આત્માના અંતિમ સંસ્કાર ! - ભાગ - ૧૧

આત્માના અંતિમ સંસ્કાર ! – ૧૧

મોસાદ ૧૩ ડિસેમ્બર, ૧૯૪૯ ના રોજ વડા પ્રધાન ડેવિડ બેન-ગુરીયનની ભલામણ પર સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ફોર કોઓર્ડિનેશન તરીકે રચવામાં આવ્યું હતું. બેન ગુરીયન હાલની સુરક્ષા સેવાઓ-લશ્કરના ગુપ્ત માહિતી વિભાગ (એએમએન), આંતરિક સુરક્ષા સેવા (શિન બીટ) અને વિદેશી કાર્યાલયના "રાજકીય વિભાગ" વચ્ચેના સહકારને સંકલન અને સુધારણા માટે કેન્દ્રિય સંસ્થા સ્થાપવા માંગતા હતા. માર્ચ ૧૯૫૧ માં એને વડાપ્રધાનની ઓફીસના એક ભાગ તરીકે માન્ય કરવામાં આવ્યું અને ત્યારથી મોસાદના વડાઓ સીધું વડાપ્રધાનને રીપોર્ટીંગ કરવા લાગ્યા. દુનિયામાં એના જેવું અજોડ અને અત્યાનુધિક જાસુસી સંગઠન જડવું મુશ્કેલ હતું. એના અજોડ પરાક્રમો, દેશભક્ત અધિકારીઓ, મરી ફીટવા તૈયાર એવા જાસૂસો અને દુનિયા આખીમાં ફેલાયેલા એજન્ટોએ એને બેજોડ બનાવ્યું હતું. ઇઝરાયેલના અસ્તિત્વ માં પણ એણે બૃહદ ફાળો આપ્યો હતો.
***

મોસાદ-ઇઝરાયેલી જાસુસી સંસ્થાનના હેડક્વાટર માં...

૫૪ વર્ષની આયુ, લગભગ ૬ ફૂટ ઉંચી, પાતળી, લાંબા કાળા કેશ, બ્લુ આંખો, ગોરું સપાટ મુખ, આંખોમાં ઠંડી ક્રુરતા અને ગાલ પર એક લાંબો ચીરો- આ બધું બેરુરા અકીવાને એના અન્ય સહકર્મીઓથી અલગ પાડતું હતું. અને અલગ કેમ નાં હોય, ઇઝરાયેલના ઇતિહાસમાં એની સહુથી વગોવાયેલી-વખણાયેલી- યુ હેટ ઈટ ઓર લવ ઈટ-વાળી જગતની સહુથી અનોખી જાસુસી સંસ્થા મોસાદ ના ઇતિહાસમાં એ સહુથી પહેલી સ્ત્રી હતી જેને હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ બનાવામાં આવી હતી. આ ખિતાબ એને એમજ નહોતો મળ્યો. એની તીક્ષ્ણ બુદ્ધિ, ચપળતા, લડાયક વૃત્તિ, ઠંડી ક્રુરતા અને અપાર દેશભક્તિ- આ બધું એના વ્યક્તિત્વમાં વણાયેલું હતું. એણે ઘણા કમાન્ડો સાહસોમાં ભાગ લીધો હતો અને છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણામાં લીડ પણ લીધી હતી. એની લોખંડ જેવી તાર્કિક અને માનસિક શક્તિએ એને હંમેશા ઘણી બધી પરિસ્થિતિઓમાંથી બહાર કાઢી હતી. ઈઝરાયેલના વડાપ્રધાનને એ સીધો રીપોર્ટ કરતી હતી અને કોઈ પણ એના નિર્ણયની વિરુદ્ધ જતું નહોતું.

અત્યારે એ એના ડેસ્ક પર શૂન્યમસ્તકે બેઠી હતી. એનો પ્રિય ભત્રીજો રબ્બી અકીવા, એના મોટા ભાઈનું એક માત્ર સંતાન, ઈઝરાયેલી સેનાનો એક જાંબાઝ કમાન્ડો, નિઃસંતાન એવી બેરુરાના પુત્ર સમાન - રબ્બી મૃત્યુ પામ્યો હતો ! એ ઈજીપ્તમાં એક ખુફિયા મિશન પર હતી જ્યારે એને સમાચાર મળ્યા હતા. પણ મિશન એટલું ખુફિયા હતું કે એની પાસે આંસુ સારવાનો પણ સમય નહોતો. એને લગભગ ૬ મહિના ઉપર લાગ્યું હતું ત્યાંથી પાછા મોસાદ-ઇઝરાયેલ પહોંચતા. મિશન કમ્પ્લીટ કરીને એણે એની હાથ નીચેના લોકોની અરજન્ટ મીટીંગ ભરી હતી અને એ રાત્રે શું થયું હતું એની જાણકારી માંગી હતી. એના માનવામાં જ નહોતું આવતું કે રબ્બી અકીવા મૃત્યુ પામ્યો છે ! એની ભાભી-રબ્બીની માતા પણ મૃત્યુ પામી હતી અને એને મળવા છેલ્લા સમયે રબ્બીની ભારતીય પત્ની અને એનું બાળક પણ આવ્યું હતું એવી એને ખબર પડી હતી. મીટીંગ માં પ્રોફેસર ગોલાન પણ હાજર હતા અને એમણે એને બધીજ માહિતી આપી હતી, કેવી રીતે રબ્બીને ભારતમાં લાવણ્યા મળી હતી અને કેવા સંજોગોમાં એમના લગ્ન થયા હતા એ પણ એને જાણવા મળ્યું હતું. એનું અંતર રડી ઉઠ્યું ! “ઓફ ! મારો પ્રિય પુત્રસમાન રબ્બી, કાશ કે હું તને મળી શકી હોત, કાશ તું તારા બાળકને જોઈ શક્યો હોત ! અરે ! મારી પ્રિય ભાભી-રબ્બીની માતાને પણ હું છેલ્લા સમયે મળી નાં શકી ! આ બધું શું થઇ ગયું !”

એની સમક્ષ રબ્બીના કપડા લાવવામાં આવ્યા અને એનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ અને એના શબના પાડેલા ફોટાઓ. એણે વહાલથી રબ્બીના કપડા એની ડેસ્ક પર મુક્યા, બધા મીટીંગ કક્ષમાં એની સાથે ઉભા થઇ ગયા અને સાવધાનની પોઝીશનમાં રબ્બીને યાદ કરીને બધાને એને સેલ્યુટ કરી. બેરુરાએ પ્રેમથી રબ્બીના મીલીટરી સ્યુટ પર હાથ ફેરવ્યો. પ્રોફેસર ગોલાન એની નજીક આવ્યા અને એમણે એના હાથમાં રબ્બીનું પર્સ અને અન્ય એના કપડામાંથી મળેલા દસ્તાવેજો મુક્યા. બેરુરાએ ઈશારો  કર્યો અને આખો રૂમ ખાલી થઇ ગયો, હવે માત્ર પ્રોફેસર ગોલાન અને એ બન્નેજ ત્યાં હાજર હતા.

