એક શરત મોતની

The Bet of Death…

( એક શરત મોતની)


મિત્રો, મારા દ્વારા લખાયેલ એક રિયલ હોરર સ્ટોરી…..The untold moments...ને મળેલ ભવ્ય સફળતા બાદ હું  મકવાણા રાહુલ.એચ આપ સૌ વાંચકો માટે આવી જ એક અંગે અંગના રૂંવાડા ઉભી કરી દે તેવી એક રિયલ હોરર સ્ટોરી …..મોતની શરત…...રજુ કરવા જઈ રહ્યો છું...આ સ્ટોરી રિયલ છે પરંતુ ગોપનીયતા જળવાય રહે તે હેતુથી અહીં પાત્રો અને સ્થળનાં નામ બદલાવેલ છે………..


સમય : સવારના 11 કલાકની આસપાસ.

સ્થળ : મેડિકલ કોલેજ કેન્ટીન

          મેડિકલના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા પાંચ મિત્રો રાજેશ, મેહુલ, ઉમેશ, રઘુવીરસિંહ અને કૌશલ આ પાંચેય મિત્રો, કેન્ટીનમાં એક ટેબલને ઘેરીને બેઠા છે, અને ચાની ચૂસકી લગાવે છે, આ પાંચેય મિત્રો વચ્ચે અગાવ એટલી બઘી મિત્રતા હતી નહિ, પરંતુ છેલ્લા એક વર્ષથી આ લોકો વચ્ચે ગાઢ મિત્રતા થઈ ગઈ હતી.

         આ પાંચેય મિત્રો વચ્ચે એટલી મિત્રતા હતી કે ભલે તે લોકોને ક્લિનિકલ પોસ્ટિંગ અલગ - અલગ વિભાગમાં આપવામાં આવ્યું હોય, તો પણ સવારે નાસ્તો, બપોરે અને સાંજે જમવાનું, ક્યાંક ફરવા જવાનું હોય કે પછી કોઈપણના બાર વગાડવા હોય, આ પાંચેય મિત્રો હરહંમેશ સાથે જ હોય.


****************************************************


        એકદિવસ રઘુવીરસિંહ અને કૌશલ બનેવને એકસાથે જ ક્લિનિકલ પોસ્ટિંગ માટે કેજ્યુલિટી કે ઇમરજન્સી વિભાગમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું.

       કેજ્યુલિટીમાં બધુજ કામ પોતાના રાબેતા મુજબ ચાલી રહ્યું હતું એવામાં કેજ્યુલિટીમાં રહેલ લેન્ડલાઈનનો ફોન એકાએક રણક્યો, કેજ્યુલિટીમાં હાજર ઓનડ્યુટી મેડીકલ ઓફિસર ડો. મકવાણાએ ફોન રિસીવ કાર્યો.

“ હેલો ! સાહેબ,” - ડૉ. મકવાણાને સામેની તરફથી ઘભરાયેલ અવાજ સાંભળવા મળ્યો.

“હા ! બોલ” - ડૉ. મકવાણાએ એકદમ શાંત અવાજમાં જવાબ આપ્યો.

“સાહેબ ! આ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગનો નંબર છે ને…?”

“હા ! વડીલ, આ સિવિલ હોસ્પિટલનો જ નંબર છે, તમારે કોનું કામ છે?”

“સાહેબ ! હું સિવિલ હોસ્પિટલથી 24 કિલોમીટર દૂર આવેલા હાઇવે પરથી બોલું છું.” - સામેની બાજુએથી ઘભરાયેલ અવાજમાં બોલ્યા.

“હા ! તો….આગળ બોલો શુ થયું છે ?”

“ સાહેબ ! અમારા ગામની નજીક એક સીટીરાઈડ બસ રોડ પરથી નીચે પડી ગઈ છે, જેમાં કુલ 12 માણસો હતા, જેમાંથી 8 વ્યક્તિના મોત ઘટના સ્થળ પર જ થઈ ગયા, અમે બાકી રહેલા 4 વ્યક્તિ એકદમ ગંભીર હાલતમાં છે, જેને વધુ સારવાર માટે ત્યાં સિવિલ હોસ્પિટલમાં લઈને આવીએ છીએ…...આ બાબતની જાણ કરવા માટે જ મેં ફોન કર્યો છે, જેથી કરીને તમે તમારી રીતે જરૂરી એવી પૂર્વતૈયારી કરી શકો,” - સામેની વ્યક્તિ એક જ શ્વાસમાં બધું બોલી ગઈ.

