Krossing ગર્લ - 7

'ફ્યુચર લેબ'
વી ક્રિએટ આર્ટીસ્ટ ઓફ હ્યુમિનિટી

                           તિરંગાના ત્રણ કલરો વડે લખાયેલું 'ફ્યુચર લેબ' અને નીચે ગોલ્ડન કલરની ટેગલાઈન. રોડની સામેની બાજુ  વિશાળ  અને કલાત્મક એન્ટ્રી ગેટની ઉપરના ભાગમાં લખાયેલા અક્ષરો નજરે પડતાં હતાં. ગેટની બંન્ને બાજુ સ્ત્રીના જીવંત લાગતાં શિલ્પો સ્વાગત મુદ્રામાં શોભી રહ્યા હતા. મેઇન એન્ટ્રી ગેટની નીચે વચ્ચેના ભાગમાં સિનેમાના પડદા જેવી સ્ક્રિન હતી. તેમાં ફ્યુચર લેબના નાના પ્રોમો વિડીયો ડિસ્પ્લે થઈ રહ્યા હતા. ચાલીને પ્રવેશ કરનાર માટે સ્ક્રિનની એક બાજુ એન્ટ્રી અને બીજી બાજુ એક્ઝિટ હતી. એવી જ રીતે મુખ્ય પ્રવેશદ્વાર ની બાજુમાં વાહનો માટે પ્રવેશવા અને બહાર નીકળવાના અલગ નાના ગેઇટ હતા. સ્કૂલની લાંબી દીવાલ ચિત્રોથી મઢેલી નજરે ચડતી હતી. અમેઝિંગ મારે સ્કૂલમાં ભણવાનું  છે ! હું વિચાર કરતો અંદર પ્રવેશ્યો.
                             'સુ સ્વાગતમ, ક્રિષ્ના પટેલ. 'ફ્યુચર લેબ' ની આ અનોખી સૃષ્ટિમાં તમારું સ્વાગત છે." મારી સામે રૂપ રૂપનાં અંબાર જેવી એક યુવતી આવીને ઉભી રહી. લગ્ન સમયે પાનેતર જેવા પોશાકમાં સમાયેલાં તેનાં સૌંદર્ય સામે હું આભો બનીને ઉભો રહ્યો. તેને મારા ગળામાં ફૂલોનો હાર પહેરાવતાં કહ્યું.
             હું દેવી.... આ સ્કૂલની સિકયુરિટી ગાર્ડ તથા તમારી ગાઈડ અને દોસ્ત. આ કેમ્પસમાં જ્યારે પણ મદદની જરૂર પડે ત્યારે ઘડિયાળ સામે જોઇને ફક્ત એટલું જ બોલવાનું 'દેવી દર્શન આપો' એટલે હું હાજર થઈ જઈશ. એન્ડ બે મિનિટ માટે સ્થિર ઉભા રહેજો. તમારો ડેટાબેઝ  તૈયાર થઈ રહ્યો છે."મારા હાથમાં એક ઘડિયાળ પહેરાવતાં કહ્યું. મને કોઈ અદ્રશ્ય જેલમાં રાખવામાં આવ્યો હોય એમ મારી ફરતે બ્લુ કલરનું સર્કલ રચાય ગયું. હું હજુ કંઈ સમજુ વિચારું એ પહેલાં બધું જાણે હવામાં ઓગળી ગયું. સામે દીવાલ પર લખેલું હતું. "ફ્લાવર વેલી " તમને આવકારે છે. આગળ વધ્યો. હું મુંઝાયો. આ સ્કૂલ છે કે ભૂલભૂલમણી. ના છૂટકે હું આગળ વધ્યો.

