પ્રેત સાથે ઈશ્ક ભાગ-૭

પચાસ સેકન્ડ સુધી વીનય સાથે કોણે વાત કરી હશે આ સવાલે રણવીર સીંહની ઉલજનોને વધારી દીધી હતી.

સક્સેના વીનયના મોબાઈલની કોલ રેકોર્ડીંગ કાઢો અને અને વીનયની કોની સાથે વાત થઈ હતી તેની જાણ મેળવો......રણવીર સીંહે કહ્યૂં.

વીજય સક્સેના વીનયનો મોબાઈલ લઈને ત્યાંથી નીકળી જાય છે અને ચતુર ગોટલેકરને વીનયના બોડીની પોસ્ટમાર્ટમ રીપોર્ટ આપવાનું રણવીર સીંહે કહ્યૂં.

સર આ વીનયના બોડીની પોસ્ટમાર્ટમ રીપોર્ટ..........તરત જ ગોટલેકરે રીપોર્ટ રણવીર સીંહને આપી.

પોસ્ટમાર્ટમ રીપોર્ટ વાંચતાની સાથેજ રણવીર સીંહના અંગેઅંગમાં ગંભીરતા પસાર થઈ જાય છે જાણે વીનયની પોસ્ટમાર્ટમ રીપોર્ટે રણવીર સીંહ ના હોશ જ ઉડાડી દીધા હોય. રણવીર સીંહ કંઈ પણ બોલયા વીના રીપોર્ટ સામે તાકી રહે છે.

સર શું થયું.....પોસ્ટમાર્ટમ રીપોર્ટમાં શું આવ્યું છે.......જરુર કોઈ ગંભીર વાત લાગે છે.........ગોટલેકરે કહ્યું.

હા ગોટલેકર ચોંકાવનારી વાત એ છે કે..........આ બોલતાંની સાથેજ રણવીર સીંહની જીભ તાળવે થંભી જાય છે.

ચોંકાવનારી વાત સર પોસાટમાર્ટમ રીપોર્ટમાં એવું તો શું આવ્યું છે કે તમે આટલા ગંભીર થયા ગયા છો........ગોટલેકરે પુછ્યૂં.

ચતુર મને લાગે છે કે વીનયનો કેસ અહીંયા જ પુરો થઈ જશે. પોસ્ટમાર્ટમ રીપોર્ટ પ્રમાણે વીનયે પોતાની ઈચ્છાથી આત્મહત્યા કરી છે કારણ કે તેના શરીર પર એકપણ જખમ નથી અને તેના ગળા પર રહેલા નીશાન વીનય જે પટ્ટા વડે પંખા પર લટક્યો હતો તે પટ્ટાના છે.

ગોટલેકર મને આશા પણ ન હતી કે આ કેસ આટલી ઝડપથી પુરો થઈ જશે.......રણવીર સીંહે કહ્યૂં.

રણવીર સીંહે પોસ્ટમાર્ટમનો રીપોર્ટ વીનયના મમ્મી પપ્પાને કોલેજે બોલાવીને બતાવ્યો તેઓને પોસ્ટમાર્ટમ રીપોર્ટ પર બીલકુલ વીશ્ર્વાસ ન હતો થતો.

આ રીપોર્ટ ખોટો છે મારો વીનય ક્યારેય આવું ના કરી શકે. અરે એ તો ઐક મીનીટ પણ મારાથી દુર નથી રહી શકતો અને મને છોડીને તે કેવી રીતે જાય..........વીનયના મમ્મીનું દુ:ખ હજુ પણ ઓછું થયૂં ન હતું અને તેમના મુખેથી આ શબ્દો સાંભણીને રણવીર સીંહ પણ પોતાની માનવતાની લાગણીઓને ભીનાશ લાગતાં રહી નથી શકતાં. એક માં ના શબ્દોએ તેમને પોતાનું હોય એવો અહેસાસ કરાવ્યો હતો. પરંતુ તેઓ પોતાની વહી જતી લાગણીઓને હ્રદયમાંજ દબાવી રાખે છે.

હું તમારું દુ:ખ સમજી શકું છું કે એક માં અને દીકરાની લાગણીઓ અનંત અંતર સુધી જોડાયેલી હૌય છે જે ક્યારેય પુરી નથી થતી. એક દીકરાની લાગણીઓને તો નહી પણ એક માં ની લાગણીઓને હું દીલથી સ્પર્શ કરી શકું છુ. પોસ્ટમાર્ટમ રીપોર્ટ પ્રમાણે તો વીનયે આત્મહત્યા જ કરી છે...........રણવીર સીંહે વીનયના મમ્મીને દીલાસો આપતાં કહ્યું.

સર તો શું આ કેસ અહીંયા જ પુરો થાય છે.........? ચતુર ગોટલેકરે પુછ્યૂં.

નહીં......ગોટલેકર. પોસ્ટમાર્ટમ રીપોર્ટ પ્રમાણે વીનયે આત્મહત્યા કરી છે પરંતુ તે હજી અર્ધસત્ય છે વીનયે આત્મહત્યા શા માટે કરી...તેનું કારણ શું છે અને અનેક સવાલો છે જેના જવાબ હજી સુધી આપણી સામે નથી આવ્યા. જ્યાં સુધી દરેક સવાલોના જવાબ ના મળે ત્યાં સુધી વીનયનો કેસ પુરો નહીં થાય. ગોટલેકર આતો હજી મને શરૂઆત લાગે છે મને પુરેપુરી આશંકા છે કે આની પાછળ અનેક કડીઓ જોડાયેલી છે એ દરેક કડીઓને છુટી કરવાનું કામ હજુ બાકી છે સક્સેનાને ફોન કરીને પુછો કે વીનયના કોલ રેકોર્ડીનની તપાસ થઈ કે નહીં........રણવીર સીંહે કહ્યું.

