krossing ગર્લ - 10


રવિવારની એ થોડી મોડી ઊઠેલી સવાર હતી. પરન્તુ બહુ ખુશનુમા હતી. આ દિવસે રજા હોવાને લીધે આળસ નિર્દોષ બાળકની જેમ પોતાની મનમાની કરતી રહેતી. મને સાગરના હાથની કૉફી બહુ ભાવતી.  આજે પણ તેની પાસે ધરાર કૉફી બનાવડાવી હતી. બંને બાલ્કનીમાં હીંચકતાં હીંચકતાં કૉફી પી રહ્યા હતા.

એટલમાં, હૉસ્ટેલની એક ગૅલૅરીનો દરવાજો ખૂલ્યો. મારા પેટમાં ફાળ પડી. મન ચકરાવે ચડવા લાગ્યું. આ તો એ જ છે કે !! ગમતી વ્યક્તિ સામે આવે એટલે માણસ માણસ બન્યા વગર ના રહી શકે. હું જાણે તેની સાથે કોઈ સંબંધ ના હોય એમ અજાણ રહેવાનો ઢોંગ કરવા લાગ્યો.સાગર મારામાં આવેલો ફેરફાર પામી ગયો પરન્તુ કંઈ ના બોલ્યો.

તે એકદમ રૂપાળી હતી.થોડી જાડી કહી શકાય એટલી હેલ્ધી હતી. હાઈટ સારી કહેવાય તેવી હતી. સિલ્કના ચમકતાં નાઈટ ડ્રેસમાં નાહીને તાજી નીકળેલી તે પોતાના મિડિયમ લાંબા વાળ લૂછી રહી હતી. ઘડીકમાં આમથી તેમ વાળને નચાવતી તે પોતાની અદાઓ વિખેરી રહી હતી. આજે રજા હોવાને લીધે તે વાળ સાથે ભરપૂર રોમાંસ કરવાના મૂડમાં હોય એવી નજાકતથી એની સાથે કામ લઈ રહી હતી. હું બાઘો બનીને તેને જોઈ રહ્યો હતો. આમ તો દિવસમાં એક વાર અમારું સ્નેહમિલન અચૂક થઈ જતું પણ આજની વાત કંઈક ઓર જ હતી.આજે તે બેહદ ખૂબસૂરત અને સેક્સી લાગી રહી હતી.

કાનને રાધા બહુ ગમે કે રાધાને કાન...” સાગરે મારી સામે જોઈને કહ્યું.

“ એ તો રાધા ને કાન ને ખબર. મને શું ખબર ! એન્ડ તું સમજે છે એવું કંઈ નથી. આ તો બસ અમસ્તું જ. બાય ધ વે તેનું નામ રાધે છે ?” મેં પૂછ્યું.

ઓહો... જીયો મેરે લાલ...ચોરી પકડાઈ ગઈ... પણ બોલવામાં આટલી બધી શરમ શેની આ ઉંમરે છોકરી ના ગમે તો ક્યારે ગમે કોઈ ગમતું હોય તો બિંદાસ એક વાર તેનો મૂડ સારો લાગે ત્યારે મળીને કહી દેવાનું – તું મને ગમે છે.” તે સહજતાથી બોલ્યો.

એ બધું તું શબ્દોમાં સમજાવે તેટલું સહેલું નથી. તને ખબર છેતેને લીધે ક્યારેક જિંદગીભર સંબંધો બગડી જાય. એટલા માટે જ આવા કિસ્સામાં બહુ સમજી-વિચારીને આગળ વધવાનું. મારા ગામમાં એક-બે કિસ્સામાં આવું બનેલું. પાછું આબરુના ધજાગરા થાય એ નોખા.” હું બોલ્યો.

એ...એ... એ...પંતુજી... મેં ફક્ત આઈ લાઈક યુ કહેવાનું કહ્યું છે આઈ લવ યુ નહીં. કોઈ છોકરી ભગવાન નથી. એ ના મળે તો આખી જિંદગી કંઈ દેવદાસ બનીને બેસી રહેવાનું ના હોય. ક્યારેક વર્તમાન કરતાં ભવિષ્યને સુંદર તકો માટે તમારી રાહ જોવાનું ગમતું હોય છે.