કમાન આકારે ફૂલોથી ઘેરાયેલો રસ્તો દસેક માણસો એક સાથે ચાલી શકે તેટલો પહોળો હતો. અંદર પ્રવેશતાં જ વાતાવરણમાં ઠંડકનો અનુભવ થયો. પક્ષીઓના કલબલાટથી આ રસ્તો ગૂંજી રહ્યો હતો. રંગબેરંગી ઘાસમાં મારા પગ ખૂંચતાં જતાં હતાં. કોઈ જંગલમાં આવી ગયો હોય તેવું લાગ્યું. બે મિનિટ જેવું ચાલીને હું  થોડા મોટા કહી શકાય એવા સર્કલ પાસે પહોંચ્યો. અહીંથી ત્રણ રસ્તાઓ અલગ પડતાં હતા ડાબી બાજુનો ગ્રાઉન્ડ તરફ, વચ્ચેનો સ્કૂલ તરફ અને જમણી બાજુનો મ્યુઝિયમ તરફ જતા હતાં.  એ બધા રસ્તાઓ પણ આવી રીતે ટનલના રૂપમાં જ હતા. હું  સ્કૂલના રસ્તે આગળ વધ્યો. આ રસ્તો પણ ફૂલોની સુગંધથી મઘમઘતો હતો. નાના પક્ષીઓ પણ ઉડતા જોઈ શકાતા હતા.  બંને બાજુ વનરાઈ એટલી ગીચ હતી કે આગળ શું હશે કશું કળી શકાતું નહોતું. થોડું ચાલતાં જ મારી આંખો  કારીગરીના બેનમૂન કલાકૃતિ જેવવા ફ્યુચર લૅબનું મુખ્ય બિલ્ડિંગ સામે સ્થિર થઈ ગઈ.. માળનું બિલ્ડિંગ કોઈ રજવાડી મહેલ જેવું લાગતું હતું. આ બિલ્ડિંગમાં પ્રવેશવા માટે આ મુખ્ય ચોક હતો. આખો ચોક ચારેબાજુએ ઉંચા અને ઘટાટોપ વૃક્ષોથી ઘેરાયેલો હતો. તેમના થડ પાસે લોકોને બેસવા માટે બેઠકો ગોઠવી હતી.અહીંયાં આવ્યા સિવાય તમે ફ્યુચર લૅબમાં પ્રવેશી શકો નહીં. એ મને પછીથી સમજાયું. ચોકની વચ્ચેનો ફુવારો પુસ્તકના મોટા સ્ટેચ્યુને ભીંજવીને સન્માન આપી રહ્યો હોય એવું લાગતું હતું. . આખો ચોક એકદમ ચોખ્ખો હતો. વૃક્ષોના ખરી ગયેલા પાન સિવાય કશું જ નજરે ચડતું નહોતું. કેટલીક બેઠકો પર બેસેલા લોકો વાંચવામાં કે એકબીજા સાથે વાતો કરવામાં મશગૂલ હતા. મારી આંખો આગળ વધતાં આ બધું નીરખી રહી હતી. 

હું પગથિયાં ચડીમેઈન બિલ્ડિંગમાં પ્રવેશ્યો. બહુ મોટા હોલમાં ફરતી બાજુ સોફા ચૈર  ગોઠવાયેલા હતા. વિવિધ વિભાગોની ઓફિસો  ફેલાયેલી હતી. વાઉ હું ઉપરનું દ્રશ્ય જોઈને ચકિત થઈ ગયો. અમાસની રાતે તારામઢયા આકાશ જેવો  નજારો હતો. હું  આશ્ચર્ય પામી આ અવકાશી છત સામે જોતો રહયો. સામે જ  મેઈન કાઉન્ટર હતું. તેની ફરતે ગોળાકારમાં બીજા ઘણા કાઉન્ટર જોડાયેલા હતાં. મેઇન કાઉન્ટર પર જઈ મેં મેં ક્લાસ માટે પૂછ્યું.તેમણે મારી પાસેથી ઍડમિશન લૅટર માગ્યો. મારી સહી લીધી. મને એક બૅગ આપી અને બિલ્ડિંગ નં. 4માં જવા માટે કહ્યું. ચાલતાં ચાલતાં મારાથી નીચે જોવાય ગયું. બાપ રે ! હું દરિયાની ઉપર ચાલી રહ્યો હોય એવો અહેસાસ થતો હતો. નીચે બ્લુ કલરનાં પાણીમાં વિવિધ સમુદ્રી જીવો તરી રહ્યા હતા. શું ખરેખર આ સત્ય હતું કે ટેકનોલોજીની કમાલ ?  એક પછી એક મળી રહેલા સરપ્રાઇઝથી મારી વિચારશક્તિ ખોઈ નાખીશ એવું લાગી રહ્યું હતું.મેઈન બિલ્ડિંગની પાછળના ભાગમાં પણ આવો જ વિશાળ ચોક હતો. અલગ અલગ 12 બિલ્ડિંગમાં જવા માટેના રસ્તા અહીંથી નોખા પડતાં હતાં. આ સર્કલમાં રહેલા બિલ્ડિંગોની વચ્ચે  ખુલ્લો  બગીચો હતો. જમણી બાજુ જિમ્નેશિયમલાઈબ્રેરીકૅન્ટીન અને અન્ડરગ્રાઉન્ડ મ્યુઝિયમમાં જવા માટેની વ્યવસ્થા હતી. જ્યારે ડાબી બાજુ બાજુમાં પરફોર્મિંગ થિયેટર,સેનેટ હોલ અને લાઈફ પાર્ક’ હતો.  આ બિલ્ડીંગોનાં પાછળના ભાગમાં એથ્લેટિક્સક્રિકેટહોકીફૂટબોલ માટેના ગ્રાઉન્ડ હતા. આ ઉપરાંત વિશાળ ઇન્ડોર સ્ટેડિયમટૅનિસ કૉર્ટ અને બાસ્કેટબોલ માટે પણ અલાયદી વ્યવસ્થા હતી.  દરેક બિલ્ડિંગ પોતાની આગવી આર્કિટેક ડિઝાઈન ધરાવતું હતું અહીંનો સ્વિમિંગ પુલ વર્લ્ડક્લાસ લેવલનો હતો. સ્કૂલની બુકલેટની બધી વિગતો અને નક્શા યાદ આવવા લાગ્યા.

