Mrugjal ni mamat - 12 books and stories free download online pdf in Gujarati

મૃગજળની મમત - 12


પ્રસ્તાવના:
આ સનસની ખેજ કથા મારા અને મિનલજી ના સહિયારા પ્રયાસથી આલેખાઈ..
છે આશા રાખુ છુ કે તમને ગમી જશે..
કહાની ફક્ત મનોરંજનના માટે લખાઇ છે જેમાં હકીકતોને અવકાશ નથી..
============
- સાબીરખાન પઠાણ "પ્રીત"
- મિનલ ક્રિશ્ચન "જીયા"


વરસાદની થપાટોના કારણે ભીંજાઈ ગયેલાં સમીર અને પ્રિયા મજારના ચોગાનમાં ઉભાં રહ્યાં.
અહીં પાણી પડતું ન હતું પરંતુ આસપાસ ચોધાર વરસી રહેલો વરસાદ ભૂમિ પ્રદેશના તટને ડુબાડી નાખવા માગતો હોય એમ ઝીંક બોલાવી રહ્યો હતો.
સમીર પ્રિયા ને જોતો રહ્યો ભીંજાઈને પ્રિયાના વસ્ત્રો એના ગોરા બદન સાથે ચીપકી ગયા હતા.
સહજ રીતે પ્રિયા પર આપાદમસ્તક એને દ્રષ્ટિ નાખી.
એનું શરીર ઠંડીથી ઠૂંઠવાઇને ધ્રુજારી અનુભવી રહ્યું હતું સમીરની પણ એ જ દશા હતી.
પાણી નીતરી ગયું એટલે બેઉ બાબા ની કબર સામે ઊભાં રહયાં.
દૂરથી જ બંનેએ સલામ કરી.
કબર પરની ચાદરો ફુલોથી ભરાઈ ગઈ હતી.
એક ક્ષણ માટે સમીરને લાગ્યું જો પ્રિયાના કહેવા પ્રમાણે આ મજાર કોઈને દેખા દેતી નથી અને જંગલમાં સ્થાન બદલતી રહે છે તો અહીં કબર પર તાજાં ફૂલ કોણ ચઢાવી જતું હશે..?
પ્રિયા આંખો બંધ કરી બે હાથ જોડી પ્રાર્થના માં વ્યસ્ત હતી.
સમીર એના માસૂમ ચહેરાને નિર્વિકારભાવે જોતો રહ્યો.
કેટલી બદલાઈ ગઈ હતી પ્રિયા..?
સમીરને હજુ પણ માન્યામાં નહોતું આવતું આ એ જ પ્રિયા છે જે હમણાં થોડા દિવસ પહેલા નિર્દોષ યુવાનોનુ ખૂન વહાવવાના પિશાચી આનંદને પોશતી હતી.
"એસે ક્યા દેખ રહે હો મુજે પેહેલે નહી દેખા..?"
એના ચહેરા પર એ જ રમતિયાળ સ્મિત હતું..
સમીરને ક્ષોભ થયો પોતાની આંખો છુપાવતાં એને પ્રિયા ને કહ્યું.
"તુમ્હે ઇસ તરહ દેખને કી કલ્પના નહીં થી..!"
મૈ અબ બહોત ખુશ હું સમિર..! એક નયે સીરે સે અપની જિંદગી જીના ચાહતી હું
દુબારા ઉડાન ભરની હૈ મૂજે..!"
એ બોલતી જતી હતી પણ ન જાણે કેમ સમિરનુ ધ્યાન એની વાતોમાં નહોતુ.
એ વારંવાર સામે રસ્તાને જોયા કરતો હતો.
