Bhopi - hu chhu mari shodh ma books and stories free download online pdf in Gujarati

ભોપી - હું છું મારી શોધ મા

હું એટલે સાત રંગમાં ફેલાયેલો એક સ્ત્રીનું આકાશ...!!!

એક સ્ત્રી માટે હું શું હોય શકું ? પતિ-પ્રેમી-પિતા કે દોસ્ત?

મારા સંતાનનો પિતા? એનાં નામની પાછળ લખાતું દિવાલ જેવું અડીખમ નામ? એક દોસ્ત-જે પ્રેમી બન્યો અને પછી પતિ? હાથમાં દર મહિને આપી દેતો ઘર-ખર્ચની રકમ? સોલિટેરની ગિફ્ટ?

લાઇફ ઇન્સ્યોરન્સ, મેડિક્લેમનાં પ્રિમિયમ્સ વચ્ચે વહેંચાઇ જતો, ઘર-ઓફિસની લોનનાં હપ્તા વચ્ચે ખર્ચાઇ જતો, મ્યુચ્યુઅલ ફંડ કે શેર માર્કેટમાં તેના નામે રોકાણ કરતો અને તેને સલામતી આપી શકું એટલે કમાયેલું ઘર-ઓફિસ તેના નામ પર કરી દેતો એક મર્દ?

હું એક મેઘધનુષ હતો . મારી પાસે સાત રંગ છે અને આ સાત રંગ દ્વારા મે તેના જીવનમાં ઢગલેબંધ રંગો ઠાલવી દદીધા હતા .સલામતી, સ્વીકૃતિ, સહકાર, સંવેદના, સમર્પણ, સંગાથ અને સંવાદ.

મારા ખરીદેલા ઘરની ચાર દિવાલોમાં ટાઇટ સિક્યોરિટી વચ્ચે પણ તેને સલામતી મહેસૂસ નોહતી થાતી -પણ મારી પહોળી છાતી વચ્ચે એ પોતાની જાતને સૌથી વધારે સલામત મહેસૂસ કરતી હતી . તે પોતાની સલામતી ઝંખે હતી, અને મે લાગણીઓથી શરૂ કરીને લગ્ન સુધીની તમામ સલામતી એને આપી દીધી હતી .

મે કમાયેલું ઘર-ઓફિસ તેના નામે ખરીદતા પહેલાં ક્યારેય એવો વિચાર નહોતો આવ્યો કે એ મને દગો દઇને જતી રહેશે તો? હું સલામત થવામાં નહીં પણ સલામતી આપવામાં માનતો હતો .

તે જેટલી સરળતાથી સ્વીકાર કરી શકતી હતી, એનાં કરતાં પણ મારા માટે કોઇપણ વાતનો, કોઇપણ પરિસ્થિતિનો સ્વીકાર કરવો વધારે સહેલું રહેતું . મારી નાની-નાની કુટેવોને ગાઇ-વગાડીને કહેવામાં તે માહિર હતી, પણ તેની નહીં ગમતી વાતોને મે છાતીની બહાર ક્યારેય નીકળવા નથી દીધી . બદલી નાંખવાનો આગ્રહ કે એનો વિરોધ કર્યા વિના એ સ્વીકારી લેતો હતો .

સહકાર આપવો તે મારો સૌથી મોટો ગુણ છે . બીજી સ્ત્રીને સહકાર આપવાની વાત આવે ત્યારે સ્ત્રી પીછેહઠ કરી લેતી હોય છે-હું આવું નોહતો કરતો . મારી પાસે ભૂરપૂર સંવેદના હતી -કહેવું એટલું જ છે કે હું રડીને, કકળાટ કરીને, ટોન્ટ મારીને એને વ્યક્ત નથી કરી શક્તો . એક દિવાલ પર વેલ વીંટળાયેલી હોય એવી જ રીતે મારી પહોળી છાતીને સંવેદનાઓ વીંટળાયેલી  છે.

   હું પૂરેપૂરો સમર્પિત રહીયો છું . તે અનેકવાર એવું કહેતી, બધું છોડીને ક્યાંક ભાગી જવું છે. હુ ક્યારેય આવું બોલતો નથી. હું વિના બોલ્યે જવાબદારીઓ નિભાવી લેતો છું .

   હું સંગાથ અને સંવાદ બેઉમાં માનું છું . સડી ગયેલા લગ્નજીવનમાં શ્રધ્ધા રાખીને છેલ્લે સુધી સંગાથ જાળવી રાખવામાં, પણ આમા હું હવે ખોવાઈ ગયો છું. મારા રંગો વીખેરાઈ ગયેલા દેખાય છે, એક પુરુષ પ્રધાન દેશ મા મારુ જ વર્ચસ્વ છે તે હવે અસત્ય લાગે છે. હા હું એક પુરૂષ સ્ત્રી ને સમોવડી બનાવાવા ની હોડ માં પોતાને
નેજ શોધી રહીયો છું, હું ક્યાં છું અને કોણ છું, મારું અસ્તિત્વ શું છે, 

હું મારી જ ખોજ મા છું,   જે સમાજ મા પુરુષપ્રધાન કે સ્ત્રીપ્રધાન હોય તે કદી જીવનપ્રધાન ના હોય, જે સ્ત્રી મા માત્રુંત્વ, કરુણા, માત્રુભાવ ના હોય તે, સ્ત્રી ગમે તેટલી રૂપાળી હોય, પુરુષો માટે તે એક શ્રાપ સામાન જ હોય છે, છતાં તે ને તે નિભાવવા ની કોશિશ આજીવન કરતો રહે છે, સામે છેડે સ્ત્રી તે વાત ને નકારતી થઈ ગઈ છે, અત્યાર ની બદલાતી જીવનશેલી.

  એક શોષણ થઈ રહિ‌યું છે માનસિક કે આર્થિક પરંતુ તે ચૂપ છે, તેને ખબર છે આ સમાજ પુરુષ નું સાંભળવાનું નથી, પક્ષ તો સ્ત્રી નો જ લેવામાં આવશે, તેનું પૂરું જીવન પોતાના માટે નથી જીવતો છતાં તે ક્યાં છે, પુરુષો ની હળવી અક્રમક્તા પણ પ્રેમ જ છે તે વાત સમજાવવાંવી હવે આશ્કેય છે, તેવા પુરુષ ને નારાધમ જ ગણવામાં આવે છે, અને જો તે ચૂપ રહે તો બયલા મા ખપાવી દેવામાં આવે છે. 



❤️ ? બાળક