બેરુરાની આંખો પહોળી થઇ ગઈ જ્યારે એણે રબ્બીના પર્સમાંથી લાવણ્યાનો ફોટો હાથમાં લીધો ! ઓફ ! આટલી સુંદર યુવતી ! એ સંમોહિત નજરે એને જોતી જ રહી ! એને એના ભત્રીજાની પસંદગી પર માન થયું. એના હોઠો પર એક વિષાદયુક્ત સ્મિત આવી ગયું. એણે સંભાળીને લાવણ્યાનો ફોટો એક તરફ મુક્યો અને એના હાથમાં મહાદેવનો ફોટો આવ્યો. પદ્માસનની મુદ્રામાં આંખો બંધ કરીને આખા શરીર પર રાખ ચોપડીને બેઠેલા પ્રભાવશાળી વ્યક્તિત્વને બેરુરા નિષ્પલક નયને જોઈ જ રહી. એણે સૂચક નજરે ગોલાન તરફ જોયું અને પ્રોફેસરે એને આ મહાદેવ, દેવો ના દેવ, પ્રાચીન ભારતીય ભગવાન વિષે જાણકારી આપી. ખબર નહિ કેમ પણ બેરુરાએ એમનો ફોટો આંખે લગાવ્યો અને સંભાળીને ફરીથી રબ્બીના પર્સમાં મૂકી દીધો. હવે એનું ધ્યાન રબ્બીની લાશના પાડેલા ફોટાઓ તરફ ગયું. લાશનું માથું આખું કોહવાઈ ગયું હતું એટલે એ ઓળખાય એવું રહ્યું નહોતું. માત્ર એના કપડા પરથી એની રબ્બી અકીવા એવી ઓળખ થઇ હતી. એણે ધ્યાનથી રબ્બીની લાશના ફોટાઓ જોયા. એક ઊંડો નિશ્વાસ નાખ્યો અને એ ફોટાઓ સંભાળીને એના ડેસ્ક પર મૂકી દીધા.

સાંજે એ અને પ્રોફેસર ગોલાન રબ્બીની કબર પાસે ઉભા હતા. બેરુરાએ નમીને સાથે લાવેલા ફૂલો એને ચડાવ્યા. ત્યારબાદ એ લોકો બાજુમાં આવેલી રબ્બીની માતાની કબર પાસે પણ ગયા અને એને પણ ફૂલો ચડાવ્યા. અચાનક એક કાર ત્યાં આવીને ઉભી રહી અને એમાંથી એક સફેદ ડોક્ટર જેવા કપડા પહેરેલો માણસ અને એક સૈનિક નીચે ઉતર્યા. એ બંને વિનમ્રતાપૂર્વક બેરુરા અને પ્રોફેસર ફૂલો ચડાવાની વિધિ કરતા હતા એની રાહ જોઈ ને ઉભા રહ્યા. પ્રોફેસરનું ધ્યાન પહેલું એમના પર પડ્યું. એ એની પાસે ગયા અને કૈંક ચર્ચા કરી અને એમની આંખોમાં ચમકારો આવી ગયો.

***

એ લાશનું બ્લડ ગ્રુપ રબ્બીના ખાનદાન માં કોઈને મેચ કરતુ નહોતું ! ડી એન એ રીપોર્ટ પણ એ લાશ રબ્બીની નથી એવું કહેતો હતો. બેરુઆની ઓફિસમાં પ્રોફેસર ગોલાન અને બીજા કેટલાક અધિકારીઓ બેઠા હતા. એક અધિકારી ઉભો થયો અને એણે નમ્રતાપૂર્વક માહિતી આપી “મેડમ, આપણા જાસૂસોએ એક સ્ત્રીને પકડી છે ગાઝા પટ્ટીમાંથી, એની પાસે રબ્બી અકીવા અને એના કમાન્ડો મિશનની માહિતી છે. તમે આવશો એની પૂછપરછ કરવા ? એ બાજુની ચેમ્બરમાં છે” બેરુઆએ સંમતિપૂર્વક માથું હલાવ્યું. એના મશ્તીષ્કમાં હળવાશ હતી, એક મહત્વની કડી લાગી હતી એના પ્રિય ભત્રીજાના જીવિત હોવાની અને એ આખા મોસાદને કામે લગાડીને પણ એને શોધીને જંપવાની હતી.

બેરુરાએ સાઉન્ડપ્રૂફ ચેમ્બરનો દરવાજો ખોલ્યો. ઉપર એક નાનકડો વીજળીનો બલ્બ ચાલુ હતો અને એની નીચે એક લાંબા પણ વેરવિખેર વાળ વાળી મેલા ઘેલા વસ્ત્રો પહેરેલી સ્ત્રીને એક ખુરશી સાથે બાંધીને બેસાડેલી હતી. બેરુરાએ ઈશારો કર્યો એટલે એ કમરામાં એક અધિકારી અને એક સૈનિક સિવાય બધા બહાર જતા રહ્યા. બેરુરાના ઇશારે એ સૈનિકે એ સ્ત્રીના હાથ ખોલી નાખ્યા. અચાનક હાથ  ના બંધનો ખુલતા એ સ્ત્રીમાં જાણેકે જાન આવી અને એણે ઉભા થઇ ને અરેબીકમાં ગાળો ભાંડવાનું શરુ કર્યું ! બેરુરા શાંતિથી આ બધું જોઈ રહી. એનો એક અધિકારી એ સ્ત્રી તરફ આગળ વધ્યો પણ બેરુરાએ હાથ લાંબો કરીને એને રોક્યો અને ઉભા થઇને એક જોરદાર થપ્પડ એ સ્ત્રીના ગાલ પર મારી દીધી ! એ સ્ત્રી ઉંધા માથે ખુરશી પર ગબડી અને પછી નીચે ફર્શ પર !

“બોલ કોણ છે તું અને તું શું જાણે છે રબ્બી અકીવા અને એના સાથીઓ વિષે ? એ લોકો ક્યાં છે?” બેરુરાએ અરેબીક ભાષામાં ત્રાડ પાડીને એને પૂછ્યું.  કમાન્ડોની વિશેષ ટ્રેનીંગ માં બેરુરાને અરેબીક, ઈંગ્લીશ, સ્પેનીશ, ફ્રેંચ, અરે,,, હિન્દી પણ થોડી આવડતી હતી. આ સિવાય એ ઘણી ભાષાઓ પણ જાણતી હતી. એ સ્ત્રીના હોઠોના ખૂણેથી લોહી નીકળી આવ્યું પણ એ ચુપચાપ નીચે માથું રાખીને પડી રહી. બેરુરાએ થોડી રાહ જોઈ અને હવે એ ફરીથી એ સ્ત્રી પાસે આવી અને કચકચાવીને એક લાત એણે એના પેટ પર મારી. “આહ !” પીડાથી એ સ્ત્રી બેવડ વળી ગઈ. બેરુરા નીચે જુકી અને એણે એના વાળ પકડ્યા અને ફરીથી અરેબીકમાં જોરથી પૂછ્યું “બોલ ક્યા છે રબ્બી અને એના સાથી’? જવાબમાં એ સ્ત્રી થોડું હસી અને જોરથી બેરુરા પર થૂંકી ! હવે બેરુરાનો પિત્તો ગયો અને એણે વાળ પકડીને એને નીચે જમીન પર ઢસડી અને એના મોઢા પર એક બે લાત પણ મારી પણ એ સ્ત્રી હસતી જ રહી !

અડધા કલાકના ટોર્ચર પછી પણ એ સ્ત્રીએ મોઢું ના ખોલ્યું એટલે બેરુરાએ એના એક સૈનિકને ઈશારો કર્યો અને એણે ચેમ્બરનો દરવાજો ખોલીને બહાર જઈને એક બે જણા જોડે સ્ટ્રેચર મંગાવી અને એના પર પેલી સ્ત્રીને બાંધીને સુવડાવી દીધી. એક ડોક્ટર જેવા કપડા પહેરેલો આદમી આવ્યો અને એણે બેરુરા સામે જોઇને એ સ્ત્રીને એક ઇન્જેક્શન આપ્યું. પેલી સ્ત્રી જાણે કે કોમા માં જતી રહી હોય એમ શાંત થઇ ગઈ. થોડીવાર પછી બેરુરાએ એને ઢંઢોળી અને ફરીથી એના વિષે અને રબ્બી વિષે પૂછ્યું. થોડીવાર ઉંહકારા કર્યા પછી એ સ્ત્રી ધીમા અસ્પષ્ટ અવાજે કૈંક બબડવા લાગી. બેરુરાએ એનું માથું એના કાન પાસે લીધું અને સાંભળવા લાગી.

