સંભવામિ યુગે યુગે ભાગ ૩

આ બાજુ જટાશંકર ગંભીર મુદ્રા માં બેસેલા હતા ત્યારે તેમનો પ્રધાન શિષ્ય ધીરજ તેમની પાસે આવ્યો અને પૂછ્યું શું થયું ગુરુજી ? એવું તે શું હતું બાળકની કુંડળી માં કે આપ આટલા ચિંતિત થઇ ગયા.જટાશંકર બોલ્યા ખુબ વિચિત્ર કુંડળી છે આ બાળકની .આવી કુંડળી પહેલા ફક્ત એક વ્યક્તિ ની હતી તે હતો રાવણ . ધીરજ બોલ્યો હો વિચિત્રમ રાવની કુંડળી સાથે સામ્ય ધરાવતી કુંડળી. જટાશંકરે કહ્યું સામ્ય ધરાવતી નહિ રાવણની જ કુંડળી અંશમાત્ર નો પણ ફેર નહિ . ધીરજે કહ્યું શું છુપાયું હશે આ બાળકના ભવિષ્યના ગર્ભમાં ?જટાશંકરે કહ્યું પ્રશ્ન એ નથી કે બાળક નું ભાવિ કેવું હશે ? પ્રશ્ન એ છે કે આ બાળક ને લીધે જગત નું ભાવિ કેવું હશે ? ધીરજે પૂછ્યું કે શું આ બાળક પણ રાવણ જેવું પ્રતાપી અને ક્રૂર થશે ?
જટાશંકરે કહ્યું કે અત્યારે કઈ કહી ન શકાય ભવિષ્ય કેવું હશે તેનો આધાર તેના ઉછેર પર છે. તેથી જ તેના પિતા ને મેં ધર્મ તરફ વાળવાનું કહ્યું . તે સારો વ્યક્તિ થશે કે ખરાબ તે તો ખબર નથી પણ તે સામાન્ય વ્યક્તિ કરતા જુદો હશે તે નક્કી .
પાંચ વર્ષ પછી જટાશંકર કાતરીયા ગામના આશ્રમ ના કાર્યક્રમ માં હાજરી આપવા પહોંચ્યા .આશ્રમ ને ૨૫ વર્ષ પૂર્ણ થયા હોવાથી ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો , વનમંત્રી પણ હાજર રહેવાના હતા. રાત્રે ભજન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં મોટા મોટા કલાકારો એ હાજરી આપી. તે વખતે આશ્રમ ના ગુરુજી સુંદરદાસબાપુ એ એક બાળક ને સ્ટેજ પર બોલાવ્યો અને ભજન ગાવા કહ્યું .તે બાળકે ભજન ગાવાનું શરુ કર્યું અને જેવી એક કદી પુરી કરી બધા લોકોએ તાળીઓના ગડગડાટ થી વધાવી લીધો . બધા કલાકારો તેના અવાજની મીઠાશ થી અંજાઈ ગયા . ભજન નો કાર્યક્રમ પૂર્ણ થયા પછી વનમંત્રી એ રૂપિયા ૧૦૦૧/- આપી તે બાળક નું સન્માન કર્યું . થોડીવાર પછી તે બાળક જટાશંકર પાસે આવ્યો અને તેમને પગે લાગ્યો . ત્યારે તેમને તેના માથે હાથ મૂકીને કહ્યું તારા કંઠ માં તો સ્વયં સરસ્વતી વિરાજમાન છે . ક્યાં રહે છે ? તારા માતાપિતા ક્યાં છે ? તેને કહ્યું મારા પિતા ત્યાં ઉભા છે તેમણેજ મને આશીર્વાદ લેવા મોકલ્યો છે એમ કહી એક દિશા માં આંગળી ચીંધી . જટાશંકરે તેમને નજીક બોલાવ્યા. તે વ્યક્તિ દિલીપ હતો . તેમણે દિલીપને જોઈને કહ્યું પુત્ર દિલીપ આ તારો એજ દીકરો છે જેની કુંડળી માટે તું આવ્યો હતો ? દિલીપે કહ્યું હા ગુરુજી આ તેજ છે . આપનો ઉપાય મને ખુબ કામમાં આવ્યો આને ભજન માં લઇ જવાનું શરુ કર્યા પછી રડવાનું ઓછું થયું અને ધીમે ધીમે બંદ થઇ ગયું . હવે ગમે તે થાય પણ સોમ રડતો નથી અને ભણવામાં પણ હોશિયાર છે . પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થયા પછી સુંદરદાસબાપુ તેને શહેરમાં ભણવા મોકલશે અને તેઓ ખર્ચ પર બાપુજ ઉપાડશે .જટાશંકરે એકીટસે તેમની તરફ જોઈ રહેલા સોમ ના માથે હાથ મુક્યો અને કહ્યું કે સફળ થાઓ પુત્ર. દિલીપ અને સોમ ના ગયા પછી ધીરજ તેમની નજીક આવ્યો અને પૂછ્યું આ તેજ બાળક છેને જેની કુંડળી રાવણ જેવી જ છે? જટાશંકરે હકાર માં માથું હલાવ્યું . ધીરજે કહ્યું તો પછી તેના પિતાએ જન્મસમય ખોટો નોંધ્યો હશે . જટાશંકરે કહ્યું તેનો જન્મસમય પણ બરાબર હતો અને મેં બનાવેલી કુંડળી પણ મેં ધ્યાન માં જઈને પણ તાળો મેળવ્યો હતો અને રાવણ ને લગતી દરેક વાત આ બાળક ને લાગુ પડે છે . તે ધ્યાન આપ્યું હોય તો બાળકે ગયેલું ભજન પણ શિવ સ્તવન હતું અને રાવણ મહાન શિવ ભક્ત અને સંગીત વિશારદ હતો , તે પોતે સારો ગાયક પણ હતો. તે ચારેય વેદનો જ્ઞાતા હતો .રાવણ અને સોમ માં સમાનતા પણ ઘણી બધી છે .

***

Rate & Review

Arjunsinh Rathava 2 months ago

Pratibha Shah 2 months ago

Shailee Thakker 2 months ago

Bijal Bhai Bharvad 2 months ago

Khyati Rupapara 2 months ago