મારું બિલ્ડિંગ રેડ અને બ્લ્યૂ કલરના કલર કૉમ્બિનેશનથી શોભતું હતું. મેં સ્કૂલને જોવામાં પણ ખાસ્સો સમય વીતાવ્યો હતો. ઘડિયાળમાં 11 વાગવા આવ્યા હતા. હું ઝડપથી મારા ક્લાક તરફ ભાગ્યો. મેં બારણા પર વાચ્યું ઇલેવન-એસ’. મેં ધ્રુજતા હાથે દરવાજો ખોલ્યો.

ક્લાસમાં દાખલ થતાં બધાએ મારી સામે જોયું. મિનિ થિયેટર જેવી ક્લાસની રચના હતી. દરેક માટે સોફા જેવી સિંગલ બૅન્ચ હતી. આખો ક્લાસ બગલા જેવી સફેદીથી ચમકતો હતો. બંને બાજુ બાર-બાર એટલે કુલ 24 સ્ટુડન્ટ ક્લાસમાં બેસી શકે તેમ હતા. મારો રોલ નં. 22 હતો. સાવ છેલ્લી હારમાં પ્રવેશદ્વાર નજીક જ મારે બેસવાનું હતું. દરેક સોફા પરની હારમાં બોય અને ગર્લ્સને સાથે બેસવાનું હતું. આગળની હારમાં બંને પાછા ક્રોસમાં બેસતાં. મારી બાજુમાં ગર્લ્સ અને આગળ પણ ગર્લ્સ એવી રીતે. આગળ ચારેક ફૂટ ઊંચું અને 20 ફૂટ પહોળું સ્ટેજ હતુંજેની ડાબી બાજુ એક દરવાજો હતો જ્યારે જમણી બાજુ એક ટેબલ હતું. સામે જ વિશાળ સ્ક્રીન જેવું ડિજિટલ બ્લૅકબૉર્ડ હતું. ક્લાસમાં કુલ 8 સ્પીકરો લગાવેલા હતા જેમાં બે સ્ટૅજ પાસે હતા. બાકી બંને બાજુ ત્રણ ત્રણ હતા. મેં આંખોથી આખો ક્લાસરૂમ સ્કેન કર્યોપછી મારી જગ્યાએ બેઠો.

સોફા પર બેસતાં જ ડાબી બાજુ એક હૅન્ડલ બહાર નીકળ્યુંજેના પર છ અલગ અલગ સ્વિચો હતી. મેં મને આપવામાં આવેલું બૅગ ખોલ્યું. બૅગમાં એક મોટી ડાયરી અને 14 ઇંચનું ટૅબ્લેટ હતું. ટૅબ્લેટ પર લૅટરપેડ’ એમ લખેલું હતું. મેં તને શરૂ કરવાનો પ્રયત્ન કર્યો.