“મારું નામ મરિયમ છે, હું ગાઝા પટ્ટી પાસે રહું છું, મારા અબ્બુને છેલ્લા હવાઈ હુમલામાં જાન ગુમાવવો પડ્યો હતો એટલે મને ઈઝરાયેલીઓ પ્રત્યે નફરત થઇ ગઈ છે. એ લોકો થોડા દિવસ પછી મારી પાસે આવ્યા અને મને થોડા રૂપિયા  અને એક નાનકડી  બંધુક આપી હતી.” મરિયમે બબડતા કહ્યું.

“કોણ લોકો” બેરુરાએ ગંભીર સ્વરે પૂછ્યું.

“ખબર નહિ પણ એ લોકો પોતાની જાતને ઇન્કલાબી કહેતા હતા અને કહેતા હતા કે એ લોકો મારા અબ્બુના મોતનો બદલો લેશે. એ લોકોએ મને ગન ચલાવતા શીખવાડ્યું અને મને એક તંબુમાં આશ્રય પણ આપ્યો. હું મારા પિતાના મોતનો  બદલો લેવા ઉત્સુક હતી એટલે એમણે મને એક કમાન્ડો મિશનમાં સાથે લીધી. એમને ખબર મળી હતી કે ઈઝરાયેલી સ્પેશીયલ કમાન્ડો ટુકડી હુમલો કરવાની છે. એમણે મને એક તંબુમાં આડશમાં બાંધીને સુવડાવી દીધી હતી અને કહ્યું હતું કે કોઈપણ છોડાવા આવે તો હું મદદ માંગતી હોવ એમ લાચારી દર્શાવું અને પછી મારા કપડામાં સંતાડેલી ગનથી ગોળીઓ વરસાવું. એ રાત્રે અમેલોકો અમારા તંબુઓ માં આરામ કરતા હતા અને અચાનક ગોળીઓનો વરસાદ થઇ ગયો. મારા એક સાથીએ મને ફટાફટ એક જગ્યાએ બાંધીને સુવડાવી દીધી અને એ મુકાબલો કરવા આગળ દોડી ગયો. લગભગ ૨૦ મિનીટ જેવો ગોળીબાર થયો હશે અને પછી બધું શાંત થઇ ગયું. અમારા પ્લાન મુજબ જેવા એ કમાન્ડો મને છોડાવા આવે કે અમારી બીજી ટુકડી એમની પાછળ જઈને એમના પર હુમલો કરે એવું નક્કી થયેલું હતું. મારી સાથેના તંબુમાં રહેલા તમામ લોકોનું મોત થઇ ચુક્યું હતું. હું ચુપચાપ પડી રહી હતી અને અચાનક કોઈ ઉંચો ઈઝરાયેલી કમાન્ડો મારી પાસે આવ્યો અને મારા હાથ ખોલી નાખ્યા અને મને પાણી પીવડાવ્યું. એની બ્લુ આંખો અંધારામાં પણ ચમકતી હતી અને મને એની આંખોમાં મારા પિતાનો કાતિલ દેખાયો અને મેં મારા કપડામાં છુપાયેલી ગન કાઢીને એને બે ગોળી મારી દીધી. એ ત્યાજ લથડી પડ્યો અને હું ત્યાંથી આગળ મારા અન્ય સાથીઓ પાસે દોડી ગઈ.” મરિયમ હાંફતા હાંફતા બોલી.

“પછી શું થયું ? એને તમે લોકો ક્યા લઇ ગયા ?” બેરુરાએ કરડાકીથી પૂછ્યું.

“અમારા સાથીઓએ પાછળથી હુમલો કરીને બીજા આઠ દસ કમાન્ડોને ઢાળી દીધા. લગભગ અડધો કલાક આ બધું ચાલ્યું હશે. પછી અમે લોકોએ એક મોટો ખાડો ખોદ્યો અને આ કમાન્ડોની લાશો એમાં નાખી દીધી. મેં જેને ગોળી મારી હતી એ હજી જીવિત હતો, એનું ખુબ લોહી વહી ગયું હતું. હું તો એને જાનથી મારી નાખવા માંગતી હતી પણ અમારા લીડરે મને રોકી અને સમજાવ્યું કે એ એમનો લીડર છે અને એ આપણને ઘણી ખુફિયા માહિતી આપશે. અમે લોકોએ એના કપડા કાઢીને એના જેવી હાઈટ ધરાવતા એક અમારા મૃત સાથીને પહેરાવી દીધા અને એનું માથું છુંદી નાખ્યું કે જેથી કોઈ એને ઓળખી ના શકે. એ ઘાયલ કમાન્ડોને લઈને અમે લોકો અમારા બેઝ કેમ્પમાં ગયા અને એના પર ડોક્ટરોએ ઓપરેશન કર્યું અને એને થોડા દિવસો ત્યાં રાખીને પછી અમારી કોઈ ખુફિયા જગ્યા એ મોકલી દીધો છે જેની મને ખબર નથી. બેરુરાએ એને બીજી થોડી માહિતી પૂછી અને પછી સંતુષ્ટ થઇ હોય એમ માથું હલાવ્યું અને એ ત્યાંથી નીકળીને એના ચેમ્બરમાં જતી રહી.

***

ઈઝરાયેલમાં દેશદ્રોહીઓ પર ઝડપથી કામ ચાલતું, અને એમાં પણ બીજા દેશના આતંકવાદીઓ  પર તો અત્યંત ઝડપથી. મરિયમને એની સફાઈમાં કઈ કહેવું છે એમ પૂછતા એણે કોર્ટરૂમમાં પણ ઇઝરાયેલીઓને ગાળો ભાંડી. કોર્ટે એને તાત્કાલિક ધોરણે મૃત્યુદંડ આપ્યો.

વહેલી સવારે લગભગ પાંચ વાગ્યે બેરુરાએ સેલનો દરવાજો ખોલ્યો અને ખૂણામાં પડેલી મરિયમ તરફ જોયું. મરિયમ ચુપચાપ ઉભી થઇ અને આગળ ચાલી, એની પાછળ બે અધિકારીઓ ચાલ્યા. એને ફાંસી આપવાના ઓરડામાં લઇ ગયા. મરિયમ શાંત હતી, એની આંખોમાં અજીબ પ્રકારની વેદના હતી. બેરુરા સામાન્ય રીતે આવી બધી પ્રક્રિયામાં ભાગ લેતી નહોતી પણ આ ખાસ કેસ હતો. એણે છેલ્લી વાર એની સાથે વાર્તાલાપ કર્યો.

બેરુરા- “તને કોઈ પસ્તાવો થાય છે ? જે માણસે તને લાચાર જોઈ, તારા બંધનો ખોલ્યા, તને પાણી પાયું, એને જ તે ગોળી મારી ? શું આજ તમારો ધર્મ છે ? શું આજ તમારી માનવતા છે ?”

મરિયમે કોરી આંખે બેરુરા સામે જોયું અને પૂછ્યું “એ તમારો સગો હતો ?”

“હા, મારો ભત્રીજો હતો” બેરુરા બોલી.

“એ પણ મારા પિતા હતા જેમને તમારા વિમાનોએ મારી નાખ્યા ! ખેર તમને નહિ સમજાય આ બધું ! રહી વાત મને પાણી પાવાની અને મારા બંધનો ખોલવાની તો પૂછજો તમારા ભત્રીજાને કે મેં કેમ એને હૃદયમાં નહિ ને એની બીજી બાજુ ગોળી મારી ? કેમ જાણીજોઈ ને એ જીવિત રહે એવું કરવાની કોશિશ કરી ? હું ધારત તો એને માથા પર પણ ગોળી મારી શકત પણ એનું હૃદય પવિત્ર હતું અને મારથી એવું નાં થયું ! હું ઉપર  જઈને દુવા માંગીશ કે તમારો ભત્રીજો જીવિત હોય, પણ હું પણ એક સારી આત્મા જ છું, પોત પોતાની નજર હોય છે વસ્તુઓને અને પરિસ્થિતિઓને જોવાની” મારીયમ બોલી અને બેરુરા ફાટી આંખે એની સામે જોઈ રહી ! મરિયમ લુખ્ખું હસી. “મારા પિતાની કબર ગાઝી પટ્ટી પાસે આવેલા અમારા ગામમાં છે. એમનું નામ ખાલીદ હતું, મારી એક પાંચ વરસની નાની બેન પણ છે, એ મારા કાકા સાથે ત્યાં રહે છે, એનું નામ ઝારા છે.”

