krossing ગર્લ - 14


અમારી આંખમિચોલી અને સ્માઈલની આપ-લે ચાલુ થઈ ચૂકી હતી. મારી પાસે તેના નંબર હતા પણ હજુ મેસેજ કે કૉલ કરવાની હિંમત નહોતી થઈ. રાહુલને નવી ગર્લફ્રૅન્ડ મળી ગઈ હતી. હેપ્પી પોતાનામાં જ એટલી ખુશ હતી કે તેને બોયફ્રૅન્ડની કોઈ જરૂર નહોતી. સાગરને કેટલી ગર્લફ્રેન્ડ હશે કે નહીં પણ હોય તેનો કોઈ અંદાજ નહોતો. 

આ બધા માટે હજુ હું નાનો હોય એવું લાગ્યા કરતું. શરીરનો બાંધો જોતાં હજુ સ્કૂલબોય જેવો જ લાગતો હતો. બધાને સાથે ફરતાં જોતો ત્યારે લાગતું હું ગધેડોડોબોબુદ્ધિ વગરનો છું. મારી પાસે ચાન્સ છે છતાં એક ડગલું આગળ વધવાની હિંમત નહોતો કરી શકતો. સાગરે બધું ગોઠવી આપ્યું હતું. તેના શબ્દોથી હું ફોર્મમાં આવી જતો પણ તે ના પાડશે તો પાછું પહેલી વાર જ છે યારદિલ તૂટી જશે – એમ વિચારી આઉટ ઑફ ફૉર્મ થઈ જતો. ક્યારેક લાગતું હિંમત દુનિયાની સહુથી મોંઘી અને રેર વસ્તુ છેજ્યારે ડર એ સહુથી સસ્તી અને કૉમન વસ્તુ છે. રોજ સવારે નવ વાગ્યાની આસપાસ તેના બાલ્કનીમાં થતાં આંટાફેરા અને મારા સાપસીડી જેવા વિચારો વચ્ચે ટક્કર થયા કરતી. હું નિઃસાસો નાખીને બેસી રહેતો.

હ્યુમન લૅબનું ઉદઘાટન થઈ ગયું હોવા છતાં અમને તેમાં દિવાળી પછી પ્રવેશ મળવાનો હતો. શું હશે એમાં આવો કોઈ સબજેક્ટ ટેક્સ્ટબુકમાં નહોતો. અત્યારે પણ જે શીખવવામાં આવતું હતું તે બધું પણ સાવ યુનિક હતું. હ્યુમન લૅબમાં કરવાનું શું હશે – આવું કંઈ બનાવવાની જરૂર શા માટે પડી હશે જન્માષ્ટમીનો જલસો પતાવી મારા પગ ઘર તરફ પાછા વળી રહ્યા હતા. હું ઘરે પહોંચવા આવ્યો હતો. અચાનક કોઈ મારી સામે આવીને ઉભું રહી ગયું. હું ડઘાઈ ગયો. એકદમ સ્ટેચ્યુની મુદ્રામાં સ્થિર થઈ ગયો. મેં સામે જોયું. જાણે કોઈ ગુનામાં ધરપકડ કરવામાં આવી હોય એ રીતે ઇશિતા ઊભી હતી.

આખી લાઇફ આમ જોઈને જ ટાઇમપાસ કરવાનો છે કે... આગળ પણ વધવાનું છે.” તે પોતાના બંને હાથ કમર પર રાખી મોં ફુલાવીને બોલી રહી હતી.

મર્યા... આખરે જેની બીક હતી એ થઈને જ રહ્યું, “ના એવું કંઈ નથી હું તને...” મેં થોથવાતા કહ્યું.

તું સસલા જેવો બીકણ છે. છોકરીની આંખોમાં આંખ મિલાવીને વાત કરવાનું પણ ડેરીંગ નથી.” તે બોલી.

હું એટલો બધો પણ ડરપોક નથીજેટલો તું સમજે છે. આ તો...” હું આગળ ના બોલી શક્યો.

તે જોરથી હસવા લાગી. કમ ઓન યારરિલેક્સ માય સ્વીટ બાબુ. તું તો જાણે હું કોઈ ચુડેલ હોઉં એમ રીએક્ટ કરે છે. ફ્રૅન્ડ્સ.” તેણે સહજતાથી મારી સામે હાથ લંબાવ્યો.