હલ્લો માય ડિયર ચાઈલ્ડ કમ ફ્રૅન્ડ્સ ... કેમ છો બધા. ફ્યુચર લૅબની સ્કૂલ સિસ્ટમમાં તમારું સ્વાગત છે. મારું નામ છે વંદના ઈશ્વર નાગર. હું તમારી કલાસ ટીચર છું. આવતાં બે વર્ષ સુધી સાથે રહીને આપણે ઘણું બધું શીખવાનું  છે. આજે સ્કૂલમાં તમારો પહેલો દિવસ છે. સ્કૂલના ડિજિટલ ગેજેટ્સ અને રુલ્સને સમજતાં તથા તેની જોડે સેટ થતાં તમને થોડો સમય લાગશે. એ પહેલાં આપણે આ સ્કૂલના કન્સેપ્ટની સ્ટોરી તેમના જ સર્જક પાસેથી જાણીશું. તો આપણે બધા આ સ્કૂલ સિસ્ટમના ફાઉન્ડર અને પ્રિન્સિપાલ વિસ્મય ટાગોરનું તાળીઓથી સ્વાગત કરીશું.” મારી નજર સ્ટેજ પર સ્થિર થઈ.

જમણી બાજુનો દરવાજો ખુલ્યો. બ્લૅક કલરના શૂટમાં સજ્જ એક યુવાન ધીમી પણ મક્કમ ચાલે સ્ટેજ પર આવ્યો. તેનો ચહેરો એકદમ શાંત અને સૌમ્ય લાગતો હતો. તેની આંખો નામ પ્રમાણે વિસ્મયના તેજથી ચમકી રહી હતી. તેના ચહેરા પર સહજ હાસ્ય હતું. તેણે અમને બધાને નમીને પ્રણામ કર્યા.

હેલ્લો વ્હાલા દોસ્તો... મારું નામ વિસ્મય ટાગોર છે. આપણે સ્વાગતવિધિપરિચયવિધિ કે પછી પ્રાસંગિક ઉદબોધન જેવી કોઈ ફૉર્માલિટીમાં નહીં પડીએ. એક નાનકડો દીપ પ્રગટાવીને આપણા અભ્યાસયાત્રાનો  શુભારંભ કરીશું.” એટલામાં સ્કૂલનો ક્લાર્ક એક મોટું સ્ટૅન્ડ લઈને સ્ટૅજ પર આવ્યો. નીચે બેઠેલી તમામ 11 ગર્લ્સને સ્ટૅજ પર બોલાવવામાં આવી. વંદના મેમએક ગર્લ અત્યારે હાજર નથી. તેની જગ્યાએ તમે દીપ પ્રગટાવો.” પ્રિન્સિપાલે એક મીણબત્તી સળગાવી. બધી ગર્લ્સે તેમાંથી એણે આપેલી નાની મીણબત્તીઓ સળગાવી. બધાએ એક સાથે દીપ પ્રાગટ્ય કર્યું. અમે છોકરાઓએ તાળીઓ પાડી આ શુભ શરૂઆતને વધાવી લીધી. બધી ગર્લ્સ ફરીથી પોતાની જગ્યાએ ગોઠવાઈ ગઈ.

ફ્યુચર લૅબ સિસ્ટમ’ વર્લ્ડના ટોપ 5 ઇનોવેટિવ કન્સેપ્ટમાંથી એક છે. તમને ઍડમિશન મળ્યું એટલે તમે નહીં પણ હું નસીબદાર છું. મને તમારા જેવા ખાસ સ્ટુડન્ટને ભણાવવાની તક મળશે. દેશની નવી પેઢી તૈયાર કરવાનું સદભાગ્ય મને મળ્યું છે.  હું તમને શ્રેષ્ઠ તકો અને વ્યવસ્થા પૂરી પાડીશ. તમારી બેંચ એ સ્પેશિયલ બૅચ છે. તમે દરેક કોઈ ને કોઈ રીતે ખાસ છો. તમે બધા ફ્યુચર લૅબના હ્યુમન ઇન્ડેક્સમાં પસંદ થયેલા બેસ્ટ 24 સ્ટુડન્ટ છો. અહીં તમને કોઈ પણ પ્રકારનું હોમવર્ક આપવામાં નહીં આવે. સ્કૂલમાં તમારે કોઈ પણ કામ કરવું ફરજિયાત નથી. મારું આ લેક્ચર સાંભળવું પણ નહીં. હાસ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પર ટીચરની સૂચનાઓનું પાલન કરવું ફરજિયાત છે.

