કાલે તો પુછી જ લઈશ.. - 8

  આજે શનિવાર નો દિવસ હતો.

આજે આખા ગ્રુપને રાત્રે પીકનીક માટે નીકળવાનું હોવાથી વિવેક સવારે વહેલા ઊઠીને બધી તૈયારી ઓ કરી લે છે.

આ એક નવો જ અનુભવ હતો એટલે આતુરતા પણ એટલી જ હતી વિવેકને.

પોતાની બધીજ તૈયારીઓ પૂર્ણ કરી ને પછી તે કોલેજ તરફ રવાના થાય છે.

કોલેજ પહોંચ્યો.

આજે શનિવાર હોવાથી ટાઈમ પણ દરરોજ કરતાં વહેલો હતો લેક્ચર નો.
આજે દરેકના ચહેરા ઉપર ખુશીની લહેર છવાયેલી હતી. આમ પણ શનિવાર નો દિવસ લગભગ બધા માટે આનંદનો દિવસ હોય છે. બીજા દિવસે રવિવાર ની રજા હોય એટલે પછી શનિવાર પણ ખુબ ખુશ ખુશાલ પસાર કરતા હોય છે.

સામાન્ય સ્કુલ કોલેજ માં તો વિદ્યાર્થીઓ માટે શનિ રવિ આનંદ દાયક હોય છે પણ ધંધાર્થીઓ ને માટે પણ રવિવાર એક નાની અમથી ખુશીની લહેર લઈને આવતો હોય છે.

છ દિવસ સુધી સતત કામમાં વ્યસ્તતા હોય છે. આ એક જ દિવસ એવો હોય છે જે આ જ દિવસનો થાક ઉતારવા માટે કાફી હોય છે.

આજે પુરો થતો દરેક લેક્ચર વિવેકના મનમાં આતુરતા નો વધારો કરી રહ્યો હતો. એક એક કલાક હવે આવનારા સમયનો સામનો કરવા વિવેક ને તૈયાર કરી રહ્યો હતો. શું નવું થશે આવનારા સમયમાં એની અસમંજસ વચ્ચે વિવેક અટવાયેલો હતો. માત્ર શારીરિક રૂપથી જ એ લેક્ચર માં હાજર હતો પણ માનસિક રૂપથી તો એ આવનારા સમયમા  કાલ્પનિક જિંદગી જીવી રહ્યો હતો. 

લગભગ દરેક લેક્ચર આવી રીતે પસાર થઈ ગયા અને પછી કોલેજ નો આજનો દિવસ પુરો થયો.

નક્કી કર્યા પ્રમાણે આખું ગ્રૂપ છુટ્યા પછી ભેગું થયું અને આ શનિ રવિ ના કાર્યક્રમ નક્કી કરવામાં લાગી ગયું.

મોનાલી એ બધાને સાંજે આઠ વાગ્યે ભક્તિ સર્કલે ભેગા થવાનું સુચન કર્યું.

મોનાલી એના પપ્પા ની હોન્ડા સિટી લઈને બધાને પીકઅપ કરવા આવવાની હતી.

કવિતા ને એનો બોયફ્રેન્ડ પીકઅપ કરવા આવવાનો હતો એટલે મોનાલી એ વંદના, વિવેક અને એકતા ને ટાઈમે યોગ્ય સ્થળે પહોંચવાનું કહ્યું.

ત્યાર બાદ બધા છુટા પડ્યા અને વિવેક પોતાની હોસ્ટેલ તરફ રવાના થયો.

હજુ બપોરના સવા બાર વાગ્યા હતા એટલે આઠ વાગવામા તો ઘણી વાર હતી.

વિવેક હોસ્ટેલ પહોંચી ને પોતાનું બપોરનું જમવાનું પૂરું કર્યું.

ઉપર પોતાના રૂમમાં ગયો અને પોતાના લોકરને ખોલવા માટે ચાવી લીધી. હા એ એ જ સીટી વાળી ચાવી હતી જેના લીધે વિવેક વિરાલીની નજરમાં રોમિયો બનીને રહી ગયો હતો.

