પ્રેત સાથે ઈશ્ક ભાગ-૧૨

કબરમાંથી મળેલી લાશનો ચહેરો બનતાં રાધીની પણ હત્યા થઈ છે એ સાબિત થાય છે પરંતુ શું વીનય અને રાધીનો હત્યારો એક જ છે.......વાંચો.

જી સર......આટલું કહિ ગોટલેકર એક નીર્દોષ વ્યક્તિની હત્યાની જાણ કરવાં પોતાના દિલ પર પથ્થર મુકી તેના માતા-પિતા પાસે જાય છે.

આ નરાધમોને ફાંસીના માચડે ના લટકાવું તો રણવિર સીંહ મારું નામ નહિ...રણવિર સીંહે વીનય અને રાધીના હત્યારાઓને કડક સજા આપવાનો મનમાં અડગ નીર્ણય કરી લીધો હતો. જરૂર માત્ર હવે વીનય અને રાધીના કેસને એકબીજા સાથે જોડવાની હતી.

આશીષે રાધીનું મળેલું બ્રેસલેટ પણ રણવિર સીંહને આપી દીધું હતું. જે તુટેલું હતું. તે જોતાંની સાથે જ રણવિર સીંહને એટલો અંદાજ આવી ગયો હતો કે આ બ્રેસલેટ જબરદસ્તી કરવામાં તુટી ગયેલું છે.

કોલેજ ચાલું થતાં ની સાથે જ આશીષના ક્લાસરૂમમાં બધાં વિધ્યાર્થીઓ પોતપોતાની જગ્યા પર બેસી ગયાં હોય છે. એક બેંચ પર કૃપાલી અને વિધ્યા બેઠા હતાં. વિધ્યાની નજર તો આમતેમ ડફેરયાં મારવામાં જ હતી. પરંતુ કૃપાલીને ગઈ કાલની જેમ આજે પણ આશીષને જોઈ ને ચિંતા થતી હતી.

ઓ મેડમ! ક્યાં જુવો છો? વિધ્યાએ પુછ્યું.

અરે હા! યાર! કાલે મેં તને કહ્યું હતું ને પેલાં શાંત છોકરાં વિશે! સામે રહ્યો તે. કૃપાલી આશિષ સામે આંગળી ચીંધી વિધ્યાને કહ્યું પરંતુ આજે તેની સાથે બીજું પણ કોઈક છે.

ઓ ચીંતાની મહારાણી! તને એ છોકરાંની ખુબ ચિંતા થાય છે ને! આજ લંચ ટાઈમમાં એમની સાથે વાત કરીશું.....અત્યારે છોડ એ બધું.

થોડી જ વારમાં પ્રો.શિવ મન્હોત્રા ક્લાસરૂમની અંદર દાખલ થાય છે. જેમની પર્સનાલીટી કંઈક અલગ જ હતી. એમની ઉંમર હજું પણ યુવા વયની હતીં. લગભગ છવ્વીસ થી સતાવીસ વચ્ચે. આ પ્રોફેસરનું વર્તન પણ કંઈક અલગ જ હતું. તે છોકરાંઓ સાથે ક્યારેય સારી રીતે વાતચીત ન કરતાં. જ્યારે ક્લાસરૂમની સૌથી સુંદર દેખાતી છોકરીઓ સાથે ખુબ જ વાત કરતાં. નામ શિવ પણ શિવના એકપણ લક્ષણ ના મળે. પ્રોફેસર શિવ યુવાવસ્થામાં હતો એટલે આ વાત સામાન્ય ગણી શકાય. ઘણાં છોકરાંઓને શિવ પર ખુબ જ દાઝ હતી. પરંતુ તેઓ પણ ભુલી જતાં. છોકરીઓને પણ પ્રો.શિવ સાથે સારું ભળતું. પ્રો.શિવની નજર આખાં લેક્ચર દરમીયાન વિધ્યા પર જ હતી. બસ અહિંયા જ પ્રો.શિવનાં કામમાં થોડી કાળાશ દેખાઈ હતી. લેક્ચર પુરો થતાં બ્રેક પડ્યો એટલે વિધ્યાએ તરત જ કૃપાલીને કહ્યું.

ચાલ આપણે પેલાં છોકરાં સાથે વાત કરી લઈએ જેની તને બહુ જ ચિંતા થાય છે.

કૃપાલી અને આશિષની અહીં પહેલીવાર નજર મળવાની હતી. કૃપાલી અને વિધ્યા બંને આશિષની પાસે જાય છે. ત્યારે ક્લાસરૂમમાં આશિષની સાથે રાજ હતો અને આખો ક્લાસ ખાલી હતો. વિધ્યા થોડી નટખટ હતી. તેનામાં હજુ બાળપણના અંશ દેખાય આવતાં. આશિષ સાથે વાત કરવાની શરૂઆત પણ તેણે જ કરેલી. 

હેલ્લો.....મારૂં નામ વિધ્યા છે અને આ ફ્રેન્ડ છે કૃપાલી.......વિધ્યાએ કૃપાલી તરફ ધ્યાન દોરતાં કહ્યું.

જ્યારે સામેના પક્ષે રાજનું પણ એવું જ હતું. હજુ તો વિધ્યાએ પોતાનું નામ જ કહ્યું હતું ત્યાંજ રાજે વચ્ચે ડુબકી લગાવીને કહ્યું.

તો શું? ફ્રેન્ડશીપ કરવાનો વીચાર છે?

