પ્રેત સાથે ઈશ્ક - ભાગ-૧૦

અરે! રાજ યાર આ શેની દુર્ગંધ આવે છે! બંધ નસકોરે ગુંગળાતા ગુંગળાતા જ આશીષ બોલ્યો.

હા..યાર બહુ જ ખરાબ ગંધ છે કોઈ મરેલાંની ગંધ આવતી હોય એવું લાગે છે!

આશીષ અને રાજ બંને એ દુર્ગંધની દિશામાં આગળ વધે છે. પરંતુ એ દિશામાં આગળ મોટો પથ્થર જ હતો તેના સીવાય બીજું કંઈ જ ન હતું. બંને વીચારમાં પડી જાય છે કે અહીં તો કંઈ પણ નથી. પરંતુ દુર્ગંધ તો અહીંયા ક્યાંક થી જ આવે છે.

મને તો લાગે છે કે દુર્ગંધ પેલા પથ્થરની આજુબાજુ માંથી જ આવે છે.........રાજે કહ્યું.

હા મને પણ એવું જ લાગે છે.....આપણે ત્યાં જઇને જોઈએ...આશીષે કહ્યૂં.

આશીષ અને રાજ પથ્થર પાસે જઈ પથ્થરને હટાવે છે. પથ્થરની નીચે રહેલી માટી ખુબ જ પોલી હતી. લગભગ એક કબર ખોદાઈ એટલી જગ્યામાં રહેલી માટી એકદમ નરમ હતી. તે બંને ધીમે ધીમે માટીને દુર કરવા લાગે છે. આખરે બધી માટી દુર થઈ તો અંદર એક સફેદ કફન હતુ. જે કોઈનાં પર વીંટળાયેલું હતું. આશીષ અને રાજ બંને કફન જોઈને ચોંકી જાય છે.

અહીંયા તો કોઈકની બોડી હોય એવૂં લાગે છે..ચાલ રાજ આપણે અહીંથી નીકળ્યે......આશીષે કહ્યું.

અરે યાર! ઉભો રહે એક મીનીટ. કફન દુર તો કરવા દે! જોઈએ તો ખરાં કે અંદર શું છે!......રાજે કહ્યૂં.

ના યાર મને બહુ જ ડર લાગે છે.....આશીષે કહ્યું.

અરે એમાં ડરવાનું શું? તું તારી આંખો બંધ કરી દે.

આશીષ પોતાની આંખ આડે હાથ રાખી દે છે અને રાજ ધીમે ધીમે કફન દુર કરે છે. કફન દુર થતાંની સાથે જ રાજની આંખો ફાટી જાય છે અને તેનાં મુખ માંથી એક મોટી ચીસ નીકળી જાય છે. રાજના ધબકારાંએ તેજ ગતી પકડી લીધી હતી. એક પછી એક વધતાં જતાં ધબકારાં અને સાથે-સાથે તેનો હાંફતો જતો શ્ર્વાસ નીર્દેશ કરી રહ્યો હતો કે તેણે કંઇક ભયંકર વસ્તુ જોઈ લીધી હશે!

રાજની નજર સમક્ષ એક છોકરીની લાશ હતી. જેનો ચહેરો તદન છુંદાયેલો હતો. ચહેરો છુંદાય જવાને કારણે આ વ્યક્તિ કોણ છે તેના વીશે કંઈપણ ખબર પડી શકે તેમ ન હતી.

એય...આશીષ આ જો.....રાજે કહ્યૂં.

આશીષ ધીમે ધીમે આંખ આડેથી હથેળીઓ દુર કરે છે. એ લાશનો ચહેરો છુંદાય જવાને કારણે તે તદન ડરામણો હતો જેણે આશીષને પણ અંદરથી હલાવી મુક્યો.

આશીષ હવે શૂં કરીશું...?

એ બધું તું વીચાર મેં તો પહેલાં જ કફન ખોલવાની ના પાડી હતી. તું ડાયો થવાં ગયો હતો.....આશીષે કહ્યૂં.

અરે યાર પણ મને થોડી ખબર હતી કે અંદર લાશ હશે! અને એ પણ કાળજાં કંપાવી દે તેવી!.એક કામ કરીએ આ લાશને જેમ હતી એમ જ પાછી દાટી દઈએ. અને જલ્દીથી અહીંથી નીકળી જઇએ.

ના..આ લાશને પાછી દાટી દેવાં કરતાં આ વાત ઇન્સ્પેક્ટર રણવીર સીંહને બતાવી દઇએ તો વધારે સારું રહેશે.....આશીષે કહ્લૂં.

આશીષે રણવીર સીંહને ફોન કરીને આખી ઘટનાની જાણ કરી અને રણવીર સીંહે આ વાત કોલેજમાં કોઈને પણ ખબર ના પડવા દેવી એમ કહી ફોન મુકી દે છે.