આજે આટલા દિવસ પછી ફરી એકવાર વિવેક ને એ ચાવી જોઈને પોતાના ભુતકાળના દિવસો યાદ આવી ગયા.

સમય બદલાયો હતો પણ વિવેક નહીં. હજુ પણ એના દિલમાં એટલો જ પ્રેમ અકબંધ હતો વિરાલી માટે જેટલો પહેલાં હતો. હજુ પણ એટલું જ સન્માન વિવેકના હ્રદય માં હતું જેટલું પહેલાં હતું.

બસ સંજોગો નો વાંક હતો.

જિંદગીમાં  ઘણી બધી ઘટનાઓ એવી બનતી હોય છે જે આપણે તો સમજતા હોઈએ છીએ પણ એને આપણે બીજાને નથી સમજાવી શક્તા.

આવી પરિસ્થિતિઓ બધાના જીવનમાં ક્યારેક તો આવતી જ હોય છે... ખાલી ઘટનાઓ અલગ હોય છે પણ પરિસ્થિતિ સરખી હોય છે.

આવી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ મેં ચાર પાંચ વાક્યો લખ્યા છે જે બહુ લોકપ્રિય રહ્યા છે એ તમારી સમક્ષ રજૂ કરું છું કે...

ઘણીવાર જિંદગી માં આપણે કોઈક 
એવી ક્ષણે આવીને ઊભા રહી જઈએ છીએ કે જ્યાં આપણને સમજવા વાળું કોઈ એક જ હોય અને એ આપણે પોતે.

બધું ગુમાવી ચુકેલ પણ આપણે.....@
અને એકલતાના દબાવ નીચે પણ આપણે.....@

બસ ત્યાં જ જિંદગીની બધી જ આંટીઘૂંટીઓ આપણને સમજાતી હોય છે.

કોણ આપણું કે કોણ પારકું.!
કોણ સ્વાર્થી કે કોણ સારથી..!

ત્યાંથી ફરીને ઊભું થવાનું એક નવા વિશ્વાસ સાથે કે ફરી સમય આવશે અને એ પણ પહેલાં કરતાં પણ વધારે સારો. 
બસ એ સમય હશે જ્યારે આપણે નહીં પણ આપણો સમય બોલશે.

તો કોઈ પણ સંજોગો આવે જિંદગીમાં બસ એક વાત યાદ રાખવાની કે આપણા તરફથી પ્રયત્ન બે થી ત્રણ વાર કરવાના અને જો ના સોલ્યુશન થાય તો એ પરિસ્થિતિ ને ઉપરવાળા ઉપર છોડી દેવાની.

આમ પણ અત્યારના સમયમાં બ્રેક અપના પ્રશ્નો બહું બનતા હોય છે. આવી સ્થિતિમાં યાદ રાખવાનું કે બને ત્યાં સુધી એકબીજાને સમજવાનો પ્રયત્ન કરવાનો અને પછી જ આગળ વધવાનું.

મોટા ભાગના કિસ્સાઓમાં તો એવું જ બનતું હોય છે કે વાંક બંને માંથી એક પણ નો નથી હોતો. વાંક કોઈ ત્રીજાનો હોય છે અને સાચા પ્રેમી ઓ વિખુટા પડી જતાં હોય છે.

તો આપણે કોઈ સાથે સંબંધ બનાવ્યો હોય તો એમાં હંમેશા વિશ્વાસ નું સિંચન થાય એવા પ્રયાસો કરવાના.

                               *    *    *

વિવેક ઝડપથી વર્તમાન માં પાછો આવી ગયો અને પોતાનું બધું કામ પૂરું કર્યું.

આજે તો મોડી રાત સુધી અંતાક્ષરી, ટ્રુથ એન્ડ ડેર અને ઘણી બધી એક્ટિવીટી ઓ રજની રિસોર્ટ માં યોજાવાની હતી એટલે એણે થોડો ટાઈમ અત્યારે આરામ કરવાનું વિચાર્યું અને પોતાના બેડ પર લંબાવ્યું.