એ ડફેર હું તારી સાથે વાત નથી કરતી. તારા માત્ર સાથે વાત કરવા આવી છું. ઈડીયટ.....વિધ્યાએ રાજને જડબાતોડ જવાબ આપ્યો.

હવે તો આ બંને વચ્ચે જંગ જ છેડાવાની હતી. કારણ કે બંનેના વિચાર એક સમાન જ હતાં.

એ ઈડિયટ કોને કહે છે? અને મારાં મીત્રને તારી સાથે કંઈ જ વાત નથી કરવી......ત્યાં બોલવામાં પણ રાજ પાછો ન પડ્યો.

આશિષે બંને ને ત્યાં જ અટકાવતાં વિધ્યાને કહ્યું. બોલો શું કામ છે?

કામ એવું કંઈ ખાસ ન હતું. વિધ્યા બસ આટલૂં જ બોલી હતી ત્યાં પાછી રાજે લગામ પોતાના હાથમાં લઈ લીધી.

તો અહિયાં શૂં કામ આવી છો.....?

એ ઈડીયટ! તું વચ્ચે શૂં કામ ડફેર્યા મારે છો? ચુપ રહેતાં નથી આવડતું........વિધ્યાએ ગુસ્સામાં કહ્યું.

ના.....નથી આવડતું. બોલ શું કરીશ?

ફરીવાર આશિષે બંનેને ટોક્યાં અને વિધ્યાને પોતાની વાત આગળ વધારવા માટે કહ્યું.

કૃપાલીને તારી બહું જ ચિંતા થાય છે. કાલની મને તારાં વીશે કહે છે. તું બધાં લેક્ચરમાં કંઈપણ બોલ્યાં વગર ચુપચાપ જ બેસી રહે છે અને ઉદાસ હોય એવું લાગે છે. કોઈ પ્રોબ્લેમ છે......વિધ્યાએ કહ્યું.

વિધ્યાના મુખેથી આ વાત સાંભણીને આશિષ અને રાજ બંને ઉદાસ થઈ જાય છે અને આશિષ વિધ્યાનાં પ્રશ્ર્નોનો જવાબ આપ્યાં વીના જ ત્યાંથી ચાલ્યો જાય છે. પરંતુ વિધ્યા અને કૃપાલીનો ચહેરો દર્શાવી રહ્યો હતો કે એમને આશિષની ચિંતા છે. આ ભાવ પારખીને રાજે વીનય અને રાધીનાં જીવનની  આખી ઘટના વર્ણવી. વીનય અને રાધીની હત્યા થઈ છે. એ જાણીને વિધ્યા અમે કૃપાલીને પણ દુ:ખ લાગી આવ્યૂં.

રાજે આટલી વાત કરી હતી ત્યાંજ રીસેસ નો સમય પુરો થઈ જાય છે. વિધ્યા અને કૃપાલી બંને પોતાની બેંચ પર જઈને બેસી જાય છે. જો કે વિધ્યા કોઈપણ વાત ને લાંબા સમય સુધી મનમાં સાચવી ન શકતી. અને ભુલી જતી પરંતુ કૃપાલીને વિનય અને રાધીની હત્યાની વાત સાંભણીને જ ખુબ દુ:ખ થયું હતું.

રીસેસનો સમય પુરો થઈ ગયો હતો. પરંતુ લેક્ચર ચાલું થવાને હજુ પાંચેક મિનિટની વાર હતી. અને વિધ્યાને ખુબ તરસ લાગી હતી. એટલે તે પાણી પીવા માટે ક્લાસની બહાર જાય છે. કોલેજમાં દરેક લેક્ચરનો સમય એકસાથે જ હતો. આથી લોબીમાં પણ કોઈ ફરકતું ન હતું અને આ પાંચ મિનિટમાં દરેક પ્રોફેસરો પોતાનાં લેક્ચરની તૈયારી  કરી રહ્યાં હતાં. વિધ્યાના ક્લાસથી પાણીના પરબ સુધી જવામાં વચ્ચે બીજાં પાંચ ક્લાસ અને એક ચડવાં ઉતરવાનો દાદર આવતો હતો. કોઈ પ્રોફેસર જોઈ ન જાય એ માટે વિધ્યા ખુબ જ ગતિમાં પાણીના પરબ તરફ જઈ રહી હતી. પરંતુ જેવી વિધ્યા દાદર પાસે પહોંચે છે. એટલે તેના પગ થંભી જાય છે અને વિધ્યા ક્લાસની દિવાલ પાછળ લપાય જાય છે. કારણ કે તેણે દાદરમાં કોઈ વ્યક્તિને જોયો હતો. વિધ્યા ધીમેથી દિવાલ પાછળથી ડોક્યું કરીને જુવે છે. તો તેની આંખો ફાટી ને ફાટી જ રહી જાય છે. કારણ કે દાદર પર પ્રોફેસર શિવ કોલેજની કોઈ છોકરી સાથે અડકીને ઉભો હતો. તેનાં બંને હાથ તે છોકરીની બંને બાજુએ હતાં અને તે કીસ કરવાની કોશિશ કરી રહ્યો હતો.

     Loading...........

રાધી અને કૃપાલી આશિષનૂં દુ:ખ ઓછું કરી શકશે....?

પ્રોફેસર શિવ કોલેજની કંઈ છોકરી સાથે રોમેંસ કરી રહ્યો હતો......?

***

Rate & Review

Sapna 2 months ago

Vijay Kanzariya 3 months ago

Ajju Patel 3 months ago

Anita 3 months ago

Nikita 4 months ago