પાંચ મીનીટમાં મરિયમનું શબ ફાંસીના માંચડે લટકતું હતું અને બેરુરાની આંખોમાં ખબર નહિ કેમ પણ આંસુ હતા !

***

“અમે અવિનાશી છીએ, અમે અતુલ્ય છીએ, અમે અમારા દેશબંધુઓ માટે મરી ફીટવા તૈયાર છીએ” ઈઝરાયેલી સેનાની ખાસ કમાન્ડો ટુકડીના દસ સદસ્યોએ જોરથી એક સાથે કહ્યું. એમને એક ખાસ મિશન પર જવાનું હતું, એમના દેશના એક જાંબાઝ કમાન્ડોને  છોડાવાનું અત્યંત ગંભીર મિશન હતું. વડાપ્રધાન અને બીજા ઘણા અફસરોની નાં છતાં પણ આ મિશનની લીડર બેરુરા થઇ હતી !

ઈઝરાયેલી હવાઈદળોએ બેક અપ પૂરું પાડ્યું અને ગાઝી પટ્ટી પાસે ખાસ્સો એવો બોમ્બમારો કર્યો. ત્યારબાદ તરત જ બેરુરા અને એના ૧૦ કમાન્ડો એક જીપમાં ત્યાં પહોંચી ગયા. ત્યાં આવેલા એક સ્થાનિક ગામમાં પૂછપરછ ચાલી. એક બે લોકો ભાંગી પડ્યા અને ત્યાંથી ૩ કિલોમીટર દૂર આવેલું એક ખંડેર જેવું મકાન બતાવ્યું કે જેમાં એક ઈઝરાયેલી કેદીને રાખવામાં આવેલો હતો. બેરુરાની આંખો ચમકી ઉઠી. એણે વધારાની કુમક બોલાવી અને એ ગામની આસ પાસ ગોઠવી દીધી.

બપોરના લગભગ ૩ વાગ્યા હશે, તડકો આંખોમાં વાગતો હતો, રેતીની ડમરીઓ પણ ઉડતી હતી. બેરુરા નીચે રેતીમાં સુતી હતી. ગરમ ગરમ રેતી એના શરીરને દઝાડતી હતી પણ એ હવે વધારે સમય બરબાદ કરવા માંગતી નહોતી. એણે દૂરબીન કાઢ્યું અને દૂર એક ખંડેર જેવા દેખાતા મકાન પર ફોકસ કર્યું. ત્યાં બહાર લગભગ ચાર જણા પહેરો  ભરતા હતા. બેરુરાના અન્ય કમાન્ડો સાથીઓ ટુકડીઓમાં વહેંચાઇ ગયા  અને એમણે એ મકાનને ચારે બાજુથી ઘેરી લીધું. બેરુરાના શાર્પશૂટરે ટેલીસ્કોપ ગન કાઢી અને નિશાન લીધું. જુદા જુદા બીજા ત્રણ જણાએ એમજ કર્યું. એક ગાર્ડ પર બેરુરાએ પોતે નિશાન લીધું. એક, બે, અને ત્રણ,,, બેરુરા નો ઈશારો થતાજ ગોળીઓ છૂટી અને એ ચારે જણા ઢળી પડ્યા ! ચારેના કપાળની વચ્ચોવચ્ચ ગોળી મારવામાં આવી હતી. એ લોકો તરત જ દોડીની અંદર ઘુસ્યા. અંદર એક જ જણો નીચે ખાવા બેઠો હતો, એણે આશ્ચર્યની ઉપર જોયું પણ ત્યાં સુધીમાં ઘણી વાર થઇ ચુકી હતી, બેરુરાએ એની પોકેટ ગનથી એના માથા પર ગોળી મારી દીધી. એ પણ નીચે ઢળી પડ્યો. બેરુરા ઝડપથી આગળ વધી, એનું હૃદય ધડકી રહ્યું હતું, એણે એક ઓરડાને જોરથી ધક્કો માર્યો પણ દરવાજો ના ખુલ્યો, એના સાથીઓ એ જોર લગાવીને એ લાકડાના દરવાજાને તોડી પાડ્યો. જેવો દરવાજો ખુલ્યો કે બેરુરા સહુથી પહેલા અંદર દોડી અને ત્યાનું દ્રશ્ય જોઈએ અચંભિત થઇ ગઈ.

સામેં છત પર કોઈ ઊંધું લટકતું હતું. એના શરીરમાં ઠેકઠેકાણેથી લોહી ટપકી રહ્યું હતું. બેરુરાના સાથી કમાન્ડોએ એને નીચે ઉતર્યો અને ચત્તો કર્યો. એ રબ્બી અકીવા હતો ! એની આખો બંધ હતી, એનો શ્વાસ ધીમો ધીમો ચાલી રહ્યો હતો, બેરુરાનું દિલ રડી ઉઠ્યું પણ એને સમય ગુમાવું પોસાય એમ નહોતું, એના સાથીઓએ રબ્બીને ઊંચકી લીધો અને વાયરલેસ પર હેલીકોપ્ટર મોકલવાનું સૂચવ્યું. રબ્બીની હાલત ખરાબ હતી અને એ લગભગ છેલ્લા શ્વાસ લઇ રહ્યો હોય એવું લાગતું હતું. બેરુરાએ ઝડપથી એ ઓરડામાં નજર ફેરવી, ત્યાં ખુણામાં એક બીજી વ્યક્તિ પણ પડી હતી, એના બંને હાથ ક્રુરતાપૂર્વક કાપી નાખવામાં આવ્યા હતા અને એ પણ છેલ્લા શ્વાસ લઇ રહી હતી, બેરુરાએ એની પાસેના ફ્લાસ્કમાંથી એને પાણી પાયું.

“કોણ હતા એ લોકો, બોલો’? બેરુરાએ પૂછ્યું.

“મીર,,,,હા,,મી,,,દ,,,” એટલું બોલીને એ વ્યક્તિએ ડોકું ઢાળી દીધું.

બેરુરાએ એની આંખો બંધ કરી દીધી અને એની લાશને ઉપાડવાની વ્યવસ્થા કરાવી.

રબ્બીને તાત્કાલિક હેલીકોપ્ટરમાં હોસ્પિટલ લઇ જવામાં આવ્યો. મિશન પૂરું થયું હતું અને બેરુરા એના સાથીઓ સાથે ગામ પાસે આવી અને એણે હવે વધારાની સૈનિક કુમકને પાછી મોકલી દીધી. અચાનક કૈંક યાદ આવ્યું હોય એમ એ ગામમાં પાછી ફરી અને ઝારા અને ખાલીદ વિષે પૂછપરછ કરી ! એક વયસ્ક વ્યક્તિએ બીતા બીતા ઝારાના કાકાનું ઘર બતાવ્યું. બેરુરા અંદર ગઈ તો એક નાનકડી સુંદર ગોરી ગોરી પાંચ વરસની છોકરી નીચે ધૂળમાં રમતી હતી અને એની સાથે એક વયોવૃદ્ધ આદમી બેઠો બેઠો હુક્કો પી રહ્યો હતો. બેરુરાને જોઈએ એ ઉભો થઇ ગયો અને અરેબીકમાં ગાળો ભાંડવા લાગ્યો. બેરુરાએ એના  હાથ પકડી લીધા અને એમની ભાષામાં મરિયમ વિષે એને જાણકારી આપી. એ આદમી મરીયમ મૃત્યુ પામી છે એ સાંભળીને નીચે ખાટલામાં ફસડાઈ પડ્યો. અચાનક એણે એક હાથમાં બાજુમાં પડેલી કુહાડી લીધી અને નીચે બેઠેલી માસુમ ઝારાને મારવા દોડ્યો, બેરુરાએ એનો હાથ પકડી લીધો. એ ગુસ્સામાં ફરીથી બેરુરાને ગાળો ભાંડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હવે આ છોકરીનું હું શું કરું ? કા તો એ ભીખ માંગશે અથવા એને સ્થાનિક ગુંડાઓ લઇ જશે અને વેચી દેશે, હું એને મારી નાખીશ એ જ સારું રહેશે ! બેરુરાએ એને  થોડા સ્થાનિક રૂપિયા આપ્યા અને નાનકડી ઝારાને ઊંચકી લીધી.