વિશ્વની ફર્સ્ટ 5D ટૅકનૉલૉજી ધરાવતી સ્કૂલમાં તમારું સ્વાગત છે. યસઆ સ્કૂલ તમને દુનિયાની દરેક શોધ કે રહસ્યોના પાયામાં લઈ જશે. મને મારા નામ પ્રમાણે સવાલો સર્જવામાં કે વિચારતા કરવામાં રસ છે. પરંતુ એ માટે તમારા મગજમાં તેનું પૂરતું જ્ઞાન અને દરેક ઍંગલથી વિચારી શકવાનો દૃષ્ટિકોણ ખીલવો બહુ જરૂરી છે. નેચરથી મોટી કોઈ સ્કૂલ નથી. ટેસ્ટબુકના દરેક લેસનની તમને પાયાથી લઈને લેટેસ્ટ શોધ સુધીની જર્ની કરાવવામાં આવશે. શબ્દસંગીત અને ચિત્રોનો જો યોગ્ય સમન્વય થાય તો અઘરા લાગતા કોઈ પણ મુદ્દાને સહેલાઈથી સમજી શકાય. સાથે જ તમને માનવતાટીનએજ ફિલિંગ્સના લેસન થોડા જ સમયમાં શરૂ થનારી 'હ્યુમન લૅબ'માં ભણાવવામાં આવશે. અમને માનવતા માટે હૃદયથી વિચારતા કલાકારો તૈયાર કરવામાં રસ છે. કલાકાર એટલા માટેતે ધારે તે રંગરૂપ ધારણ કરી શકેઇચ્છે તે કેરેક્ટરમાં પોતાને જીવાડી શકે – આ બધું તમે બોલવા કરતાં અનુભવશો ત્યારે વધુ સમજાશે.

સ્કૂલમાં તમારે કોઈ બુક્સ લાવવાની નથી. અહીંયાં તમારા  કલાસરૂમમાં એ બધી વ્યવસ્થા છે. જે તમારા સોફામાં તમારા પગ પાસે ખુલશે. ટેસ્ટબુક સિવાય બીજી કોઈ રેફરન્સ બુક ભણવાની નથી. સ્કૂલનો સમય સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધીનો છે. તમારે બીજા કોઈ એક્સ્ટ્રા ક્લાસિસમાં જવાની જરૂર નથી. તમારે મૅથ્સ અને બાયોલોજી બંને ભણવા ફરજિયાત છેપછી ભલેને તમે કોઈ પણ ગ્રૂપ સિલેક્ટ કર્યું હોય.

આખા દિવસમાં કુલ 5 ક્લાસ હશે. સવારે 9 થી 10 ઇન્ડોર સ્ટેડિયમમાં, 10 થી 1માં મેથ્સલેંગ્વેજ અને બાયોલોજી એમ કલાકના ત્રણ ક્લાસ રહેશે. બપોરે 1 થી 2 લંચબ્રેક હશે. 2થી 4 સુધી ફિઝિક્સ અને કેમેસ્ટ્રિના ક્લાસ હશે. 4 થી 6 તમારે મનગમતી રમતો કે ઍક્ટિવિટી કરવાની રહેશે. તમારે કોઈ ક્લાસ ભરવો ફરજિયાત નથી. ગમે ત્યારે કૅમ્પસમાં ગમે ત્યાં જઈ શકો છો. પણ એ માટે શિક્ષક પૂછે એ બધા સવાલોના જવાબ આવડવા જરૂરી છે. તમારા માટે કુલ પાંચ પ્રેક્ટિકલ લૅબ છે – મૅથ્સફિઝિક્સકેમેસ્ટ્રિબાયોલોજી અને લેંગ્વેજ લૅબ. અઠવાડિયું થિયરી અને એક અઠવાડિયું પ્રેક્ટિકલ. તમને ક્લાસ દરમિયાન ના સમજાય તેની ડાયરીમાં નોટ્સ બનાવી શકો છો. બાકી તમને આપેલા લૅટરપૅડમાં દરરોજના ક્લાસનું ટીચિંગ,  તમારી કામગીરી બધાના રિપોર્ટ હશે. તે તમે ઘરે લઈ જઈ શકો છો. બૅગમાં સાથે એક ચશ્માં પણ છે. સ્કૂલની નેટ સિસ્ટમમાંથી બહાર નીકળશો એટલે તમે આ લૅટરપૅડને કોઈ ડિવાઈસ સાથે કનેક્ટ નહીં કરી શકો. તે ફક્ત તમને આપેલા ચશ્માં અને તમારી આંખોના રેટિનાના પાસવર્ડથી જ કનેક્ટ થશે. સ્કૂલની બહાર તમારા સિવાય અન્ય કોઈ વ્યક્તિ આ લૅટરપૅડનો ઉપયોગ નહીં કરી શકે.

