stories free download online pdf in Gujarati

પૃથ્વી-એક અધૂરી પ્રેમ કથા ભાગ-5

પૃથ્વી અને અદિતિ બંને સાથે બેહોશ પડ્યા હતા અને પૃથ્વી ની છાતી માં ખંજર ભોકેલું હતું ,ત્યાં અચાનક એક પડછાયો પૃથ્વી ના પાસે આવ્યો અને પૃથ્વી ને ઉઠાવી ને પળ વાર માં ગાયબ થઈ ગયો. અદિતિ હજુ પણ ત્યાં જ હતી.

રાત થઈ ગઈ . વિદ્યા અને બાકીના બધા અદિતિ ને શોધતા જંગલ માં આવ્યા અને વિદ્યા ને જંગલ માં દૂર અદિતિ બેહોશ હાલત માં દેખાઈ એ ભાગીને એના પાસે ગઈ અને એને ઉઠાવીને હોસ્ટેલ માં લઈ ગયા.

અહી પૃથ્વી ને જે પડછાયો ઉપાડી ને લઈ ગયો એ બીજું કોઈ નહીં પણ વીરસિંઘ હતા જે પૃથ્વી ને એમના ઘરે લઈ આવ્યા, ચાંદી ના ખંજર ના કારણે પૃથ્વી ના શરીર માંથી લોહી અવિરત વહી રહ્યું હતું. વીરસિંઘ એ ચાંદી ના ખંજર ને હટાવનો પ્રયાસ કર્યો પણ નાકામ રહ્યા. એમને તત્કાળ કોઈક ને ફોન કર્યો , થોડીક ક્ષણો માં ત્યાં એક સ્ત્રી આવી પહોચી એણે આગળ સુધી મોઢું ઢાંકેલું હતું. અને કેટલાક મંત્રો થી એમને પૃથ્વી ના શરીર માથી ખંજર દૂર કર્યું , આખરે લોહી વહેતું બંદ થયું.

વીરસિંઘ : તમારો આ ઉપકાર હું કોઈ દિવસ નહીં ભૂલું

અજાણ સ્ત્રી : મે ખાલી ખંજર દૂર કર્યું છે પણ પૃથ્વી બચશે કે નહીં એની જવાબદારી હું નહીં આપી શકું.

એટલું કહી એ ત્યાં થી રવાના થઈ ગઈ, વીરસિંઘ ચિંતા માં પડી ગયા પૃથ્વી એકદમ અચેત પડ્યો હતો.

સવાર સુધી માં અદિતિ ને હોશ આવ્યો.એને આંખો ખોલી અને જોયું તો વિદ્યા એની બિલકુલ સામે બેઠી હતી ગુસ્સા માં

અદિતિ એ એક દમ નિર્દોષ થઈ ને પુછ્યું “શું થયું ? કેમ આમ બેઠી છે ?”

વિદ્યા “તારો પ્રોબ્લેમ શું છે ?રોજ તું જંગલ માં જ કેમ મળે છે ? કેટલી વાર તને બચાવાની ?અને તું ત્યાં કરતી શું હતી ?”

અદિતિ એ મગજ પર થોડું જોર નાખ્યું એણે ગઈ કાલ રાત નો કિસ્સો યાદ આવ્યો કે એ જંગલ માં હતી પૃથ્વી એની પાછળ હતો એણે પૃથ્વી ને ખંજર માર્યું અને પછી નંદિની....

અદિતિ ને ફરી થી ધૂંધળા ચિત્રો દેખાવા લાગ્યા કે એ અને પૃથ્વી બંને એક નદી કિનારે બેઠા છે અને પ્રણય વાતો ચાલે છે ,ચિત્ર બદલાઈ ને પૃથ્વી પર અમુક વિચિત્ર લોકો હુમલો કરે છે. અને અદિતિ ના અપહરણ નો પ્રયાસ કરે છે પૃથ્વી ના નંદિની ....નંદિની.... ચિત્કારો અદિતિ ના કાન માં હજુ પણ ગુંજે છે .

અદિતિ એના હાથ થી કાન બંદ કરે છે અને જોર થી બૂમ પાડે છે “પૃથ્વી....”

