krossing ગર્લ - 9


વાઇના મેમ

વંદના ઈશ્વર નાગરનું પેટ નેમ.

 રેડ કલરની સાડીમાં તેઓ કાતિલ સૌંદર્ય વિખેરી રહ્યા હતા. તેનો નશો વાઇન જેવો હતો. તેમના પિરિયડમાં ક્લાસમાં ભણવું કે તેમને જોતાં રહેવું એ જ નક્કી નહોતું થઈ શકતું. મારી બાજુની સીટ હજુ ખાલી જ હતી. આગળની સીટમાં બેસતી હેપ્પી અને રાહુલ જોડે દોસ્તી થઈ ચૂકી હતી. અમે સીટબૅલ્ટ બાંધી લીધા. ડાબી બાજુના ગિયર જેવા હૅન્ડલ પર હાથ સેટ કર્યો.

ફ્રૅન્ડ્ઝઆજે આપણે પિરિયોડિક ટૅબલના તત્ત્વોની સફર કરીશું. ફક્ત સફર જ... દરેક તત્ત્વની શોધ ક્યારેકોણે અને કઈ રીતે કરી...લૅટ્સ સ્ટાર્ટ ધિસ બ્યુટીફૂલ જર્ની.બધાએ ચશ્માં પહેરી લીધાં. ક્લાસની લાઇટો ઑફ થઈ. એક સુમધુર અવાજ જેની સાથે અમે સારી રીતે પરિચયમાં આવી ચૂક્યા હતા.

ફ્યુચર વર્લ્ડની 5D ટૅકનૉલૉજીની સફરમાં તમારું સ્વાગત છે. આ વર્ચ્યુઅલ વર્લ્ડમાં આજે આપણે એક બહુ જ રસપ્રદ યાત્રા પર જવાના છીએ. યાદ રાખજો કેટલાક તત્ત્વોની વાસ બહુ તીવ્ર છેતે સહન કર્યે જ છૂટકો છે.” જાણે અવકાશયાનમાં સફર કરતાં હોય તેમ એક મિનિટ તેજના લિસોટા પછી અમે લૅબોરેટરી અને અવકાશ મિશ્રિત દુનિયામાં પહોંચ્યા.

વર્લ્ડ કલાસ સાઉન્ડ સિસ્ટમસાક્ષાત્ વૈજ્ઞાનિકોના ઘર,તત્ત્વોની ઉત્પત્તિતે વર્ષોની પરિસ્થિતિ,શોધનું કારણતેની પછીની જર્ની અને અત્યારે તેને કઈ રીતે ઉપયોગમાં લઈ શકાયથી લઈને તેના વિવિધ સ્વરૂપો અને ભવિષ્યમાં તેની સાથે જોડાયેલી આર્થિક અને માનવ ઉપયોગી શક્યતાઓ. આ બધી આમ તો કંટાળાજનક લાગતી ટેકનીકલ બાબતો એક વાર્તામાં ગૂંથી લેવામાં આવી હતી. વાર્તાનું નામ હતું. 'વિક્રમ વેતાલ.' સ્ટોરી કંઈક વિચિત્ર કહેવાય તેવી સર્જવામાં આવી હતી.

છોકરો ડર લાગતો હોય છે કે તેની સુંદર ગર્લફ્રૅન્ડ બીજા કોઈના પ્રેમમાં ના પડી જાય. તેની ગર્લફ્રેન્ડ કેમેસ્ટ્રીની સ્કોલર હોય છે. છોકરો પ્રપોઝ કરે છે ત્યારે જણાવે છે. "મેં એક ફોર્મ્યુલા બનાવી છે તેનું રહસ્ય જે ઉકેલી આપે તેની જોડે લગ્ન કરું." છોકરો મહાન વૈજ્ઞાનિક વિક્રમ અને તેના આસિસ્ટન્ટ વૈતાલની મદદ લેવાનું નક્કી કરે છે. પણ સાયન્ટિસ્ટ વિક્રમ બહુ શાણો છે. તે પેલા છોકરાને કહે છે – મારી પાસે તો આ ફોર્મ્યુલાના અઢળક સોલ્યુશન છે. હું તને એ બધી સોલ્યુશન સાથે મુલાકાત કરાવું. તારે જોઈને કહેવાનું કઈ પસંદ પડી અને શા માટે સાથે હું તારી ગર્લફ્રૅન્ડને પણ આ બધાની સફર કરાવીશપણ તે અજાણતાં જ આ બધું કરશે. અંતમાં હું તમને બંનેને આ સફરને લગતાં પાંચ સવાલો પૂછીશ. જો તેમાંથી એકપણ સવાલ મિસમેચ થયો તો હું તને આ ફોર્મ્યુલાનું સિક્રેટ સોલ્યુશન નહીં જણાવી શકું.

