પ્રેત સાથે ઈશ્ક ભાગ-૬

અરે સર હું તમને કેટલી વાર કહી ચુક્યો છું આ કેસ વીશે મને કંઈજ ખબર નથી અને હું એક આદર્શ શીક્ષક છું સર મારાતો વીચારમાં પણ આવું કરવાનું ના સુજે.........પ્રીન્સીપાલે કહ્યું.

તમે કેટલા આદર્શ છો એ હું તો નથી જાણતો......હવે એ કહો કે વીનયની ડેડ બોડી જે ક્લાસમાંથી મળી એજ ક્લાસ રૂમમાં સીસીટીવી કેમેરા કેમ ન હતા અને એ પણ વીનયનું મોત થયું ત્યારે જ..........?

સર એ તો કેમેરામાં પ્રોબ્લેમ આવેલી એટલે કાઢી નાખ્યા હતા અને નવા કેમેરા લગાવવા માટે પણ કહી દીધેલું છે......પ્રીન્સીપલે રણવીરના પ્રશ્ર્નનો ઉતર આપતા કહ્યું.

વીનયનો કોલેજમાં બીહેવીયર કેવો હતો..કોઈની સાથે ઝઘડો થયો હોય , દુશ્મની......રણવીર સીંહે પુછ્યું.

ના સર અત્યાર સુધીમાં એ સ્ટુડન્ડની કોઈ કમ્પલેન્ટ નથી......અને તેના બીહેવીયર વીશે તો એમના મીત્રો જ જણાવી શકે જે એમની સાથે રહેતા હોય.......પ્રીન્સીપલે કહ્યૂં.

પ્રીન્સીપલ અત્યારેતો હું તમને જવા દઉ છું પરંતુ જરૂર પડશે તો હું તમને પાછો આજ ઓરડીમાં લઈ આવીશ. અને હા અમારે વીનયની બોડી જે ક્લાસમાં મળી એ ક્લાસની ફરીવાર તલાશી લેવી પડશે......રણવીર સીંહે કહ્યૂં.

હા ચોક્કસ સર...વીનયના કેસ વીશે તમને જે મદદ જોઈએ તે હું કરીશ.....પ્રીન્સીપલે કહ્યું.

કોલેજમાં લગભગ બીજો લેક્ચર ચાલું હતો ત્યાંજ પોલીસ જીપની સાયરીંગ વાગે છે અને રણવીર સીંહ પોતાના બંને હવાલદાર અને કોલેજના પ્રીન્સીપલ સાથે આવી પહોંચે છે. જો કે વીનયની બોડી જે ક્લાસ માંથી મળી આવેલી એ કલાસને રણવીર સીંહે લોક કરાવી દીધો હતો. જેથી કોઈ પણ વ્યક્તિ અંદર ના જઈ શકે.

રણવીર સીંહ એ ક્લાસની ફરીવાર તલાશી લેવાનું ચાલું કરે છે ક્લાસના દરેક ખુણા અને નાનામાં નાની જગ્યા પર પોતાનું નજર નાખે છે પરંતુ કોઈ એવું સબુત નજરે પડતું નથી કે જેનાથી વીનયના મોત વિશે ખબર પડે. ત્યાં થોડીજ વારમાં રણવીર સીંહના ફોનની રીંગ વાગે છે. તે પોતાનું કામ છોડીને ફોન ઉપાડે છે. 

હેલ્લો...રણવીર સીંહે કહ્યૂં

હેલો...સર....હું અશોક ચૌધરી બોલું છું....સર મારી દીકરી કાલ સવાર થી ઘરે પાછી નથી આવી........

કાલ સવારથી ઘરે પાછી નથી આવી.....એમની ડીટેલ લખાવો.....એમનું નામ શું છે.....રણવીર સીંહે પુછ્યું.

રાધી.....

રાધી.....નામ રણવીર સીંહના કાને પડતાંની સાથેજ તે ચોંકી જાય છે તરત જ તે વીનયના કેસને આ કેસ સાથે જોડી દે છે અને રણવીર સીંહના હવાલદાર કોલેજ માંથી રાધીની પુરી ડીટેલ લાવી આપે છે કોલેજમાંથી મળેલ માહીતીમાં પણ રાધી અશોક ચૌધરી જ લખેલું હતું. રણવીર સીંહ ના મનમાં અનેક સવાલો ઉઠવા લાગે છે વીનયનો કેસ હવે અલગ જ દિશામાં લઈ જઈ રહ્યો હતો.

સક્સેના.....જલ્દી આશીષને બોલાવી લાવો..........રણવીર સીંહે કહ્યું.

થોડીજ વારમાં વીજય સક્સેના આશીષને ચાલુ લેક્ચર માંથી બોલાવી લાવે છે.

સર તમે મને બોલાવ્યો..........આશીષે કહ્યું.

