કાલે તો પુછી જ લઈશ.. - 9

વિવેકે પોતાના બેગમાં જરૂરી વસ્તુઓ મુકીને ભક્તિ સર્કલ તરફ રવાના થાય છે.

લગભગ ૭:૪૭ એ વિવેક ભક્તિ સર્કલે પહોંચી ગયો. હજુ વંદના આવી નહોતી એટલે વિવેકે કોલ કરવાનું વિચાર્યું. ખિસ્સામાં હાથ નાખ્યો ત્યાં વંદના નો અવાજ સંભળાયો "ટાઈમ નો પાક્કો છે હો પોણા આઠે પહોંચી ગયો".

વિવેકે પાછળ જોયું તો વંદના હતી.

ધીમા વહેતા ઠંડા પવનની લહેરખીઓ તેના ખુલ્લા વાળ ને વધુ ખુબસુરત બનાવવાનો પ્રયાસ કરી રહી હતી. હોંઠો પર આછી લાલી અને ચહેરા પરનો આછો મેકઅપ તેની સુંદરતા મા સુર પુરાવતા હતા. તેના લાંબા અને શ્વેત ગળામાં કીમતી લોકેટ લટકતું હતું. બ્લેક ટી-શર્ટ અને બ્લુ જીન્સ માં એ દિપીકા પાદુકોણ થી જરા પણ કમ નહોતી લાગતી.

ઓહ્ થેન્ક્યુ. ધીમા સ્વરે વિવેકે કહ્યું.

ઓ..હો નાઈસ લુક હો બહું મસ્ત લાગે છે આ જેકેટ તને. વિવેકે પહેરેલા બ્લેક જેકેટ ના વખાણ કરતાં વંદના એ કહ્યું.

ઓહ્ થેન્ક્યુ. અને તું ખુબ સુંદર લાગે છે. વિવેકે ઉત્તર વાળ્યો.

થેન્ક્યુ થેન્ક્યુ વંદના એ કહ્યું.

વાર્તાલાપ ચાલુ જ હતો ત્યાં પાછળ થી હોર્ન નો અવાજ સંભળાયો.

બંન્ને એ પાછળ જોયું તો વ્હાઇટ હોન્ડા સિટી કાર તેમની નજીક આવીને ઊભી રહી. હા એ કાર મોનાલી ની જ હતી. કાચ ખુલ્યા અને માથે ચઢાવેલ કાળા ચશ્માવાળી મોનાલી એ વિવેક અને વંદના ને કારમાં બેસવાનું કહ્યું.

વંદના તેની બાજુની સીટમાં બેસવા જ જતી હતી ત્યાં મોનાલી એ તેને રોકી અને વિવેકને આગળ બેસવાનું કહ્યું.

વંદના સમજી ગઇ કે હવે તો વિવેકની જ ક્લાસ લાગવાની છે પિકનિક પુરી થાય ત્યાં સુધી.

વિવેક મોનાલી ની બાજુમાં અને વંદના પાછળ ની સીટમાં ગોઠવાઈ.

ધીમે ધીમે કાર આગળ વધી આગળ ના એક સ્ટોપ પર એકતા ને ડ્રોપ કરવાની હતી એટલે મોનાલીએ ચાલુ ડ્રાઇવિંગે એકતા ને કોલ કર્યો અને ઝડપથી સ્ટોપ પર આવી જવાનું કહ્યું.

બસ પાંચ મિનિટ માં પેલું સ્ટોપ આવી ગયું અને એકતા ને પીકઅપ કરીને ગાડી હાઈવે તરફ રવાના થઈ.

ચોમાસાની ઋતુ હતી એટલે આકાશ માં થોડા કાળા વાદળો પણ છવાયેલા હતા. ધીમી ધારે વરસાદ પણ પડવાની શક્યતા ઓ દેખાતી હતી. રિસોર્ટ પહોંચવામાં બવ વાર નહોતી એટલે એકતા એ કવિતા ને કોલ કર્યો અને ક્યાં પહોંચ્યા એમ પુછ્યું.
કવિતા ને એ પણ પહોંચવામાં જ હતા. ધીમે ધીમે કાર આગળ વધી ને બસ પહોંચી ગયા રજની રિસોર્ટ.