અહી પૃથ્વી ના ઘર માં ..પૃથ્વી સફાળો બેઠો થાય છે.

વીરસિંઘ ત્યાં પહોચે છે પૃથ્વી ને જીવિત જોઈને એમને શાંતિ થાય છે.

વીરસિંઘ : આખરે તે સાબિત કરી દીધું કે તું પોતાની સૂજ બૂજ ખોઈ બેઠો છે ..તને ખબર હતી કે એ ખંજર તારો જીવ લઈ શકે છે તો તું એની પાસે ગયો જ કેમ ?તું તારી સાથે સાથે આપના આખા પરિવાર ને જોખમ માં નાખી રહ્યો છે .

પૃથ્વી : એમાં એનો કોઈ દોષ નથી ..આ તો કિસ્મત નો ખેલ છે. એને સત્ય નો ખ્યાલ નથી.એતો આપના થી અજાણ છે .. એને ખબર જ નથી કે પણ આપણાં પરિવાર નો હિસ્સો છે .

વીરસિંઘ : એના પાછળ પણ તું જ જવાબદાર છે . તને ખબર હતી કે તું એના વગર રહી નહીં શકે તો ...

પૃથ્વી: મે જે કઈ પણ કર્યું ફક્ત એને બચાવવા કર્યું . એ આપણાં થી દૂર છે એટ્લે સુરક્ષિત છે અને આજીવન એની સુરક્ષા મારી જવાબદારી છે.

વીરસિંઘ : તું ભૂલે છે કે એ હવે તારી નંદિની નથી અને હવે એ માનવ છે તો એના માં માનવ સહજ ગુણ પણ છે, એ અમર નથી વર્ષો વીતતા એ મૃત્યુ....

પૃથ્વી એ વચ્ચે અટકાવ્યા

“હું એને કઈ પણ નહીં થવા દવ .”

વીરસિંઘ : તને ખબર છે ? એ તને મારવા ઈચ્છે છે . તને એક દરિન્દો સમજે છે નફરત થી જોવે છે તારા સામે .

પૃથ્વી : નફરત જ સહી . પણ જોવે તો છે ને અને એના હાથ થી તો મોત પણ સ્વીકાર છે .

વીરસિંઘ પૃથ્વી ની વાતો થી અકળાઈ ને જતાં રહ્યા

અહી અદિતિ ના મોઢા માથી “પૃથ્વી” શબ્દ સાંભળી ને વિદ્યા થોડી અસમંજસ માં મુકાઇ ,

વિદ્યા : પૃથ્વી ... એણે શું કર્યું પાછું ?

અદિતિ ને અચાનક યાદ આવ્યું કે આ રહસ્ય ખાનગી રાખવાનું છે

અદિતિ એ વાત ને ટાળી દીધી

અદિતિ : કઈ નહીં .હું ઠીક છું તું તૈયાર થઈ ને જા હું પાછળ થી આવું છું .

વિદ્યા નીકળી ગઈ . પણ અદિતિ હવે ધ્યાન થી વિચારવા લાગી કે આ ચાલી શું રહ્યું છે? મને સપના માં પૃથ્વી અને હું કેમ દેખાઈએ છીએ ,અને એ સાચે જ સપના છે કે કોઈ જૂની યાદો . શું પૃથ્વી સાચે મારા ભૂતકાળ સાથે જોડાયેલો છે શું એણે હું પહલે થી જ જાણું છું ? મારે આ પ્રશ્નો ના ઉકેલ શોધવા પડશે .અને એનો જવાબ એક જ વ્યક્તિ આપી શકે મારા guardian મારા aunty સ્વરલેખા.

અહી અદિતિ ના ભૂતકાળ વિષે કોઈ જંતુ નહતું ,અદિતિ ખુદ પણ એના ભૂતકાળ થી અજાણ હતી. એણે એના guardian સ્વરલેખા એ એવું જણાવ્યુ હતું કે એક અકસ્માત માં એના માતા પિતા ગુજારી ગયા અને અદિતિ પોતાની યાદશક્તિ ગુમાવી બેઠી છે અને સગા સબંધી માં એક માત્ર સ્વરલેખા છે જે અદિતિ ના aunty છે.અદિતિ તો એના આંટી ને પણ ઓળખતી નથી. આ વાતો તો એના આંટી એ જ એણે જણાવી હતી.