વાત અને લૉજિક સાવ સિમ્પલ હતા. અહીંયાં ગર્લફ્રૅન્ડની જગ્યાએ બાજુમાં બેસતી છોકરીની પસંદ-નાપસંદ. થોટ પ્રોસેસતેના વિશે ઝીણામાં ઝીણી જાણકારી હોવી જરૂરી હતી. મારી બાજુની જગ્યા ખાલી હતીજેમાં વાઇના મેમ ખુદ આવીને બેસી ગયા. મને તો રીતસર પરસેવો વળી ગયો હતો. મારે તેમને જાણવા માટે રોજ સવારે તેમનો એક કલાકનો એક્સ્ટ્રા ક્લાસ ભરવા જવાનો હતો.

વાઇના મેમનો નશો કેવો છે વધારે કે ઓછો.” રાહુલ મને રોજ ચીડવતો.

ચૂપ કરરાહુલ. એ એક કલાકમાં દુનિયાના બધા કૅમિકલ લોચાં અને એસિડિક ટેસ્ટની મારી સેકંડે સેકંડ પરીક્ષા લેતી હોય છે.”મેં ગુસ્સે થતાં કહ્યું.

હેલે જ દિવસે વંદનાની જગ્યાએ 'વાઇના મેમ' મોં માંથી નીકળી ગયું.તેઓ શોક થઈ ગયા. તેમના નામની શોધ મારી જ હતી. તેમને બહુ ગમ્યું. પણ એ તેમને પોતાના રહસ્યમય સ્મિત પાછળ છુપાવી દીધું.

રોજ તે પોતાની લાઇફ વિશે જણાવતાં. મારા વિશે પણ ઘણું બધું પૂછતાં. તેઓ જેટલાં બોલ્ડ અને બ્યુટીફૂલ હતાં તેનાથી ક્યાંય વધારે સ્માર્ટ અને ઇન્ટેલિજન્ટ હતાં. તેમના સહજ સ્પર્શથી મારા રૂંવાડા ઊભા થઈ જતાં. તે આ બધું સમજતાં. મારે તેમની સાથેના ડાયલોગમાં તેમના રૂપના નશામાં ખોવાઈ ના જાઉં એ માટે બહુ સાવધાની અને કન્ટ્રોલ રાખવો પડતો.

ક્રિષ્નાજો તું આ રીતે જ મને ટ્રીટ કરતો રહીશ તો તું મારા વિશે કશું જાણી નહીં શકે. મારા નશામાંથી બહાર નીકળ. એકદમ નૉર્મલ બની જા. દુનિયાના કોઈપણ પુરુષ સ્ત્રીઓ પ્રત્યેના પોતાના એટ્રેક્શનને કાબૂમાં કરી શકતો નથી પરંતુ તેને તમે અલગ દૃષ્ટિકોણમાં કન્વર્ટ ચોક્કસ કરી શકો. તું મારા સ્પર્શને એકદમ સહજતાથી લે. હું કોઈ ઈશ્વરીય અવતાર નથીતારી જેમ જ નૉર્મલ ઇન્સાન છું. એક સામાન્ય સ્ત્રી છું. લાઈફના અમુક રિલેસનમાં તમે એક લિમિટ ક્યારે ક્રોસ નહીં કરી શકો. એ સંબંધોનું આયુષ્ય પણ બહુ ટૂંકા ગાળાનું હોય છે. એન્જોય ધીસ રિલેશન. તારે કશુંક શીખવું હશે તો તારા મનને સ્થિર અને નૉર્મલ રાખવું પડશે." એ માટે શું કરવું તેનું તે પ્રેકિટ્કલ રિહર્સલ કરી બતાવતા.

મારે તેમનો હાથ એક કલાક સુધી સતત પકડી રાખવાનો હતો. તેમના કામ ચાલુ રહેતાં. મારે તેમની પાછળપાછળ ફરવું પડતું.વચ્ચે 10 મિનિટ માટે સતત તેમની આંખોમાં જોવાનો ટાસ્ક પણ કરવો પડતો. ફરીથી પાછો અમારી વચ્ચેનો સંવાદ સ્કૂલની કૅમિકલ પિરિયોડિક ટૅબલની ચર્ચા. 