બધાં ગાડીમાંથી નીચે ઉતર્યા. આમ તો બીજા બધા માટે આ રિસોર્ટ બહું જાણીતું હતું. વિવેક માટે આ એક નવું પેલેસ હતું.

શીટીથી સહેજ દુર આવેલ આ રિસોર્ટ સ્પેશિયલ રજાના દિવસોમાં સહેલાણીઓ માટે નું એક હેપ્પી હોમ જેવું હતું. રજાના દિવસોમાં નેચર પ્રેમી લોકો અહીં આવતા અને નજીક ના કુદરતી નજારાને મનભરીને માણતા.

વિવેકે રિસોર્ટ તરફ નજર કરી તો બે માળનું એ આલીસાન બિલ્ડિંગ અને વિશાળ જગ્યામાં ફેલાયેલું એનું ગ્રાઉન્ડ.

મોનાલી એ ગાડીને પાર્કિંગ માં પાર્ક કરી અને ત્યારબાદ બધા હોટેલના કોઉન્ટરે પહોંચ્યા.

હાઈ આઈ એમ મોનાલી એન્ડ અમે અહીં શનિ રવિ બે દિવસ માટે બે રુમ બુક કરેલ છે.

એક મીનીટ મેમ હું ચેક કરીને કહું.

આખી ફ્રેમના ચશ્મા અને બ્લેક શુટ પહેરેલ એ રિસેપ્શનીસ્ટે પોતાના મધુર અવાજ સાથે કહ્યું અને પોતાની નાજુક આંગળીઓ ને બાજુમાં રહેલ કમ્પ્યુટર ના કી બોર્ડ પર ફેરવી.

હા મેમ તમે બે રુમ અહીં બુક કરેલ છે. તમારો રુમ નં.104 અને 105 છે.
આ રહી બંને રુમની ચાવી અને અહીંથી દાદર ચડશો એટલે ડાબી સાઈડ જ છે એ રુમ.

ઓકે થેન્ક્યુ કહી મોનાલીએ બંને ચાવી પોતાના હાથમાં લીધી અને પછી બધા ઉપરની તરફ રવાના થયા.

રુમ નં 104 અને 105 આવી ગયા. મોનાલીએ રુમ નં.104 ની ચાવી વંદના ને આપી રુમ ખોલવા માટે.
ત્યાર બાદ 105 ની ચાવી લઈ આગળ રુમ નં. 105 તરફ એ અને એકતા રવાના થયા.
વિવેક 104 પાસે વંદના સાથે હતો.

વંદના એ રુમનુ તાળું ખોલ્યું અને સીન્ગલ બારણાં વાળા એ દરવાજાને ધક્કો મારી ને એ અને વિવેક અંદર પ્રવેશ્યા.

વિવેકે પોતાનું બેગ બાજુ પર રહેલા બેડ પર મુક્યું અને પછી સ્વિચબોર્ડ પરની સ્વિચ દબાવી ટ્યુબ લાઈટ ચાલુ કરી.
ઉપર ટ્યુબ લાઈટ તરફ નજર કરી ટ્યુબ લાઈટ ચાલુ થઈ પણ એકાએક તેનું ધ્યાન માળી પરથી સરકી રહેલ એ નકામા લોખંડના ટેબલ ફેન પર ગયું.

એ લોખંડનો ટેબલ ફેન એક દમ વંદના ની ઉપર જ સરકી રહ્યો હતો. વિવેકે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર વંદનાના હાથને પોતાની તરફ ખેંચ્યો.

એકદમના ધક્કા થી વિવેક નો પગ બેડ સાથે અથડાતાં સીધો બેડ પર પડ્યો અને સાથે વંદના પણ કંટ્રોલ ગુમાવતા વિવેક પર પડી અને આ બાજુ જોરથી પેલો ટેબલ ફેન નીચે પટકાયો.

ઘડીક તો બંને ની આંખો જ બંધ થઈ ગઈ અને આ જોરદાર અવાજથી બાજુના રૂમમાંથી એકતા અને મોનાલી પણ દોડી આવ્યા.