“ સરસ ! તમારો ખૂબ -ખૂબ આભાર, અમે ઇમરજન્સી માટેની પૂર્ણ તૈયારી કરી નાખીશું...પરતું તમે કોણ બોલો છો ?” - એક આશ્ચર્ય સાથે ડૉ. મકવાણાએ પેલા ફોન કરનાર વ્યક્તિને પૂછ્યું.

“ સાહેબ ! હું એ ગામનો સરપંચ વિઠ્ઠલભાઈ કાનાણી બોલું છું” - વિઠલભાઈ એ જવાબ આપ્યો.

“સારું ! તમે એ બધાને કોઈને કોઈ રીતે અહીં સિવિલ હોસ્પિટલમાં લઈને આવો, બાકી બધી સારવારની ચિતા અમારા પર છોડી દો, એમાં અમે અમારા બધાથી બનતા મહત્તમ પ્રયત્નો કરીશું.” - આટલું બોલી ડૉ. મકવાણાએ વિવિધ પ્રકારના વિભાગોને જણાવી બધાજ વિભાગના નિષ્ણાતોને ઇમરજન્સી સારવાર વિભાગમાં બોલાવી લીધા અને ઇમરજન્સી માટેની સંપૂર્ણ તૈયારી કરાવી.


***************************************************

   એકાદ કલાક બાદ તાબડતોબ એકપછી એક એમ વાહનો આવવા લાગ્યા અને બધા ઇજાગ્રસ્તોને ઈમરજન્સી વિભાગમાં સારવાર માટે લઇ આવ્યા, જે ચાર વ્યક્તિની હાલત ગંભીર હતી, એ બધાને હાજર રહેલ મેડિકલ ટીમે, મેડિકલ સારવાર આપવાનું શરૂ કર્યું, અમે બાકીના જે 8 વ્યક્તિઓ મૃત્યુ પામ્યાં હતા, એ લોકોને પોસ્ટમોર્ટમ માટે, સિવિલ હોસ્પિટલના પી.એમ રૂમમાં લઇ જવામાં આવ્યાં.

   બે - ત્રણ કલાકની ડોકટરો અને સમગ્ર મેડિકલ ટીમની અથાક મેહનત કરવા છતાંપણ તે ચારેય વ્યક્તિના નસીબમાં મૃત્યુ જ લખ્યું હોય એવું લાગી રહ્યું હતું, અથાક મેહનત કરવા છતાંપણ એ ચારેય માંથી એકપણ વ્યકિતનો જીવ બચી શક્યો નહિ.

   ત્યારબાદ આ ચારેય વ્યક્તિઓના મૃતદેહોને પણ અગાવ રાખેલા 8 મૃતદેહો સાથે જ પી.એમ રૂમમાં પોસ્ટમોર્ટમ કરાવવા માટે લઇ જવામાં આવ્યા હતાં.

   પી.એમ રૂમમાં પહેલી વાર એવો કિસ્સો બન્યો હતો કે એકસાથે આટલા બધા મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવેલ હોય, ત્યાર બાદ આ બધા લોકોનું મેડિકલ ઓથોરિટીએ આવતીકાલે સવારે પેનલ પી.એમ કરવાનો નિર્ણય લીધો, આ નિર્ણય લેવા પાછળનો બીજો એ પણ આશય હતો કે એકદિવસ રાહ જોવાથી કદાચ તેના કોઈ સગા મળી આવે.


************************************************

તે જ દિવસે

સાંજના 5 કલાકની આસપાસ

    પાંચેય મિત્રો મેડિકલ કોલેજની કેન્ટીનમાં ચા પીવા માટે એકઠા થયાં…..અને પોત - પોતાના વિભાગની વાતો કરતા હતા, એવામાં કૌશલ અને રઘુવીરસિંહએ આજે જે માસ ઇમરજન્સી આવી હતી તેની શરૂઆતથી માંડીને અંત સુધી પુરેપુરી ઘટના જણાવી.