અદિતિ કોલેજ માં થી બહાનું બનાવી ને સ્વરલેખા ને મળવા ગઈ. સ્વરલેખા અને અદિતિ નું ઘર નજરગઢ થી થોડું દૂર હતું.

અદિતિ ઘરે પહોચી .સ્વરલેખા એ દરવાજો ખોલ્યો . પહોચતા જ ખબર અંતર પૂછ્યા પેહલા એ અદિતિ એ સવાલો ના મારા શરૂ કર્યું .

અદિતિ : આંટી .. હવે સમય આવી ગયો છે કે તમે મને બધી જ સચ્ચાઈ જણાવો . હું મારા અકસ્માત પેહલા કોઈ છોકરા ને ઓળખતી હતી ? કોઈ પૃથ્વી નામ ના શખ્સ ને તમે જાણો છો ? અમારો અકસ્માત કઈ રીતે થયો . મારા past ના દરેક વ્યક્તિ વિષે મારે જાણવું છે. અને આ વખતે મારે બધા સવાલો ના જવાબ જોઈએ.

સ્વરલેખા : શાંતિ થી બેસ . શું થયું છે તને એ કે ?

અદિતિ : મારે શાંતિ નથી રાખવી . મને મારા ભૂતકાળ ના ધૂંધળા ચિત્રો દેખાય છે . જે વ્યક્તિ ને અત્યારે આટલી નફરત કરું છું એનું મારા જીવન માં શું સ્થાન હતું ? કોણ છે એ ?

સ્વર લેખાં ના ચેહરા ના હવ ભાવ બદલાઈ ગયા .

અદિતિ : મને તમારા ચેહરા પર થી એવું કેમ લાગે છે કે તમે મારા થી કઈક છુપાવો છો ? મારે આજે બધુ સત્ય જાણવું છે .

અદિતિ ની જીદ થી હારીને સ્વરલેખા એ શરૂઆત કરી.

તારા અકસ્માત પેહલા આપની જિંદગી ખુશહાલ હતી તું અહી આપણાં જ શહેર માં અભ્યાસ કરતી હતી. તારા કોલેજ માં ઘણા સારા મિત્રો હતા એમનો એક પૃથ્વી છે.એ તારો ખૂબ જ સારો મિત્ર હતો એના બધા સુખ દુ:ખ તારી સાથે share કરતો હતો.પરંતુ અમુક સમય પછી એ ક્યાક વિદેશ ચાલ્યો ગયો. અને એના અમુક સમય બાદ તારો અકસ્માત થયો. Doctor એ કહ્યું હતું કે તને partial amnesia છે એટ્લે અમુક વર્ષ પછી તારી યાદશક્તિ પછી આવશે . તારા અને પૃથ્વી ના એ જ પળો તને દેખાતા હશે.

અદિતિ ઢીલી પડી ગઈ

“ તો શું હું ..... અને .... પૃથ્વી... મારો મતલબ કે અમે .....બ ....બંને એકબીજાને પ્રેમ કરતાં હતા. ?

સ્વરલેખા : ના તમે ખાલી મિત્રો હતા , કારણ કે બધા ને ખબર હતી કે પૃથ્વી તને નહીં નંદિની ને પ્રેમ કરતો હતો. નંદિની નું એક બીમારી માં મોત થઈ ગયું એનો આઘાત પૃથ્વી સહન ના કરી શક્યો અને વિદેશ ચાલ્યો ગયો .

અદિતિ ને એમ હતું કે એ પોતે નંદિની છે પણ આંટી ની વાત પર થી લાગ્યું કે આંટી એણે કોઈ દિવસ ખોટું નહીં કહે. એણે થયું કે એ અને પૃથ્વી મિત્ર કઈ રીતે હોઇ શકે ? પૃથ્વી તો એક vampire છે. મારે હવે સચ્ચાઈ પૃથ્વી પાસે થી જાણવી પડશે કે એ મને ઓળખવા છતાં આવું વર્તન કેમ કરે છે ?