મેં ધ્રુજતાં ધ્રુજતાં મારો હાથ આગળ કર્યો. તે એકદમ નૉર્મલ લાગી. તેની ફ્રૅન્ડશીપનો સ્પર્શ થતાં હું પણ નૉર્મલ બની શકીશ એવું વિચારવા લાગ્યો. જોકે હજુ સુધી તો તેની ઓફરથી વિચારમાં જ હતો.

કમ ઓનફ્રૅન્ડશીપ માટે પ્રપોઝ કરું છુંમેરેજ માટે નહીં. ઇશિતા ઓઝા ફ્રોમ બરોડા. જર્નાલિઝમ લાસ્ટ ઇયર.” તેણે હેન્ડશેક કરતાં કહ્યું.

ખબર છે તમારા વિશે બધી. હું ક્રિષ્ના પટેલ. સાયન્સમાં સ્ટડી કરું છું. આઈ એમ ફ્રોમ કાગરી.” મેં મારો ઇન્ટ્રો આપતાં કહ્યું.

તને કેમ ખબર પડી ?” તેણે હાથ છોડાવતાં કહ્યું. કંઈક યાદ આવ્યું હોય તેમ બોલી, “સાગર રાસ્કલ. હું એક દિવસ તારો જાન લઈ લઈશ. યુ આર રિયલી વેરી બીગ મોન્સ્ટર એન્ડ યુ... શું આ માંડ્યું છે તમારાતમારાબ્લા બ્લા બ્લા.... વોટ નોનસેન્સ યારવી આર ફ્રૅન્ડસ. તું મને તુંકારે બોલાવી શકે છે.” તેણે કહ્યું.

છોકરી સામે દલીલમાં થતી હાર એ પ્રેમમાં થતી સહુથી મોટી જીત છે.” આખો દિવસ ઘરમાં ગુંજતાં રહેતાં છોકરીના છપ્પાંમાંથી મળેલું બ્રહ્મજ્ઞાન હતું. તેના આ બ્રાન્ડનેમ હેઠળ અપાતું જ્ઞાન મને બહુ ઉપયોગી થવાનું હતું.

ઓ.કે. ઇશિતાહવે હું તને તુંકારે જ કહીશ.” મેં કહ્યું.

તો સાગરે તને મારા મોબાઇલ નંબર પણ આપ્યા જ હશે નહીં ?” તે હાલકડોલક થતી બોલી.

હાતે દિવસે ગેલેરીમાં જ આપી દીધા હતાપણ મારી આ રીતે વાત કરવાની હિંમત ના ચાલી.” મેં કહ્યું.

હવે કોલ કે ચેટિંગ માટે હિંમત કરી શકીશ  કે હજુ કોઈ સારા ચોઘડિયાની રાહ જોવાની છે ?” તે બોલી.

હવે તો તું જોતી રહીશ મારી કેટલી હિંમત ચાલે છે. આજે રાતે કૉલ કરીશ.” મેં રોમાન્સની પ્રથમ ઇનિંગ સ્ટાર્ટ કરતાં કહ્યું.

"મને સાચવવી અને સહન કરવી એટલી સહેલી નથી. મારા બધા એક્સ એમ કહે છે. જોઈએ હવે તું શું ઉકાળી શકે છે !" તે હસીને બાય’ કહેતાં કહેતાં ગર્લ્સ હૉસ્ટેલના બિલ્ડિંગમાં ચાલી ગઈ. હું સતત તેને જતી જોઈ રહ્યો હતો. તેણે એક વાર પાછળ ફરીને મારી તરફ નજર ફેંકી. આજે  કાના ની  રાધા સાથેની પ્રણયયાત્રાનો શુભારંભ થઈ ચૂક્યો હતો.

*********

જીવવિજ્ઞાન – ઉર્ફે બાયોલોજી. ઈશ્વરે સર્જેલું રહસ્યમયરોમાંચક અને સહુથી અદભુત વિજ્ઞાન. ફક્ત યાદ રાખવા માટે ભણશો તો આનાથી અઘરો સબ્જેક્ટ બીજો એક પણ નથીપણ જો સમજવા કે શીખવા માટે ભણશો તો આનાથી વધુ આનંદ કોઈ નહીં આપે. વિજ્ઞાનમાં નિયમો કે સિદ્ધાંતો પાછળ રહેલા કારણો કે રહસ્યો સમજી લો પછી એ યાદ રાખવાની જરૂર નહીં પડે.