જે છોકરીને ખાલી પુછવાથી જ ખરાબ લાગી જતું હોય એની જોડે આખી જિંદગી કેમ કાઢવી. સારું જ છે ને એવા રિલેશનનો હંમેશા માટે ધ એન્ડ થઈ જાય. છોકરી તમારા શબ્દો સાંભળી તમારી સામે જુએ ત્યાં જ સમજી શકે કે તમે કયા ઍન્ગલથી શું કહેવા માગો છો. એની સિક્સ્થ સેન્સ બહુ પાવરફૂલ હોય છે. પણ તે પોતાની ઇમોશનલ સેન્સનો વધુ ઉપયોગ કરે છે. એ અલગ વાત છે.  અને એટલે જ વધુ હેરાન થાય છે. ઘણીવાર ખબર હોય છે કે આ વ્યક્તિ પોતાના માટે યોગ્ય નથી છતાંપણ તેના પ્રેમ માટે પોતાને પરાણે તૈયાર કરે છે. પછી બ્રેકઅપ સોંગને પોતાનો વધુ એક ચાહક મળી જાય છે. છોકરાં બધા આવા જ એવી માન્યતા વધુ દ્રઢ થતી જાય છે. ડોન્ટ વરી, માય ડિયર તું તારે આગળ વધ. તને એટલો તો એક્સપિરિયન્સ થશે જ કે આવી છોકરીઓ સાથે તારી લાઈફ સેટ નહીં થાય.” ‘છોકરીના છપ્પામાં’ સાગર આવું બ્રહ્મજ્ઞાન આપે છે.

તેની જ્ઞાનની સરવાણી વહેવાની ચાલુ થઈ ગઈ હતી. તેની વાત સાચી હતી. હું નૉર્મલી છોકરીઓ સાથે વાત કરતાં થોડો ડરતો. જોકે વાઇના મેમના ટાસ્ક પછી એ બધો ડર ગાયબ થઈ ગયો હતો. તે છેલ્લા એક વીકથી મારી સાથે આંખ-મિચોલી રમે છે.  કદાચ એવું ના હોય અને મને એવું લાગતું હોય એવું પણ બની શકે. મને એ ગમે છે. દેખાવે મારા કરતાં ઉંમરમાં મોટી હોય એવું લાગે છે. વડીલો કહેતાં હોય છે ' સગપણ વખતે છોકરાં કરતાં છોકરી ઉંમરમાં મોટી હોય તો એ કજોડું કહેવાય. એટલે આગળ વધવાનું મન નથી થતું.” મેં  મૂંઝવણ રજૂ કરતાં કહ્યું. 

 તે હસ્યો, “તેનું નામ છે ઇશિતા ઓઝા.તે  વડોદરા રહે છે. અહીંયાં જર્નાલિઝમનું ભણવા આવી છે. લાસ્ટ સેમેસ્ટર જ બાકી છે. તારે માટે રિલેસનશીપના ફર્સ્ટ લેવલ એક્સપિરિયન્સ માટે કદમ પરફેક્ટ છે.  એન્ડ દરેક વાતમાં આ વડીલોની તરંગી તુક્કા જેવી જડ માન્યતાઓ વચ્ચે લાવવી જરૂરી નથી. તેમના સમયમાં રિલેશનના જે સ્ટેટ્સ અને વર્ઝન હતાં તે બહુ ઓલ્ડ થઈ ગયા. સમય સાથે ના બદલાય અને સચવાય તો સાયન્સના અમુક રુલ્સ અને લોખંડ પણ કટાઈ જાય. જ્યારે આ બધી માન્યતાઓ તો પરિસ્થિતિને આધારે સર્જાતું હ્યુમન બીહેવીયર છે. ટેકનોલોજી બદલાય તેમ ડિમાન્ડ મુજબ આ સતત પરિવર્તનશીલ રહેવું જોઈએ."

હું તેની સામે જોઈ રહ્યો, “તને એના વિશે કેમ ખબર ?" પોતાનો કક્કો ખરો કરાવાની બાબતે સાગર ગીતાનો ભાઈ હતો.

હૉસ્ટેલમાં કેટલી છોકરીઓ રહે છેકયા માળના કયા રૂમની કઈ બેડ પર કોનો કબજો છેતેનો લાઈફ ડેટારિલેસનશીપ સ્ટેટસ અને બદલાતા રહેતા ફોન નંબર બધું જ મારી મેમરીમાં સેવ હોય છે કારણ કે હું જીવું છું. જીવવા માટે બે બાબતો અનિવાર્ય છે – પ્રકૃતિ અને સ્ત્રી.