                           *.    *.    *

લગભગ બે કલાક ના સમય પછી વિવેકની આંખો ખુલી. લગભગ ચાર વાગ્યા હતા.

હજુ તો આઠ વાગવામાં ચાર કલાક ની વાર હતી એટલે શાંતિ થી વિવેક ફ્રેસ થાય છે અને ત્યારબાદ હોસ્ટેલ બહાર એક ટી સ્ટોલ હોય છે ત્યાં ચા પીવા માટે રવાના થાય છે.

વિવેક પણ મારી જેમ ચા નો કસ્બી હોય છે. એક ટાઈમ કદાચ જમવાનું ના મળે તો ચાલે પણ ચા વગર ના ચાલે.

આ મારા જેવા "ચા" પ્રેમીઓ માટે પણ મેં ચાર પંક્તિઓ લખી છે. કે

પહેલી જ ચુસ્કી માં એ રોમ રોમમાં વસી ગઈ
સમય જતાં તો એ બસ આદત બની ગઈ.

દરરોજ ના થાકની એ દવા બની ગઈ
ખબર જ ના પડી કે એ "ચા" ક્યારે જિંદગી બની ગઈ.

આમ વિવેક ટી સ્ટોલે ચા પીને પછી પાછો પોતાની હોસ્ટેલ તરફ આવે છે.

હવે બસ ત્રણ કલાક બાકી હોય છે આઠ વાગવામા અને પછી નીકળવાનું હોય છે રજની રિસોર્ટ તરફ.

સાડા સાત વાગ્યા અને વિવેક ના ફોનની રીંગ વાગી.

વિવેકે જોયું તો વંદના નો કોલ હતો.

કોલ રિસિવ્ડ કર્યો.

હાલો.

હા વિવેક યાદ છે ને આઠ વાગ્યે આપણે ભક્તિ સર્કલે ભેગા થવાનું છે??

હા યાદ જ છે હું પોણા આઠ વાગ્યે પહોંચી જઈશ.

ઓકે ચાલ તો આપણે ત્યાં મળ્યા.
અત્યારે કોલ રાખુ છુ.

ઓકે.
વિવેકે કહ્યું અને કોલ કટ થયો.


તો શું થશે હવે આગળ??

ઘણા વાચકોને મનમાં પ્રશ્ન થતો હશે કે આ પીકનીક માં કઈક તો નવું બનવાનું છે પણ શું?

શું એવું કંઈ બનશે કે જે વિવેકની જિંદગી પાછું રંગીન બનાવવાનું છે.

અને હા આ લવસ્ટોરી છે એટલે વિવેકને લવ મળ્યા વગર તો સ્ટોરી પુરી થઈ શકે નહીં.

તો શું લાગે છે વંદના કે મોનાલી કે પછી કોઈ ત્રીજું જે વિવેકની જિંદગી બદવા જઈ રહ્યું છે.!!

તો મિત્રો આ બંધા જ સવાલોના જવાબ મેળવવા વાંચજો આગામી પ્રકરણ- 8.

                             (ક્રમશઃ)

( મિત્રો જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો તમારા મિત્રોને પણ સજેસ્ટ કરજો વાંચવા માટે અને રેટીન્ગ ચોક્કસ આપજો.
અને હા તમારા નિષ્પક્ષ પ્રતિભાવો પણ જરુરથી આપજો જેથી કરીને હું મારી ભૂલો સુધારી શકું.)

(મિત્રો હવે આ સ્ટોરી ના માત્ર 2 જ પ્રકરણ બાકી છે એટલે દરેક પ્રકરણ વાંચજો અને 10 માં પ્રકરણમાં જાણજો કે વિવેકને એની જિંદગી ક્યાં લઈને જાય છે.)

મો.નં 7016634847

***

Rate & Review

Verified icon

Bhoomi Yadav 6 months ago

Verified icon

Jyoti vaghela 12 months ago

Verified icon

rutvik zazadiya 9 months ago

Verified icon

Yashraj Sinh 9 months ago

Verified icon