મનુષ્યની શરીરરચના કે વિવિધ અંગોના નામ સામાન્યથિયરીના બેઝ પર ગોખણપટ્ટી કરીને યાદ રાખવા જાઓ તો પરસેવો વળી જાયપણ તેની કોઈ વાર્તા કે ગીતમાં ગૂંથણી કરવામાં આવે તો તે હંમેશાં માટે યાદ રહી જાય. એટલે જ ફ્યુચર લૅબ’ એ ખાસ ટૅકનૉલૉજી અને સોફટવેર ડેવલપ કર્યા છે. તેનો ઉપયોગ કરી કાળજીપૂર્વક સાયન્ટિફિક નિષ્ણાતોની મદદથી વર્ચ્યુઅલ ફિલ્મો તૈયાર કરી છે. તમે જે શીખવા માગો છો તેનું કલ્પનાચિત્ર તમારી સામે ખડું નહીં થાય ત્યાં સુધી તેને યાદ રાખવું મુશ્કેલ છે. વારંવાર રિવિઝન કરવામાં સમય બગાડવો પડશેપણ જો આ સફરમાંથી તમે એક વાર ફિલ્મ દ્વારા પસાર થઈ ગયા તો બધું સમજવું સાવ આસાન થઈ જશે.

આપણે કાલે જે મૂવી જોઈ તેમાં શું હતું રાજાની કુંવરીને એક સપનું આવે છે. તેનું રહસ્ય કોઈ ઉકેલી નથી શકતું. રાજાને પણ નવાઈ લાગે છે. રાજાએ આ માટે ઇનામ જાહેર કર્યું. કેટલાયે પ્રયત્નો કર્યા. શબ્દોની ચતુરાઈ વાપરી પણ કુંવરીને જોઈતો જવાબ નહોતો મળ્યો. રાજ્યના નાનકડા ગામના ધૂની કલાકાર પાસે આ વાત પહોંચી. તેની કલા સમાજ પચાવી નહોતો શકતો. બધાં તેને ગાંડો ગણી ધુત્કારતા રહેતાં. તેને આ પ્રશ્નનો જવાબ સાવ સહેલો લાગ્યો. તે આ રહસ્ય પાછળનો ગૂઢાર્થ પામી ગયેલો. તે રાજા સામે તો સીધી આ વાત કહી શકે તેમ નહોતો. આખરે તેણે એક નાટક બનાવવાનું નક્કી કર્યું.

હવે આગળ શું થશે એ આપણે આજે જોઈશું. પછી આખી વાર્તાનું ઍનાલિસિસ પણ કરીશું. અને આ વાર્તાને બાયોલોજી કે આપણા સ્ટડી સાથે શું લાગેવળગે છે તેની ચર્ચા પણ કરીશું. આ સ્ટોરી લાઇફના બહુ બધા બોધપાઠ શીખવાડશે. તમારામાં ફક્ત ટૅલેન્ટ હોય તે જ પૂરતું નથી પરંતુ તમારું પરફોર્મન્સ યોગ્ય સમયે સંબંધોના નેટવર્કથી યોગ્ય લોકો સુધી પહોંચવું ખૂબ જરૂરી છે. મોટેભાગે આપણે રજૂઆતના સેકન્ડ સ્ટૅજમાં માર ખાઈ જઈએ છીએ. તો ફ્રૅન્ડ હજુ આજની સ્ટોરી મૂવી જોતાં પહેલાં હજુ એક વાત કહીશ.

તમને થતું જ હશે આજે શું સાહેબ આ ફિલસૂફીના હથોડા ઝીંકાઝીંક કરે છે. અમે બધા હસવા લાગ્યા. અમે બધા બાયોલોજીના આ ગોવિંદ ત્રિપાઠી સરને પ્રેમથી ગોટી સર કહેતા. તેઓએ પણ આ નિકનેમ હસીખુશીથી અપનાવી લીધું હતું. આ સિવાય છૂટકો જ નહોતો.