   અચાનક આ બધા મિત્રો વચ્ચે વાત ચાલતી હતી એવામાં ઉમેશે આ બધાંને અધવચ્ચે અટકાવતા બોલ્યો………..મિત્રો આપણે એક કામ કરીએ...તો…..????

    બધાએ નવાઈ સાથે ઉમેશને એકસાથે જ પ્રશ્ન પૂછ્યો.

“ મીત્રો ! મારા મનમાં વિચાર આવ્યો કે આજે એક વસ્તુ ચેક થઈ જ જાય…….”

“શું ! વિચાર આવ્યો તારા મનમાં ? કંઇ વસ્તુ તારે ચેક કરવી છે ?” - મેહુલે ઉમેશને પૂછ્યું.

“ આજે આપણે ચેક કરીએ કે આપણા માંથી સૌથી વધુ હિમતવાળો કે બહાદૂર કોણ છે ?” - ઉમેશ ચારેય મિત્રોની આંખમાં આંખ મેળવીને બોલ્યો.

“ હા ! પણ ! તું બહાદુરી કેવી રીતે ચેક કરીશ ?” - રાજેશે પૂછ્યું.

“ જોવો ! જે પ્રમાણે કૌશલ અને રઘુવીરસિંહે વાત કરી તે પ્રમાણે હાલ પી.એમ રૂમમાં કુલ 12 મૃતદેહો પડેલા છે” - ઉમેશ થોડાક ભારે અવાજ સાથે, ડર પેદા કરે તેવા અવાજમાં બોલ્યો.

“ હા ! તો…..???” - રઘુવીરસિંહએ પૂછ્યું.

“બાપુ ! તો હું એટલુ જ કહેવા માગું છું કે આપણા ગ્રુપમાંથી જે વ્યક્તિ રાતના 3 કલાકે પી.એમ રૂમમાં એક લટાર મારી આવે તે બધાથી બહાદુર અને હિંમતવાન ગણાશે.”

    આટલું સાંભળતાની સાથે જ બધા મિત્રોના ધોળે દિવસે પરસેવો છુટ્ટી ગયા, બધાના મનમાં એક ડર છવાઈ ગયો, હજુ કદાચ બપોરના ત્રણ વાગ્યાની આસપાસનો સમય હોય તો સમજી શકાય પરંતુ આ શરત પ્રમાણે તો રાત્રિના 3 કલાકે જવાનું હતું, આથી બધા મિત્રો એકપછી એક એમ કરીને છટકવા લાગ્યા.

     એવામાં રઘુવીરસિંહ પોતાના હાથ ટેબલ પર પછાડીને ઉભો થયો અને એક ખુમારી સાથે બોલ્યો….

“ હું ! તૈયાર છું, આજે રાતે 3 વાગ્યે પી.એમ રૂમેં જવા માટે.” - બધા મિત્રોએ કહ્યું કે ભાઈ….બાપુ એકવાર વિચારી લે જો…?....પાકકુને ?.....”

“હા…..પાક્કું…..!” - રઘુવીરે કોઈની એકપણ વાત ન માની અને પોતાના નિર્ણય પર મક્કમ રહ્યો.


    ત્યારબાદ બધા મિત્રો પોત પોતાના વિભાગમાં ફરજ બજાવવા જતા રહ્યા, અને સાંજના 8 કલાકની આસપાસ બધાની ડ્યૂટી પૂરી થઈ અને બધા ઓ.પી.ડી બિલ્ડિંગ પાસે એકબીજાની રાહ જોવા લાગ્યા. ધીમે - ધીમે પાંચેય મિત્રો ભેગા થઈ ગયાં…..ત્યારબાદ તે બધા મેડીકલ બોયસ હોસ્ટેલની મેસમાં જમવા ગયાં, મેસમાં જમતી વખતે પણ બધા મિત્રોએ રઘુવીરસિંહનો નિર્ણય બદલ્યો નથીને એ ખાતરી કરવા માટે પૂછ્યું.


“બાપુ ! આજે રાતનું ફાઇનલ છે...ને…?” - બધા મિત્રોએ પૂછ્યું.

