KING POWER OF EMPIRE - 7

( આગળનાં ભાગમાં જોયું કે લંડન થી આવેલ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ પ્રીતિ ના બાપુજી હોય છે અને બીજી બાજુ શૌર્ય પ્રીતિ વિશે માહિતી મેળવી રહ્યો હોય છે ત્યાં જ તેને એક બીજી માહિતી મળે છે અને તે કામ ને અંજામ આપવા તે S.P. અને અર્જુન સાથે નીકળી પડે છે હવે જોઈએ કે શું થાય છે એ વિરાન ખંડેર ની અંદર શૌર્ય સફળ થાય છે કે પછી….)

એક વિશાળ હૉલ ની અંદર વીસ જેટલા મોટા ટેબલ પડયાં છે કેટલાંક ટેબલ પર નાનામાં નાની થી લઇને મોટી ગન પડેલી છે કેટલાંક લોકો તેની ચકાસણી કરી રહ્યા છે અને કેટલાક ટેબલ પર સફેદ પાઉડર નો ઢગલો છે અને કેટલાક લોકો તેને નાનાં નાનાં પેકેટ મા ભરી રહ્યા હતાં, એ સફેદ પાઉડર હકીકત માં ડ્રગ્સ હોય છે જે આજની યુવાપેઢી ને બરબાદ કરી રહું હતું, આજ વિશાળ હૉલ ને અંતે એક નાની અૉફિસ જેવી જગ્યા હતી તેમાં પહેલાં એક કાચની દિવાલ હતી પછી થોડીક ચાલવા માટે ની જગ્યા અને ફરી એક કાચની દિવાલ તેમાં એક દરવાજો હતો જે તે નાની અૉફિસ મા જતો હતો.

એક વ્યક્તિ તે અૉફિસ ની અંદર ખુરશી પર બેઠો હતો, હાથમાં રૂમાલ બાંધેલો તેની આંખો એકદમ લાલ હતી તે જોઇને ખબર પડી જતી કે તે ડ્રગ્સ ને આધીન હતો, ટેબલ પર એક પિસ્તોલ પડેલી હતી અને ડ્રગ્સ ના ત્રણ-ચાર પેકેટ, તેણે એક પેકેટ તોડયું અને ટેબલ પર પાથરી દીધું અને તેણે ચપટી ડ્રગ્સ લીધું અને તેના મોઢામાં મૂકયું, 

“વાહ શું કડક માલ છે બૉસ પણ ન જાણે કયાં થી આવો માલ લઈ આવે છે ” તેણે નશો કરતાં કહ્યું , હાથમાં ફોન લઈ ને તેણે કોઈક ને ફોન લગાવ્યો, 

“હલ્લો, બૉસ શું માલ છે આ તો માકૅટ મા ધૂમ મચાવશે ” તેણે વાત પૂરી કરતાં કહ્યું 

“હુસેન, એક વાત યાદ રાખજે આજ રાત્રે મારે બધો માલ પેક જોવે આજ ને આજ તેની ડિલિવરી કરી નાખવાની છે ” ફોન ના સામે છેડે થી બરફ જેટલા ઠંડા અવાજ મા જવાબ આવ્યો 

“પણ આજ રાત્ર સુધી માં આ શક્ય નથી ” હુસૈને ખુલાસો કરતાં કહ્યું 

“હું તારી સલાહ નથી લેતો તને હુકમ આપું છું ” અચાનક સામે છેડે થી ગુસ્સામાં તેણે જવાબ આપ્યો 

“ઓકે હું કામ પૂરું કરી આપી ” હુસૈન જવાબ આપતા કહ્યું 

“ના સાંભળવા ની મને આદત નથી અને હું પહેલેથી જ કસ્ટમર પાસે થી એડવાન્સ રૂપિયા લઇ ચૂકયો છું જો આ કામ પુરું નહીં થાય ને તો તું જાણે છે તારું શું થશે ” આટલું કહીને સામે છેડે થી ફોન કટ થઈ ગયો 

હુસૈને ફોન નીચે મૂકયો અને માથા પર હાથ ફેરવ્યો, એ.સી. ચાલુ હોવા છતાં તે પરસેવા થી રેબઝેબ થઈ ચૂક્યો હતો. તેણે બૂમ પાડીને બહારથી એક વ્યક્તિ ને બોલાવ્યો અને કહ્યું, “આજ રાત્ર સુધી માં આ કામ પુરું થઈ જવું જોઈએ ”