દસ મિનીટ પછી ઝારા, બેરુરા અને એનો કાકો ખાલીદની કબર પાસે ઉભા હતા. બેરુરા નીચે જુકી અને ખાલીદની માફી માંગી. એના કાકાએ ચુપચાપ ઝારાના માથે હાથ મુક્યો અને કૈંક અરેબીકમાં બબડ્યો અને પાછો ગામ તરફ ફરીને જતો રહ્યો. નાનકડી ઝારા એને  જતો જોઈએ રોવા લાગી. બેરુરાએ એને છાતીએ ચાંપી દીધી અને એને લઈને જીપમાં બેસી ગઈ. જીપ ધૂળ ઉડાડતી આગળ વધી ગઈ.

***

“એની હાલત ખુબજ ગંભીર છે, એનો શ્વાસ તૂટી રહ્યો છે, એને મલ્ટીપલ ફ્રેકચર છે, એના માથામાં પણ ગંભીર ઈજા થઇ છે, અમે કોશિશ કરીએ છીએ પણ કઈ કહેવાય નહિ.” ડોકટરે એની ચેમ્બરમાં બેઠેલી બેરુરાને કહ્યું. બેરુરાએ એક ઊંડો નિશ્વાસ નાખ્યો અને એ ચેમ્બરની બહાર નીકળી ગઈ.

***

વખત ગુમસુમ એના ખોળામાં નાનકડી યુવાને લઈને શિવમંદિરના પગથીયે બેઠો હતો. એ જેને દિલોજાનથી ચાહતો હતો એ એની મોટી બેન લાવણ્યા હવે નહોતી રહી અને એને નાનકડી યુવાનો કબજો સોંપી ગયી હતી. એને ખબર નહોતી પડતી કે શું કરવું. હજુ થોડા સમય પહેલા જ બધા કેટલા આનંદિત હતા, બેન ના લગ્ન લેવાયા હતા અને પછી એકદમ જાણે કે વીજળી પડી એના પરિવાર પર, પંડિતજી, લાવણ્યા અને રબ્બી બધા જતા રહ્યા ! અચાનક એના ખભા પર કોઈ એ હાથ મુક્યો. એણે ચમકીને ઉપર જોયું તો પ્રોફેસર સિન્હા ઉભા હતા અને એમની સાથે કોઈ સ્ત્રી ઉભી હતી.

“આ મારી વાઈફ ઈશિતા છે. અમે નિઃસંતાન છીએ વખત, અને મેં પંડિતજીને વચન આપેલું કે હું તારું અને એમના ખાનદાનનું ધ્યાન રાખીશ. અફસોસ હું લાવણ્યાને બચાવી ના શક્યો, મારે થોડા વહેલા આવવાની જરૂર હતી પણ ખેર ! જે થયું એ નિયતિ મુજબ જ થયું હશે, જેવી મહાદેવ ની ઈચ્છા. ચાલ મારી સાથે.”

ઈશિતા નીચે નમી અને એણે વખતના ખોળામાં સુતેલી યુવાને ઊંચકી લીધી. એના હૃદયમાં ઠંડક થઇ, એનું માં બનવાનું સ્વપ્ન પૂરું થયું હતું.

વખતે પણ માથું ધુણાવ્યું અને ઉભો થઇ ને એ શિવમંદિર ની બાજુમાં આવેલી એમની ઓરડી તરફ ચાલી  નીકળ્યો.

***

ત્રણ વર્ષ પછી, શીનબેટના હેડક્વાટર્સમાં...

નાનકડી ઝારા એક તરફ સ્કૂલબેગ લઈને હાથમાં આઈસ્ક્રીમનો કોન પકડીને ઉભી હતી. બેરુરા અકીવા નીચે પગથીયે બેઠી હતી. સામે મોટા હોલમાં વચ્ચોવચ્ચ રબ્બી અકીવા સફેદ કપડામાં ઉભો હતો અને નાનકડા વિદ્યાર્થીઓને માર્શલઆર્ટની ટ્રેનીંગ આપી રહ્યો હતો. એના ઘા હવે રુઝાઈ ગયા હતા પણ એ એની યાદશક્તિ ગુમાવી બેઠો હતો. એને પાછલા થોડા વર્ષોનું કઈ જ યાદ નહોતું. ડોકટરો અને બેરુરાએ ઘણી કોશિશ કરી પણ એને કઈ જ યાદ આવતું નહોતું. એ ભારત ગયો હતો અને ત્યાં એની સાથે શું થયું હતું એ બધું જ એ ભૂલી ગયો હતો. બસ એને એ પહેલાની ઝીંદગીજ યાદ હતી. પ્રોફેસર ગોલાને પણ ઘણી કોશિશ કરી એને લાવણ્યા, પંડિતજી, વખત, પ્રોફેસર સિન્હા વિષે  કહીને પણ એને કશું જ યાદ નહોતું. ઈઝરાયેલી સેનાએ અને ખાસ તો વડાપ્રધાને એને શીનબેટ –એમની ઇન્ટરનલ સિક્યુરીટી સંસ્થામાં માર્શલઆર્ટ શીખવાડવાનું કામ સોપી દીધું. એમને ખાતરી હતી કે એક દિવસ રબ્બી જરૂર એની ખોવાયેલી યાદદાસ્ત પાછી મેળવશે.

***

 “જો બેટા, આ દીવો ઓલવાઈ રહ્યો છે, હું ફટાફટ તેલ લઈને આવું, તું હાથ જોડીને ભગવાન ને જે જે કર હો ત્યાં સુધી ?” ઈશિતાએ નાનકડી યુવા ને કહ્યું. યુવાએ આંખો ખોલી અને દીવા સામે જોયું.

અચાનક ફોનની ઘંટડી વાગી અને ઈશિતાએ ફોન ઉપાડ્યો, એ પ્રોફેસરનો હતો અને એ એને કૈંક સૂચનાઓ આપી રહ્યા હતા. પંદર મિનીટ પછી ઈશિતાને યાદ આવ્યું કે દીવામાં તેલ નથી, એ ઓલવાઈ ગયો હશે, એ ફટાફટ દોડીને તેલ લઈને એમના ઘરમાં ખૂણે આવેલા નાનકડા મંદિર પાસે આવી. એણે આશ્ચર્યથી જોયું તો દીવો હજુ પણ સળગતો હતો અને નાનકડી યુવા એકીટશે દીવા સામે જોઈ રહી હતી !!!