“ હા ! સો ટકા...ફાઇનલ….આજે રાતે ચેક થઈ જ જાય કે આપણા માંથી કોણ વધારે બહાદુર કે હિંમતવાન છે….હું આજે મારી જાતને બહાદુર કે હિંમતવાન સાબિત કરીને રહીશ…..” - રઘુવીર આ વાક્ય બોલ્યો ત્યારે એ પણ કદાચ નહીં જાણતો હશે કે આ શરત બાદ, તે પોતાની આખી લાઈફમાં ક્યારેય પણ શરત નહીં લગાવી શકે………


************************************************

સમય - રાતના 11: 30 વાગ્યાની આસપાસ

સ્થળ - મેડિકલ બોયસ હોસ્ટેલની સામે આવેલ વોલીબોલ   

         રમવાનું મેદાન


       પાંચેય મિત્રો મેદાનની પાળીએ બેઠા હતાં, સૌ કોઈ હવે રઘુવીરસિંહની હિંમત ચેક કરવા તૈયાર હતાં, અને મેહુલ ઇમરજન્સીમાં રહેલ તેના મિત્રને ફોન કરી એ પણ પૂછી લીધું કે વધારે કોઈ મૃતદેહ પી.એમ માટે મોકલવામાં આવેલ છે કે નહીં.

       ત્યારબાદ બધા મિત્રો ચા પીવા માટે કેન્ટીનમાં ગયા, બધા મિત્રો મેં જેમ તેમ કરીને રાતના ત્રણ વગાડવાના હતાં, અને સમય પણ આજે જાણે એકદમ ધીમે - ધીમે પસાર થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું….એક મિનિટ હાલમાં બધાને એક કલાક જેવી લાગી રહ્યું હતું.

       બધા મિત્રો આજના રાતના ત્રણ વાગે તેની આતુરતાવશ થઈને રાહ જોઈ રહ્યા હતાં, જેમાં કૌશલ, મેહુલ, રાજેશે અને ઉમેશે એકબીજાની સામે જોઈ એક સ્મિત છોડ્યું, જે થોડુંક અજુગતું લાગી રહ્યું હતું………

       ત્યારબાદ બધા જ મિત્રો રાત્રિના 2: 30 વાગ્યાની આસપાસ પી.એમ રૂમ પાસે પહોંચી ગયાં, પી.એમ રૂમનો સિક્યુરીટી ગાર્ડ કૌશલને ઓળખતો હતો, આથી કૌશલે તેને ચા લેવા માટે રૂપિયા આપ્યા, જે બહાને સિક્યુરિટી ગાર્ડને પી.એમ રૂમથી દૂર મોકલી શકાય…..

     પી.એમ રૂમથી થોડેક દૂર બધા મિત્રો ઉભા રહ્યા અને વાતો કરી રહ્યા હતા, જેમાં રાજેશે રઘુવીરસિંહને પૂછ્યું..

“ બાપૂ ! તમે પી.એમ રૂમમાં જાવ છો...એ વાત તો સાચી છે, તમારી હિંમત કે બહાદુરીમાં કોઈ શંકા નથી, પરંતુ અમને કેવી રીતે ખબર પડશે કે તું ખરેખર એ ડેડબોડી પાસે જઈને આવ્યો.”  - બધાએ એક અચરજ સાથે રાજેશની વાતમાં સુર પુરાવ્યો.

   આ દરમિયાન મહેશ ખારીસિંગ ખાય રહ્યો હતો, એમાંથી મહેશે 12 ખારીસિંગના દાણા કાઢી રઘુવીરસિંહને આપ્યા અને કહ્યું કે……

“ રઘુ ! જો તને ખ્યાલ જ છે કે પી.એમ રૂમમાં 12 ડેડ બોડી રાખેલા છે, માટે આ ખારીસિંગના 12 દાણા તું રાખ અને દરેક દેડબોડીના મોઢામાં એક- એક શીંગનો દાણો મુકજે, જેથી અમને ખબર પડે કે તું ખરેખર પી.એમ રૂમમાં રહેલ ડેડબોડી પાસે જઈને આવ્યો.