'ક્યા હૈ સમિર તૂમ બાર બાર વહાં ક્યુ દેખ રહે હો..?"
પ્રિયાએ જાણેકે એના અંતરને ભેદી નાખ્યુ.
એની આંખમાંથી બોર બોર જેવડાં આંસુ ટપક્યાં.
"અરે.. ક્યા હુઆ..?"
પ્રિયા.. વો જિયા... નહી આઈ..?" સમિરના અવાજમાં રૂદન ભળી ગયુ..
જિયા તરફનુ સમિરનુ વલણ જોઈ પ્રિયાના અંતરમાં બળતરા ઉઠી.
તૂમ ઉસકે લિએ ક્યો રો રહે હો જબકી તુમ પહેલે સે જાનતે હો વો તૂમ્હારી નહી હો સકતી અબ..!
મૈ જિયાસે બહોત મહોબ્બત કરતા હું બસ ઉસસે બાત કીયે બગૈર મન નહી લગતા..!
સમિર રીતસર નાના બાળકની જેમ રડી પડ્યો.
પાછળથી જિયાએ સમિરનો કાન પકડ્યો..
મુજે ઈમોશનલ બ્લેકમેઈલ કર રહે હો..
તૂમ મૂજે ક્યો બાંધ રહે હો..!
તૂમ જાનતે હો યે સંભવ નહી હૈ...!"
જિયા સમિર પર ગુસ્સે ભરાઇ હતી.
મૈ તૂમ્હે બ્લેકમેલ નહી કર રહા જિઆ.. બસ તૂમસે બાત કીએ બગૈર મુજે અચ્છા નહી લગતા..
મૈ તૂમસે અબ મિલના નહી ચાહતી.
મૂજે તૂમસે ડર લગને લગા હૈ અબ..
આજ યે કિયા કલ મુજે ના દેખકર કૂછ ઔર તૂમ કર સકતે હો.
ઐસા નહી હૈ જિયા જિંદગીમે પહેલી બાર મુજે કીસી ઓરત કે લિએ રોના આયા..!
બસ તૂમસે બાત નહી હૂઈ ઈસલિએ પરેશાન હો ગયા..!
મુજે અબ કુછ નહી સૂનના..!
મૈ જા રહી હૂં..!"
જિયા.. સમિર અને પ્રિયાને આધાત આપી ચાલી ગઈ હતી.
સમિર સમજી શક્યો.. પ્રેમની ઈન્તહાએ એને જિયાથી વેગળો કરી મૂકેલો..
જિયાને જીવથી વધુ ચાહવાની સજા મળીતી એને.. અને એ હકીકતને પચાવી નહોતો શકતો સમિર.. જોકે એ જ હકીકત હતી..
હવે જિયા એની જિંદગીમાં નહોતી.. છોડીને ચાલી ગઈ હતી એ..
સમિર તડપતો હતો.. માત્ર એના સાથને મીઠી વાતોને.. સમિર ક્યારેય જિયાનુ દિલ દુભાવા માગતો નહોતો.. ના ઈની ઈચ્છા વિરુધ્ધ જવાનો હતો.. એ મનથી બાબાને પ્રાર્થના કરતો હતો.. મારી જિયાને મનાવો બાબા..!"
** *** **** ***
(ક્રમશ)
તમને શુ લાગે છે મિત્રો કોઈની સાથે વાત ન થતાં રડી જવાય.. એ બ્લેક મેલિંગ છે..
સમિર જાણે જ છે જિયા એની થવાની નથી પણ એનો સાથ જીવવાનુ બળ પુરૂ પાડે છે.. તો સમિર રોંગ છે.. એને ઇમોશનલ બ્લેકમેઈલિંગ કહેવાય..? રિપ્લાય મી..

