સંભવામિ યુગે યુગે ભાગ ૯

   એક ખૂણાના ટેબલ પર પાયલ અને સોમ કોફી પીતા હતા . આ તેમનો ત્રીજો દિવસ હતો જયારે તેઓ કોફી પી રહ્યા હતા . કોફી હાઉસ ની કોફી પાયલ ને પ્રિય હતી . કોફી પીતા પીતા સોમે કહ્યું પાયલ ; હું અમદાવાદ માં એક વર્ષ થી છું પણ મેં પૂર્ણ અમદાવાદ હજી જોયું નથી તો શું તમે  મને અમદાવાદ દેખાડશો? મને ઐતિહાસિક સ્થળો જોવાનો ખુબ શોખ છે . પાયલે કહ્યું દેખાડીશ પણ ફક્ત એક શરત છે તું મને તમે તમે કહેવાનું બંદ કરશે તો . સોમે કહ્યું ઠીક છે હવે હું તને તું કહીને બોલાવીશ . પાયલે આગળ કહ્યું  અમદાવાદ માં એટલા બધા ઐતિહાસિક સ્થળો છે કે એક દિવસ માં અમદાવાદ ને જોવું અને માણવું શક્ય નથી . સોમે કહ્યું તો અપને બે ત્રણ રવિવારે ફરવા જઈશું , જો તારી સ્ટડી ને કોઈ નુકસાન ન થતું હોય તો . પાયલે કહ્યું અરે કેવી વાત કરે છે હજી એક્ઝામ દૂર છે અત્યારથી એટલી બાંધી ચિંતા . કાલે રવિવાર છે તો તું મને ૮ વાગે તારી હોસ્ટેલ ની નજીક મળ અપને ત્યાંથી મારી ગાડી માં જઈશું . સોમે કહ્યું એક શરત મારી પણ છે તારી ગાડી માં પેટ્રોલ હું નંખાવીશ. પાયલે કહ્યું હા આદર્શ બાબુ તમે જ નંખાવજો.

  રવિવારે સવારે પાયલ સમયસર પહોંચી ગઈ હતી અને સોમ તેની રાહ જોઈ રહ્યો  હતો . તેમને શરૂઆત ધરણીધર જૈન દેરાસર થી કરી . ત્યાંથી તેઓ એ હઝરત શાહ આલમ દરગાહ ની મુલાકાત લીધી અને પછી કાંકરિયા ઝૂ અને કાંકરિયા એકવેરિયમ ગયા. સોમ ની ત્યાં જવાની ઈચ્છા નહોતી પણ હવે તેને પોતાને પાયલ ને હવાલે કરી દીધો હતો તે તેની નજરોથી શહેર જોવા ઈચ્છતો હતો અને ઝૂ ની મુલાકાત લેવાનું સોમ ને ગમ્યું પણ તે પાછલા એક વરસ થી અહીં હતો પણ તે આ બધા સ્થળોએ ગયો નહોતો . સાંજ તેણે પાયલ સાથે કાંકરિયા તળાવ ની પાળી પર બેસીને વિતાવી . દિવસ પૂરો થયો હૉવાથી પાયલે સોમ ને હોસ્ટેલ પાસે છોડ્યો અને ત્યાંથી નીકળી ગઈ . આમ બે ત્રણ રવિવાર તેમણે અમદાવાદ ના જુદા જુદા સ્થળોની મુલાકાત લીધી.

     આમ એક રવિવારે તેઓ લોથલ ગયા . તે અમદાવાદ ની બહાર ૭૫ કિલોમીટર દૂર હતું પણ ઐતિહાસિક સ્થળ હોવાથી પાયલેજ ત્યાં જવાનું ગોઠવ્યું હતું . ત્યાં પહોંચ્યા પછી એક જગ્યાએ ફરતા ફરતે સોમ ને ઠક ઠક નો અવાજ સંભળાયો અને પછી ૐ ૐ એવો ઉચ્ચાર સાંભળ્યો ,. સોમે પાયલ ને પૂછ્યું તને કોઈ અવાજ સંભળાય છે . પાયલે કહ્યું હા મેં મારા હૃદય ને ધબકાર સંભળાય છે . કેટલી નીરવ શાંતિ છે અહીં . હવે પાયલ વાતચીત માં તેની સાથે છૂટછાટ લેવા લાગી હતી . આગળ તેણે કહ્યું સોમ તું પૂછીશ નહિ મારુ હૃદય શું કહી રહ્યું છે ? સોમે તેની આંખોમાં જોઈને પૂછ્યું શું કહી રહ્યું છે તારું હૃદય ? પાયલે કહ્યું કે મારુ હૃદય કહી રહ્યું છે કે આપણે જન્મોજન્મ ના સાથીદાર છીએ તે થી જ તને જોયા પછી હું તારી તરફ આકર્ષિત થઇ ગઈ હતી અને તારા માટે પ્રેમ ભાવ ઉત્પન્ન થયો હતો . આ વાત કહેવા પાયલ પાછલા બે રવિવાર થી તૈયારી કરી રહી હતી.