     રઘુવીરસિંહે હિંમત તો કરી લીધી હતી, પરંતુ તેનાં મનના કોઈ એક ખૂણામાં ક્યાંક ડર પોતાનું સ્થાન બનાવી રહ્યો હતો, આમપણ હિંમત તો તેના લોહીમાં જ હતી, કારણ કે દરબાર કુળનાં લોકોના રગે - રગ માં જુસ્સો, જોશ, ખુમારી, બહાદુરી, અને શૌર્ય આવેલ હોય છે જ તે.


      ત્યારબાદ રઘુવીરસિંહે હિંમત અને જુસ્સાભેર પી.એમ રૂપ તરફ પોતાના પગલાં ઉપાડ્યા.


***************************************************

સમય - રાતના 3 વાગ્યા

સ્થળ - પી.એમ રૂમ

   

     રઘુવીરસિંહ પી.એમ રૂમ તરફ ચાલવાનું શરૂ કર્યું, પી.એમ રૂમની બહાર વર્ષોથી એક જ જૂની ટ્યુબલાઈટ હતી, જે સતત લબક- ઝબક થઈ રહી હતી, બાકી પી.એમ રૂમની ચારેય બાજુએ એકદમ ગાઢ ઘનઘોર અંધારા સિવાય કંઈ દેખાતું હતું નહીં, વાતાવરણ એકદમ શાંત હતું, સમય જાણે એકાએક અટકી ગયો હોય તેવું લાગી રહ્યું હતું, વાતાવરણમાં એટલી નીરવ શાંતિ હતી કે પી.એમ રૂમની આસપાસ રહેલા કિટકોના ગણ- ગણવાનો અવાજ એકદમ સ્પષ્ટપણે સંભળાય રહ્યો હતો, પી.એમ રૂમ ફરતે બે - ત્રણ ગલીના અવાવરું કુતરાઓ આમતેમ દોડાદોડી કરી રહ્યા હતાં,અને જોર-જોરથી એકદમ રડી રહ્યા હતાં, આ બધું જો કોઈ સામાન્ય વ્યક્તિ આ સમયે જોવે કે અનુભવે તો તેનું હૃદય ધબકવાનું કામ બંધ કરી દે પરંતુ રઘુવીરસિંહ પોતે એકદમ હિંમતવાન હતો, આ બધું તેની હિંમતને ડગાવી ના શકી….અને હિમતપૂર્વક આગળ ચાલવાનું ચાલુ રાખ્યું.

     પી.એમ રૂમના દરવાજા એકદમ જુના જેવા અને ખખડધજ લાગી રહ્યા હતાં, જે હવાની અવર - જવરને લીધે ખખડી રહ્યા હતાં, જેમાંથી એક ડરામણો અવાજ આવી રહ્યો હતો, બારીઓ પણ હવાને લીધે ખોલ - બંધ થઈ રહી હતી.

    તેમ છતાં રઘુવીરસિંહ હિંમત હાર્યો નહિ, હાથમાં ખારીસિંગના 12 દાણા લઇ તે ડેેડબોડી પાસે ગયો, અને બધા મિત્રોએ રાખેલ શરત પ્રમાણે દરેક ડેડબોડીના મોઢામાં સિંગનો દાણો મુકવાનું શરૂ કર્યું…….


પહેલી ડેડબોડી પાસે જઈ તેના મોઢામાં એક સિંગનો દાણો મૂકી...રઘુવીરસિંહ આગળ વધ્યો, ત્યારબાદ બીજા ડેડબોડીના મોઢામાં બીજો દાણો મૂકી આગળ વધ્યો, ધીમે - ધીમે એ 11માં ડેડબોડી પાસે પહોંચ્યો, તેના મોઢામાં પણ સિંગનો દાણો મુક્યો, રઘુવીરસિંહ હાલ મનોમન ખૂબ જ ખુશ હતો કારણ કે તે જણાતો હતો કે હવે માત્ર એક જ ડેેડબોડી બચ્યું છે ….તેના મોઢામાં છેલ્લો સિંગનો દાણો મૂકે એટલે પોતે તેના મિત્રો સાથે રાખેલ શરત જીતી જશે અને પોતાના જાતને બહાદુર સાબિત કરી શકશે……..

