Krossing ગર્લ - 11


ગ્રાન્ડ FM

હેય બડીમને બાયોલોજી થોડું ઓછું ફાવે છે. મારી ઘરે ચાલ ને.  આપણે સાથે સ્ટડી કરીએ. મને કાલની ટેસ્ટ માટે થોડી હેલ્પ મળી જાય.” આગળની બેન્ચમાં બેસતાં રાહુલે વિનંતીના સૂરમાં કહ્યું.

આવવામાં કોઈ પ્રોબ્લેમ નથીપણ રીટર્ન આવવામાં મોડું થશે તો  ?” મને તેના ઘર વિશે કંઈ ખબર નહોતી.

બસ આટલી જ વાત એ તો ડ્રાઈવર તને કાર લઈને મૂકી જશે.” તે બોલ્યો.

“O.K. નો પ્રોબ્લેમ. હું આવીશ.” મને પણ તેનું ઘર જોવાની ઇચ્છા હતી. તે શહેરના બહુ જ મોટા અને પ્રસિદ્ધ ડૉક્ટરનો છોકરો હતો.

સ્કૂલ છુટતાં જ રાહુલની કાર અમને લેવા આવી. તે ગાડીમાં પોતાના મોબાઈલમાં વ્યસ્ત થઈ ગયો.તેમના પપ્પા વિશે છાપામાં વાંચેલું – ડૉ. મનીષ પંડિતગુજરાતના જ નહીં પણ દેશના બેસ્ટ કહી શકાય તેવા કેન્સરના નિષ્ણાતોમાં તેમની ગણના થતી હતી. તેમના અમુક રિસર્ચ પેપર ઇન્ટરનેશનલ લેવલે પણ રજૂ થયા હતા. બીજી એક વિશેષતા હતી – તેમના ઘરમાં બધા જ ડોક્ટર હતા.રાહુલના કઝીન બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ પણ ડૉક્ટર બની ચુક્યા હતા. રાહુલને મેડિકલ કૉલેજમાં ઍડમિશન મળી જાય એટલે આ ઐતિહાસિક રૅકૉર્ડનું સેલિબ્રેશન થવાનું હતું. કુલ ત્રણ પેઢીને અને બધા મળીને કુલ 51 ડૉક્ટર.

એ જ ફેમિલીના ઘરની મુલાકાતે આજે હું જઈ રહ્યો હતો. ગાડી ડૉક્ટર હાઉસના ભવ્ય આંગણામાં પ્રવેશી. મહેલ જેવા બંગલાને જોઈને મારી આંખો ચમકી. થોડાં પગથિયાં ચડી અમે વિશાળ હોલમાં પ્રવેશ્યા.

કેટકેટલા રાચરચીલાથી આખો હોલ શણગારેલો હતો. મેં લાઈફમાં પહેલીવાર આવું આલીશાન ઘર જોયું હતું.  સોનેરી ઝાંયવાળા ઝુમ્મરો,  રાજા- રજવાડાંના મહેેેલોમાં જોવા મળે તેવો હોલ, ખાસ રત્નો અને ચિત્રોથી મઢેલી દીવાલો, હું આભો બની જોતો જ રહ્યો. 

ક્રિષ્નાઆ છે મારું નાનકડું ડૉક્ટર હાઉસ’. બધા મળીને કુલ ત્રીસ રૂમ છે. સર્વન્ટ ક્વાર્ટર અને મહેમાનો માટેનું ગેસ્ટહાઉસ અલગ. અત્યારે ઘરમાં કુલ 12 ફેમિલી મેમ્બર છે. વારેતહેવારે બધા ભેગા થાય ત્યારે ફુલ ટુ ધમાલ એન્ડ પાર્ટી જ હોય. ઘરમાં ગમે ત્યારે જે માંગો તે મળે. બસ પ્રેમ સિવાય. મને બસ મેડીકલમાં ઍડમિશન મળી જાય એટલે ઘણું. મારી લાઈફનું ડેડીએ આર્ટિફિશિયલી ક્રિએટ કરેલું સહુથી મોટું ડ્રીમ છે.” તેની બોડી લેંગ્વેજ અને શબ્દો બંને અલગ ભાષા બોલી રહ્યા હતા. તેના અવાજની વેદના છુપાયેલી ના રહી શકી. કદાચ તે ડૉક્ટર બનવા જ નહોતો માંગતો.