સાગરતું વધારે પડતું બોલ્યો.  ઇટ્સ નોટ પોસીબલ !  આટલું બધું કોઈને યાદ કઈ રીતે રહે ?” જોકે પિરિયોડિક ટૅબલના ટાસ્કમાં મને પોતાને બધી ડિટેઈલ્સ આરામથી યાદ રહી ગઈ હતી.

તેણે આખી હૉસ્ટેલની વર્તમાન સ્થિતિ કહી બતાવી. પાંચ મિનિટ સુધી તેના મોંએ બધી ડિટેઈલ્સ સાંભળી હું તો આભો જ બની ગયો. તને હૉસ્ટેલનું રજિસ્ટર અને બીજો ડેટા પણ ચેક કરી લેવાની છૂટ છે.” તેણે ઇશિતાના ફોન નંબર પણ કહ્યાતેનો લાઈફ ડેટા પણ આપ્યો. પછી જોરથી બૂમ પાડી, “હેય ઇશિતા !

સાગરરહેવા દે, મારી વાટ લાગી જશે. એને બોલાવવાની કોઈ જરૂર નથી.” મેં તેના મોંએ હાથ દઈ તેને રોકવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો.

ઇશિતાએ હસતાં હસતાં અમારી સામે જોયું.

સાગરે શરીર અને હાથથી સમજાવ્યું – તું અત્યારે બહુ સુંદર લાગે છે. હું તારા પ્રેમમાં પડવા માગું છું. પણ બીજી બે-ચાર જગ્યાએ કમિટેડ છું પણ...પણ...પણ... મારો આ દોસ્ત અત્યારે સાવ ફ્રી છે અને વર્જિન પણ છે. મને ખબર છે અત્યારે તારું સ્ટેટસ સિંગલ છે. આઈ નો કે મારો ફ્રૅન્ડ એજમાં નાનો છે પણ અત્યારે તારા માટે રિલેસનશીપના નવા એક્સપિરિયન્સ માટે બેસ્ટ ઑપ્શન છે. આઈ નો કે તને પણ થોડી થોડી ફિલિંગ્સ તો છે જ. આઈ હોપ કે તું ના નહીં પાડે.

સાગરની એ નાના છોકરાને પણ સમજાય શકે તેવી ઍક્ટિંગથી હૉસ્ટેલની ઘણી ગૅલૅરીમાં હાસ્યનું હુલ્લડ સર્જાયું. ઇશિતા પણ સાગરની આ ઍક્ટિંગ પર ફીદા થઈ ગઈ.

“ હું તો સિગ્નલ આપી આપીને થાકી. મને તારો ફ્રૅન્ડ ગે હોવાની ગટ્સ ફિલિંગ્સ આવે છે. બટજો તું આટલું કહેતો હોય તો હું તેને એક ચાન્સ આપવા તૈયાર છું.ઇ હોપ કે મારે તેનો રેપ નહીં કરવો પડે” સાગરની જેમ એક્ટિંગના ઇશારમાં આટલું સમજવી તે ઝડપથી અંદર ભાગી.

અમારું એક્ટિંગ કનવર્ઝેશન નિહાળી રહેલી હોસ્ટેલની ગેલેરીઓ હસી હસીને બેવડી વળી ગઈ. મને  ઇશીતાની ઇશારાની લેંગ્વેજ ના સમજાઈ. મેં સાગરને પૂછ્યું.

 રહેવા દેબધું એક જ દિવસમાં ના આવડી જાય. તારે તને પ્રુવ કરવો પડશે કે તું ખરેખર પુરુષ કે અસલી મર્દ કહેવાને લાયક છો  પ્રેમ તો.. બહુ દુરની વાત છે.” તેણે શંકાભરી નજરે મારી સામે જોતાં કહ્યું.

હું સ્તબ્ધ થઈ તેની સામે જોઈ રહ્યો... શું હું નોર્મલ છોકરો નહોતો... સાગરે આમ કેમ કહ્યું ? ઇશીતાએ સાગરને ઇશારમાં શું સમજાવ્યું હશે ?


***

Rate & Review

Heena Suchak 5 months ago

V Dhruva 5 months ago

ashit mehta 6 months ago

Nipa Upadhyaya 6 months ago

Shailesh Panchal 6 months ago