પ્રેત સાથે ઈશ્ક ભાગ-૯

આગળના પ્રકરણમાં આપણે જોયૂં કે વીનયની મોતના દુ:ખથી ગહેરા સગ્મામાં પડેલ આશીષ કોલેજથી છુટીને તરત જ ઘરે જઈ બેડ પર પડે છે. ગહેરી નીંદમાં આશીષને માત્ર એક ફોનની રીંગ એ ખલેલ પહોંચાડી. અને કોનો હતો એ કોલ....આગળ વાંચો.

આશીષ ફોનની ડીસ્પ્લે પર નજર નાખીને જુવે છે કે કોનો ફોન છે તો ડીસ્પ્લે પર રાજ લખેલું હતું.

         અરે ના ભાઈ કોઈના સ્વપ્નોમાં નથી ખોવાયો આ તો નીંદ આવતી હતી એટલે જરાં સુઈ ગયો હતો. પરંતુ તે ઘણાં દિવસો પછી ફોન કર્યો !

             હા. આશીષ એક ખુશખબર છે. હું કાલે જ ત્યાં આવું છું. મમ્મી પપ્પા પાસેથી મંજુરી મળી ગઈ છે મેં ત્યાં જ એક હોસ્ટેલમાં રૂમ લીધો છે અને હવે હું ત્યાં જ રહિશ અને ત્યાં જ ભણવાનું છે..

           શું વાત છે! તો પછી આવ જલ્દી..બસ આટલી વાત થયાં પછી આશીષ ફોન કટ્ટ કરી નાખે છે.

           વળતે દિવસે સવારે અંદાજિત ૧૦ વાગ્યે રાજ સુરત પહોંચી આશીષના ઘરે જાય છે. સવારના ૧૦ વાગ્યા હોવા છતાં હજુયે આશીષ બેડ પર આરામથી સુતો હતો.

          રાજ......રાજનો સ્વભાવ કંઈક અલગ જ હતો. તેને મજાક મસ્તિ કરવી અને કોલેજમાં ગર્લ્સ સાથે લડવું ઝઘડવું ખુબ પસંદ હતું. કોઇપણ વ્યક્તિ સાથે અમુક ક્ષણોમાં જ તે ભળી જતો એટલે એકલો તે ક્યારેય પડતો જ નહિં.

             આશીષના ઘરે જઇને ગહેરી નીંદમાં સુતેલા આશીષને ઝપાક દઇને ઉઠાડ્યો.

             આળસ મરડીને બંને હાથ ઉંચા કરી આશીષ એક લાંબુ બગાસું લે છે...કોણ છે યાર અત્યારમાં..?

             ધીમે ધીમે આંગળીઓ વડે પોતાની બંને આંખો ચોળીને આશીષ સામે રાજને ઉભો જોઈને પોતાના આનંદને બ્રેક નથી લગાવી શકતો.

           એ રાજ્યા તું!..યાર ક્યારે આવ્યો ? શું સરપ્રાઈઝ આપ્યું છે યાર!......અને બસ એજ બ્રેક વગરના આનંદમાં આશીષ એકસાથે ઘણૂં બોલી ગયો.

              અરે એ બધું છોડ. ચાલ તું ઝડપથી તૈયાર થઈ જા. મારે હજું વીનય અને વીપુલને પણ મળવાનું બાકી છે.

              વીનય...રાજના મુખે વીનયનું નામ સાંભણી આશીષની ખુશીઓને બ્રેક લાગી જાય છે અને એકજ ક્ષણે તેની ખુશીઓને પાછી ખેંચી લીધી.
 
              આશીષ શું થયું યાર? કેમ ઉદાસ થઈ ગયો?.....

              વીનય.....કેવી રીતે મળીશ તું વીનયને......? આશીષે કહ્યૂં.
  
              કેવી રીતે મળીશ એટલે? તું શું કહે છો મને કંઈ સમજાયૂં નહિં.

            વીનય હવે આ દુનિયામાં નથી રહ્યો....આશીષના મુખેથી આ વાક્ય માંડ માંડ હકલાતાં હકલાતાં નીકળ્યું હતું.

ના...આવું ના થઈ શકે. વીનય આપણને છોડીને ક્યારેય ના જઈ શકે. પ્લીઝ આશીષ એકવાર કહી દે આ વાત ખોટી છે.....વીનયની મોતના શબ્દો રાજ પર પુરેપુરાં ફરી વળ્યાં.

              આજ સત્ય છે. એમ કહી આશીષે આખી ઘટના રાજને કહી.

              આ વાત સાંભળીને રાજના પગ નીચેથી જમીન સરી ગઈ હોય એવું લાગી રહ્યૂં હતું.

              તો પોલીસે વીનયના કાતીલોને શોધ્યાં કે નહી ?....રાજે  પુછ્યૂં.