તારું ઘર કેવડું મોટું છે. મારી વાડી જેવડું. આવડા મોટા ઘરમાં કેમ ગમે એકલું એકલું ના લાગે ?” હું તેના ઘરની ભવ્યતાને આંખોમાં આંજી સીડી ચડતાં બોલ્યો.

ક્યારેય એવું ફીલ થાય. કોઈ વાર મમ્મી કે પપ્પા જોડે બેસીને વાતો કરવાનું બહુ મન થાયપણ યુ નો... એ ...... મને તો ક્યારેક લાગે છે મમ્મી અને પપ્પા સૂવા માટે જ ઘરે આવે છે. હું પણ વિવિધ ક્લાસમાંથી નવરો થાઉં તો વિચારું ને... રાત્રે નવ વાગ્યે ઘરે પહોંચું ત્યાં થાકીને ઠુસ થઈ ગયો હોઉં.” તે મને પોતાના રૂમમાં લઈ ગયો.

તેનો રૂમ અદભુત રીતે સજાવેલો હતો. કદાચ બધું ફોરેનથી ઇમ્પોર્ટ કર્યું હોય તેવું લાગતું હતું. તેના રૂમની આખી દીવાલ ચિત્રોથી સજાવેલી હતી. જેની હું કલ્પના ના કરી શકું તેવા અદભુત દૃશ્યો તેમાં પીંછીથી કંડારેલા હતા.

રાહુલઆ બધા ચિત્રો તેં દોર્યા છે ?” મેં પૂછ્યું.

નો,  મેં નથી દોર્યા બટ આ બધા ચિત્રો મારા માટે ખાસ છે. હું હજુ એ લેવલ સુધી પહોંચ્યો નથી કે આ માસ્ટર પીસ દોરવા વિશે કલ્પના પણ કરી શકું. દરેક ચિત્રમાં એ આર્ટિસ્ટના મિજાજની ફ્લેવર અને કલાની નજાકત ઉપસી આવશે. દરેક  ચિત્ર કલેક્ટ કરવા માટે ખાસ્સી મહેનત કરવી પડી છે. હજુ મારી પાસે કેટલાક રેર પીસ છે. એ ફરી ક્યારેક બતાવીશ. કમ વિથ મી...” કહેતાં તેણે રૂમની અંદર જ કબાટમાંથી બીજો એક ગુપ્ત દરવાજો ખોલ્યો. બે રૂમ ભેગા કરીને બનાવ્યા હોય એવડી વિશાળ જગ્યા ખાલીખમ હતી. અંધારામાં સ્ટૅન્ડમાં બે બૉર્ડ રાખેલા દેખાતાં હતાં. કદાચ એ ચિત્રો બનાવવા માટે જ હશે. એક બાજુ કલરના ડબલાઓ અને ટ્યુબોનો ઢગલો હતો. તેણે રૂમની લાઇટો ચાલુ કરી. ફરતી દીવાલોએ ચિત્રો ટાંગેલા હતા. થોડે દૂર ચિત્રો થપ્પામાં વ્યવસ્થિત ગોઠવાયેલી હોય એવું લાગતું હતું. 