કથાને પુરી કરવી છે.. કથા એના મૂળ સત્વથી અલિપ્ત થઈ ગઇ છે એ માટે ક્ષમા.. પરંતુ હવે
માત્રને માત્ર ખૌફને પ્રાધાન્ય આપશુ... આ પ્રેમ વાર્તા ને સૂટ થતો નથી હવે..

*** ***** ***** ******* ********
અબ ઐસા રોતલ મૂહ બનાકર કબતક બૈઠોગે..?
સમિરના ઉતરેલા ચહેરાને જોઈ પ્રિયાએ એને ટાપોર્યો.
તૂમ જાનતે હો.. વો તૂમ્હારે પ્રેમસે ડર ગઈ હૈ..! તૂમ ઉસે જાને દો ઔર ઉસકે સાથ જિતનેભી બહેતરીન પલ બિતાયે ઉસકી યાદે હમેશાં તુમ્હારે જીવનકો બાગબા રખેગી..
વો તૂમ્હારા સિર્ફ ભલા હી ચાહતી હોગી...!"
વો બાત જાને દો પ્રિયા.. મુજે ફિલહાલ ઈન પરિસ્થિતિયાં સે બચ નિકલના હૈ..!
તૂમ મુજે વો ફકિર બાબા કી બાત બતાઓ..
ઉનકે જાને કે બાદ કબિલે ને ક્યા કિયા..?"
સમિરને આટલો જલદી સ્વસ્થ જોઈ પ્રિયાને ખુશી થઈ..
એ જોઈ શકતી હતી.
કદાચ એને હ્રદય પર પથ્થર મૂકી દીધો હતો.. એની આંખોમાં દર્દ એ સાફ મહેસૂસ કરી શકતી હતી.
પ્રિયાએ પછી જે વાત કરી તે આ પ્રમાણે હતી.
*** *** ***** *****
ફકીર બાબાના કહેવા પ્રમાણે ડાયનને આરતીના શરીરમાં ફરી બોલાવવાની હતી.
આરતીના સાસુ સસરાએ મળી કબિલાવાસીઓને ગુરુવારે ભેગા થવા ઘરેઘરે જઈ કહી દીધેલુ.
નવાઈની વાતતો એ હતી કે આખી વાત કબિલાને પહેલેથી જાણ થઈ ગઈ હતી.
ગુરુવારે એક મોટા ચોગાનમાં મેળાવડો જામ્યો હતો.
વર્ષોથી થઈ રહેલી બાળ હત્યાનો ઉકેલ આખો કબિલો ઝંખતો હતો.
પ્રિયા અને એના બેઉ ખડતલ શરીર ધરાવતા ભાઈઓ આગળ બેઠા હતા.
એક વૃક્ષ નીચેના ઓટલે આસન પાથરી આરતીને બેસાડી હતી.
બધાં જ અત્યારે આરતીને કૂતુહલતાથી તાકી રહેલાં.
ફકીરબાબાના કહેવા પ્રમાણે તાવિજને લોબાનની ધૂણી દેવામાં આવી.
અને આરતીના બન્ને હાથ સીધા લાંબા કરાવી મૂઠ્ઠીઓ વાળવા એના સસરાએ કહ્યુ.
આરતી સસરાની આજ્ઞા અનૂસરી.
એ ખૂબ ગભરાયેલી જણાતી હતી.
જમણા હાથની મૂઠ્ઠીમાં તાવિજ પકડાવ્યુ.
અને પછી એક ઠીકરામાં ધીમી ધીમી લોબાનની ધૂણી શરુ કરાવી.
લોબાનની ધૂમ્રશેરો આરતીના ચહેરાને ઘમરોળવા લાગી હતી.
ધીમે ઘીમે આરતીનુ શરીર ડોલવા લાગ્યુ હતુ.
કબિલાનો એકએક જીવ અત્યારે ખૌફગ્રસ્ત હતો.
બધાંના જીવ તાળવે ચાંટેલા.
પિંપળાનુ વૃક્ષ હવાની થપાટોથી સૂસવાટા કરી રહ્યુ હતુ.
જોવા જેવી વાત એ હતી કે એક ચક્રવાત પિંપળાની ફરતે ધૂમરાઇ વળ્યો હતો.
આરતી ડોલતાં ડોલતાં અચાનક રોકાઈ ગઈ..
એના વાળ ખૂલી ગયા હતા.
મોટી મોટી આંખોમાં ખૂન ઉતરી આવ્યુ હતુ.
એ આખાય કબિલા પર દ્રષ્ટિ નાખી બધાંને ધૂરતી હતી.
કિસ કી હિમ્મત હૂઈ મુજે બૂલાને કી..?
એક જાડી સરખી રૂઆબદાર મહિલા કે જે પ્રિયાની પડખે બેસેલી એને જવાબ દીધો.
હમ સબને મિલકર આપકો બૂલાયા હૈ માઈ..!"
એણે જરાય ગભરાયા વિના આરતીના શરીર પર હાવી થયેલી ડાયનને કહ્યુ.
સબ કી મૌત આઇ હૈ ક્યા..? ક્યો બૂલાયા મૂજે બતાઓ..?
એણે લગભગ ત્રાડ નાખી.
ઓછી ઉમરની છોકરીઓ મોટેરાંની ઓથ લઈ છૂપાવા લાગી.
"માઈ.. હમ પર એક ઉપકાર કર દો..!
અગર હમારે બચ્ચે હી નહી રહેગે તો.. તૂમ ભી કબતક અપની ખ્વાઈશે પૂરી કરતી રહોગી..
બચ્ચે હી પૈદા નહી હોગે તબ..!
આપ ઐસા ક્યો નહી કરતી..? હમારે બચ્ચો કો બક્ષકર કુછ ઔર ક્યો નહી માંગ લેતી...?
"તૂમ મુજે નહી દે પાઓગે..!
બહોત બડા બલિદાન હોગા વો તુમ્હારે લિએ..!"
આપ બસ બતાઓ..! હમ સબ અપને બચ્ચો કો બચાને કે લિએ આપ જો બોલેગી વહી કરેગે..!
આગેવાન સ્ત્રીએ ઉંચા અવાજે કહ્યુ..
"બોલો.. માઈ બોલેગી ઐસા કરેંગે ના આપ લોગ..?"
હા.. હા.. હમ સબ વૈસા હી કરેંગે..!"
બધાં કબિલાવાસીઓ એ એક સાથે આસમાન ધણધણાવી મૂક્યુ.
પક્ષીઓએ ચીસા ચીસ કરી કૂતરાં રડતાં રડતાં ત્યાંથી દોટ લગાવી ગામ ભણી ભાગવા લાગ્યાં.
પવન પણ શાંત બની ગયો.
( ક્રમશ:)
સાબીરખાન
મિનલ ક્રિશ્ચયન 'જિયા'