“પણ આજ સાંજ સુધીમાં કેવી રીતે થઈ શકે? ” તે વ્યક્તિ એ વિરોધ દશૉવતા કહ્યું

“બે ઘેલસ્પપ્પા આ બૉસ નો આેડરૅ છે જો કામ ન થયું તો એ મને નહીં બક્ષે અને જો મને કંઈ થયું તો હું તમને નહીં છોડું ” હુસૈને તેને કૉલર પકડી ને કહ્યું 

“ઠીક છે અમે કરી રહ્યા છીએ જેમ બને તેમ જલ્દી કરશું ” આટલું કહીને તે જતો રહ્યો 

તે બિલ્ડીંગ મા ગ્રાઉન્ડ ફલોર પર એક લિફ્ટ હતી જે સીધી પહેલા માળે આવેલ વિશાળ હૉલ મા જતી હતી અને ત્યાં પહોંચવા બીજો કોઈ માગૅ ન હતો. વિશાળ હૉલ મા એક તરફ હથિયારો ને એક બૉક્સ મા મૂકીને તેની પર ખાદીના કાપડના સેટ ગોઠવવામાં આવતાં હતા જેથી બહારથી જોતાં એવું જ લાગે કે કાપડની મિલમાંથી માલ માકૅટ મા જાય છે, બીજી બાજુ મોટા મોટા ટેબલ પર ડ્રગ્સ નો ઢગલો હતો તેમાંથી તેનાં નાનાં નાનાં પેકેટ બનાવવામાં આવી રહ્યા હતાં.

અચાનક જ લિફ્ટ ઉપર આવવાનો અવાજ આવ્યો જેના લીધે બધાં નું ધ્યાન તે તરફ ગયું કારણ કે તેમનો કોઈ માણસ બહાર ન હતો તો પછી આ સમયે કોણ આવ્યું હશે ? બધાં પોતાનું કામ મૂકી તે તરફ મીટ માંડીને ઉભા હતાં કેટલાંક એ તેમની ગન રીલોડ કરી લીધી અને લિફ્ટ તરફ તાકી દીધી, લિફ્ટ પહેલાં માળે આવી ને થોભી તેનો દરવાજો ખુલ્યો હતો અને અચાનક જ તેમાંથી એકસાથે સાત - આઠ સ્મોક બૉમ્બ હૉલ મા ફેંકાયા ત્યાં ઉભેલા લોકો કંઈ સમજે એ પહેલાં જ આખાં હૉલમાં ધુમાડો ફેલાઇ ગયો અને તે ધુમાડા ને લીધે ત્યાં ઉભેલા વ્યક્તિની આંખો મા બળતરા થવા લાગી તે લિફ્ટ તરફ ફાયરીંગ કરવા લાગ્યા.

અચાનક જ લિફ્ટ માંથી ત્રણ માનવ આકૃતિ બહાર આવતી દેખાય પણ ત્યાં ઉભેલા લોકો કંઈ કરવા અસમર્થ હતાં, કહેવાની આવશ્યકતા  ન હતી કે એ માનવ આકૃતિ કોની હતી, શૌર્ય, S.P. અને અર્જુન ત્રણેય મોઢાં પર માસ્ક અને આંખો પર ચશ્માં પહેરીને હૉલમાં પ્રવેશ્યા ત્રણેય ના બન્ને હાથોમાં ગન હતી , શૌર્ય સૌથી આગળ ચાલી રહ્યો હતો અને 
S.P.-અર્જુન બન્ને તેની પાછળ હતાં, સામે કોઈ વ્યક્તિ કંઈ સમજે એ પહેલાં તે ત્રણેય એ ફાયરિંગ ચાલુ કરી દીધું ધુમાડા ને લીધે કોઈ ભાગી પણ શકતું ન હતું, અર્જુન લિફ્ટ પાસે ઉભો હતો તે તરફ જે પણ આવે તે તેને મારી રહ્યો હતો શૌર્ય તો સૌથી આગળ જઈને જે પણ માનવ આકૃતિ દેખાય સીધું તેનાં પર જ ફાયરિંગ કરી રહ્યો હતો અને જો કોઈ  શૌર્ય ના નિશાના થી બચે તો પાછળ S.P. તેનું રામ નામ સત્ય કરતો હતો.

