સંભવામિ યુગે યુગે ભાગ ૮

         પ્રોફેસર ના શબ્દો એ સોમ ની આંખો ખોલી દીધી. તે વિચારવા લાગ્યો કે શું તેને આ શહેરને પ્રેમ કર્યો છે ? તે ફકત પોતાની જીજીવિષા પાછળ દોડતો હતો તે એક ગુપ્તસ્થળ શોધી રહ્યો હતો તે એક પુસ્તક શોધી રહ્યો હતો પણ એક અજાણી વ્યક્તિ તરીકે. તે જીવતો હતો પણ જીવન ને પ્રેમ કરતો નહોતો, ફક્ત આંધળી દોટ મૂકી હતી અને તેનું કારણ પણ જાણતો ન હતો . તેને ફક્ત ભજન અને સંગીત પ્રત્યેજ પ્રેમ હતો અને તેનું કારણ પણ જાણતો ન હતો .   પાયલ ને ચાહતો હોવા છતાં તે તેનાથી દૂર રહેતો હતો. તેણે નક્કી કર્યું કે હવે તે મન ભરીને જીવશે, જીવન નો આનંદ લેશે. પુસ્તક અને ગુપ્ત દરવાજો મળવો  હોય ત્યારે મળે આમ નિરાશા માં જીવન જીવવાનો કોઈ અર્થ નથી .

    બીજા દિવસે સવારે તે તૈયાર થઈને કોલેજમાં આવ્યો અને આવતા સાથેજ પાયલ પાસે આવ્યો અને પૂછ્યું બે દિવસ પહેલા હું ક્લાસ માં નહોતો આવ્યો તો તમારી  નોટ્સ મને આપશો ? પાયલ બે ઘડી ડઘાઈને તેની તરફ જોવા લાગી . સોમે પોતાનો પ્રશ્ન દોહતરાવ્યો ત્યારે તે બોલી હા આ લોને એમ કહીને પોતાની નોટબૂક તેની સામે ધરી દીધી ત્યારે સોમ બોલ્યો અત્યારે તો એની જરૂર તમને પણ પડશે તો હું કોલેજ છૂટે પછી તમારી પાસેથી લઈશ . પાયલ કઈ બોલી ન શકી તે ફક્ત સોમ ને જોઈ રહી હતી . સોમ ના ગયા પછી તેની પાસે બેસેલી મીરા એ ચૂંટલી કહાની ત્યારે હોશ આવ્યા . મીરા એ મજાક ના સુર માં કહ્યું આજે તો કૂવો તરસ્યા પાસે આવ્યો હતો ને કાંઈ. પાયલ ને વિશ્વાસ નહોતો કે સંગીતસોમે સામે ચાલીને તેની સાથે વાત કરી હતી . પાછલું આખું વરસ તેણે સંગીતસોમ ને આકર્ષવાના પ્રયત્ન માં વિતાવ્યું હતું પણ તેણે કોઈ દિવસ તેની સાથે વાત કરી નહોતી અને આજે અચાનક સોમે સામેથી તેની સાથે વાત કરી તેથી તે સાતમા આસમાન માં વિહરવા લાગી . લેક્ચરર ના ક્લાસ માં આવવાથી પણ તેના વિચારોમાં વિક્ષેપ ન પડ્યો તે સામે જોઈ રહી હતી પણ તેનું મન કોલેજ છૂટવાની રાહ જોઈ રહ્યું હતું . વચ્ચે બે ત્રણ વાર સોમ સામે જોયું પણ સોમ નું ધ્યાન ફક્ત લેક્ચરર તરફ હતું . કોલેજ છૂટ્યા પછી સોમ પાયલ ની પાસે ગયો અને નોટબૂક માંગી અને પાયલે તે અજાણતામાં તેની તરફ ધરી દીધી અને તે લીધા પછી સોમે સ્મિત કર્યું અને થૅન્ક યુ કહીને ત્યાંથી નીકળી ગયો .પાયલને આખી રાત ઊંઘ ના આવી તે આંખો બંદ કરતાની સાથે સોમ નું સોહામણું સ્મિત આવી જતું અને તેની ઊંઘ ઉડી જતી .

           બીજે દિવસે સવારે સોમ તેની પાસે આવ્યો અને થૅન્ક યુ કહીને તેની નોટબૂક પછી આપી અને કહ્યું તમારી હેન્ડ રાઇટિંગ ખુબ સરસ છે અને તમારી નોટ્સ ખુબ જ પોઇન્ટ તો પોઇન્ટ છે . પાયલે ફક્ત સ્મિત કર્યું તે હાજી આઘાતમાંથી બહાર નહોતી આવી . સોમે કહ્યું કે વચ્ચે એક ફરી પિરિયડ છે તો આપ કેન્ટીન માં મારી સાથે કોફી પીવા આવશો . પાયલે કહ્યું કે ના હું કેન્ટીન માં નહિ આવું . સોમે કહ્યું આ તો તમારો આભાર માનવા  માટે કહ્યું કોઈ વાંધો નહિ . ત્યારે પાયલે કહ્યું મેં ફક્ત કેન્ટીન માં આવવાની ના પડી તમારી સાથે કોફી પીવાની ના નથી પાડી. આપણી કોલેજ કેન્ટીન ની કોફીનો સ્વાદ મને નથી ગમતો. સોમે હસીને કહ્યું અચ્છા કોઈ વાંધો નહિ કોલેજ પુરી થયા પછી તમે કહો ત્યાં કોફી પીવા જઈશું .કોલેજ છૂટ્યા પછી પાયલ અને સોમ પાયલ ની ગાડી માં બેસીને કોલેજ ના ગેટમાંથી બહાર નીકળ્યા ત્યારે ઉપર ગેલેરીમાં આ દ્રશ્ય જોઈ રહેલા પ્રોફેસરના ચેહરા પર સ્મિત આવી ગયું અને તે મનોમન બબડ્યા કે તીર નિશાન પર લાગ્યું છે,

***

Rate & Review

Pratibha Shah 5 months ago

Bijal Bhai Bharvad 5 months ago

Khyati Rupapara 5 months ago

Raju Parmar 5 months ago

Alpeshbhai Ghevariya 5 months ago