ફ્યુચર લૅબ’ તમને કૂવાના દેડવા બનાવી રાખવા નથી માંગતી. તે તમને સાયન્સના વિશાળ સમંદરમાં જાતે જ પ્રવાસ ખેડવા માટે તૈયાર કરવા માગે છે. અમને દેશમાં ટેકનોક્રેટ કરતાં સાયન્ટિસ્ટ અને હ્યુમન આર્ટિસ્ટ વધુ ક્રિએટ થાય એમાં રસ છે. માઇક્રોસ્કોપની સ્લાઇડ કે 5D ટૅકનૉલૉજી હ્યુમન સેલનું સ્ટ્રક્ચર જે રીતે સમજાવી શકશે એ બોર્ડ પર ગમે તેવા રંગીન ચોકથી દોરેલી આકૃતિ નહીં સમજાવી શકે. માટે જ આપણે વધુમાં વધુ સમય 5D વર્લ્ડ અને બાયોલોજી લૅબમાં ગાળીશું. સાયન્સમાં થિયરી કરતાં પ્રેક્ટિકલ વધુ મહત્ત્વના છે. હજુ તમારા માટે નવું જ સાયન્સ થિયેટર’ તૈયાર થઈ રહ્યું છે. હવે આપણે કાલની અધૂરી ફિલ્મ રાજકુંવરીનું ડિજિટલ સપનું’ જોઈશું.

ફિલ્મ પૂરી થઈ. ખરેખર જલસો પડી ગયો. છેલ્લે શું સસ્પેન્સ ખુલ્યું યાર. ગોટી સર ક્લાસરૂમમાંથી બહાર જતાં મેં પિરિયડ નોટ્સ લખવાનું કામ શરૂ કર્યું.

ક્રિષ્નાઆ ગોટી સર,કેટલા પકાવે છે. ઑલ મોસ્ટ 3 મન્થસ બટ બુકનો એક લેસન હજુ સુધી નથી શીખવાડ્યો.” મારી આગળ બેઠેલી હેપ્પી બોલી.

ગોળમટોળજાડી અને ઢીંગલી જેવી લાગતી તે ટૂંકા વાળ રાખતી. એકદમ ટૉમબોય જેવું વ્યક્તિત્વ. હું તેને બેબીડૉલ કહીને બોલાવતો. તેને સતત બોલબોલ કરવા જોઈતું. કલાસમાં પ્રશ્ન પૂછવાના હોય ત્યારે સહુથી પહેલી તેની આંગળી ઊંચી થતી. 45 મિનિટ્સના પિરિયડમાં તે માંડ શાંત બેસી શકતી. મારું રાહુલ અને તેની સાથે મસ્ત બોન્ડિંગ થઈ સેટ થઈ ગયું હતું. તે હંમેશાં ખુશ રહેતી. મારો મૂડ ઑફ હોય ત્યારે કંઈક નખરાં કરીને તે મને મોજમાં લાવી દેતી.

હેપ્પીઆ બધું ભણવું પણ જાણવું જરૂરી છે. તે સબ્જેક્ટ બહારનું તો કંઈ નથી ભણાવતા ને ?” મેં નોટ્સ લખતાં કહ્યું.

અરે પણઆપણા બોડીનું પોસ્ટમોર્ટમ કરવા માટે મેડિકલના પાંચ વર્ષ ઇનફ છે. તો અત્યારથી શું કરવા આટલું ટૅન્શન ક્રિએટ કરે છે. બટ રાહુલ – મૂવીના એનિમેશન કેરેક્ટર કેવા જોરદાર બનાવ્યા છે. જાણે હોલીવૂડની કોઈ વર્લ્ડક્લાસ એનિમેશન મૂવી જોતાં ના હોય તેવું લાગે.” તે પોતાનું બૅગ પેક કરતાં બોલી.

હેપ્પીઆ લોકો બહુ અલગ રીતે વિચારે છે. પહેલા દુનિયા સમજાવશે એટલે થોડું અઘરું લાગશે. પછી તમારું શહેર સમજાવે ત્યારે તે બધું તમારા માટે સાવ સહેલું બની જાય. તે અત્યારથી જ આપણને વર્લ્ડની કોમ્પિટિશન માટે પ્રિપેર કરે છે. જેથી આપણે સ્ટડી કરીને બહાર નીકળીએ ત્યારે બીજા સ્ટુડન્ટ જેવા પ્રોબ્લેમ ના થાય.” રાહુલે ઉભા થતાં કહ્યું.

અરે મૂકો બધાનેતેલ પીવા જાય દુનિયા. ઍજ્યુકેશન અને કોમ્પિટિશનચાલો ફટાફટ લંચ કરવા. ફ્યુચર લૅબની ટીચિંગ સિસ્ટમ જેટલું જ ઇન્ટરેસ્ટિંગ તેનું ફૂડ મેનુ છે. એ કાલે જ જોયેલું આજે પૂરણપોળી છે. હું તો ધરાઈને ખાવાની.” હેપ્પીએ હેપ્પીનેસ વ્યક્ત કરતાં કહ્યું.