આંખો સીન કોઈ બોલીવુડ ફીલ્મ જેવો લાગતો હતો અને વિવેક અને વંદના એ ફીલ્મના હીરો હીરોઇન જેવા લાગતા હતા.

ઘડીક તો આ સીન જોઈને મોનાલી અને એકતા ને તો હસવું આવી ગયું.

વંદના ઉભી થઇ અને વિવેકને પણ ઊભો કર્યો.
હસવું કેમ આવે છે તમને હે...આ તો વિવેકે એકદમ ખેંચી લીધી મને નહીં તો અત્યારે 108 બોલાવી પડેત હાસકારાના સ્વર સાથે વંદના એ કહ્યું.

ઓહ હો લાગે છે હવે કવિતાની જેમ આપણી વંદના ને પણ જોડીદાર મળી ગયો મોનાલી એ પોતાના અંદાજમાં કહ્યું.
હા હો અને આમ પણ સારું કોમ્બિનેશન બનશે V-V કોમ્બિનેશન. વિવેક વિથ વંદના વન ઓફ ધી બેસ્ટ કોમ્બિનેશન ઈન અવર ગ્રુપ. એહહ્...કહી એકતા એ પોતાનો હાથ મોનાલી તરફ લંબાવ્યો અને મોનાલી એ જોરદાર તાલી મારી અને પછી બંને હસી પડ્યા.

જો પાછી તમે બંને ચાલુ થઈ ગઈ. એણે બીચારા એ ખાલી મારી હેલ્પ કરી છે તમે કંઈક જુદું જ પકડી લ્યો છો વંદના એ કહ્યું.

કાંઈ જુદું નથી હો અને આમ પણ તું મારી સાથે બહું મોટો દગો કરી ગઈ મોનાલી એ કહ્યું.

ઓહ્ ક્યો દગો હે..??
 વંદના એ આશ્ચર્ય ના ભાવ સાથે પુછ્યું.

વિવેકને તું છીનવી ગઈ મારી પાસેથી એ મજાકના સ્વરમાં મોનાલી એ કહ્યું.

ના હો અમે જસ્ટ ફ્રેન્ડ્સ જ છીએ  કેમ વિવેક!! વંદના એ કહ્યું.

હા હો અમે ખાલી ફ્રેન્ડ્સ જ છીએ એનાથી વધારે કાંઈ નહીં વંદના ના સુર માં સુર પુરાવતા વિવેકે કહ્યું.

અમે તો જસ્ટ મજાક કરીએ છીએ બાકી વિવેકને તો હું જ પટાવીશ અને એટલો સ્માર્ટ બનાવી દઈશ કે તમને બધાને જેલશી ફીલ થશે ફરી એક વખત મજાકના મુડમાં મોનાલી એ કહ્યું.

હા હો ભલે અમને કોઈ પ્રોબ્લેમ નથી વંદના એ ધીમા અંદાજમાં કહ્યું.

તો શું થશે હવે આગળ..??

આ નાનકડો એક્સિડન્ટ શું વિવેક અને વંદના ના જીવનમાં કોઈ મોટું પરિવર્તન લાવશે?

અને હવે તો એક જ પ્રકરણ બાકી છે તો શું શું બની જશે હવે ના પ્રકરણ માં..??

આ બધા જ સવાલો વાચકો ના માઈન્ડ માં ઉદ્ ભવતા હશે તો હવે નું છેલ્લું પ્રકરણ અવશ્ય વાંચજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો વાંચવા માટે.

                                  (ક્રમશઃ)
મિત્રો જો તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે અચુક શેર કરજો જેથી મને આનાથી પણ વધુ સારું લખવાની પ્રેરણા મળે.
અને તમારા નિષ્પક્ષ પ્રતિભાવ પણ અવશ્ય આપજો.
                        આભાર.

***

Rate & Review

Verified icon

Bhoomi Yadav 5 months ago

Verified icon

rutvik zazadiya 8 months ago

Verified icon

Yashraj Sinh 9 months ago

Verified icon

kinjal dabhi 9 months ago

Verified icon