અદિતિ ને થયું કે પૃથ્વી ના vampire હોવાની વાત આંટી ને જણાવ્યા જેવી નથી એ ડરી જશે એટ્લે એ વાત મારા પૂરતી સીમિત રહે એ સારું.

અદિતિ : આંટી sorry મે તમારી સાથે આવું વર્તન કર્યું પણ સચ્ચાઈ મારા માટે આવશ્યક હતી. હવે હું નિકલું .

સ્વરલેખા : પણ બેટા થોડી વાર પછી જજે હાલ તો આવી છે.

અદિતિ : ના આંટી હું vacation માં આવીશ હાલ મારે કેટલાક પ્રશ્નો ના જવાબ જોઈએ છે . Bye

એટલું કહીને અદિતિ નીકળી ગઈ.

અદિતિ નીકળી ગયા બાદ સ્વર લેખાં એ કહ્યું કે હવે તું બહાર આવી શકે છે અદિતિ નીકળી ગઈ છે.

ઉપર ના રૂમ માઠી એક મોટો કાળો કોટ પેહરેલો વ્યક્તિ નીચે ઉતર્યો .એનું મોઢું ઢાંકેલું હતું .

સ્વરલેખા : એ નીકળી ગઈ છે અને જેવુ તે કહ્યું હતું મે એવું જ કહ્યું છે એને અને હવે તારે મોઢું ઢાંકવાની જરૂર નથી.

એ વ્યક્તિ એ mask હતાવ્યું એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ પૃથ્વી જ હતો

પૃથ્વી : આભાર આપનો .

સ્વરલેખા : મે એક વાર તને એના થી બચાવ્યો તારા છાતી માં થી ખંજર કાઢીને વારંવાર એવું નહીં થાય .

(પૃથ્વી ના છાતી માથી ખંજર કાઢવા વાળી સ્ત્રી સ્વરલેખા જ હતી)

પૃથ્વી : હા , હું હમેશા આપનો રૂણી રહીશ .

સ્વરલેખા : ઋણ નો સવાલ નથી પૃથ્વી .હું પણ નંદિની ને એટલો જ પ્રેમ કરું છું જેટલો તું કરે છે પણ એને સત્ય જાણવા નો હક છે કે એ કોણ છે , હું કોણ છું ,એને જાણવા નો હક છે કે હું એની કોઈ આંટી નથી ,વર્ષો પેહલા તારા કહવા પ્રમાણે એની રક્ષા માટે તે મને આ જવાબદારી સોંપી હતી. અને છેલ્લા ઘણા વર્ષ થી મે આ જવાબદારી નિભાવી છે. તું એને કહી કેમ નથી દેતો કે તારો પ્રેમ અપાર છે . ભવિષ્ય ની ચિંતા ના કરીશ જે નસીબ માં હશે એ થશે હું વિનંતી કરું છું એને એની બધી યાદો પરત આપી દે . જણાવી દે એને કે એ અદિતિ નથી નંદિની છે તારી નંદિની.

પૃથ્વી : યોગ્ય સમય આવશે એટ્લે જણાવી દઇશ .

સ્વરલેખા : પૃથ્વી .. યોગ્ય સમય આવતા પેહલા મોડુ ના થઈ જાય એ જોજે . તને ખબર છે ને બીજા લોકો જે તમારા દુશ્મન છે એ પણ નંદિની ની ખોજ માં છે જો તારા પેહલા એ નંદિની સુધી પહોચી ગયા તો ..

પૃથ્વી : હું એવું કોઈ દિવસ નહીં થવા દવ હું નંદિની ને મારી નજર થી દૂર નહીં કરું , હવે મારે નીકળવું પડશે અદિતિ મને જ શોધવા ગઈ છે.

એટલું કહીને પૃથ્વી પલભર માં જંગલ ના અંધકાર વાયુવેગે માં ગાયબ થઈ ગયો.

બીજી બાજુ અદિતિ નજરગઢ એના કોલેજ પહોચી ગઈ . ત્યાં પહોચતા જ એ સીધી પૃથ્વી ને શોધવા લાગી. એને અમુક વિધ્યાર્થીઓ ને પુછ્યું પણ કોઈને પૃથ્વી વિષે જાણ નહોતી.