ત્રણ મિનિટ માટે તો હૉલમાં માત્ર ગોળીઓની અવાજ જ ગૂંજી રહી હતી ધીમે ધીમે લોકો ની ભાગદોડ ઓછી થઈ તેમ તેમ ગોળીઆેની અવાજ પણ શાંત થઈ ગયો, ધુમાડો જતો રહ્યો હતો ત્યાં જ પાંચ લોકો ટેબલ નીચે છુપાયેલા હતા તે બહાર આવ્યાં, શૌર્ય એ હાથ મા રહેલી ગન બાજુમાં ફેકી એક વ્યક્તિ દોડી ને શૌર્ય ને મારવા આગળ વધ્યો, શૌર્ય પણ દોડી ને તેનાં તરફ ગયો, શૌર્ય એ હવામાં છલાંગ લગાવી અને સામેવાળી વ્યક્તિ ના દિલ પર એક જોરદાર મુકકો મારયો અને તે વ્યક્તિ દૂર ફેંકાઈ ગયો અચાનક જ હદય પર આવાં દબાણ થી તે મૃત્યુ પામ્યો, બીજા બે વ્યક્તિ હાથ મા છરી લઈ ને શૌર્ય પર પ્રહાર કર્યા પણ અચાનક જ તેનાં હાથ થંભી ગયા, S.P. અને અર્જુન એ તેનાં હાથ પકડીને તેને પાછળ ની તરફ ખેંચયા અને એકસાથે જ તેની ગરદન મરડી નાખી અને ખભા પર ઊચકી ને સાઈડ પર ફેંકી દીધા, વધેલા બે વ્યક્તિ એ ટેબલ પર પડેલી ગન લઈ ને શૌર્ય પર ફાયરીંગ કરવા જઈ રહ્યાં હતાં ત્યાં એકસાથે ચાર-પાંચ ગોળી આવી અને તે બનેં ના શરીરની આરપાર થઈ ગઈ અને તે ગોળી S.P. અને અર્જુન એ શૌર્ય ની પાછળ થી ચલાવી હતી.

થોડાં સમય પહેલાં ધમધમતાં વિશાળ હૉલ મા અચાનક નીરવ શાંતિ પ્રસરી ગઈ હતી, દિવાલ અને બારીઓ પર લોહીના નિશાન બની ગયા હતા, જયાં જુવે ત્યાં મરેલા લોકો ની લાશ અસ્તવ્યસ્ત પડી હતી, શૌર્ય એ દૂર ખૂણામાં આવેલ આૅફિસ પર નજર નાખી અને S.P.-અર્જુન સામે જોયું, તે બનેં શૌર્ય નો ઈશારો સમજી ગયા અને તે તરફ આગળ વધ્યા, શૌર્ય તે બનેં ની પાછળ ધીમે ધીમે જવા લાગ્યો. 

અચાનક થયેલા હુમલા ને લીધે હુસેન બહાર જ ન આવ્યો તે હાથમાં ગન લઈ ને દરવાજા પાછળ સંતાઈ ગયો, થોડાં સમય મા બધું શાંત થયું એટલે તે સમજી ગયો હવે તેનો વારો આવશે. ધીમે થી દરવાજો ખુલ્યો અને હુસૈને તરત જ તે વ્યક્તિ પર બંદૂક તાકી દીધી, સામે છેડે અર્જુન ઉભો હતો તેણે તરત જ હુસેન ના હાથ પર એક જોરદાર પ્રહાર કર્યા અને તેનાં હાથ માંથી બંદૂક નીચે પડી ગઈ, અર્જુન ને તરત જ પગ વડે તેને દૂર ખૂણામાં ધકેલી દીધી અને હુસેન નો કૉલર પકડી ને તેને જોરદાર ચાર-પાંચ તમાચા લગાવી દીધાં, તેણે હુસેન ને પકડી ને ધકકો મારયો અને તે પહેલી કાચની દિવાલ તોડીને બહાર ની તરફ ફેંકાયો, બહાર પડતાં જ S.P. એ તેની ગરદન અને જાંઘ પકડી ને આખો ઉંચો કરી લીધો અને બીજી કાચની દિવાલ પર ફેંકયો અને તે દિવાલ તોડીને સીધો જ હૉલમાં પટકાયો. કાચ વાગવાથી તેના શરીરમાંથી લોહી વહેવા લાગ્યું, તે કોઈક ના પગ પાસે આવી ને પડયો હતો તેણે ઉપર જોયું તો સામે શૌર્ય ઉભો હતો.