              ના. વીનયના કાતીલો વીશે હજુ સુધી કોઇ જ ખબર નથી પડી. પરંતુ પોસ્ટમાર્ટમ રીપોર્ટ પ્રમાણે વીનયે આત્મહત્યા કરી છે એવું સાબીત થયૂં છે.

              ચીંતા ના કર આશીષ. વીનયના મોત પાછળનું રાજ હવે આપણે ખોલીશૂં. હવે તું તૈયાર થઈ જા મેં કોલેજમાં ફરી એડમીશન લઈ લીધું છે અને બપોરે ૧૨ વાગ્યે કોલેજ પણ જવાનું છે.

               આશીષ કોલેજ જવા માટે તૈયાર થઇ જાય છે. ત્યારબાદ રાજ અને આશીષ બંને આશીષની બાઈક પર કોલેજ જવા માટે નીકળે છે. ત્યારે રસ્તામાંજ રાજે આશીષને પુછ્યું.

અરે યાર આપણાં ગ્રુપની ચોથી લંગોટ ક્યાં છે ? વીપુલ !

રાજ તારાં ગયાં પછી અહીંયા ઘણાંબધાં બદલાવ આવી ગયાં છે. વીપીલ અત્યારે કોમામાં છે આટલું કહી આશીષે વીપુલ અને મુસ્કાનની આખી કહાની વર્ણવી. એક પછી એક દુ:ખોના પહાડ આશીષ પર તુટી પડ્યાં હતાં જેના કારણે આશીષ અંદરથી પુરેપુરો તુટી ચુક્યો હતો.

              વીનયની ડેડ બોડી મળી તેને લગભગ બે દિવસ થઈ ચુક્યાં હતાં. આશીષ અને રાજ કોલેજ પહોંચે છે. લેક્ચર ચાલુ થવામાં લગભગ અડધી કલાકની વાર હતી. એટલે આશીષ અને રાજ કોલેજની પાછળના ગાર્ડનમાં સમય વીતી જાય એ માટે જાય છે. આ ગાર્ડન કોલેજની પાછળના ભાગમાં હતું જેથી અહીંયા વિધ્યાર્થીઓની અવરજવર બહું જ ઓછી રહેતી. ગાર્ડનમાં છેવાડે એક મોટો પથ્થર પડેલો હતો અને ગાર્ડન છે એટલે થોડાં વૃક્ષો અને ફુલછોડ પણ હતાં.

           આશીષ અને રાજ ગાર્ડનમાં ચક્કર મારતાં હતાં ત્યાંજ આશીષની નજર જમીન પર પડેલાં એક બ્રેસલેટ પર ગઈ. આશીષ એ બ્રેસલેટ જમીન પરથી ઉઠાવે છે પણ તેનું ધ્યાન એ બ્રેસલેટમાં ટકી જાય છે.

              બ્રેસલેટને જોઇને શું વીચારે છે? બીજાની વસ્તુ આપણે ના લેવાય....ચાલ છોડ એને.......રાજે કહ્યૂં.

              આ બ્રેસલેટ પહેલાં પણ ક્યાંક જોયું છે. પણ યાદ નથી આવતું કે ક્યાં જોયૂં છે!.

              અરે આવાં એક જ સરખાં બ્રેસલેટ બજારમાં મળે જ છે. ત્યાં કોઈક જગ્યાએ જોયૂં હશે....રાજે કહ્યું.

              નહીં. અચાનક આશીષને યાદ આવી ગયૂં અને તેણે કહ્યું. આ બ્રેસલેટ રાધીનું છે. મેં તેના હાથમાં જોયું હતું.

રાધી! આ રાધી કોણ છે? રાજે પુછ્યૂં.

આશીષે વીનય અને રાધીની સંપુર્ણ પ્રેમકહાની કહી અને રાધી પણ વીનયનાં મોતના દિવસથી જ લાપતા છે વીનયનો કેસ અત્યારે ઇન્સ્પેક્ટર રણવીર સીંહ હેન્ડલ કરી રહ્યાં છે એ પણ કહ્યૂં. રાધીનું બ્રેસલેટ લઈ આશીષ અને રાજ થોડાં જ આગળ વધે છે. ત્યાં જ કશાંની દુર્ગંધ આવે છે અને બંને પોતાના નસકોરાં બંધ કરી દે છે.

                            Loading........

રાધીનું બ્રેસલેટ કોલેજના પાછળના ગાર્ડનમાં કેવી રીતે આવ્યૂં કે જ્યાં કોઈની અવરજવર પણ ન હતી ?

આશીષ અને રાજને શેની દુર્ગંધ આવી હતી આ ગાર્ડનમાં ?

         આ કહાનીમાં આવેલ પાત્ર રાજ વીશે વધું જાણવા માટે વાંચો મારી પ્રથમ સ્ટોરી "ખામોશી"

***

Rate & Review

Sapna 4 months ago

Vijay Kanzariya 5 months ago

Ajaysinh Chauhan 6 months ago

Anita 6 months ago

Nikita 6 months ago