આશીષ અને રાજે હજુ સીધી એ લાશને હાથ અડકાવ્યો ન હતો. તે બંને લાશની બાજુમાં ઉલ્ટાં ફરીને ઉભાં હતાં અને બંમેની આંગળીઓ નાક પર જ હતી. ત્યાં જ થોડી વારમાં રણવીર સીંહ અને ગોટલેકર આવી પહોંચે છે. તે બંને પણ લાશથી દુર હતાં ત્યાં જ તેમને દુર્ગંધ આવવાં લાગી હતી. જેથી તે બંને એ મોં પર માસ્ક પહેરી લીધું હતું. આશીષ અને રાજને ત્યાંથી થોડે દુર ઉભાં રહેવા જણાવે છે એટલે આશીષ અને રાજ બંને ત્યાંથી દુર ચાલ્યાં જાય છે.

ઈન્સ્પેક્ટર રણવીર સીંહ અને ગોટલેકર કોલેજમાં આવ્યા છે એ વાતની જાણ આશીષ અને રાજ સીવાય બીજા કોઈને ખબર ન હતી.

ગોટલેકર! આ લાશને બે-ત્રણ દિવસ પહેલાં જ કબરમાં દાટવામાં આવી હોય તેવું લાગે છે. કારણ કે બહુ જાજા સમય સુધી જો લાશ કબરમાં રહે તો તેનાં હાડકાં સિવાય બીજું કંઇજ ના મળે. પરંતુ આના તો દરેક અંગ ઠીકઠાક છે માત્ર તેનો ચહેરૌ જ ઓળખી ના શકાય તેવો છે આખાં ચહેરાને છરીના ઘા થી છુંદી નાખવામાં આવ્યો છે. કેવાં નરાધમો હશે કે ચહેરો પણ ના છોડ્યો! આ ચહેરો કોનો છે તે જાણવું ખુબ જ મુશ્કેલ બની જશે......રણવીર સીંહે કહ્યું.

હા સર. પરંતુ જો આ લાશનો આપણે ચહેરો બનાવરાવીયે તો ચોક્કસ આ વ્યક્તિ કોણ છે! તેની જાવ થઈ શકે......ગોટલેકરે કહ્યું.

ઠીક છે....લાશને ફોરેન્સીક લેબ લઈ જાઓ.

ગોટલેકર લાશને ફોરેન્સિક લેબ લઈ જવાની તૈયારી કરે છે અને રણવીર સીંહ લાશને જે કબરમાં દાટવામાં આવી હતી ત્યાં તપાસ ચાલુ કરે છે કદાચ કોઈ સબુત મળી જાય. કબર માત્ર એક મોટો અને ઉંડો ખાડો ખોદીને બનાવવામાં આવી હતી. જેમાં દરેક બાજુએ માટી સીવાય બીજુ કંઈ ન મળે.

કબરમાં તપાસ કરતાં કરતાં રણવીર સીંહની નજર કબરનાં એક ખુણામાં માટીના ઢગલામાંથી બહાર દેખાય આવતી ઘડિયાળના એક પટ્ટા પર પડે છે. રણવીર સીંહ તે ઘડિયાળ હાથમાં લઈને જોવે છે તો ઘડિયાળની ધરી તુટી ગઈ હતી. જેથી રણવીર સીંહને અંદાજ આવી ગયો કે ધરી તીટી જવાને કારવે આ ઘડીયાળ કબરમાં પડી ગઇ હશે. ઘડીયાળ રોલેક્સ કંપનીની હતી અને ઘડીયાળના પટ્ટા પર લોહીના આછાં ડાઘ પણ હતાં. જે માટીમાં દબાઈ જવાને કારણે ઘસાઈને આછાં પડી ગયાં હતાં.

ઘડીયાળ પર હજુ સુધી લોહીના આછાં ડાઘ છે જેનાંથી ખબર પડી જશે આ લોહીના ડાઘ કબર માંથી મળેલી લાશના છે કે પછી એ ખુની દરીંદાના જેણે એક છોકરીની બેરહેમીથી હત્યા કરી છે......આમ મનોમન રણવીર સીંહ વીચાર કરે છે.

             Loading.......

કબર માંથી મળેલી લાશ કોની હશે.....?

લાશનો હત્યારો કોણ હશે.....?

ઘડીયાળ પર મળેલા લોહીના ડાઘ લાશના જ છે કે પછી ખુની નાં ?

તમે મારી પ્રથમ શોર્ટ સ્ટોરી "ખામોશી" પણ માતૃભારતી પર વાંચી શકો છો.

***

Rate & Review

Sapna 3 months ago

Vijay Kanzariya 4 months ago

Ajaysinh Chauhan 5 months ago

Anita 5 months ago

Nikita 5 months ago