    ત્યારબાદ 11માં દેડબોડીના મોઢામાં સિંગનો દાણો મૂકીને 12માં ડેડબોડી તરફ આગળ વધી રહ્યો હતો, અને જેવો રઘુવીરસિંહ 12માં દેડબોડીના મોઢામાં સિંગનો દાણો મુકવા જતો હતો…….ત્યાં જ એકાએક, અચાનક, 12માં ડેડબોડીની પાસે રાખેલ 13મુ ડેડબોડી પોતાનું માથું ઉંચુ કરીને બોલ્યું…..

“મને ! સિંગનો દાણો નહીં ખવડાવીશ…..??મારા માટે ખારીસિંગ લઈને નહીં આવ્યો…..?”


        આટલું સાંભળતાની સાથે જ અત્યાર સુધી રઘુવીરસિંહે જે હિંમત જાળવી રાખી હતી, તે એક જ ઝાટકે તૂટી ગઈ, કારણ કે રઘુવીરસિંહ એ બાબતની ખૂબ જ સારી રીતે ખબર હતી કે પી.એમ રૂમમાં કુલ 12 ડેડબોડી રાખેલ હતાં, અને પોતાની ડ્યૂટી ઇમરજન્સી વિભાગમાં હોવાથી પોતે આ બાબત ખૂબ જ સારી રીતે જાણતો હતો.

      આમ આચાનક 13મુ  ડેડબોડી બેઠું થઈને પોતાની સાથે વાત કરી… અને સિંગનો દાણો માગ્યો, આ અવાજ સાંભળી રઘુવીરસિંહ એકદમ ગભરાય ગયો, પોતે પરસેવે રેબઝેબ થઈ ગયો, પોતાના હૃદયના ધબકારા અને શ્વાસોશ્વાસ એકદમથી વધવા લાગ્યા અને રઘુવીરસિંહને એકદમ ગભરામણ થવા લાગ્યું, પોતાને શરત જીતવાનો જે આનંદ હતો તે ક્યાંક ખોવાઈ ગયો, પોતે જોરથી એક ચીસ પાડવા માટેનો પ્રયત્ન કર્યા, પરંતુ તેના મોઢા માંથી ડરને લીધે અવાજ નીકળ્યો નહીં……………અને કદાચ રઘુવીરસિંહનો અવાજ તેના મિત્રોને ક્યારે પણ હવે પાછો સાંભળવા નહિ મળશે…....કારણ જેવું 13મુ ડેડબોડી બેઠું થયું એ સાથે રઘુવીરસિંહનું નાનું કોમળ હૃદય હંમેશા માટે કે કાયમીક માટે ધબકવાનું બંધ કરી દીધું અને એકદમ તીવ્ર આઘાતને આઘાતને લીધે રઘુવીરસિંહનું પી.એમ રૂમમાં જ મૃત્યુ થઈ ગયું……..


***************************************************

       રઘુવીરસિંહને આઘાત એટલે લાગ્યો કે એ જણાતો હતો કે પી.એમ રૂમમાં કુલ 12 ડેડબોડી હતાં, ત્યારબાદ એકપણ ડેડબોડી પી.એમ રૂમમાં લાવવામાં આવેલ હતું નહીં…….પરંતુ જ્યારે રઘુવીરસિંહએ 13મુ ડેડબોડી જોયું ત્યારે તેને એવું લાગ્યું કે ….આ કેવી રીતે શકય બને…??? અચાનક એક ડેડબોડી કેવી રીતે વધી જાય….? અને ડેડબોડીએ પોતાની સાથે વાતો પણ કરી….અને શીંગનો દાણો પર માંગ્યો….અને એકદમ ગભરામણને લીધે રઘુવીરસિંહે પોતાનો જીવ ગુમાવ્યું.

      હકીકતમાં રઘુવીરસિંહ સાચો જ હતો કે ડેડબોડી 12 હોવા જોઈએ, 13 ડેડબોડી કેવી રીતે શક્ય બને… પરંતુ 13 ડેડબોડી બીજું કોઈ નહીં પરંતુ પોતાના ખાસ મિત્રો માનો એક મિત્ર ઉમેશ જ હતો.