આશીષ......એક ખુબ જ ગંભીર વાત મળી છે. હમણાં જ રાધીના ઘરે થી ફોન આવ્યો હતો એમના પપ્પા એ કહ્યું કે રાધી કાલ સવારથી ઘરે પાછી નથી આવી. અત્યારે મારો પુરો શક રાધી ઉપર છે અમે તેને ફોન કરવાની પણ ખુબ કોશીશ કરી તેનો ફોન લાગતો જ નથી. અત્યારે તો મને વીનયના મોત પાછળ રાધીનો જ હાથ છે એવું લાગે છે.........રણવીર સીંહે કહ્યૂં.

પણ સર રાધી વીનયની હત્યા શું કામ કરે એ તો વીનયને પ્રેમ કરે છે..........આશીષે કહ્યું.

આશીષ હજુ સુધી એ સાબીત નથી થયું કે વીનયની હત્યા કરવામાં આવી છે કે પછી તેણે આત્મહત્યા કરી છે..........આ કેસ અત્યારે કંઈક અલગ જ દીશા તરફ આંગળી ચીંધી રહ્યો છે...........અત્યારે તું જઈ શકે છે......રણવીર સીંહે કહ્યૂ.

આશીષના ગયાં પછી રણવીર સીંહ ક્લાસની તલાશી લેવાનું ફરી વાર ચાલું કરે છેઁ એક પછી એક વસ્તુ પર પોતાની નજર કરતાં અચાનક તેની નજર ક્લાસ રૂમનાં એક ખુણામાં પડેલી કચરાંપેટી પર જાય છે તે ઝડપથી કચરાંપેટી ખોલે છે તો તેમાંથી એક બેગ મળી આવે છે. રણવીર સીંહ બેગમાંથી એક બુક્સ બહાર કાઢી જોવે છે તો તેમાં વીનયનું નામ લખેલું હોય છે.

વીનયનું બેગ કચરાંપેટીમાં કોણે નાખ્યું હશે.........? અને શા માટે....? તરત જ રણવીર સીંહના મનમાં સવાલ ઉઠ્યો. ત્યારબાદ રણવીર સીંહ વીનયનો મોબાઈલ ચેક કરે છે તો લાસ્ટ કોલ વીનયે કોલેજના પ્યુનને કર્યો હતો. તરત જ રણવીર સીંહ કોલેજના પ્યુન ને બોલાવે છે.

વીનયે પોતાના છેલ્લા શ્ર્વાસ લેતાં પહેલાં તમને ફોન કર્યો હતો....શા માટે..........?

વીનયે અને મને ફોન કર્યો...!...ના ના સર મારી વીનય સાથે અત્યાર સુધીમાં મોબાઈલ પર કયારેય વાત જ નથી થઈ........પ્યુને કહ્યૂં.

તમે ખોટું બોલી રહ્યા છો વીનયે તમને ફોન કર્યો હતો અને પચાસ સેકન્ડ સુધી વાત પણ કરી હતી.......રણવીર સીંહે કહ્યૂં.

સર તમને વીશ્ર્વાસ ના આવતો હોય તો મારો મોબાઈલ ચેક કરી શકો છો અને વીનય સાથે મારી કોઈ વાત જ નથી થઇ.

રણવીર સીંહ પ્યુનનો મોબાઈલ ચેક કરે છે અને તેમાં ખરેખર વીનયનો કોલ આવેલો હતો તે પ્યુનને બતાવે છે....

પ્યૂન જવાબ આપતાં જરા પણ ઘબરાતો ન હતો એટલે રણવીર સીંહને સવાલ થયૌ કે જો પ્યુને વીનય સાથે વાત નથી કરી તો પછી પચાસ સેકન્ડ સુધી વીનયની સાથે કોણે વાત કરી હશે.

              Loading.......

શું રણવીર સીંહના શક મુજબ રાધી એ જ વીનયની હત્યા કરી હશે.........?

વીનયે છેલ્લી વખત પ્યુનના મોબાઈલ પર કોની સાથે વાત કરી હશે..........?

              એક પછી એક સસ્પેન્સની આડમાં છુપાયેલી આ સ્ટોરી દરેક પ્રકરણમાં અલગ જ મોડ લઈ રહી છે. સ્ટોરી વાંચ્યા પછી તમારો અભીપ્રાય કોમેન્ટ બોક્સમાં અથવા મને 8487935845 આ નંબર પર પણ જણાવી શકો છો અને ટુંક સમયયમાં મારી નવલકથા " ખજાનો ( રહસ્યમય સફર ) તમે માતૃભારતી પર વાંચી શકશો..

***

Rate & Review

Sapna 4 months ago

Vijay Kanzariya 5 months ago

Ajaysinh Chauhan 5 months ago

Bhavana Rathod 5 months ago

Anita 5 months ago