short circuit movie review books and stories free download online pdf in Gujarati

શોર્ટ સર્કિટ - ફિલ્મ રીવ્યુ

"શોર્ટ સર્કિટ" સમય અટકી જશે...
Directed by : Faisal Hashmi
Produced by :Twilight Productions
Written by :Faisal Hashmi | Bhargav Purohit | Mohsin Chavada
Starring : Dhvanit Thaker | Kinjal Rajpriya | Smit Pandya | Utkarsh Mazumdar
Music by : Mehul Surti
Cinematography : Jeremy Reagan
Faisal ભાઈ સાથે જ્યારથી ફેસબુકમાં મિત્રતા થઈ ત્યારથી હું આ ફિલ્મ વિશે ટુકડે ટુકડે જાણતો આવ્યો. એમની પોસ્ટમાં, કવર પેજમાં એમ જુદી જુદી જગ્યાએ ફિલ્મ વિશેનું સસ્પેન્સ મનમાં ઉઠતું. ફિલ્મ ક્યારે આવે અને હું ક્યારે જોવા જાઉં એ વિશેની તાલાવેલી જાગેલી. પણ ફાઇનલી આ ફિલ્મ ગઈકાલે રિલીઝ થઈ અને આજે આ ફિલ્મ જોયા બાદ પરમ શાંતિનો અનુભવ થયો હોય એમ લાગ્યું. ફિલ્મનું ટ્રેલર જોઈ મનમાં ફિલ્મની વાર્તા વિશેની એક ધારણા બાંધી હતી. પણ ફિલ્મ જોયા બાદ એ ધારણા ખોટી પડી. એક નવા જ રૂપ રંગ સાથે એક રહસ્યમય વાર્તા જે શરૂઆતથી લઈને અંતસુધી એક પ્રેક્ષક તરીકે મને જકડી રાખવામાં સાર્થક રહી. 
     અભિનયની વાત કરીએ તો આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા આપણાં મોસ્ટ પોપ્યુલર RJ ધ્વનિત (સમય) અને કિંજલ રાજપ્રિયા (સીમા) એ નિભાવી છે. સમય અને સીમાની લવસ્ટોરી પણ આ ફિલ્મના આકર્ષણનું એક કેન્દ્ર બની છે. સ્મિત પંડ્યા ઉર્ફે કિશોરકાકા જેમના અવાજના કોમિડે ટિકટોક વિડીઓએ આજે ધૂમ મચાવી છે એ (ભોપો) એ પણ આ ફિલ્મમાં એમની કૉમેડીથી મનોરંજન પૂરું પાડવામાં એટલો જ ઉમદા ફાળો આપ્યો છે.
ફિલ્મની સ્ટોરી વિશે હું આપને કંઈજ નહિ કહું, કારણ કે આ ફિલ્મ શબ્દોમાં વર્ણવાય એમ છે જ નહીં. એ જોવા માટે તમારે સિનેમા હોલ સુધી તો જવું જ પડશે. પણ હા એટલું ચોક્કસ કહીશ કે આ ફિલ્મ તમે અત્યાર સુધી જોયેલી ફિલ્મો કરતાં સાવ જુદી જ છે. એક નવી જ વાર્તા તમને આ ફિલ્મમાં જોવા મળશે. ધ્વનિત અને કિંજલનો અભિનય પણ જોવા લાયક છે. કોઈપણ જાતની ઓવરએક્ટિંગ વગર નેચરલી એક્ટિંગ જે આપણને ફિલ્મના અંતસુધી જોડાયેલા રાખે છે. જે જોવાની ખરેખર મઝા આવશે. સ્મિત પંડ્યાની કૉમેડી તમને વચ્ચે વચ્ચે ગાલ પહોળા કરવાની છૂટ આપે છે. સાથે Faisal ભાઈનું ડાયરેક્શન અને સ્ટોરીને તો સો સો સલામ છે. ગુજરાતની આ પહેલી એવી ફિલ્મ હશે જેનો સંબંધ વિજ્ઞાન સાથે જોડાયેલો છે. લવ સ્ટોરી, કૉમેડી અને એક્શન સાથે તો ઘણી ફિલ્મો બની. પણ આ ત્રણના મિશ્રણની સાથે વિજ્ઞાનનો પણ સંબંધ જોડતી આ પ્રથમ ફિલ્મ છે. જે જોવી એજ આપણા માટે એક લાહવો છે.
ફિલ્મ જોયા બાદ આપણને પણ મનમાં થાય જે ફિલ્મમાં બન્યું એમ આપણાં અસલ જીવનમાં બને તો પણ કેવું સારું ? જીવન અને મૃત્યુ એક ચક્ર છે જેને કોઈ ઊલટું ફેરવી શકતું નથી, પણ આ ફિલ્મમાં એ સમયચક્રને ઊલટું ફરતું બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ઝીણામાં ઝીણી બાબત ઉપર પણ ખૂબ જ ધ્યાનથી કામ કરવામાં આવ્યું છે. એ પછી સમય દ્વારા ટૂથપેસ્ટમાં પેસ્ટ કાઢવી હોય, ફિલ્મની શરૂઆતમાં જ જૂના સ્વીચબોર્ડમાંથી સમયને લાગતો શૉક હોય, આજની મમ્મીનો દીકરાના લગ્ન કરાવવા માટેનો ડાયલોગ હોય કે પાડોશીની પંચાયત. બધું જ આ ફિલ્મમાં પરફેક્ટ રીતે ગોઠવ્યું છે.
પરિવાર સાથે બેસીની, બાળકોને કંઈક નવું જાણવા શીખવા મળે એ પ્રકારની આ ફિલ્મ છે. જો તમે ના જોઈ હોય તો વહેલી તકે જોઈ આવો. કારણ કે આપણી માતૃભાષા ઉપર બનેલી આ ફિલ્મ "શોર્ટ સર્કિટ" જોવાનો અવસર જો હમણાં ચૂકી ગયા તો તમારા મનમાં કાયમ એ ના જોયાનો અફસોસ રહી જશે. સમય અટકી જશે. અને વીતેલો સમય ક્યારેય પાછો નથી આવતો !!!

લે. નીરવ પટેલ "શ્યામ"