***

આખી શેરી ભેગી થઇ હતી, નાકે આવેલા શિવમંદિર પાસે. શિવરાત્રી હતી અને મંદિરમાં  પૂજા થઇ રહી હતી. ઈશિતા પણ નાનકડી યુવાને લઈને સાંજની આરતીમાં ગઈ હતી. પ્રોફેસર પણ આવવાના હતા પણ એમને થોડું મોડું થઇ ગયું હતું. જેવી આરતી ચાલુ થઇ કે નાનકડી યુવા ઈશીતાના ખોળામાં છટપટવા લાગી. ઈશિતાએ એને નીચે મૂકી દીધી અને યુવા ભાખોડિયા ભરતી મંદિરના ગર્ભગૃહમાં આવેલી શિવજીની પ્રતિમા તરફ જવા લાગી. લગભગ એકદમ નજીક પહોંચીને એણે બે હાથ જોડી લીધા અને એના કાલા ઘેલા શબ્દોમાં યુવા પ્રાથના ગાવા લાગી ! આજુબાજુના લોકો અચંભિત થઇ ગયા ! ત્યાં ભીડ જામી ગઈ ! લોકો અહોભાવથી આ નાનકડી બાળાને જોઈ જ રહ્યા ! એટલામાં પ્રોફેસર ત્યાં વખત સાથે આવી પહોંચ્યા. ઈશિતા આશ્ચર્યથી પ્રોફેસર સામે તાકી રહી. પ્રોફેસરે નાનકડું સ્મિત કર્યું અને ઈશીતાનો હાથ પકડી લીધો અને એ લોકો પ્રાથનામાં જોડાઈ ગયા ! વખત આનંદથી એની નાનકડી ભાણીને જોઈ રહ્યો !

***

પ્રોફેસરે એમનો ગ્લાસ ખાલી કર્યો અને રેવા સામે જોયું જે અચંભિત થઇ ને આખી વાત સાંભળી રહી હતી !

“હા, રેવા, હું પણ અચંભિત થઇ ગયો હતો આ નાનકડી છોકરીને જોઈને, ઈશિતા તો માની જ નહોતી શકતી, અમે બધા એને પામીને ધન્ય થઇ ગયા હતા. કાળનું કરવું અને એકાદ વરસમાં ઈશિતા ગંભીર બીમારીમાં પટકાઈ અને એક દિવસે અમને છોડીને જતી રહી ! હું ખુબ રડ્યો, વખતે મને સાંત્વન આપ્યું, યુવા પાછી માં વગરની થઇ ગઈ હતી અને ત્યારથી હું એને સંભાળી રહ્યો છું. એનામાં અપાર શક્તિ છે, ખબર નહિ કેવી રીતે પણ નાનપણથી જ એ એની ત્રાટક વિદ્યાનો પરચો બતાવા માંડી છે, કોઈ એને હેરાન કરે કે એ ખુબ ગુસ્સે થાય ત્યારે એને રોકવી મુશ્કેલ પડે છે, વખત અને હું એની સારી સંભાળ લઈએ છીએ પણ હવે સમય થઇ ગયો છે કે આટલી અપાર ઉર્જાને હવે યોગ્ય જગ્યાએ વાળવી. મેં મેજરને બધીજ વાત કરી છે અને એમણે જ સૂચવ્યું કે એને ઇઝરાયેલ મોકલી દેવી એના પિતા પાસે, એ એમની યાદશક્તિ ગુમાવી બેઠા છે, કદાચ યુવાને જોઈને એમને કૈંક યાદ આવે ! ત્યાં પ્રોફેસર ગોલાન પણ છે જે એની સંભાળ લેશે.” પ્રોફેસર એક શ્વાસમાં બોલી ગયા.

“હા રેવા” મેજર બોલ્યા, “થોડા વર્ષો પછી એક સુખદ સમાચાર આવ્યા કે રબ્બી જીવતો છે અને અમારા આનંદની સીમા ના રહી પણ જ્યારે એ જાણ્યું કે એ એની યાદશક્તિ ગુમાવી બેઠો છે ત્યારે અમને ખુબજ દુખ થયું ! હવે યુવા ત્યાં એની પાસે જાય અને રહે તો કદાચ એની યાદશક્તિ પાછી આવે અને યુવાને એના અસલી પિતા મળી જાય એવું અમે ઇચ્છીએ છીએ.”

રેવા કઈ બોલી નહિ, એણે ચુપચાપ ગ્લાસ ભેગા કર્યા અને ઉપર યુવાના રૂમમાં ગઈ. નાનકડી યુવા સુતી હતી, એણે પ્રેમથી એના માથા પર હાથ ફેરવ્યો અને જુકીને એને ચુંબન કયું અને ત્યાંથી એ જતી રહી. નાનકડો સમર પણ એની માતાને ઉપર આવતી જોઈને ફટાફટ બારી પાસેથી ખસી ગયો અને એના ભાઈની પાસે સુઈ ગયો. એના નાનકડા મન માં ઘણા સવાલો ઉમટી રહ્યા હતા ! શું યુવા સ્પેશ્યલ છે ? શું યુવાના પાપા- સિન્હા અંકલ એના અસલી પાપા નથી ? એ શું ઈઝરાયેલી છે ?!

***

તેલ અવિવ એરપોર્ટ પર બપોરે ત્રણ વાગ્યે...  

બેરુરાએ કોફીનો ઘૂંટડો ભર્યો. એ લાઉન્જમાં બેઠી હતી, એના ખોળામાં ઝારા રમી રહી હતી. બાજુમાં પ્રોફેસર ગોલાન બેઠા હતા. ભારતથી એર ઇન્ડિયાની ફ્લાઈટ આવી ગઈ હતી. અચાનક બેરુરાએ એક વિશાળકાય આખલા જેવા વ્યક્તિને જોયો ! એ અચંભિત થઇને એને જોતીજ રહી ! આવો વિશાળકાય રાક્ષસ જેવો માણસ ?! લગભગ સવા સાત ફૂટ ઉંચો, એના વિશાળ બાહુઓ, જાડી ગરદન, વિશાળ આખલા જેવા ખભા, લાંબા વાળ અને કપાળમાં કરેલો ત્રિશુલનો ચાંદલો એને અલગ જ વ્યક્તિત્વ આપતા હતા ! બેરુરાએ ધ્યાન થી જોયું તો એની મોટી મોટી આંખોમાં ચમક હતી, કૈંક એવું હતું કે આવડા વિશાળકાય માણસ પર પણ ભરોસો કરવા તમને મજબુર કરી દે ! હવે એનું ધ્યાન નીચે ગયું અને એનો હાથ પકડીને એક પાંચ વરસની ગોરી ગોરી બાળા ચાલી આવતી હતી. એના મોઢામાં રહેલી લોલીપોપને આનંદથી ચૂસતી ચૂસતી !

પ્રોફેસર ગોલાને દોડીને વખતનું સ્વાગત કર્યું અને એને ભેંટી પડ્યા. એ લોકો બેરુરાની નજીક આવ્યા. ગોલને એ લોકોને એક બીજાનો પરિચય આપ્યો. બેરુરાએ હવે ધ્યાનથી યુવા  સામે જોયું. એ એની સામે જ જોઈ રહી હતી ! એની બ્લુ આંખો તદ્દન એમના ખાનદાન જેવી હતી, એના પિતા જેવી, એના જેવી ! એણે વહાલથી યુવા તરફ હાથ ફેલાવ્યા અને યુવાએ સામે જોયું અને એ ઊંધું ફરીને વખતને વળગી પડી ! “હજુ નવું નવું છે ને એના માટે, બાકી એ બહુ જ મિલનસાર છે” વખત હસતા હસતા બોલ્યો.

રસ્તામાં કારમાં ગોલાને વખતને સૂચનાઓ આપી “રબ્બીને આની કઈ જ ખબર નથી, એને કશું કહેતો નહિ, કદાચ યુવાને અને તને જોઇને એને કૈંક યાદ આવે. બાકી તો ઈશ્વર પર ભરોસો રાખો બધા.”

***

યુવા અને વખતની સ્પેશ્યલ ગેસ્ટ તરીકે સરભરા કરવાની હતી એવું વડાપ્રધાનનું ફરમાન હતું. એમને શીનબેટના હેડક્વાટર પાસે એક સરસ મોટા ફ્લેટમાં ઉતારો અપાયો હતો. ચાર પાંચ દિવસમાં યુવા અને ઝારા ભળી ગયા હતા અને યુવાને ઝારાની સાથે સ્કૂલમાં એડમીશન મળી ગયું હતું. બેરુરા રોજ મોડી સાંજે એમને  મળવા આવતી અને ખુબ ચોકલેટ અને રમકડા લાવતી. વખત કંટાળી ગયો હતો એકલો. બેરુરાએ એને કહ્યું કે હવે એકાદ દિવસમાં એ લોકો રબ્બીને મળશે.

