કાલકલંક-21

 

(પાછળના ભાગમાં આપણે જોયું કે પુરાતન મંદિરમાં આવી ગયેલા રોજી વિલિયમ ગંગારામ અને અનુરાગ ને ભૈરવી તેમજ ટેન્સીનો ભેટો થઈ જાય છે. ભૈરવી આ ચારે જણ ને કેવી રીતે સુરક્ષિત સાચવીને બેઠી છે એની માહિતી આપે છે તેનો વાળ પણ વાંકો અઘોરી કરી શક્યો નથી પોતે તેને કેવી રીતે સાચવી શકી છે. ભૈરવી ની વાત જાણી ચારેય જણાને એના માટે માન ઉપજે છે.
હવે આગળ..)

મોબાઈલની રીંગટોન વાગતાં જ જાણે અનુરાગને સ્ફૂર્તિ આવી ગઈ. એને ફોન કાને ધર્યો.
"હેલો ઈસ્પે. સાહેબ સામેથી ડૉ. અનંગનો પરેશાની ભર્યો અવાજ સંભળાયો.
"યસ આઈ એમ અનુરાગ સ્પીકિંગ સર..!'
"સાહેબ તમે ઠીક તો છો ને..?"
અનુરાગ નો અવાજ સાંભળીને જાણે ડોક્ટર ના શરીરમાં હિંમત આવી ગઈ હતી.
ઇસ્પેકટર સાહેબ .. તમે પ્રેતાત્માની ચેતીને રહેજો. શૈલીના શરીર સાથે હોસ્પિટલમાં પ્રવેશેલો પ્રેતાત્મા સિસ્ટર સુનિતા અને જુલી સિસ્ટર ને ઈજા પહોચાડી શૈલીનું વિકૃત ખોળિયું લઈ પવનવેગે ભાગ્યો છે.
પ્રેતાત્મા નહી ખંડેરમાં આવી ગયો છે ફેન્સી અમને મળી ગઈ છે પરંતુ રોજીને પ્રેતાત્મા ઉઠાવી ગયો છે.
ઓહ નો ડોક્ટરના મુખમાંથી ઉદ્ગાર નીકળી એમણે વિનંતી કરતા કહ્યું.
"સાહેબ ગમે તે કરી રોજીને બચાવી લેજો નહીં તો શૈલી બેબીની જેમ એ રોઝીનો પણ ભોગ લઈ લેશે.
રોઝી ને બચાવવા મરણિયો પ્રયાસ કરશુ ડોક્ટર મારા જીવના ભોગે હું રોજ એને બચાવી લેવાની ખાતરી આપું છું..!"
" ઇસ્પેક્ટર અનુરાગ જુસ્સાભેર બોલી ગયો.
પછી ડોક્ટરને ચેતવતાં એણે ઉમેર્યું.
"વાત બહાર જાય નહીં જો જો આ ભૂગર્ભમાં પ્રવેશનારો કોઈપણ માણસ મોતના મુખમાંથી છટકી શકે એમ નથી બસ મારે એટલું જ કહેવું હતું.
ઈસ્પેક્ટર અનુરાગે વાત પૂર્ણ કરી ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો.
અનુરાગની બધાને બચાવી લેવાની પરોપકારી ભાવના જોઈ ભેરવી ગદ્ગદિત થઈ ગઈ. ઇસ્પેક્ટર અનુરાગે ભૈરવી સાથે થયેલી વાતચીત બધાને સંભળાવી.
રાત્રિના પોણા બાર સુધી રાહ જોવાની હતી એટલે ટેન્સી ઈસ્પે અનુરાગ વિલિયમ અને ગંગારામ અડખેપડખે બેઠાં.
ટેન્સી એ મંદિરની પ્રથમ મુલાકાત વખતે થયેલા અનુભવથી માંડી મલિકા બની ભૈરવીએ પ્રેતાત્માની કેદમાંથી મુક્ત કરવા સુધીની વાત કરી. અનેક ભાવોના પ્રત્યાઘાત સાથે બધાં એ ચૂપચાપ બેસીને ટેન્સીને સાંભળી. ત્યાર પછી ફેરવી પોતાની આપવીતી સાથે રોઝી અને અઘોરીના પૂર્વ જન્મની વાત વિસ્તૃત રીતે કહી સંભળાવી.
વાતોમાં ને વાતોમાં પોણા બાર થયા. એકાએક ભૂમિ કંપી ઊઠી. ભયભીત બની સાથે ચારે જણ કમરાની દીવાલોને જોવા લાગ્યાં.