તેમને પોતાની લાઈફમાં આવેલા પુરુષો વિશે વાત કરી. છેલ્લા દિવસે તેમના ઘરે જવાનું હતું. તેની પરી જેવી નાનકડી છોકરી પરાણે વહાલી લાગે તેવી હતી. અહીંયાં પણ તેમના પતિની હાજરીમાં અમારો ટાસ્ક નૉર્મલ રીતે ચાલુ હતો. તે રાત્રે સવારના વાગ્યા સુધી અમે પ્રૅક્ટિસ કરી. અદભુત હતું બધું. કોઈપણ બાબતો સચોટ રીતે યાદ રાખવાની ટ્રીક તેમણે શીખવી. સૌથી વધુ સારી રીતે તેમણે શીખવ્યું. લાગણીઓ વિશે બેકાબૂ થયા વિના તેને કઈ રીતે કંટ્રોલ કરી યોગ્ય રસ્તે વાળવી, અને તે એનર્જીનો ઉપયોગ કઈ રીતે કરવો.આ સાત દિવસમાં હું લાઈફનો ફર્સ્ટ અને બહુ ઇમ્પોર્ટન્ટ લેસન ભણ્યો હતો. કોઈપણ કામ કરતી વખતે વિચારો અને લાગણીઓને કઈ રીતે ખુદને બુસ્ટર ડોઝ આપી શકે તેવી એનર્જીમાં કન્વર્ટ કરવા. મને એ ટાસ્કની એક્ઝામ પુરી કરતાં પરસેવો વળી ગયો. વાઇના મેમ બહુ ખુશ લાગતા હતા. તેમની આંખોમાં પોતાની મહેનત રંગ લાવી હોવાનો સંતોષનો ભાવ હતો.

 હું સ્કૂલની સિસ્ટમમમાં સેટ થઈ ચૂક્યો હતો. બધા ટીચરોની પોતાની ખાસિયત હતી. અનોખી ટીચિંગ મેથડ હતી. બધાને પેટનેમ અપાઈ ચૂક્યા હતા. જે શિક્ષકનું એક પ્રકારનું ઍવોર્ડ જેવું જ સન્માન હતું. મધુમાસીને ત્યાં હું બહુ બોલતો નહીં પરંતુ સાગર અને તેમની વચ્ચેની વહાલની રકઝકમાં બે રોટલી વધારે ખાઈ લેતો.

મોબાઈલ અને સોશિયલ મીડિયા સાથે મારે બહુ બનતું નહીં. મને સંગીત અને ફિલ્મોનો પહેલેથી શોખ હતો. અહીંયાં તેને પૂરતી ફ્રીડમ હતી. ક્યારેક મારી નાનકડી લાઈબ્રેરીમાંથી એકાદ પુસ્તક કાઢીને વાંચતો પણ ખરો. વાંચન પ્રત્યે હવે પહેલા જેટલી નફરત નહોતી રહી. સાંજે સાડા છ વાગ્યે ચાનો મોટો કપ સાથે હીંચકા પર ઝુલવાનો નવો શોખ પાળ્યો હતો. ગર્લ્સ હૉસ્ટેલની છોકરીઓને જોતાં રહેવાનો. આ રંગબેરંગી હુસ્ન પરીઓને ખીલખીલાટ હસતી જોઈ આખા દિવસનો થાક ઉતરી જતો. રાજકોટ શહેરની ભૂગોળનો આખો નક્શો ઇન્ટરનેટ વડે મગજમાં કેદ કરી લીધો હતો. ચોમાસાના પહેલા વરસાદનું આગમન થઈ ચૂક્યું હતુંજેને મેં મન ભરીને માણ્યું હતું.

10 દિવસ પછી અમારા આ ફર્સ્ટ ટાસ્કનું રિઝલ્ટ આવ્યું. વાઇના મેમની મહેનતના કારણે અમારો ફક્ત એક જ જવાબ મિસમૅચ થયો હતોજ્યારે ક્લાસમાં લગભગ કોઈ ત્રણથી આગળ વધી શક્યું નહોતું. ક્લાસમાં બધા મને આશ્ચર્યથી જોઈ રહ્યા. ક્લાસમાં બધા સાથે હજુ સુધી મારા નૉર્મલ સંબંધો જ હતા. મારું વ્યક્તિત્વ પણ ખાસ આકર્ષક નહોતું એટલે બધા મને બુડથલ જેવો માનતા. હું બીજાની જેમ નૉર્મલ ધીંગામસ્તી નહોતો કરતો. સતત કશાકમાં ખોવાયેલો રહેતો. ખુદ સાથે વાતો કરવી બહુ ગમતી.

મને ટાસ્કના સક્સેસ માટે અભિનંદન આપતા વાઇના મેમે એટલું જ કહ્યું હતું, “ક્રિષ્ના,તું બીજાની જેમ નૉર્મલ નથી. તું કંઈક અલગ જ છે. ઇન માય ઓપિનિયન,તારી કંપનીમાં કોઈ પણ ગર્લ્સ પોતાને એકદમ સેફ મહેસૂસ કરી શકશે. બસ,આવો જ રહેજે. બહુ આગળ જઈશ.

 

.  

 


***

Rate & Review

Heena Suchak 5 months ago

Parmar Jaydip 5 months ago

V Dhruva 5 months ago

ashit mehta 5 months ago

Nipa Upadhyaya 6 months ago