      જ્યારે એ બધા મિત્રો 12 વાગ્યાની આસપાસ કેન્ટીને ચા પી રહ્યા હતા, ત્યારે રઘુવીરસિંહ સિવાયના તમામ મિત્રો એ એકબીજાની આંખોમાં આંખો પરોવી અને એક હળવું સ્મિત આપ્યું હતું…...એનું કારણ એ હતું કે આ ચારેય મિત્રોએ ભેગા મળીને રઘુવીરસિંહને ડરાવવા માટેનો પ્લાન ઘડ્યો હતો, જેમા ઉમેશને અગાવથી જ ડેડબોડી જેવો મેકઅપ કરીને પી.એમ રૂમમાં સુવડાવી દેવામાં આવ્યો હતો,

સિક્યુરિટી ગાર્ડને પણ એકાદ કલાક માટે હોસ્પિટલમાં રાઉન્ડ મારવા મોકલી દીધો હતો.

      રઘુવીરસિંહની હિંમત કે બહાદુરીમાં કોઈ બેમત નથી, અને પોતે શરત જીતીને પણ આવી ગયો હોત, પરંતુ પોતાને આખી વાસ્તવિકતાનો ખ્યાલ અને ડેડબોડીની સંખ્યા ખબર હતી, જેમાં એક ડેડબોડી વધવાની સાથે રઘુવીરસિંહની હિંમત ઘટવા લાગી, એમાં પણ જયારે ડેડબોડીએ માથું ઊંચું કરીને વાતો કરી ત્યારે તો રઘુવીરસિંહની બધી જ હિંમત તૂટી ગઈ હતી, અને એકદમ ડરી અને ગભરાય ગયો, વધુ પડતા આઘાતને લીધે પોતાનો જીવ ગુમાવ્યો, પરંતુ જો ડેડબોડીની સંખ્યા 12 હોત, તો ક્યારેય રઘુવીરસિંહે જીવ ગુમાવ્યો ન હોત.


***************************************************

   ત્યારબાદ રઘુવીરસિંહના ચારેય મિત્રો કૌશલ, મહેશ.ઉમેશ અને રાજેશને, આવું કૃત્ય કરવા બદલ, 6 મહિના માટે જેલની સજા કરવામાં આવી અને પોતાના મેડિકલ કાઉન્સિલ દ્વારા તે ચારેયને હમેંશાને માટે ટર્મિનેટ કરવામાં આવ્યા….જેઓ કચારેય પણ હવે પોતાનું એમ.બી.બી.એસ હવે પૂરું કરી શકશે નહિ.


      મિત્રો આપણા માંથી દરેક વ્યક્તિ સ્કુલલાઈફ કે કોલેજલાઈફ માંથી પસાર થયેલ જ હોય છે, આ સમયને જીવનનો અમૂલ્ય કે ગોલ્ડન સમય ગણવામાં આવે છે, કારણ કે આ લાઈફ દરમિયાન વિતાવેલ હરેક પળ ખૂબ જ મહત્વની હોય છે, જે લાઈફમાં ક્યારેય પાછી આવવાની નથી, એમાં પણ સારા મિત્રો, જે આ લાઈફના સ્ટાર ગણી શકાય….અને મિત્રો વચ્ચે લાગતી શરતો…..પણ શું આ પાંચેય મિત્રોએ લગાવેલ શરત કેટલા અંશે યોગ્ય ગણી શકાય ? શું શરત થી કોઈનો જીવ જાય એ જ મોટી શરત ગણી શકાય ? શુ કોર્ટે અને મેડિકલ કાઉન્સીલે આ લોકો માટે જે સજા કરી તે યથા યોગ્ય છે?.....તમારા જવાબ અને મંતવ્યો નીચે કોમેન્ટમાં જણાવી શકો છો.


સાહિત્યની દુનિયાનું નાનું ફૂલ

મકવાણા રાહુલ. એચ


***

Rate & Review

Verified icon

Ina Shah 3 months ago

Verified icon

nimisha zala 3 months ago

Verified icon

Amruta 4 months ago

Verified icon

Devangi Vasava 5 months ago

Verified icon

Vaishali Kher 6 months ago