ઘણું શોધ્યા બાદ પણ પૃથ્વી મળ્યો નહીં. આખરે મોડી સાંજે જ્યારે અદિતિ થાકીને ઘરે જતી હતી ત્યારે જંગલ ને અડીને પાસે એક બેન્ચ પર પૃથ્વી એકલો બેઠો હતો. અદિતિ ની નજર એના પર પડી. ત્યારે ધીમી ધારે હિમ વર્ષા થતી હતી અને ઠંડો પવન વહેતો હતો. અદિતિ ધીમેક થી પૃથ્વી ના પાછળ ગઈ અને પૃથ્વી ના ખભા પર હાથ મૂક્યો.

અદિતિ નો હાથ પડતાં જાણે પૃથ્વી ના મૃત શરીર માં હદય ધબકવા લાગ્યું અને નવા પ્રાણ પુરાયા હોય એવો એહસાસ એને થયો .

અદિતિ પૃથ્વી ની બાજુ માં બેઠી

અદિતિ : પૃથ્વી... મને સચ્ચાઈ જાણ થઈ ગઈ છે કે તું મારો best friend છે. હું તો મારી યાદશક્તિ ગુમાવી બેઠી છું પણ તું ? તું તો બધુ જાણતો હતો મને ઓળખતો હતો તો તે મને કેમ કઈ કહ્યું નહીં ?

પૃથ્વી : હું બધુ ગુમાવી ચૂક્યો છું નંદ.....સોરી અદિતિ ..

તને જોતાં જ મારી બધી જૂની યાદો તાજી થઈ જાય છે જે હું નથી ચાહતો એટ્લે હું હમેશા તારા થી દૂર રહું છું . અને તારી સાથે લડીને મારા થી દૂર રાખું છું.

અદિતિ : પૃથ્વી ..તું પેલા પણ તારા દુ:ખ મારી સાથે વહેચતાઓ હતો અત્યારે પણ વહેચી શકે છે. હું જાણું છું તારું દૂ:ખ અપાર છે પણ જિંદગી ની નવી શરૂઆત પણ કરી શકાય.આ સંસાર માં જે આવ્યા છે એક દિવસ મૃત્યુ પણ પામશે, પછી એ હું હોવ કે નંદિની ....

પૃથ્વી એ એનો હાથ અદિતિ ના મોઢા પર મૂકી દીધો અને બોલતા અટકાવી દીધી. પૃથ્વી નો સ્પર્શ થતાં જ અદિતિ ને પુનઃ ધૂંધળા ચિત્રો દેખાવા લાગ્યા....

જેમાં .. એ પૃથ્વી ને કહતી હતી “ પૃથ્વી કદાચ કોઈ દિવસ એવું પણ બની શકે આપના દુશ્મનો અચાનક સામે આવી જાય તો હું તને બચાવી લઇશ અને કહીશ કે મારા પૃથ્વી ને છોડી દે એના બદલે મારા પ્રાણ લઈ લો. અને પૃથ્વી એના મોઢા પર હાથ મૂકીને બોલ્યો. કોઈ દિવસ મારા આગળ મરવાની વાત ના કરતી , મોત ખૂબ ભયંકર છે , અને હું તારા વગર નહીં જીવી શકું નંદિની.”

અહી અદિતિ ના ચિત્રો પૂરા થાય છે અને હજુ પૃથ્વી નો હાથ અદિતિ ના મોઢા પર છે.

પૃથ્વી : નંદિની મરી નથી એ જીવે છે અને એને હું કઈ નહીં થવા દવ. અને કોઈ દિવસ મારા આગળ મરવાની વાત ના કરતી , મોત ખૂબ ભયંકર છે , અને હું તારા વગર નહીં જીવી શકું નંદ.....

પૃથ્વી અટકી ગયો.

પૃથ્વી : સોરી .મને કઈક જૂનું સ્મરણ થઈ ગયું.

અદિતિ : મને પણ . ........................ એ બધુ છોડ મને એ કે હું અને નંદિની કેટલા નજીક હતા.

પૃથ્વી : ખૂબ જ .... એમ કહી શકાય કે એક શરીર અને એક આત્મા છે બસ નામ અલગ છે.

