collage day ak love story - 3 books and stories free download online pdf in Gujarati

કૉલજ ડે એક લવ સ્ટોરી (ભાગ-3)


#ક્રમશ:(ભાગ_૩)

#અમારો_કલાસ...

મિત્રો તો મારે ઘણા બધા હતા પણ સાથે બેસવા વાળા રવિને ચિરાગ...
'હા' અમને કલાસમા સિલ્વરમાં બેસવું પસંદ ન હતું ગોલ્ડમાં જ બેસવાનું પંસદ કરતા હતા..
તે જોયને મને કવિતા લખવાનુ મન થઈ થાય છે... ..
  
 "અમને હતું તો ઘણું પસંદ પણ,
            કંઈક હતું તે ના પસંદ....
  કોલેજ જવું પણ કોલેજ આવી
           અમને એ વડલો વધુ પસંદ....
   કોલેજના એ લેકચર કરતા,
       લેકચરમા જરનલ લખવી વધુ પસંદ...
   ના કોઈ શિક્ષક કે ના કોઈ લેકચર,
         તે દિવસે અમને વડલો પસંદ...
   હતું તો ઘણુ  પસંદ નાં પસંદ
          પણ મારો એ કલાસ મને વધુ પસંદ...

હું છેલ્લી બેન્ચમા ખુણાં પર બેસતો અને મોનીકા પણ છેલ્લી બેન્ચે બેસવાનું પસંદ કરતી...
મોનીકા તેની ફે્ન્ડ કેશા,હેતવી, ડીમ્પલ જોડે બેસવાનું પસંદ કરતી..

આજ સોમવાર હતો આજ મોનીકા આમ તેમ ઘણી નજર કરી પણ પણ કવિ કંઈ દેખાયો નહી..
મોનીકાના મનમાં ઘણા વિચારો આવવાં લાગ્યા...
શું  થયું હશે કવિને!!!
કંઈ અકસ્માત તો થયો નહી હોયને?
ના,એવુંના થઈ શકે મારા કવિને...!!!
કોઈ તો કારણ હોવું જોયે નહી તો આવ્યા વિના રહે નહી.....
મોનીકાથી રહેવાયું નહી છેવટે ચિરાગને જ પુછવુ પડયું...
હાય.....ચિરાગ
કેમ આજ કલ્પેશ દેખાતો નથી...
મોનીકા મારા મોઢે જ કવિ કહેવાનુ પસંદ કરતી હતી...
તે આજે ભાવનગર ગયો છે 
કોઈ કામ માટે...
કંઈ કામ હતું તમારે...!!!
'ના' બસ એમ જ..!!!

કવિને, વાતની ખબર પણ ન હતી અને તેના કલાસમા જ એક છોકરી તેને ચાહવા લાગી હતી..
તે પ્રેમમા પાગલ થઈ રહી હતી..
કેવી આ જગતની માયા છે
વગર બોલે વગર કીધે કોઈના શરીરમા કોઈ ધબકવા લાગે એ પ્રેમ ..
તેના સ્મરણો સપનામાં આવી જાય તે પ્રેમ.
એક વાત માનવા જવી છે...

"પ્રેમ કોઈ કરતું નથી
   પણ પ્રેમ થઈ જાય છે."
તે વાત માનવી પડે એમ છે..

આજ તે કયારેક લાઇબ્રેરીમાં જાય તો કયારેક કોફી શોપ પર જાય પણ કંઈ મોનીકાને ચેન નોહતુ પડતું ..
માણ માણ તે દિવસે મોનીકા એ લેકચર પુરા કર્યા ..
આજ સોમવાર મટીને મંગળવાર થયો હતો..
આજ મોનીકાને મનનો માનીતો કોલેજ દેખાયો હતો..
હું કલાસમા હજી બેસવાની તૈયારી જ કરી રહ્યો હતો..
ત્યાં જ મોનીકા મારી પાસે આવી ...
કેમ કાલે ભાવનગર જવાનું થયું ..
તમને કેવી રીતે ખબર ?
તમારા મિત્ર ચિરાગે મને કહ્યું ..
ઓહ ..
ચિરાગે ત્રાસી નજરે મારી સામે જોયું રહ્યો હતો...
તેને પણ કંઈક કહેવાનું મન થયું પણ તે મૌન રહ્યો ...
તે મને પણ ગમ્યું ..
કેમકે મૌન રહેવામા જ વધુ ફાયદો હતો...