“મેં તમારું શું બગાડયું છે મને જવા દો ” આટલું બોલી હુસેન ઉભો થવા ગયો ત્યાં જ શૌર્ય એ તેનાં બનેં પગ પર ગોળી મારી.

“બગાડયું તો તે બહુ બધાં લોકો નું છે અને આજે તારો હિસાબ કલિયર થશે ” શૌર્ય એ કહ્યું 

“કોણ છે તું?  તને ખબર પણ છે મારો બૉસ કોણ છે એ તને જીવતો નહીં છોડે ” હુસેન એ દદૅ થી પીડાતા કહ્યું

“S.P.-અર્જુન આ મને ધમકી આપી રહ્યો છે ” શૌર્ય એ હસતાં કહ્યું

“લાગે છે મોત નજીક જોઈ ને ચસકી ગયું છે ”S.P. એ હુસેન ના મોં પર પાટુ મારતાં કહ્યું 

“હુસેન મરવાનું તો તારે આજ જ છે પણ.... ”શૌર્ય એ કહ્યું 

“પણ શું  ? ”હુસૈને ગભરાતાં કહ્યું

“પણ એ કે જો તું મારું નામ જાણ્યા વગર મરી તો તારી આત્મા અહીં જ ભટકશે અને તને મુકતી નહીં મળે ” શૌર્ય એ કહ્યું 

“આખરે છે કોણ તું જે આ ઉંમરે આટલું મોટું રિસ્ક લઈ રહ્યો છે ”હુસૈને ગુસ્સામાં કહ્યું

રિસ્ક તો હું નાનપણથી જ લઉ છું વાત રહી મારી ઓળખાણ ની તો સાંભળ, 
“હું એ છું જેને મળવું આજનાં લોકો નો સ્વપ્ન છે,
ગરીબો માટે હું એનો ભગવાન છું, 
અને તમારાં જેવાં માટે શેતાન પણ હું જ છું, 
બેઈમાની નું કામ પણ હું બહુ ઈમાનદારી થી કરું છું, 
સ્ટોરી નો હીરો પણ હું અને વિલન પણ હું જ છું, 
મોત ને સાથે લઇને ચાલુ છું અને,
મેં આજ સુધી દોસ્ત ઓછા ને દુશ્મનો વધારે બનાવ્યા છે ”
 
આટલું સાંભળતાં જ હુસેન ના ચહેરા નો રંગ જ ઉડી ગયો જાણે કે તે શૌર્ય ને આેળખી ગયો હોય, “મતલબ તું છો એ K....... ” હુસેન માંડ માંડ આટલું બોલી શકયો 

“હા હું જ છું KING - KING INDUSTRY નો માલિક KING..... KING..... KING..... KING..... ”શૌર્ય નો અવાજ આખાં હૉલમાં ગૂંજી ઉઠ્યો 

KING નામ સાંભળતા જ હુસેન નો ચહેરો ફિકકો પડી ગયો,કાપ મારો તો લોહી પણ ન નીકળે એવી સ્થિતિ સર્જાઈ હતી હુસેન ની.... 

શું થશે હુસેન નું?  શા માટે KING નામ સાંભળતા તેની આવી સ્થિતિ સર્જાઈ, કોણ છે આખરે KING જેનું નામ સાંભળી માફિયા સાથે રહેતો હુસેન પણ મોત ના દરવાજા પાસે પોતાને મહેસૂસ કરવા લાગ્યો, જાણવા માટે વાંચતા રહો,“ KING - POWER OF EMPIRE ”

***

Rate & Review

Parth Ajudiya 3 weeks ago

Himanshu 3 weeks ago

Gaurang Rajat 3 weeks ago

Brinda Vora 1 month ago

Vaidehi Parikh 2 months ago