મેં  દીવાલ પર  શોભતાં દરેક ચિત્રો જોયા. મને આમાં કંઈ ખબર ના પડતી. જોતાં જ જે ગમી જાય એ ચિત્ર સારું  હોય એવું હું માનતો. આ બધા ચિત્રો રાહુલે દોર્યા હતા. તે મને ચિત્ર દોરવાનું કારણતેમાં વ્યક્ત થતા ભાવોકલરના કૉમ્બિનેશન અને આર્ટના પ્રકાર વિશે માહિતી આપતો રહ્યો. જો કે મને તે બધામાં કંઈ રસ ના પડ્યો. પેઇન્ટિંગ મારા રસનો વિષય નહોતો. પણ મને ઘણું જાણવા મળી રહ્યું હતું. તે બોલતો ત્યારે સમજાઈ જતું કયું ચિત્ર તેના દિલની વધુ નજીક છે. મને પણ અમુક ચિત્રો બહુ ગમ્યાં. આખરે નોકરે નાસ્તા માટેની બૂમ પાડતાં અમે બંને બહાર નીકળ્યા. બે-ત્રણ જાતની મીઠાઈતળેલા કાજુવેફર્સસમોસાજ્યુસના ગ્લાસ – મને નાસ્તો હતો કે જમવાનું એ ના સમજાયું.

રાહુલતું કેટલા અદભુત ચિત્રો બનાવે છે. તને આનો જબરો શોખઅને પેશન પણ  છે. તું પેઈન્ટર કેમ નથી બનતો તેમાં પણ ખૂબ બધા પૈસા અને સેલિબ્રિટી સ્ટેટસ મળે.” મેં કહ્યું.

એક વાર ડૉક્ટર બની જાઉં પછી ગમે તે કરી શકું. ડેડીનું એક સપનું છે ઓન્લી. મારા ડેડી નહીં પણ મારી આખી ફેમિલીનું કહું તો પણ ચાલે. મને ડૉક્ટર બનતો જોવાનું. બધાએ બહુ સ્ટ્રગલ કરી છે યાર. આપણી પણ કંઈક જવાબદારી બને. માબાપની લાગણીઓને સમજવાની.” તે બોલ્યો.

તારી ત્રણ પેઢી ડૉક્ટર છે એટલે કદાચ માની લઈએ તારા પપ્પાએ પોતાના ફિલ્ડમાં આગળ વધવા માટે મહેનત કરી હશે. સંઘર્ષ કે મહેનત તો બધાને કરવી પડે. એટલે ધરાર ડૉક્ટર થોડુંક બનાય. તને ગમશે તું ડૉક્ટર બનીશ એ ?” મેં નાસ્તો કરતાં પૂછ્યું.

લિવ ઇટશું ફર્ક પડે છે આપણને ગમે કે ના ગમે. મારે ડૉક્ટર બનવાનું છે એ ફાઈનલ છે. ચાલઆપણે ટેસ્ટની તૈયારી કરીએ.” તેણે વાત અટકાવતાં કહ્યું.

અમે પહેલા નાસ્તો પતાવ્યો. નાસ્તો કરતાં કરતાં ક્લાસની છોકરીઓ વિશે અને સ્કૂલના શિક્ષકો વિશે વાત કરી. તેણે પોતાનું હમણાં જ બ્રેકઅપ થયું હોવાનું કહ્યું. કાલની ટેસ્ટમાં તેને અઘરા લાગતા સવાલોની તૈયારી પતાવી અમે નીચે આવ્યા. તેણે દાદાકાકાકઝીન સિસ્ટર તથા મમ્મી જોડે મારો પરિચય કરાવ્યો. મેં તેમની રહેણીકરણીમાં એક જાતની મેનર્સ અને એટીટ્યૂડ અનુભવ્યોજેની મને સખત ચીડ હતી. જોકે મારી સાથે તેઓ બહુ સારી રીતે વર્ત્યાછતાં મારી સાથે તેમની વાતચીતમાં એક અંતર હોવાનું સ્પષ્ટ દેખાઈ આવ્યું. 

ઇન્ડિયામાં તો તેના પપ્પા પૈસા ફેંકે એટલે રાહુલને ડૉક્ટરની ડિગ્રી આરામથી મળી શકે એમ હતી. કદાચ રાહુલ પણ આ વાત સારી રીતે જાણતો હતો. ક્લાસમાં પણ તે સતત મૂંઝવણમાં રહેતો હોય તેવું લાગતું હતું. સાયન્સ સ્ટુડન્ટના મહોરા નીચે છુપાયેલો આ કલાકાર જીવ અકળાતો હોય તેવું લાગતું હતું. મને તો ઘરેથી આવું કોઈ બંધન નહોતું. લોકોને શા માટે ડિગ્રીનો આટલો બધો મોહ હશે મેં ત્યાંથી વિદાય લીધી.

