પ્રેત સાથે ઈશ્ક ભાગ-૮

સક્સેના.....

જી....સર.........

રાધીને શોધવાનું ચાલુ કરો. તેમના દરેક મીત્રોને તેની વીશે પુછો. શંકા થાય તેમને પોલીસ સ્ટેશન લઈ આવો. જો રાધી વીશે ભાળ મળી ગઈ તો વીનયનો કેસ પાણીની જેમ પારદર્શક થઈ જશે. અસલી ગુનેગારોને સજા થશે અને વીનયને ન્યાય મળશે.

ઓકે..સર......આટલૂં કહી સક્સેના રાધીની તલાશ કરવા માટે નીકળી જાય છે.

હોસ્ટેલની અંદર વીધ્યાને એક પછી એક અજીબ ઘટનાઓ દસ્તક દઈ રહી હતી. કોલેજનો પહેલો દિવસ કંટાળાજનક હશે તેથી હોસ્ટેલમાં જ રહી આરામ કરવાની ઈચ્છાએ વીધ્યાને મુશ્કેલીમાં ઝાળામાં મુકી દીધી હતી. વીધ્યા માંડ માંડ દિવ્યશક્તિઓથી બચીને બાથરૂમની બહાર આવી પોતાના બેડ ની પાછળ છુપાઈ જાય છે. પરંતુ એ બંને દિવ્યશક્તિઓ વીધ્યાના બેડરૂમમાં પણ આવી પહોંચી. દરેક પળે વીધ્યાના શ્ર્વાસોમાં વધારો થઈ રહ્યો હતો. શું કરવું? ના પ્રશ્ર્નાર્થથી ઘેરાયેલી વીધ્યા બંને દિવ્યશક્તિઓથી બચવાનાં પ્રયત્ન કરી રહી હતી. વીધ્યાની નજર એ બંને દિવ્યશક્તિઓ પર પડે છે જે એમની તરફ જ આવી રહી હતી. દિવ્યશક્તિઓને પોતાની તરફ આવતી જોઈને વીધ્યા ડરના કારણે પોતાનો ચહેરો ફેરવી લે છે અને ચહેરા આડે પોતાના બંને હાથની હથેળીઓ દિવ્યશક્તિઓથી બચવાં માટે રાખી દે છે. 

અમુક ક્ષણ વીતી ગઈ છતાં દિવ્યશક્તિઓ એ વીધ્યાને કશુંજ કર્યૂ નહી એટલે વીધ્યા ધીમે ધીમે ચહેરા આડેથી પોતાનો હાથ ખસેડે છે અને જોવે છે તો એ બંને દિવ્યશક્તિઓ તેનાથી દુર થંભી ગઈ હતી જે વીધ્યાને જ તાકી રહી હતી.

પરંતુ વીધ્યામાં બેડ પાછળથી બહાર નીકળવાની હિંમત ન હતી આથી તે બેડની પાછળ જ લપાઈને બેસી રહે છે. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો, વાતાવરણ એકદમ શાંત બની ગયૂં હતુ, ન બહારથી કોઈ અવાજ અંદર આવતો હતો કે ન તો અંદરથી અવાજ બહાર જઈ રહ્યો હતો. બસ છત પર લટકતો પંખો ક્યારેક કીચરુક-કીચરુક એવો અવાજ કરી રહ્યો હતો અને છેવટે એ શાંત વાતાવરણમાં એક દિવ્યશક્તિએ વીધ્યા સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો.

વીધ્યા........ દિવ્યશક્તિનો આ અવાજ વીધ્યાના કાને પડતાંની સાથે જ ફરી ડરને કારણે તે ચહેરા આડે હથેળી ધરી દે છે પરંતી દિવ્યશક્તિ પોતાની વાત આગળ ધકેલે છે....

વીધ્યા અમે તને કશુંજ નહીં કરીએ કારણ કે અમે તારી ગેમ જ આ કોલેજના વીધ્યાર્થીઓ હતાં. અમારે માત્ર તારી મદદની જરૂર છે. અમારી પાસે શરીર નથી જો અમારી પાસે શરીર હોત તો અમે તારી મદદ ક્યારેય ન માંગીયે. અમે તને પરેશાન કરવાં નથી માંગતાં.

પણ હું તમારી શા માટે મદદ કરું ? હું તમને ઓળખતી પણ નથી અને આ કોલેજમાં મારો પહેલો દિવસ છે હું અહીંયા કોઈ ને પણ નથી ઓળખતી.......અને મારે તમારી મદદ પણ નથી કરવી. તમે પ્લીઝ અહીંથી ચાલ્યાં જાઓ.......

અંદાજીત પાંચ વાગી ગયાં હતાં અને કૃપાલી પણ ક્યારની કોલેજથી છુટી ગઈ હશે અને હવે હોસ્ટેલ પહોંચવાની તૈયારી માંજ હશે! આમ વીધ્યા મનોમન વીચારી રહી હતી ત્યાંજ........