***

રબ્બીએ માથા પરથી પરસેવો લૂછ્યો અને બેરુરા સામે જોયું.

“કેમ છે હવે તને ?” બેરુરા એ પૂછ્યું.

“સારું છે, મને વળી શું થવાનું છે?” રબ્બીએ અકળાઈને જવાબ આપ્યો.

“જો આજે તારા માટે હું બે નવા સ્ટુડન્ટ લાવી છું. તારે એમને પારંગત કરવાના છે. આ મારી પર્સનલ વિશ છે” બેરુરાએ એની આંખોમાં આંખો નાખી ને કહ્યું.

રબ્બીએ સામે દરવાજા તરફ જોયું અને એના હૃદયમાં કૈંક સળવળાટ થયો ! એનું આખું શરીર ધ્રુજી ગયું ! સામેં એક નાનકડી બાળા ઉભી હતી. એની બ્લુ આંખો અજબનું સંમોહન પેદા કરતી હતી. એના  કમર સુધી આવતા વાળ, એનું ગોરું મુખ એને વિચલિત કરી રહ્યું હતું ! કૈંક એને યાદ આવી રહ્યું હતું પણ એ સમજી નહોતો શકતો ! એ આગળ વધ્યો અને એણે યુવા સામે જોયું ! યુવાએ આંખો ઉંચી કરીને એની સામે જોયું અને એનું પેન્ટ પકડી લીધું ! રબ્બીની આંખોમાં ખબર નહિ કેમ પણ આંસુ આવી ગયા ! એ બેચેન થઇ ગયો ! એને કઈ ખબર ના પડી પણ એણે એ નાનકડી બાળાને ઊંચકી લીધી અને ચુંબનોથી નવડાવી દીધી !

દૂર ઉભેલા વખત અને ગોલાનની આંખોમાં આંસુ આવી ગયા ! વખત પણ રબ્બીને મળ્યો પણ રબ્બી એને જાણે કે ઓળખાતો ના હોય એમ હાથ મિલાવીને ઉભો રહ્યો. વખતનું દિલ રડી ઉઠ્યું પણ પ્રોફેસર ગોલાને એનો હાથ દબાવીને એને સાંત્વન આપ્યું.

રોજ સ્કૂલ પછી યુવા અને ઝારા અહી રબ્બીના હાથ નીચે માર્શલ આર્ટની ટ્રેનીંગ લેવા લાગ્યા.

***

બેરુરાએ હાથમાં રહેલો આઈસ્ક્રીમ બંને બાળાઓને આપ્યો. એ અને રબ્બી ત્યાંથી જવા લાગ્યા. અચાનક બેરુરાનો હાથ યુવાએ પકડી લીધો. બેરુરાએ આશ્ચર્યથી એની સામે જોયું. યુવાની આંખો લાલ લાલ થઇ ગઈ હતી, એનું શરીર ધ્રુજી રહ્યું હતું ! બેરુરા અને રબ્બીને કઈ ખબર નાં પડી ! એમણે યુવાને ઊંચકીને ઘરની અંદર લઇ લીધી અને વખતને બૂમ પાડી અને અચાનક એક ભયાનક ધડાકો થયો અને બેરુરાની કાર સળગી ઉઠી ! કોઈ આતંકવાદીએ એમાં બોમ્બ પ્લાન્ટ કરેલો હતો અને બેરુરાને મારવાની સાજીશ કરી હતી ! બેરુરા આશ્ચર્યથી વખત સામે અને યુવા સામે જોઈ રહી. હવે યુવાનું શરીર ધ્રુજતું બંધ થઇ ગયું હતું અને એની આંખો સામાન્ય થઇ ગઈ હતી !

***

“શી ઇસ પરફેકટલી નોર્મલ ચાઈલ્ડ, હેલ્ધી એન્ડ હેપ્પી, વોટ મેક યુ થીંક શી ઈઝ ઈલ?” ડોકટરે બેરુરાને પૂછ્યું ! “નથીંગ ડોકટર, થેન્ક્સ ફોર યોર ટાઈમ” બેરુરા બોલી અને યુવાને ઊંચકીને ચાલી નીકળી.

***

“તમે નહિ સમજો મેડમ, આ બધું, એ લાવણ્યાની પુત્રી છે, એ,,એ,, હવે કઈ રીતે સમજાવું તમને પણ એનામાં અમુક શક્તિઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે ! એ પણ એની માં દ્વારા ! તમને નવાઈ લાગશે કે આ બધું ગપ લાગશે પણ આ સાચી વાત છે, તમે પ્રોફેસર ગોલાનને પૂછી શકો છો.” વખત બોલ્યો.

બેરુરાએ માથું ધુણાવ્યું ! એ માની જ નહોતી શકતી આ વાત ને ! આવું કોઈ દિવસ પોસીબલ બને ! પણ જયારે એને રબ્બીએ પણ કહ્યું કે ટ્રેનીંગમાં યુવાને ગમ્મે એટલી સખ્ત એકસરસાઈઝ આપવામાં આવે એ કોઈ દિવસ કઈ બોલતી નથી અને ચુપચાપ બધું સહન કરી લે છે ! અરે ! એનાથી મોટી ઉંમરના વિદ્યાર્થીઓ પણ જે નાં કરી શકે એ આ કરી બતાવે છે ! જ્યારે એને બીજા કોઈ સામેં ટ્રેનીંગના ભાગ રૂપે લડાવામાં આવે છે ત્યારે એ હસતા હસતા બધા પ્રહાર ખામી જાય છે અને સામે વાળાને અત્યંત નાજુકતાથી પ્રહાર કરે છે, હજી સુધી કોઈએ એને દ્વંદમાં હરાવી નથી ! એનાથી મોટા છોકરાઓ એ પણ ! ગજબ છોકરી છે આ !

***

વચ્ચે વચ્ચે સમય કાઢીને પ્રોફેસર સિન્હા યુવાને અને વખતને મળવા આવતા રહેતા હતા ! યુવા હવે શાંત થઇ ગઈ હતી. માર્શલઆર્ટની ટ્રેનીંગે એને ખુબજ શાંત કરી દીધી હતી અને એ એક સામાન્ય બાળકની જેમ રહેતી હતી, એ અને ઝારા પાક્કા મિત્રો બની ગયા હતા. પ્રોફેસરે વખતને પોતાની સાથે ભારત બોલાવી લીધો હતો, યુવા અને ઝારા હવે બેરુરા પાસે રહેતા હતા. રબ્બી એમના ઘરથી થોડે દુર પોતાના એપાર્ટમેન્ટમાં રહેતો હતો અને લગભગ રોજ યુવા અને ઝારાને મળવા આવતો હતો. સમય વહી રહ્યો હતો અને યુવા અને ઝારા હવે ટીનએજર થઇ ગયા હતા !

“જો દી, હું શું લાવી છું ?” ઝારા બોલી, એના હાથમાં કૈંક સફેદ પાવડર જેવું હતું ! યુવાએ એ જોયું અને આશ્ચર્યથી ઝારા સામે જોયું ! “કોલેજની કેન્ટીનમાં મળે છે, આપણામાંથી ઘણા  દોસ્તો એ ચાખે છે, એ અદભુત છે દી, તું પણ ચાખ, એ તને કૈંક  અલગ જ દુનિયામાં લઇ જશે !” ઝારા એ હાથ લંબાવ્યો અને યુવાએ એ સફેદ પાવડર લીધો અને એમાંથી થોડો જીભ પર  મુક્યો અને અચાનક એને ઝાટકો લાગ્યો અને એ જાણેકે કોઈ મોટા જૂલા પર બેઠી હોય એવું લાગ્યું. બધું જ ચક્કર ચક્કર ફરવા લાગ્યું ! યુવા આનંદથી ઝારાને ભેટી પડી અને જોર જોરથી હસી પડી.