તરત જ ગોટલેકરે વીજય સક્સેનાને ફોન કર્યો અને સક્સેના વીનયના કોલ રેકોર્ડીંગની જ તપાસ કરી રહ્યો હતો. તેણે વીનયના કોલ રેકોર્ડીંગ માંથી પ્યુન સાથેની એ પચાસ સેકન્ડની વાતનું કોલ રેકોર્ડીંગ સાંભણે છે તો જાણવા મળે છે કે પ્યૂન મા મોબાઇલ પર કોઈ મહીલાએ વીનય સાથે છેલ્લે પચાસ સેકન્ડ સુધી વાત કરી હતી. રણવીર સીંહ તરત જ એ મહીલા કોણ હતી તેની પુછતાછ ચાલુ કરે છે.
 અને પુછતાછ થી જાણવા મળે છે કે કોલેજના પ્રોફેસર મીસ.શ્રુતીએ વીનય સાથે છેલ્લે વાત કરી હતી. રણવીર સીંહ પ્રોફેસર શ્રુતી મેમ ને પોલીશ સ્ટેશન લઈ જઈને પુછતાછ કરે છે.

પ્રોફેસર શ્રુતી વીનયે પોતાના અંતીમ શ્ર્વાસ લેતાં પહેલાં પ્યુનને ફોન કર્યૌ હતો અને કમણસીબે પ્યૂનની જગ્યાએ તમે વીનય સાથે વાત કરી હતી. તમારી અને વીનય વચ્ચે શું વાત થઈ હતી........વીચારીને જવાબ આપજો કારણ કે તમે આ કેસમાં ભાગ લઈ ચુક્યા છો કંઈ પણ જુઠુ બોલશો તો અમે અમારી રીત પ્રમાણે સાચુ બોલાવશૂં........રણવીર સીંહે કહ્યૂં.

સર........તે દીવસે હું કાર્યાલય ઓફીસમાં પાણી પીવા માટે ગઈ હતી.......અને હું પાણી પીય રહી હતી ત્યાં અચાનક પ્યૂન ના મોબાઈલની રીંગ વાગી પરંતુ પ્યુન ત્યાં ન હતો....ઘણીવાર સુધી રીંગ વાગી પરંતુ પ્યુન ના આવ્યો એટલે મેં ફોન રીસીવ કર્યો. અને ફોન રીસીવ કરતાંની સાથે જ વીનયનો હાંફતો અવાજ મારાં કાને પડ્યો. તે કંઈક મદદ માંગી રહ્યો હતો. શરૂઆતમાં વીસેક સેકન્ડ સુધી તો કંઈ સંભળાયું જ નહીં પરંતુ પછી..........

હેલ્લો પ્યુન......ઝડપથી ડીવીજન વનના ક્લાસમાં આવો મારે ખુબજ જરૂરી કામ છે........વીનયએ બસ આટલું જ કહ્યૂં હશે ત્યાંજ ફોન કપાઇ ગયો. સર વીનયને શું જરૂરી કામ હતું તેની વીશે મને કંઈ જ નથી ખબર.

પ્રોફેસર શ્રુતીનો જવાબ સાંભણીને રણવીર સીંહનો ગુસ્સો આકાશ ને આંબી ચુક્યો હતો. તે ટેબલ પર જોરથી મુક્કો મારે છે. સક્સેના આખરે આ શું ચાલી રહ્યૂં છે આ કેસમાં એક પછી એક મુંઝવણો વધતી જ જાય છે.

હા સર અને કોઈ સબુત આપણને મળતું નથી અને આ કેસ વધુને વધુ ગરકાવ બનતો જાય છે......વીજય સક્સેનાએ કહ્યું.

આખરે એવી કઈ કડી છે જે આપણી નજર સામે તો છે પણ આપણે તેને નજર અંદાજ કરી રહ્યા છીએ.......આ કડી કઈ છે જો તેની ખબર પડી જાય તો આ કેસ સરળ થઈ જશે.....પરંતુ તે કઈ કડી છે.........રણવીર સીંહે ક્હયું.

સર મારા અંદાજ પ્રમાણે એક કડી એવી છે જે આપણે ધ્યાનમાંજ નથી લઈ રહ્યા........સક્સેનાએ કહ્યું.

કંઈ કડી સક્સેના જલ્દી બોલો......? રણવીર સીંહે પુછ્યું.

રાધી સર રાધી......રાધી વીનયની ગર્લફ્રેન્ડ છે, એમના પપ્પા તેના ગુમ થયાની રીપોર્ટ લખાવી છે અને વીનયે આત્મહત્યા કરી ત્યારથી તે લાપતા છે..........સર જો રાધીની જાણ મળી જાય તો આપણો કેસ સરળ થઈ જશે........સક્સેના એ કહ્યું.

પરંતુ રાધી છે ક્યાં......? રણવીર સીંહે પુછ્યું.

આખરે ક્યાં છે રાધી......?

રાધીના લાપતા થયા પાછળ શું છે કહાની........?

સ્ટોરીનો સૌથી મોટો સવાલ વીનયના મોત પાછળ નું રહસ્ય શું છે ?

આ દરેક સવાલના જવાબ હળશે આગળના પ્રકરણોમાં. તમારો અભીપ્રાય કોમેન્ટ બોક્સમાં જણાવો અથવા આ નંબર પર 8487935845 જણાવી શકો છો.

***

Rate & Review

Sapna 4 months ago

Vijay Kanzariya 5 months ago

Ajaysinh Chauhan 6 months ago

Anita 6 months ago

Nikita 6 months ago