મારે શું બનવું છે ડૉક્ટરએન્જિનિયરગવર્નમેન્ટ ઑફિસરફોટોગ્રાફર કે પછી બીજું જ કંઈ ઘરે પહોંચતા સુધી કારમાં આખે રસ્તે આ જ વિચાર કર્યોપણ કંઈ જવાબ ના મળ્યો.

*************

ગીતલીકેટલા દિવસે ફોન કર્યો શું કરે છે તું કઈ દુનિયામાં જીવે છે મારે તને કેટલી બધી વાતો કહેવાની છે ?” હું ફોન ઉપાડી સીધો ચાલુ જ થઈ ગયો.

કાનાશાંતિ રાખ. બધું કહું છું. મહિનામાં તો બેન યાદ આવવા લાગી. એક મસ્ત વાત છે પણ તને કેમ કહેવી એ સમજાતું નથી.” તે ઉત્સાહમાં બોલી.

કેમ શું થયું તેં કોઈ નવી ધમાચકડી કે ઝઘડો તો નથી કર્યો ને કૉલેજમાં ?” મેં પૂછ્યું.

ના રેએ બધું તો રુટિન છે. એમાં કંઈ નવું ના હોય... હમ્...હમ્... કેમ કહું તને...  સંભાળ...દિનકરે મને મેરેજ માટે પ્રપોઝ કર્યું.” તે શરમાતી હોય તેમ બોલી.

હેં... ના હોય... આટલું જલ્દી... તો... તે એને... તેં... શું જવાબ આપ્યો...?” મને નવાઈ લાગી.

ગઈ કાલે એનો બર્થડે હતો. આમ તો રિલેસનશીપને ચાર વર્ષ થયા. તને કીધું હતું એમ યુથ ફેસ્ટિવલમાં અમે ફર્સ્ટ ટાઈમ મળેલા. ના પાડવાનો તો કોઈ સવાલ નથીછતાં પણ મેં કહ્યું – ‘દિનુઆઈ એમ નોટ રેડી ફોર મેરેજ. તને નથી લાગતું આ થોડું વહેલું લાગશે યુ નો કાના રિયલમાં યારહું એને સાચો પ્રેમ કરું છુંપણ હજુ હું મેરેજ માટે તૈયાર નથી.” તે બોલી.

ગીતલીતું એક બંગાળી જોડે મેરેજ કરીશ. ઘરે કોઈ હા નહીં પાડે. તને ખબર છે ત્યાં બધા સવારે નાસ્તામાં માછલી ને ભાત ખાય છે. અરે યારબોયફ્રૅન્ડ સુધી બરાબર છે પણ મેરેજ માટે બહુ વિચારજે. શું મેરેજ પછી પણ તમારો પ્રેમ આવો જ રહેશે ?” મેં કહ્યું.

તું તો જાણે મોટો પંડિત થઈ ગયો હોય તેવી વાત કરે છે. પ્રેમનો કક્કોય ઘૂંટ્યો છે કોઈ દિવસ તેનો વિરહ-તડપ કેવી હોય એ તું શું જાણીશ... પાછો મને સલાહ દેવા આવે છે. સાંભળમેં હજુ હા નથી પાડી. પણ જે દિવસે હા પાડી દીધી એની પછી ના નહીં થાય. ભલે ઘરના લોકોને જે કરવું હોય એ કરે... ઘરને કશું જાણ્યા કે સમજ્યા વગર ફક્ત બંગાળી હોવાનો ખોટો વિરોધ કરવો હોય તેને છોકરીના સુખી સંસારની કે સપનાંની કંઈ પડી ના હોય તો મારે એવા ઘરની કોઈ જરૂર નથી.” આટલું બોલી તેણે કૉલ કટ કરી નાખ્યો.