હજુ તારે કેટલું ધરાઈને ખાવું છે. જાડીજરા જો તો ખરા હવે આમાં ક્યાં જગ્યા છે પછી ચરબી ઉતારવાના ઇન્જેક્શન લેવા પડશે.” રાહુલ તેને ચીડવતાં બોલ્યો.

ગધેડાતને ખાવાની ક્યાં કોઈ ના પાડે છે. તારે દુનિયા આખીનું ટેન્શન માથે લઈને ફરવું હોય તો મારે શું કરવું આજે મેં નવો ડ્રેસ પહેર્યો છે. પૂરણપોળી ખાતાં ખાતાં આપણે ત્રણેય બેસ્ટી એક મસ્ત મજાની સેલ્ફી લઈશું.” હું પણ બૅગ પેક કરી તેમની સાથે જોડાયો.

તે બંને મને મૂંગેરીલાલ કહીને ચીડવતાં. હું ક્લાસમાં બહુ ઓછું બોલતો. આમ તો હેપ્પી બોલવામાં કોઈનો વારો જ ના આવવા દે. રાહુલને તેને ચીડવવામાં બહુ મજા આવતી. એ બંનેની માથાકૂટમાં લંચટાઈમ ક્યારે પૂરો થઈ જતો એની ખબર ના પડતી. બધી બેન્ચમાં છોકરીઓ હતી. હું એક જ સિંગલ હતો. આથી ક્યારેક ક્લાસમાં બધાના હસીમજાકનું કારણ પણ બનતો. 

સ્કૂલ તો ખરેખર એડવાન્સ હતી પરંતુ આપણી આખી ઍજ્યુકેશન સિસ્ટમ સામાન્ય જ હતી. અમારી ટૅકનૉલૉજીના વધુ ઉપયોગના લીધે લખવાની પ્રૅક્ટિસ છૂટી ના જાય માટે દર અઠવાડિયે એસાઇનમેન્ટ આપવાનું શરૂ થયેલું. પણ માર્કની કોઈ સિસ્ટમ જ નહોતી. આ એસાઇનમેન્ટ પર ગ્રૂપ ડિસ્કશન થતું. ચાર જણાનું એક ગ્રૂપ રહેતું. એક અમારા ગ્રૂપમાં જ ત્રણ વ્યક્તિ હતાજેથી બધાને ખામી અને ખૂબીઓની ખબર પડે.સ્કૂલ સિસ્ટમ બીજા સાથે સરખામણી કરવાની તક ક્યારેય ના આપતી. હા સ્પર્ધા જરૂર રહેતી પણ વ્યક્તિગત ક્યારેય નહીં. બધું ગ્રૂપ પૂરતું જ સીમિત રહેતું. ક્યારેક ટાસ્ક પણ ખોપરી હલાવી દે એવા વિચિત્ર અપાતા. ત્રણ મહિના જેવા સમયમાં અમે હજુ સુધી એક પણ સબ્જેક્ટની ટેસ્ટબુક ખોલી નહોતી.

ફ્યુચર લૅબની ટીચિંગ મેથડ અને સિસ્ટમ અજીબોગરીબ હતી. પ્રૅક્ટિસ માટે પાનાઓ ભરીને તથા ગોખણપટ્ટીની કેસેટના રોલમાં સેટ થયેલા અમારા માઇન્ડને એજ્યુકેશન ટૅકનૉલૉજીનું આ એડવાન્સ અપડેટ વર્ઝન સ્વીકારવામાં બહુ તકલીફ પડી રહી હતી. બધું એટલું મસ્ત રીતે સમજાય તેમ યાદ રહી જતું કે ઘરે જઈને તેની પ્રૅક્ટિસ કે એવું કશું કરવાનું રહેતું નહીં. પુષ્કળ સમય બચતો. નવું જાણવાશીખવા અને વિચારવાની પૂરતી આઝાદી મળી રહેતી.

મારી જાણ બહાર આઝાદીમાં વિકસીને તૈયાર થયેલું મારું વ્યક્તિત્વ ભવિષ્યના સંઘર્ષો માટે તૈયાર થઇ રહ્યું હતું.


***

Rate & Review

Heena Suchak 5 months ago

ashit mehta 6 months ago

Nipa Upadhyaya 6 months ago

Shailesh Panchal 6 months ago

Palak Vikani 6 months ago