ખંડેર સમી જર્જરિત દીવાલોના પોપડા ઉખડીને ફર્શ પર પડવા લાગ્યા.
દેડકાની કાળજુ કંપાવી દેનારી ચીસો આખા હોલમાં ગુંજવા લાગી હતી. પ્રેતાત્માનો રુદ્ર સ્વરૂપ અતિ હિંસક હતું
"ઈસ્પે. સાહેબ.. સાહેબ દીવાલો માટીનો ઢેર બનતાંજ પ્રેતાત્મા બધા પર તૂટી પડશે. તમે કાકડો પેટાવી ઝડપી તમારા જોડીદારને લઈ બહાર ભાગો. હું ટેન્સી સાથે બહાર આવું છું. કાબૂ બહારની પરિસ્થિતિથી ભૈરવી પણ સતેજ થઈ ગઈ.
જોતજોતામાં સુરક્ષિત વાતાવરણ ડહોળાઈ ગયું પોણા બાર સુધી શાંત રહેતો પ્રેતાત્માનો ક્રોધ વિસ્ફોટ બની પ્રગટ્યો. હોલની જૂની પુરાણી દિવાલો પ્રેતાત્માની રાક્ષસી તાકાત સામે ધ્રુજી માટીનો ઢેર બનવા લાગી.
પ્રેતાત્મા અણધાર્યા હુમલાની ભીતિ પહેલાથી જ ભૈરવીને હતી.
છેલ્લો ઉપાય માત્ર 'મરવું યા મારવાના' નિર્ધાર સાથે પ્રેતાત્માને બાખડવાનો જ હતો પહેલ પ્રેતાત્મા કરે એવું ભૈરવી ઈચ્છતી હતી. ત્યાં લગી પોતાની જોડે સુરક્ષિત રહેલા ઈસ્પે. અનુરાગ રોજી વિલિયમ અને ગંગારામને ભય મુક્ત રાખવાં જરૂરી હતા.
એટલે જ ભૈરવી ટેનસીને વાતે વાળી પ્રેતાત્માના પૂર્વ જન્મ સાથે સંકળાયેલી ઘટમાળ પણ વર્ણવી.
પ્રેતાત્માને જ્યારે પોત પ્રકાશ્યું ત્યારે જ ભૈરવી સફાળી બેઠી થઈ ગઈ.
ભૈરવીને ખ્યાલ આવી ગયેલો કે અઘોરી પ્રેતાત્મા આક્રમક બની ગયો છે. ધણીધણી ઉઠેલા કમરાની દીવાલો ધરાશાયી થતી જોઈ ઇસ્પેક્ટરનો હાથ જાલી બહાર ભાગતા ગંગારામના પેટમાં ફાળ પડી.
હવે બચવુ મુશ્કેલ છે.
અનુરાગે હોલમાં ધૂળનું તોફાન ઉઠેલું જોઈ ભૈરવીને બૂમ પાડી. ભૈરવી તુ ટેન્સીને લઈ કઈ બાજુ આવે છે ? ધૂળના ગોટે ગોટાઓમાં મને કશું દેખાતું નથી.
ધૂળના તોફાનમાં અનુરાગનો અવાજ દબાઈ ગયેલો. બહાર નીકળતાં જ અદ્રશ્ય થઈ જવાય એવા માહોલમાં ભૈરવી તેને લઇ આંગળી ગઈ.
"હવે જીવ બચાવી ભાગવું સિવાય બીજો કશો ઉપાય નથી અનુરાગ સાહેબ..!"મોઢા પરની ધૂળ સાફ કરતો ગંગારામે કહ્યુ.
હાથમા ની મશાલનો છુટ્ટો ઘા કરતાં પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો.
"આવા તોફાનમાં સળગતો કાકડો ટકે ખરો..?"
મારી પાસે બેટરી છે અનુરાગ સાહેબ આડો હાથ રાખી ગંગારામ બોલેલો.
અનુરાગને ગંગારામ ક્યાંક દૂરથી બોલતો હોય એમ લાગ્યું.
નાક અને મોઢા મા ધૂળ ભરાવાના લીધે હવે બોલવામાં તકલીફ પડતી હતી.
પહેલીવારની પછડાટમાં અનુરાગ અને ગંગારામ નિશસ્ત્ર થઈ ગયેલા. ગંગારામે ફક્ત બેટરી સાચવેલી. જ્યારે અનુરાગે પેલી મશાલ..
જે છેવટે અનુરાગે નાખી દીધી.
વિલિયમના હાથમાં રિવોલ્વર હતી. પણ અત્યારે વિલિયમ હતો ક્યાં..? અનુરાગને ધ્રાસ્કો પડ્યો. એણે આંખો પર હાથ રાખી પાછળ જોવાનો પ્રયાસ કર્યો. સતત પવનનો ધક્કો લાગવાથી અનુરાગના પગ થોભતા નહોતા.