અંતમાં એટલું જ કહીશ 11 અને 12 સાયન્સ કદાચ જિંદગીના મહત્ત્વના વર્ષો કહેવાતા હશેપણ એ લાઇફ નથી. તમને 90અપ પર્સન્ટેજ માટે તૈયાર કરવામાં અમને રસ નથી. તમે સવાલો પૂછતાં થાવતેના જવાબો કેમ શોધવા એ શીખવતા થાવતમે શ્રેષ્ઠ ઈન્સાન બનો. બસ આ જ બાબતો અમારા માટે વધુ અગત્યની છે.લાઇફના મોટાભાગના લેેસન ટેસ્ટબુકની બહાર જ ભણવાના હોય છે. શું ભણવું એ કરતાં શા માટે ભણવું એ નક્કી કરવું અગત્યનું છે.

સાયન્સ પસંદ કર્યું એટલે જરૂરી નથી ડૉક્ટરએન્જિનિયરટૅકનોક્રેટ કે વૈજ્ઞાનિક જ બનવું. અમે બે વર્ષમાં તમારી અંદરની અસલી ટૅલેન્ટરસરુચિના વિષયથી તમને માહિતગાર કરવાનો પ્રયાસ કરીશું. અમે તમને સમસ્યાના ઉપાય શોધવા માટે આત્મવિશ્વાસ અને હિંમત કેળવતાં શીખવીશું. જો ફ્યુચર લૅબ આવા થોડા વ્યક્તિત્વો વિકસાવી શકશે તો અમારી મહેનત સાર્થક થયેલી ગણાશે.

સ્કૂલની આ 11 સાયન્સની હ્યુમન ઇન્ડેક્સના પેરામીટર અનુસાર પસંદ થયેલી આ ફર્સ્ટ બેચ છે. 11 સાયન્સની કુલ 5 બેચમાં તમારી બેચમાં બધાને ડાયરેક્ટ ઍડમિશન મળ્યું છે – વિધાઉટ એની એક્ઝામ.

મારી વાતો થોડી લાંબી ચાલી. આશા રાખું છું ફરીથી મળીએ ત્યારે 'હ્યુમન લૅબ'માં આપણે ફિલિંગ્સના લેશન ભણીશું.

***********

સાગર આવ્યો નહોતો. હું રાત્રિના 11 વાગ્યે બાલ્કનીમાં હિંચકી રહ્યો હતો. હાથમાં રહેલો ચાનો કપ અને શ્વાસોમાં શ્વસતી રાતરાણીના ફૂલોની સુગંધ... ખરેખર આ ઘર સ્વર્ગ હતું. આખા દિવસનો થાક ઉતરી ગયો. ફરીથી આખા દિવસની ઘટનાનો વિચાર કર્યો.

પ્રિન્સિપાલે એ પ્રવચન પછી વિદાય લીધી. બધા સ્ટુડન્ટ્સે પોતાનો ઇન્ટ્રો આપ્યો. લગભગ સ્ટુડન્ટ ગુજરાતના ટાઉન કહેવાય તેવા વિસ્તારોમાંથી આવતાં હતાં. મારા માટે તો ફ્યુચર લૅબ’ અમારા સુધી કેમ પહોંચી એ જ આશ્ચર્યની વાત હતી. ત્યારબાદ ક્લાસમાં એક યંગ ગર્લ્સ  દાખલ થઇ. તે ટૅકનિકલ ઍડવાઇઝર હતી. એ બીજું કોઈ નહીં પણ મારું સ્વાગત કરેલું એ સુંદરી હતી. તે એક રોબોટ હતી. તેણે અમને લૅટરપૅડનો અને સોફાચૅરનો ઉપયોગ કરતાં શીખવ્યું. આજે ફક્ત થિયરીકલ જ બધું સમજાવેલું. કોઈ ડિવાઈસ ચાલુ કરવામાં નહોતા આવ્યા. એટલે આ ટૅકનૉલૉજિનો અનુભવ કરવાની ઇંતેજારી બહુ હતી. ત્યારબાદ ઇલેક્ટ્રિક બસમાં સ્કૂલના આખા કૅમ્પસની મુલાકાતનો વારો આવ્યો. મારા મોંમાંથી તો આફરીન સિવાય કોઈ શબ્દો જ નહોતાં નીકળતા. જાણે હું ખરેખર ભવિષ્યની કોઈ પ્રયોગશાળામાં હોઉં એવું અનુભવતો હતો. ચારે બાજુ હરિયાળી એકદમ શાંતિ. મન પડે એમ કરવાની આઝાદી. જોઈએ એવું અને ગમતું મળતું હોય તો માણસ કેટલી સ્વતંત્રતા ભોગવી શકે ?