અદિતિ : તો પછી મને થોડા દિવસ થી મારી ભૂતકાળ ની જે યાદો દેખાય છે એમાં ફક્ત તું જ કેમ છે નંદિની કેમ નહીં અને મને તો એવું જ લાગે છે કે તું નંદિની ને નહીં મારી સાથે જ સંવાદ કરી રહ્યો હોય .મને એવું લાગતું હતું કે હું જ નંદિની છું .

પૃથ્વી ડઘાઈ ગયો કે અદિતિ સચ્ચાઈ ની ખૂબ નજીક છે.

પૃથ્વી : મે તને કહ્યું ને કે તું અને નંદની એક શરીર અને એક આત્મા છો ,સમય આવશે એટ્લે એ પણ સ્પષ્ટ થઈ જશે .

એટલું કહી પૃથ્વી ઊભો થઈ ચાલવા લાગ્યો.

અદિતિ : પૃથ્વી હું જાણું છું તું એક vampire છે.મને રઘુવીર એ બધુ જણાવ્યુ છે .

પૃથ્વી ઊભો રહી ગયો અને પાછળ ફર્યો .

પૃથ્વી : અદિતિ અમુક વાતો તું ના જાણે એ સારું છે તને ખબર નથી કે આ દુનિયા કેટલી ખતરનાક છે . એટ્લે મારી સલાહ મન એ રઘુવીર અને અમારા થી દૂર રહીશ તો સુરક્ષિત રહીશ.

અદિતિ : મને જે દિવસે રઘુવીર એ કહ્યું કે તું એક ક્રૂર vampire છે ત્યારે મને તારા પર ખૂબ જ નફરત હતી અને એ જ ગુસ્સા માં તને મે ખંજર ભોકી દીધું.

પણ જ્યારે હું તને જોવું છું ત્યારે મને તારા પર ગુસ્સો નથી આવતો. કે તારો ભય પણ નથી .ખબર નહીં કેમ પણ મને એવું લાગે છે કે તું મને કોઈ દિવસ હાનિ નહીં પહોચડે ઉપર થી તું હમેશા થી મારી રક્ષા કરે છે.તને જોતાં જ એવું લાગે છે કે કદાચ મારે હવે આ દુનિયા બીજા કોઇની જરૂર નથી ,તારી સાથે સમય ક્યાં વીતી જાય ખબર નથી પડતી. આ જંગલ જેનાથી આખું શહેર દરે છે એમાં મને ભય નથી લાગતો કારણ કે મારૂ મન જાણે છે કે તું મને કોઈ પણ પરિસ્થિતી માં થી બચાવી લઇશ.

અને સાચું કહું તો ....

કદાચ હું તને પેહલા પણ.....

પેહલા પણ પ્રેમ કરતી હતી ...

મારી યાદો ખોવાઈ ગઈ છે પણ પ્રેમ હજુ જીવિત છે.

બોલતા બોલતા અદિતિ પૃથ્વી ની એકદમ નજીક આવી ગઈ.

અદિતિ ની વાતો થી પૃથ્વી પીગળી ગયો. એને અદિતિ ના હાથ એના હાથ માં લીધા. અદિતિ નું હદય જોર થી ધબકવા લાગ્યું.

એ ધબકારા પૃથ્વી ના કાનો સુધી પહોચ્યા ,પૃથ્વી હોશ માં આવ્યો.

પૃથ્વી : અદિતિ આપણે પેહલા પણ ખૂબ સારા મિત્રો હતા. અને આજે પણ છીએ તું પેહલા પણ મારી હકીકત જાણતી હતી આજે આપણ જાણે છે.પણ મારો પ્રેમ ફક્ત નંદિની છે.

અદિતિ આટલું સાંભળતા જ તૂટી ગઈ.

પૃથ્વી : રાત બહુ થઈ ગઈ છે . હું તને હોસ્ટેલ છોડી દવ.

અદિતિ : તારે ચિંતા કરવાની જરૂર નથી હું પહોચી જઈશ.તું તારા રસ્તે જ હું મારા .

પૃથ્વી ને થયું કે હાલ અદિતિ દુખી છે અને ગુસ્સા માં પણ એટ્લે એ ત્યાં થી નીકળી ગયો.