ધૂળથી એની આંખો ભરાઈ ગઈ બંને હાથે આંખો મસળતા લથડતો પડતો તે કોઈ અજાણી દિશામાં ખેંચાતો ગયો પવનના સુસવાટા અને ધૂળની ડમરીઓ માટે અટવાતો રહ્યો. અમૂંઝાતો રહ્યો.
વિલિયમ અને ગંગારામ જોતજોતામાં એનાથી દૂર ફેંકાઈ ગયા હતા. ટેન્સીને બચાવવા આવેલો અનુરાગ ખુદ ભયંકર મુસિબતમાં સપડાઈ ગયેલો. એકાએક ગુમ લઈને આવેલા વંટોળની જેમ હવામાં ફંગોળી દૂર લઈ જઈને પટક્યો.
અનુરાગ નો શ્વાસ જ જાણે નીકળી ગયો આ વખતે કમરામાં અનુરાગને બરાબર વાગ્યું ગવાયેલું શોધે એમ રૂંધાતા શ્વાસને લઈ અનુરાગ ગુડલુ વળી ગયો. હવે મૃત્યુ એનાથી વેત છેટુ હતું.
ધીમે ધીમે સૂસવાટા નો વેગ ઘટવા લાગ્યો આખા હોલમાં જ રહેલી ધૂળ તળિયે બેસવા લાગી હવે સંભળાતું હતું માત્ર ઘોઘરુ અટહાસ્ય..
જાણે એ હાસ્ય ઊંડા કૂવાના પોલાણમાંથી ન પડઘાઈ રહ્યું હોય અનુરાગ ની જગ્યાએ બીજું કોઈ હોત તો મૂર્છિત થઇ જાત પરંતુ કદાવર મજબૂત બાંધાનો ઈસ્પેકટર પછડાટ ખાઈને પડ્યો રહ્યો.
વેદનાથી એક કણસતો હતો.
આખરે ધુંધળાશ ઠરીઠામ થઈ.. કમરમાંથી ભાગી ગઈ હોય એમ અનુરાગથી જરાય આઘુ પાછું ન થઇ શકાયું. બેઠા થવાનો પ્રયાસ પડતો મૂકી એને પોતાની આસપાસ વિવશ નજર નાખી.
પોતાની જાતને લોહીથી ખરડાયેલા હોજમાં જોઈ એની રહી સહી હિંમત પણ તૂટી પડી. અનુરાગની નજર સામે જ ગંગારામનું શબ પડ્યું હતું અનુરાગે માની લીધું કે પ્રેતાત્માએ બધાની આવી જ હાલત કરી હશે. અેના શરીરની પીડા વધતી ગઈ. ચામડી ખેંચાવા લાગી. માથાની નસો ફાટી જતી હોય એમ એને લાગ્યું.
ભૂ-સપાટી પર જકડાયેલી કાયા તરફ શરીરનું રક્ત ખેંચાતું એને અનુભવ્યું.
અનુરાગની આંખે અંધારા આવ્યાં.
છેક છેલ્લી ઘડીએ ભૈરવીના પ્રપંચનો ઉઘાડ પાડતું હોય એમ ભૈરવીનુ ક્રૂર અટહાસ્ય એને સાંભળ્યું.
અસહ્ય આઘાતથી મૂઢ થયેલા અનુરાગે આંખો મીચી દીધી. ત્યારે ફરતેથી એના શરીરને લાલ જીવાત ફરતેથી ચપોચપ ચોંટી ગઈ.

        (  ક્રમશ:)

કાળકલંક ના આરે છે વાર્તા લેખન માં સમયના અભાવે તમારી સમક્ષ આવવા ઢીલ થઈ છે પરંતુ એક નિખાલસ વાત કરું છું મારી કોઈ પણ સ્ટોરી અધુરી નહીં છોડુ આપનો પ્રેમ વાર્તાઓને અવિરત મળતો રહે એ જ અભ્યર્થના સાથે ... 

                       આપના અભિપ્રાયોનો આકાંક્ષી...               -સાબીરખાન...

 

 

 

***

Rate & Review

Navnit Gorasiya 1 day ago

Nita Mehta 1 week ago

Jaydeep Saradva 1 month ago

Dilip Bhappa 3 months ago

Ajaysinh Chauhan 3 months ago