સાંજે ઘરે આવીને તરત જ લૅટરપૅડ’ ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો પણ ચશ્માં તો સ્કૂલમાં જ મૂકી આવેલો એ યાદ આવતાં સાગરના ઘરનો ખૂણેખૂણો સ્કેન કરી નાખ્યો. થોડીવાર ટી.વી. જોયું. કંટાળ્યો. નાસ્તો કરીને રૂમમાં જઈ લેપટોપમાં ગેમ રમી. મગજમાં જરાય શાંતિ નહોતી. હજુ સ્કૂલ વિશેના વિચારો જ ઘુમતા હતા. દસ વાગ્યે કકડીને ભૂખ લાગી. આજે તો નાસ્તાથી જ ચલાવવું પડે તેમ હતું. નાસ્તો કર્યા પછી મસ્ત ચા બનાવી અને અત્યારે બેઠો બેઠો પીતો હતો.

મને ગીતાએ રોજ બે કલાક આપેલું ટ્યૂશન બહુ કામ લાગતું હતું. તે પહેલાં સવાલો સમજાવતીપછી જવાબો કઈ રીતે યાદ રાખી શકાય તેની જુદી જુદી ટૅકનિકો શીખવતી. મેં પરીક્ષાના સમયે પણ ક્યારેય અડધી રાત સુધી વાંચ્યું નહોતું. ના ક્યારેય પરીક્ષાનો ડર લાગ્યો. મને સ્કૂલની હ્યુમન લૅબ માટે ખૂબ જ રોમાંચ અને જિજ્ઞાસા હતી. ઘરે ફોન કરવાનું પણ ભૂલી ગયો હતો. હું ત્યાં હીંચકામાં લાંબો થઈને સૂતો. જોકે હું આખો તો સમાઈ નહોતો શકતો પણ ટૂંટિયું વાળીને પડ્યો રહ્યો. હ્યુમન લૅબના વિચારોમાં નિદ્રારાણીએ ક્યારે પોતાના વશમાં કરી લીધો તેની ખબર ના પડી.

*  *  *  *  *  *  *  *

બીજે દિવસે સવારે નવ વાગ્યે આંખો ખૂલી. આજે પણ સ્કૂલમાં કાલની જર્નીમાં બાકી રહેલા વિભાગોમાં ફેરવવામાં આવ્યા. નીચેનું અતિભવ્ય અને અફલાતૂન કહી શકાય તેવું એજ્યુકેશન મ્યુઝિયમ બતાવ્યું. બીજી કોઈ પણ પ્રકારની એક્ટિવિટી ના કરાવવામાં આવી. આજે ભૂલ્યા વગર ચશ્માં સાથે લીધાં હતાં. ઘરે આવીને તરત જ લૅટરપૅડ સ્ટાર્ટ કર્યું પણ... હજુ કશું જ અપલોડ નહોતું થયું. કારણ કે હજુ ભણાવવાનું સ્ટાર્ટ નહોતું થયું. મને જોરદાર ગુસ્સો આવ્યો. જેમ વાર લાગી રહી હતી તેમ મારું આકર્ષણ વધતું જતું હતું. મારો મૂડ ઑફ થઈ ગયો.


***

Rate & Review

Heena Suchak 5 months ago

ashit mehta 5 months ago

Nipa Upadhyaya 6 months ago

Shailesh Panchal 6 months ago

Palak Vikani 6 months ago