“બેરુરાઆંટી ને નાં કહેતી, એ ગુસ્સે થશે” ઝારા બોલી. કાલે આપણે પાર્ટીમાં જવાનું છે, ત્યાં આવું વધારે મળશે, મજા આવશે”.

બેરુરાએ એની કાર “યંગ એન્ડ વાઈલ્ડ” ક્લબ પાસે ઉભી રાખી. એ હવે મોસાદમાંથી રીટાયર થઇ ગઈ હતી. એણે પાછળ બેઠેલી એની બંને વહાલી છોકરીઓ તરફ જોયું. બંને એ ખુબજ મેકઅપ કર્યો હતો અને વેસ્ટર્ન કપડા પહેર્યા હતા ! એમના કોલેજનું કૈંક ફંક્શન હતું અને એમને ઉતારવા એ આવી હતી. “નો આલ્કોહોલ ઓકે? અને તમારું ધ્યાન રાખજો, કોઈ પર ભરોસો કરવો નહિ અને વહેલા ઘરે આવજો, રબ્બીને ફોન કરજો, એ તમને લેવા આવશે” બેરુરાએ કડક શબ્દોમાં કહ્યું અને બંને જણીએ હકારમાં ડોકું ધુણાવ્યું અને ઉતરીને બેરુરાના ગાલે કિસ કરીને હસતી હસતી કલબ ભણી જતી રહી ! “નવા જમાનાની છોકરીઓ, ભગવાન બચાવે આ પેઢીને” બેરુરાએ માથું ધુણાવ્યું અને કાર ઘર તરફ મારી મૂકી.

પાબ્લોએ એના હોઠો પર જીભ ફેરવી, અને એના ખીસામાં રહેલા અસંખ્ય નાના પેકેટ્સ ફરીથી ચેક કર્યા ! આજે એની ક્લબમાં વધુ એક કોલેજ પાર્ટી હતી અને આજે ફરીથી એને તડાકો પડવાનો હતો. આ જુવાનીયાઓને ડ્રગ્સની લત લાગેલી હતી  અને જેને આજે નહિ લાગી હોય એને પણ લાગી જશે અને એના કાયમી ઘરાક બની જશે. એ મનોમન હસી પડ્યો ! પાબ્લો વીસેક વર્ષ પહેલા મેક્સિકોથી તડીપાર કરાયેલો હતો. એ ભાગીને ઈજીપ્ત ગયો હતો અને ત્યાં એણે લોકલ માફિયાઓ સાથે સાંઠ ગાઠ કરીને મેક્સિકો અને ઈજીપ્ત વચ્ચે ડ્રગ્સનો કારોબાર ફેલાવ્યો હતો. ત્યાંથી એણે ઈઝરાયેલમાં નજર કરી હતી અને એક મોટી ક્લબ તેલ અવિવ માં સ્થાપી હતી અને ત્યાં એ છુપી રીતે ડ્રગ્સ વેચતો હતો. ડ્રગ્સ અને છોકરીઓ એની નબળાઈ હતી.

પાર્ટી પુરજોશમાં ચાલુ હતી, લાઉડ મ્યુઝીક, વોડકા, વાઈન  અને અન્ય શરાબ યુવાન છોકરાઓ વચ્ચે ફરી રહી હતી. ઝારા અને યુવા એના સાથી કોલેજીયન્સ સાથે મસ્તી કરી રહી હતી અને નાચી રહી હતી. બેરુરાના આદેશ મુજબ એમણે દારુ અડ્યો નહોતો પણ એમના સાથીઓ એ એમને પરાણે ફોર્સ કરીને એ મેજીકલ સફેદ પાવડરનું સેવન કરાવ્યું હતું અને બંને છોકરીઓ એના નશામાં મ્યુઝીકના તાલે જુમી રહી હતી !

પાબ્લોએ ધુમાડામાં નાચતી બે સુંદર આકૃતિઓ જોઈ ! ઝારા અને યુવા ! એણે એના માણસોને ઈશારો કર્યો અને એ લોકોએ એમની સાથે આવેલા એક કોલેજીયનને ઈશારો કર્યો ! એ છોકરો બંનેનો હાથ પકડીને એમને ખુણામાં લઇ ગયો ! યુવાની આંખો માંડ માંડ ખુલી રહી શકતી હતી ! પાબ્લોએ બંને સાથે હાથ મિલાવ્યો અને ઝડપથી એમના હાથમાં એક એક નાનકડી પડીકી પકડાવી દીધી ! યુવા અને ઝારા આનંદથી ચિચિયારી પાડી ઉઠી અને ઝડપથી બાજુમાં ટેબલ પર બેસીને એ પડીકીઓનું સેવન કરવા લાગી.

લગભગ એકાદ કલાક થઇ ગયો હતો અને હવે યુવા અને ઝારા નશામાં ચુર  ચુર થઇ ગયા હતા ! પાબ્લોએ ફરીથી ઈશારો કર્યો અને એના માણસોએ એ બંનેનો હાથ પકડીને એમને ક્લબના ડાંસ ફ્લોરથી દૂર એક સાંકડી ગલીમાં થઇને એક મોટા રૂમમાં લઇ આવ્યા ! બંને એક બીજાનો હાથ પકડીને એ રૂમના મોટા કિંગ સાઈઝ બેડ પર ઢળી પડ્યા !

થોડીવારમાં પાબ્લો ત્યાં આવી પહોંચ્યો ! એની અંદરનો વાસનાનો કીડો સળવળી ઉઠ્યો ! એણે બંનેને હલાવ્યા પણ એ બંને નશામાં ચુર થઇને કૈંક અસ્પષ્ટ બોલતા હતા ! પાબ્લો હસી પડ્યો અને એણે ઝડપથી પોતાના કપડા ઉતાર્યા ! હવે એણે થોડું જોર  કરીને યુવાને એક તરફ હડસેલી દીધી અને એ ઝારાના કપડા ઉતારવા લાગ્યો ! અચાનક ઝારાએ આંખો ખોલી પણ એ એટલી નશામાં હતી કે એને કઈ જ ખબર પડતી નહોતી ! એ પ્રતિકાર કરી શકે એમ પણ નહોતી ! પાબ્લોએ એનું ટોપ ઉતારી દીધું અને એને ખાટલા પર સુવડાવી દીધી ! હવે એણે બાજુમાં પડેલી યુવા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું ! “વાહ વાહ પાબ્લો, આજ તો મોજ મોજ છે રે, બે બે હસીન યુવતીઓ સાથે, આજ તો મજા આવી જશે !” પાબ્લો મનમાં ને મનમાં ખુશ થયો અને એણે યુવાનું ટોપ પણ ખેંચીને ઉતારી દીધું ! એની નજર યુવાની છાતી પર પડેલા એક નાનકડા કાપા પર ગઈ ! એને આશ્ચર્ય થયું ! એણે ધીમેથી એ કાપા પર એની જીભ ફેરવી ! યુવા સળવળી ઉઠી ! પાબ્લો પર હવે હવસ નું તોફાન સવાર થઇ ચુક્યું હતું, એણે યુવાની બ્રા ખેંચી નાખી અને ફરીથી એની છાતી પર પડેલા કાપા પર હાથ ફેરવ્યો ! એને જાણે કે એમ કરવામાં મજા આવતી હતી ! હવે એ યુવા પર સવાર થયો અને જેવો એના ચહેરા પર જુકવા ગયો કે યુવાએ આંખો ખોલી !

ભાગ-૧૧ સમાપ્ત.

***

Rate & Review

Verified icon

Suresh Prajapat 2 months ago

Verified icon

Om Vaja 2 months ago

Verified icon

vipul chaudhari 2 months ago

Verified icon

Golu Patel 6 months ago

Verified icon

Hims 6 months ago