લેકચર થોડી વારમાં પુરો થયો..
બહાર નીકળતા જ ચિરાગ સવાલ કર્યો ..
શું વાત છે કલ્પેશ ...!!
કંઈ છે તો નહી ને...!
મે જાણી જોયને કહ્યું કેમ!
મને કંઈક આજ અલગ જ લાગે છે.
ચાલ જવા દે ને એ બધી વાત..
અમે બન્ને કોફી શોપ પર આવ્યા..

#અમારી_પાટીઁ... 

ઘણા ઝઘડા પતાવીને આજ અમારો પાટીઁનો 
દિવસ હતો...
બધા જ પોત પોતાની રીતે તૈયાર થઈને આવી રહયા હતા..
પાટીઁના સમયને હજુ થોડી વાર હતી..
કવિના હ્દયમાં સ્પષ્ટ જણાતું હતું કે કેવી લાગશે આજ એ મારી પરી...
કયારેક કયારેક હું ડોક્યું કરીને જોય પણ લેતો હતો..
ક્યારે આવે મારી મોનીકા....
કેમ હજી સુધી દેખાતી નહી હોય...
હવે તો પાટીઁનો સમય પણ થઈ ગયો હતો..,
મારા મિત્રો પણ ધીમે ધીમે આવી રહ્યા હતા...
હું આખી પાટીઁના ડેકોરેશનને જોય રહ્યો હતો..
કોઈ ખુરશી પર બેઠા હતા તો કોઈ સ્ટેજ પર ચડીને તો કોઈ એકરીંગની પ્રેકટીસ કરી રહયાં હતા...
કોઈ ફોટો પાડી રહ્યા હતા તો કોઈ લાઈટીંગની તૈયારી કરી રહ્યા હતા...
કોઈ શિક્ષકોના સ્વાગતની તૈયારી કરી રહ્યા હતા તો કોઈ ગીફટની તૈયારી કરી રહ્યા હતા...
હું એક ખુરશી પર બેઠા બેઠા લોકોને નિહાળી રહ્યો હતો...
ત્યાં સામેથી ચિરાગ આવ્યો અને કોઈની પર તેમણે આંગળી ચીંધી ..

તે મારી તરફ જ આવતી હતી ગુલાબી સાડીમા એકદમ પરી જેવી લાગતી હતી..
હોઠે એકદમ આશી લિપસ્ટીક કરી હતી..
ચહેરા પર મેકપ હતો..
ગાલ પર ગુલાબી રંગના ટપકા હતા..
પગમાં પહેરેલ ઝાંઝરીનો અવાજ છેક સ્ટેજ સુધી સંભળાતો હતો...
ઘડીવાર સામે થી કોઈ અપ્સરા આવતી હોય એવું મને લાગ્યું ...
તેના વાકડીયાં વાળ અને તેના ચહેરાની ત્રણ ટીલડી સાથે મારી સામે આવી...
મારી નજર હજી તેની સામે જ હતી..
પણ , ચિરાગે મને નજર જુકાવી..
મોનીકા હસવા લાગી....
મોનીકાને એક ઘડી મને પ્રેમની રજુવાત કરવાનું મન થઈ ગયું ...
તે મારી સામે આવીને ઊભી રહી તો પણ તેની સામે પ્રેમની રજુવાત કરવામાં હું ખચકાતો હતો...
મોનીકા પણ મને પ્રેમની રજુવાત કરવામાં કદાસ ખચકાતી હશે મને પણ એવું લાગતું હતું ..
મોનીકાને થતું કદાસ કવિ મને ના પાડશે તો કવિને થતું કદાસ મોનીકા મનેના પાડશે તો ..
અમે બન્ને છુટા પડી જશું..
કહેવાય છે ને કે....

"પ્રેમ તો થઈ ગયો છે, પણ કબુલાત કોણ કરે 
પ્રેમના શબ્દો થકી રજુવાત કોણ કરે,
વાત કરવા તત્પર છે બંને,
પણ સવાલ એ છે કે વાતની શરુવાત કોણ કરે"
...................#ક્રમશ
-kalpeshdiyora999@gmail.com