મારે તેની જોડે કેટલી બધી વાતો કરવી હતી. મેં તેનો મૂડ ઑફ કરી નાખ્યો. તે બહુ સમજદાર હતી. તે ક્યારેય ખોટું પગલું નહીં ભરે તેની ખાત્રી હતી છતાં પણ ઘરમાં આ સંબંધ બધા ક્યારેય સ્વીકારવાના નહોતા. 

મેં ફરીથી તેને ફોન જોડ્યો, “કૃપયા કરકે આપ સાત દિન બાદ ફોન કિજીએ. આપકો ઇસ વ્યક્તિને સાત દિનોં કે લિયે બ્લોક કિયા હૈ.” ટેલિકૉમ કંપનીઓએ આ સર્વિસ ચાલુ કરીને મગજનો અડ્ડો કરી નાખ્યો હતો. ક્યારેક દોસ્તાર પણ 4 કે 6 કલાક માટે બ્લોક કરી દેતા. હવે સાત દિવસ સુધી કોઈ મેસેજ કરવાનો પણ અર્થ નહોતો. મારે બહારગામની પહેલી રક્ષાબંધન બ્લોક થઈને ઉજવવાની હતી. કારણ એક વાર બ્લોક થયા પછી તેનો ટાઇમ પિરિયડ પૂરો થયા પહેલાં તમે ધારો તો પણ ઓપન કરી શકો નહીં.

મેં પર્સનલ ડાયરી ખોલી. અને લખ્યું – “આજની શિખામણ... પૂરી વાત જાણ્યા કે સમજ્યા વિના મનમાં આવે એવા જવાબ દેવાની ઉતાવળ ના કરવી – મેં મારી વહાલી બહેનને ફર્સ્ટ ટાઈમ દુઃખી કરી.” પછી ક્યાંય સુધી ડાયરીમાં જે મનમાં આવ્યું એ લખ્યા કર્યું. અંતે થાકી પથારીમાં પડ્યો. હું ગીતાને તેનું દિલ કહે તેમ કરવાનો આગ્રહ કરતો રહેતો... પણ આજે કેમ મને આવું કહેવાનું સૂઝ્યું ! મને ખુદને મારા આ વર્તન પ્રત્યે અચરજ થયું.

ડાયરી ખૂબ કામ લાગી રહી હતી. હું રોજના કામો અને કોઈ ખાસ બનાવ ટૂંકમાં અચૂક લખતો. જાણે તેનું વ્યસન થઈ ગયું હતું. બહુ શબ્દો ના સૂઝતાં પણ આવડે એવું લખતો જરૂર. હું ડાયરી વાંચવા લાગ્યો. અમુક દિવસની ઘટનાઓ ઉપર હસી પડ્યો. એક દિવસની ખૂણામાં ટપકાવેલી નોટ્સ પર મારી નજર ગઈ. વર્લ્ડના બેસ્ટ ફોટોગ્રાફ જોવા માટેની એક મફત સાઈટ હતી. મેં ઝડપથી લેપટોપ ચાલુ કર્યું. સાઈટ જોતાં જ જાણે કુદરતે પોતાનો ખજાનો છુટ્ટા હાથે મારી સામે વેરી દીધો હોય એવું લાગ્યું. મારી આંખો સ્થિર બનીને આખી સાઈટ ફેંદતી રહી. મને ફોટોગ્રાફીની સોનાની ખાણ મળી ગઈ હોય તેવું લાગ્યું.જે તે ફોટા વિશે પૂરતી માહિતી તેમાં હતી. બીજી ઘણી સાઈટો પણ ખોલી હું બધા ફોટા એકબીજા સાથે સરખાવવા લાગ્યો. ઘણું બધું શીખવા મળ્યું. હું એ કામમાં ખૂંપી ગયો. હોલની એન્ટીક ઘડિયાળમાં ટકોરા પડ્યા. સવારના છ વાગી રહ્યા હતા.


***

Rate & Review

V Dhruva 5 months ago

ashit mehta 5 months ago

Nipa Upadhyaya 6 months ago

Shailesh Panchal 6 months ago

Palak Vikani 6 months ago