ઠીક છે વીધ્યા. અત્યારે તો અમે ચાલ્યાં જઈએ છીએ પરંતુ જ્યારે  પણ તને અમારી મદદ કરવાની ઈચ્છા થાય ત્યારે કોલેજના પાછળના ગાર્ડનમાં એક મોટો પથ્થર પડેલો છે લગભગ ત્યાં બહુ ઓછી અવરજવર થાય છે. બહુ જ ઓછા લોકો આ ગાર્ડનમાં આવે છે. તે મોટાં પથ્થર પાસે આવીને બસ એટલું જ કહેજે કે હું તમારી મદદ કરવા માટે તૈયાર છું. અમે તરત જ તારી નજર સામે આવી જઈશૂં. આટલું કહી એ બંને દિવ્યશક્તિઓ ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે.

બંને દિવ્યશક્તિઓ ત્યાં નથી એ વાત પર વીધ્યાના મનમાં હજી સુધી ખચકાટ હતો એટલે તે ઘબરાતી ઘબરાતી ધીમે ધીમે બહાર આવે છે અને બહાર આવી હાશકારો લે છે.....

છેવટે તેનાથી પીછો તો છુટ્યો. કૃપાલીને આ વાત જણાવીશ તો એ મારાં પર હસવાં લાગશે અને મારી વાત પર વીશ્ર્વાસ પણ નહીં કરે. એના કરતાં આ વાતને અહીંજ મારાં માનસ માંથી કાઢી નાખું એ જ બરાબર રહેશે......વીધ્યા આમ જ મનોમન  વીચારી રહી હતી ત્યાં જ કૃપાલી આવી જાય છે.

ઓ વીધ્યા શું કર્યૂ આજે આખો દિવસ? તને તો મજા આવી હશે ને! આખો દિવસ આરામ કરવા મળ્યો........ કૃપાલીએ આવતાંની સાથે જ પુછ્યૂં.

ના યાર શું મજા આવી હશે.....આજે તો આખો દિવસ પરેશાન થઈ છું.......આમ, બોલવાં જતાં જ વીધ્યા અટકી જાય છે અને શબ્દો બદલી નાખે છે......હા યાર આજે તો બહું જ મજા આવી.......

તું બોલ..તારે તો આજે કોલેજ નો પહેલો દિવસ હતો. તને પણ મજા આવી હશેને!

હા યાર ખુબ જ મજા આવી. કોલેજના બધાંજ લેક્ચર એટેન કર્યા અને ખરેખર કોલેજનો માહોલ જ કંઈક ગરમ હતો. પણ આજે ક્લાસમાં...........આટલું બોલતાં જ કૃપાલી અચાનક અટકી જાય છે.

આજે ક્લાસમાં શું ?......

વીધ્યા આજે ક્લાસમાં બધાં જ ખુશ હતાં. પણ એક છોકરો હતો જે કોલેજના બધાં જ લેક્ચેરોમાં શાંત અને ઉદાસ બેઠો હતો. યાર કોલેજમાં એક સેકન્ડ પણ મેં તેને હસતાં નથી જોયો અને મારું ધ્યાન પણ વારંવાર તેના તરફ જ જઈ રહ્યૂં હતું.....

તો હવે આપણે તેને ગીલીપીચી કરીને હસાવીએ........

અરે યાર મારાં કહેવાનો અર્થ એવો નથી...પણ આ છોકરાંનો સ્વભાવ કંઈ અલગ જ લાગ્યો મને. મને તો એવું જ લાગે છે કે તે બહું મોટાં સગ્મામાં હશે! અને તને  તો ખબર જ છે કે હું બીજાની ચીંતા કંઈક વધારે પડતી જ કરું છું.......કૃપાલીએ કહ્યૂં.

હા હવે એ બધું છોડ...અને ફ્રેશ થઈ જા.......વીધ્યાએ કહ્યું.

આશીષ પણ કોલેજથી છુટીને સીધો જ ઘરે પહોંચ્યો હતો. આખો દિવસ ઉદાસ રહેવાને કારણે તેને માથામાં થોડો દુ:ખાવો થવાં લાગ્યો હતો. એટલે તે ઘરે પહોંચતાં જ સુઈ જાય છે. લગભગ અડધી કલાક જેવું થયું હશે ત્યાં જ આશીષના ફોનની રીંગ વાગે છે અને તે નીંદ માં જ ફોન ઉઠાવે છે એટલે તરત જ સામેથી અવાજ આવ્યો.

કાં ભાઈ કોના સ્વપ્નો જોવે છો ? કે અત્યાર સુધીમાં ફોન જ ના કર્યો........

           Loading.......

શું આશીષ પોતાના પ્રીય મીત્ર વીનયના મોતથી લાગેલા સગ્મા માંથી બહાર આવી શકશે......?

કોણ છે જેને આશીષની નીંદ ઉડાડી......?

વાંચતા રહો પ્રેત સાથે ઈશ્ક. તમારો મફતનો અભીપ્રાય જેની કીંમત આ લેખક માટે અગણીત છે તે કોમેન્ટ બોક્સમાં અથવા 8487935845 આ નંબર પર આપવાનું ચુકશો નહીં. એક પછી એક નવાં સસ્પેન્સને નવલકથાની પુર્ણાહુતીમાં દિવાળી તરીકે ઉજવીશું અને ત્યાર પછી એક અનોખી અને માની ન શકાય તેવી અદભુત કહાની " ખજાનો ( રહસ્યમય સફર ) ની શરૂઆત થશે.....રાધે રાધે

***

Rate & Review

Mayur Prajapati 3 months ago

good

Sapna 4 months ago

Vijay Kanzariya 5 months ago

Ajaysinh Chauhan 5 months ago

Anita 5 months ago