  સોમે તેની તરફ જોયું અને થોડીવાર ચૂપ  રહ્યો એટલે પાયલે કહ્યું આ ભાવના મારી છે હું તને ચાહું છું પણ તું જો મને ન ચાહતો હોય તો કોઈ વાંધો નહિ . સોમ ની આંખો માં પાણી આવી ગયું અને તેણે ભીની આંખે કહ્યું પાયલ, આ ક્ષણ ની પ્રતીક્ષા કદાચ હું ભવોભવ થી કરું છું . હું પણ તને ચાહું છું અને તારી સાથે આખું જીવન વિતાવવા માંગુ છું . તું કદાચ મારા પાછલા જન્મ ના તપ નું ફળ છો. અને પાયલ તેની બાહોમાં સમાઈ ગઈ અને ખબર નહિ કેટલે વાર સુધી એકબીજાના આગોશ માં રહ્યા અને પાયલ ની આંખમાં અશ્રુ ની ધારા વહી રહી હતી .

      તે દિવસે રાત્રે એક રૂમ બે પુરુષ અને એક સ્ત્રી મિટિંગ કરી રહ્યા હતા , ત્યાં વધારે પ્રકાશ ન હોવાથી તેમના ઝાખાં ઝાખાં ચહેરા જ દેખાતા હતા . એક સોફા માં પ્રદ્યુમ્ન સિંહ બેસેલા હતા અને સામે પ્રોફેસર અનિકેત અને મીરા . પ્રદ્યુમ્ન સિંહે પૂછ્યું આમ અચાનક મિટિંગ બોલાવવાનું કારણ ? અનિકેતે કહ્યું કે સોમ ને કદાચ ગુપ્ત દ્વાર મળી ગયું છે . પ્રદ્યુમને પૂછ્યું તમને કઈ રીતે ખબર મળી ? આ મીરા પાયલ ની ખાસ દોસ્ત છે તે તેને બધી  વાત કરે છે અને આજે લોથલ ની વાત કરતા કરતા પાયલે મીરા ને કહ્યું કે ત્યાં સોમ ને કોઈ વિચિત્ર અવાજ સંભળાયા હતા જે આપના કહ્યા મુજબ ગુપ્ત દ્વાર ની નિશાની છે તેથી આપને સમાચાર આપવું જરૂરી લાગ્યું . ઠીક છે તમે એક કામ કરો સીટી લાયબ્રેરી ના લાયબ્રેરિયન ને કામ પર પાછા રજુ થવાનું કહો . અનિકેતે પૂછ્યું આપે કહ્યું તેમ સોમ વિચિત્ર કુંડળી સાથે જન્મેલો પુરુષ છે અને આપને તેની સુરક્ષા કરવાની છે . તમે સંપૂર્ણ વાત કરો તો મને કામ કેવી રીતે કરવું તેની ખબર પડે. પ્રદ્યુમ્ન સિંહે કહ્યું પૂર્ણ વાત તો ફક્ત બાબાજી જ જાણે હું ફક્ત તેમના આદેશ નું પાલન કરું છું . તમે આજે આવવાના છો તે પણ બાબાજી ને પહેલા જ ખબર હતી તેઓ થોડી વાર પહેલા જ મને આદેશ આપીને અલોપ થઇ ગયા .

***

Rate & Review

Arjunsinh Rathava 2 months ago

Pratibha Shah 2 months ago

Bijal Bhai Bharvad 2 months ago

Khyati Rupapara 2 months ago

Raju Parmar 2 months ago