પૃથ્વી ના જતાં જ અદિતિ ના આંખ માથી આંસુ વહવા લાગ્યા. એ થોડી વાર ત્યાં જ બેસી રહી અને પછી એને થયું કે હવે ખૂબ મોડુ થઈ ગયું છે. હોસ્ટેલ પહોચવું પડશે. પણ એને વિચાર્યું કે રોડ થી જઈશ તો ખૂબ વાર લાગશે એના કરતાં જંગલ માથી નીકળી જાવ ફટાફટ પહોચી જઈશ.

એને જંગલ ના રસ્તે ચાલવા નું શરૂ કર્યું ઘણું ચાલ્યા બાદ એને એવો એહસાસ થયો કે એ રસ્તો ભૂલી ગઈ છે.

એ ઘભરાઈ ગઈ અને આમતેમ રસ્તો શોધવા લાગી .રસ્તો શોધતા શોધતા એ જંગલ ના એવા વિસ્તાર માં પહોચી ગઈ જે પૃથ્વી ના દુશ્મનો નો ઇલાકો હતો .જ્યાં માનવ તો શું vampire પણ પ્રવેશ કરી શકતા નહોતા.

રસ્તો શોધતા શોધતા એનો પગ લપસ્યો અને નીચે પડી ગઈ અને પગ માથી લોહી વહેવા લાગ્યું. તો પણ એ ચાલતી રહી .

એના લોહી ની ગંધ ત્યાં ની માટી માં ભળી ગઈ. અને એની મહેક એ જંગલ માં ગુફામાં પહોચી.

ત્યાં અર્ધ વસ્ત્ર પહેરેલા આદિમાનવ જેવા દેખાતા ,લાંબા વાળ, મોટા નખ અને બિહામણો દેખાવ ધરાવતા લોકો બેઠા હતા.

એમાં થી એક “આ મહેક તો કોઈ માનવ લોહી ની છે.”

બીજો વ્યક્તિ: તો શોધો એને , એ ખોટી જગ્યાએ આવી ગયો છે.

ચાર પાંચ જણા ઊભા થઈ એ લોહી ની તરફ સૂંઘતા સૂંઘતા ચાલવા લાગ્યા.

એ લોકો એ જગ્યાએ પહોચી ગયા જ્યાં અદિતિ નો પગ લપસ્યો હતો.

અને એમાં થી એકે ત્યાં પડેલા લોહી ના ટીપાં વળી માટી ઉઠાવી અને સૂંઘી અને એની આંખો પહોળી થઈ ગઈ .

એ વ્યક્તિ : મુરખો .. આ કોઈ સાધારણ માનવ નું ખૂન નથી . આ એનું જ ખૂન છે જેની આપણે વર્ષો થી તલાશ કરીએ છે. આ તો શાપમુક્તિ ખૂન છે . આપનું નસીબ જાગી ગયું છે કે વ્યક્તિ સામે ચાલીને આપના ઘરે આવ્યું છે. એના પેહલા કે એ અહી થી ભાગી જાય શોધો એને.

એટલું કહેતા જ બધા ના શરીર માં પરીવર્તન આવવા લાગ્યા અને જોતાં જોતાં એ લોકો માનવ માં વરુ એટ્લે કે ભેડીયા બની ગયા જેને wolf કહવાય છે . અને vampire ના આ દુશ્મનો બીજા કોઈ નહીં પણ પ્રાચીન જીવ werewolf હતા.

આ werewolf અદિતિ નો પીછો કરવા લાગ્યા .

અદિતિ ચાલતા ચાલતા એક નદી કિનારે આવીને ઊભી અને એનો જખમ સાફ કરતી હતી ત્યાં એને કઈક જંગલ ની જાડીયો માં હલચલ સંભળાઈ. ... અને સામે ઘણીબધી જડિયો માં પશુ ઊભા હોય એવો આભાસ થયો. નદીની બીજી બાજુ પણ જંગલ હતું પણ આખી નદી તરીને પર કરવી અશક્ય હતી .

અદિતિ ને હવે ખૂબ જ ભય લાગવા લાગ્યો. એને એક જાડી માં પીળી ચમકતી આંખો દેખી . અને એ જોતાં જ એને “પૃથ્વી ..... અવાજ લગાવ્યો.